જેમ્સ
અને જ્વલરીમાં કારકિર્દી
![]() |
| James jewelry |
વિકાસશીલ
અને વધતી જતી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની માંગ, સંગઠિત વ્યવસ્થા વધુ ડિઝાઇનર્સ અને કામદારોની
જરૂરિયાત રોજગારીની તકો પેદા કરે છે. જાગરૂકતા અને તકનીકી સુધારણાના અભાવના કારણે
આ ક્ષેત્રને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જ્વેલરી
મેન્યુફેકચરિંગ, અમદાવાદની
એક પ્રખ્યાત સંસ્થા છેલ્લા ૧૦ વર્ષથી આ ક્ષેત્રમાં સેવા આપી રહી છે. પ્રારંભિક
તબક્કે IIIM
એ ઉદ્યોગની જાગૃતિ અને
વિકાસ માટે મુક્ત સેમિનારનું સંચાલન કર્યું હતું. કુશળ ડિઝાઇનર્સ અને કામદારો માટે
ઉદ્યોગને મદદ કરી રહી છે.
સુરત
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું વૈશ્વિક હબ બન્યું છે. ટૂંક સમયમાં અહીં વિશ્વકક્ષાનું
વિશાળ ડાયમંડ બુર્ષ આકાર લેવા જઈ રહ્યું છે. તેથી સ્વાભાવિક રીતે તેને આનુષંગિક
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પ્રોફેશનલોની જરૂર પડવાની છે. તેથી જેમ્સ અને જ્વેલરી
ક્ષેત્રે કારકિર્દીની ઉજળી શક્યતાઓ રહેલી છે.
જેમ્સ
અને જવેલરીમાં કારકિર્દી
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ- સુરત : ધી જેમ્સ
એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (TEPC) દ્વારા સુરત ખાતે ૧૯૭૮માં સ્થાપિત ઇન્ડિયન
ડાયમંડ ઇન્સ્ટિટયૂટને કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા
સ્પોન્સર્ડ કરવામાં આવી છે. અહી જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે મહત્વના અભ્યાસક્રમો
ઓફર કરવામાં આવે છે. અહીં હોસ્ટેલની પણ સુવિધા ઉપલબ્ધ છે.
કોર્સની વિગતોઃ
જવેલરી ક્ષેત્રેઃ
• ગ્રેજ્યુએટ જ્વેલરી પ્રોફેશનલ (3 વર્ષ) સ્નાતક
અથવા તેને સમકક્ષ ફી રૂ. ૬૬,૨00
• હાયર ડિપ્લોમા ઇન જ્વેલરી ડિઝાઇન એન્ડ
મેન્યુફેક્ચરીંગ ૩ વર્ષ-૬ સેમેસ્ટર)
પાત્રતાઃ ધો. ૧૨ પાસ અથવા તેને સમકક્ષ, ફી પ્રતિ સેમેસ્ટર રૂ. ૪૫, ૮૫0
• ડિપ્લોમા ઇન જ્વેલરી ડિઝાઇન પ્રોફેશનલ (૨૦
સપ્તાહ)
પાત્રતા: ૧0+ર, અથવા તેને સમકક્ષ ફી રૂ. ૪૦,૮૦૦
• ડિપ્લોમા ઇન જ્વેલરી ડિઝાઇન મેન્યુફેક્ચરીંગ પ્રોફેશનલ (૨૦ સપ્તાહ)
પાત્રતા: ૧૦+ર, અથવા તેને સમકક્ષ ફી રૂ. ૪૦,૮૫૦
ડાયમંડ ક્ષેત્રઃ
• ડિપ્લોમા ઇન પ્રોફેશનલ ડાયમંડ મેન્યુફેક્ચર
(૨૪ સપ્તાહ)
પાત્રતા : ૧૦+૨, ફી રૂ. ૪૦,૮00
• ડિપ્લોમાં ઇન પ્રોફેશનલ ડાયમંડ ગ્રેડર (૨૦ સપ્તાહ)
પાત્રતા:૧૦+૨, ફી રૂ. ૪૦,૮00
પ્રમાણપત્ર અભ્યાસક્રમોઃ
જેમોલોજીને લગતા અભ્યાસક્રમોઃ
1.
ડિપ્લોમા ઇન જેમોલોજી પ્રોફેશનલ (૧૬ સપ્તાહ)
પાત્રતા ધો.૧૦+૨ પાસ અથવા તેને સમકક્ષ ફી, રૂ.૪૦,૮૫૦
2.
ફાઉન્ડેશન કોર્સ ઇન જેમોલોજી (૮ સમાહ)
પાત્રતા ધો.૧૦ ફી, રૂ. ૨૦, ૪૫૦
3.
પત્રાચાર દ્વારા ડિપ્લોમા ઇન જેમોલોજી (૩૬ સપ્તાહ)
પાત્રતા ધો. ૧૨ પાસ ફી, રૂ. ૨૫,000
ફાઉન્ડેશન કોર્સ:
૧. જ્વેલરી ડિઝાઇન (૬ સપ્તાહ)
પાત્રતા ધો.૧૦ પાસ ફી, રૂ. ૧૦,૨૫૦
૨. CAD જ્વેલરી ડિઝાઇન (૮ સપ્તાહ)
પાત્રતાઃ ધો.૧૦ પાસ ફી, રૂ.૧૫, ૩૫૦
૩. જ્વેલરી મેકિંગ (૪ સપ્તાહ)
પાત્રતા ધો.૧૦ પાસ ફી, રૂ.૧૦,૨૫૦
૪. જ્વેલરી કાસ્ટિંગ (૪ સપ્તાહ)
પાત્રતા ધો.૧૦ પાસ ફી, રૂ.૧૨,૩૫૦
૫. સ્ટોન સેટિંગ (૪ સપ્તાહ)
પાત્રતા ધો.૧૦ પાસ ફી, રૂ.૧૨,૩૫૦
ડિગ્રી કક્ષાના અભ્યાસક્રમો
૧. જેમ્સ એન્ડ જ્વેલરી ડિગ્રી ફેઝ (ઓનર્સ)-૩
વર્ષ
૨. ડિપ્લોમા ઇન જેમ્સ એન્ડ જ્વેલરી સ્ટડીઝ -૨ વર્ષ
૩. જેમ્સ એન્ડ જ્વેલરી ટેકનોલોજી ફેઝ-૪ વર્ષ
૪. ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જેમ્સ એન્ડ જ્વેલરી ટેકનોલોજી -૩ વર્ષ
૫. ડિપ્લોમા ઇન જેમ્સ એન્ડ જવેલરી ટેકનોલોજી -ર વર્ષ
૬. ઈન્ટીગ્રેટેડ પી.જી. રિસર્ચ ઇનીશિએટીવ ઇન જેમ્સ
એન્ડ જવેલરી –૪ વર્ષ
૭. માસ્ટર ઇન જેમ્સ એન્ડ જવેલરી સ્ટડીઝ -૩
વર્ષ
૮. પી.જી.ડિપ્લોમા ઇન જેમ્સ એન્ડ જવેલરી
સ્ટડીઝ -૨ વર્ષ
૯. પીએચ.ડી / ડોક્ટરેટ ઇન જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર-૩
વર્ષ
ટૂંકાગાળાના અભ્યાસક્રમોઃ (ક્વેલરી ડિઝાઇન)
૧. સર્ટિફિકેટ ઇન ડિઝાઇન ઈન્ટરપ્રિટેશન ફોર જવેલરી મેન્યુફેકચર્સ (૧ માસ)
૨. પ્રોફે શનલ સર્ટિફિકેટ ઇન જવેલરી ડિઝાઈન (૧ વર્ષ)
૩. ડિપ્લોમા ઇન જવેલરી ડિઝાઈન (ર વર્ષ)
૪. ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન જવેલરી ડિઝાઈન (૩ વર્ષ)
૫. પ્રોફેશનલ સર્ટિફિકેટ ઇન એડવાન્સ જ્વેલરી રેન્ડરિંગ એન્ડ પ્રેઝન્ટેશન મેથડ (૨ માસ) ટેકનોલોજી, જીમોલોજી, જેમ્સ સ્ટોન પોલિશિંગ એન્ડ કટિંગને લગતા
ટૂંકાગાળાના અભ્યાસક્રમો ચાલે છે.
સંપર્ક સરનામુંઃ
મુખ્ય કેમ્પસ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી આર.કે.ડેરાવાલા
ટાવર,
KGK કેમ્પસ,
SP-111, EPIP, SEZ ફેઝ-૧ પાસે સીતાપુર ઇન્ડસ્ટ્રિયલ એરિયા જયપુર
-૩૮૨૦૨૨. (રાજસ્થાન)
ફોનઃ ૧૪૧-૨૭૭૧૫૭૭
સીટી કેમ્પસ: IIGJ રાજસ્થાન ચેમ્બરે ભવન, ગ્રાઉન્ડ ફ્લોર MI રોડ જયપુર-૩૮૨૦૦૩
સ્કૂલ ઓફ જ્વેલરી – અમદાવાદ
સ્કૂલ ઓફ જ્વેલરી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જ્વેલરી
મેન્યુફેકચરીંગ અમદાવાદમાં પણ નીચે મુજબના કોર્સ ઉપલબ્ધ છે.
૨૦૨૫ સુધી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ૪
લાખથી વધારે ઉદ્યોગ કૌશલ્યનું સર્જન કરવાના લક્ષ્યાંક સાથે, ૨૦૨૫ સુધીમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં
તેમના નવા સાહસની સ્થાપના માટે પ000 થી વધુ યુવાનોને સંપૂર્ણ માર્ગદર્શન અને ટેકો પૂરો
પાડવા,
પ્રવર્તમાન માનવશક્તિની
ગતિ વધારવા માટે અને વિકાસની સતત પ્રક્રિયામાં આગલા સ્તર પર ટેક્નોઉદ્યોગસાહસિકતાને
પ્રોત્સાહન આપવા માટે; તેજસ્વી અને સ્પાર્કલિંગ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે કુશળ માનવશક્તિની
જરૂરિયાત રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો