સ્વ-રોજગારલક્ષી યોજનાઓ

Self-employment schemes
Self-employment schemes

સ્વરોજગાર યોજનાઓ

વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થાય એટલે તુરત જ રોજગારીના ક્ષેત્રોની શોધખોળ શરૂ થઈ જાય... સગા-સબંધી અને મિત્રો પણ પૂછવા માંડે કે હવે શું કરવું છે, અને ત્યારે ખરેખર અહેસાસ થાય કે હવે કાંઈક કરવાનો સમય આવી ગયો છે.
સ્વાભાવિક રીતે જ સમાજ જીવનનું કેન્દ્ર બિંદુ અર્થોપાર્જન તરફનું રહયું છે રોજગારીને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ.
(૧) સવેતન રોજગારી અને (૨) સ્વ-રોજગારી.
સવેતન રોજગારી એટલે વેતન સાથેની રોજગારી, કોઈ શ્રેમ કરવાના બદલામાં નિયમિત રીતે, ચોક્કસ રકમનું વળતર મળે તેને સવેતન રોજગારી કરી શકાય. સરળ શબ્દોમાં મૂકી એતો નોકરી એ સવેતન રોજગારી છે. જયારે વ્યકિત પોતાની સ્વતંત્ર ધંધાદારી પ્રવૃત્તિ દ્વારા નફાના સ્વરૂપમાં વળતર મેળવે તેને સ્વરોજગારી કહી શકાય. સવેતન રોજગારી અને સ્વરોજગારી વચ્ચે કેટલાક પાયાના એવા મૂળભૂત તફાવત રહેલા છે. વેતન રોજગારીમાં ઉમેદવારે કોઈ પણ જાતનું મૂડી રોકાણ કરવું પડતું નથી જયારે સ્વરોજગારીમાં રોકાણ કરવું આવશ્યક હોય છે, લોન મેળવેલ હોય તો પણ માર્જિન મની તરીકે અમુક ૨કમનું રોકાણ કરવું પડતું હોય છે. વેતન રોજગારીમાં કામના કલાકો નિશ્ચિત થયેલા હોય છે, જયારે સવેતન રોજગારીમાં કામના કલાકોનું કોઈ બંધન કે મર્યાદા હોતાં નથી માલિક ધારે તેટલો સમય કામ કરી શકે છે. વેતન રોજગારીમાં વેતનનો દર નિશ્ચિત હોય છે, જયારે સ્વરોજગારીમાં આવક માટે કોઈ મર્યાદા નથી. માલિક પોતાની મહેનત, કુશળતા, કામના કલાકો વગેરે મુજબ ઓછું કે વધારે વળતર મેળવી શકે છે. વેતન રોજગારી કરતા તમામ કર્મચારીઓ પોતાનાથી ઉપરી અધિકારીને જવાબદાર હોય છે, એટલે કે કામગીરીમાં સ્વતંત્રતા હોતી નથી જ્યારે સ્વરોજગાર કરતી વ્યકિત પોતે જ પોતાની માલિક હોય છે અને સીધા જ ગ્રાહકને જ જવાબદાર હોય છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે સ્વરોજગાર કરતી વ્યકિત પોતાને ત્યાં એકથી વધારે સવેતન માણસો રોજગારી પર રાખી શકે છે અને બિઝનેસનો વિકાસ કરી શકે છે.
સ્વરોજગારી અપનાવવા અને સફળ થવા માટે કેટલાક ગુણો વિકસાવવા જરૂરી ગણાય છે સ્વરોજગારી અપનાવવા માટે વિચારપૂર્વકનો મક્કમ ઇરાદો હોવો જોઈએ જેટલો દેઢ ઇરાદો હશે તેટલું વધારે સફળ થવાશે . રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણી અને નિરમાના સ્થાપક શ્રી કરશનભાઈ પટેલ આના જવલંત ઉદાહરણો છે. સતત તાલીમ અને અભ્યાસ સફળતા મેળવવાના અમોઘ હથિયારો છે. ટેકનિકલ તાલીમ, મેનેજમેન્ટની તાલીમ, વિવિધ કાયદાઓ જેવા કે ઈન્કમટેક્સ એકટ, ગુમાસ્તા ધારો, શોપ એ કટ, એપ્રેન્ટિસશીપ એકટ, પ્રોવિડન્ટ ફંડ એકટ, જીએસટી વિવિધ લેબર એકટ વગેરે તમામ કાયદાઓનું જ્ઞાન, માર્કેટનો અભ્યાસ, ગ્રાહકના માનસનો અભ્યાસ, કોસ્ટીંગની જાણકારી, બજારમાં અને આંતર રાષ્ટ્રીય માર્કેટમાં થતા ફેરફારો વગેરેની જાણકારી, સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા મળતા ટેક્સના ફાયદાઓ, લોન યોજનાઓની માહિતી--વગેરે સફળતા માટે મદદરૂપ બને છે. જાત મહેનત અને સહાયકોને પ્રોત્સાહિત કરવાની પદ્ધતિ આવકાર્ય ગણાય છે.

૧. કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોધોગ દ્વારા મળતી લોન યોજનાઓ:
(૧) વડાપ્રધાનનો રોજગાર નિર્માણ કાર્યક્રમ PMEGP
ભારત સરકારે તા. ૩૧/૩/૨૦૦૮ સુધી અમલમાં હતી તેવી બે યોજનાઓ
(૧) વડાપ્રધાનની રોજગારલક્ષી યોજના PMRY અને ગ્રામીણ રોજગાર નિમાર્ણ કાર્યક્રમ REGP ને ભેગી કરીને વડાપ્રધાનના રોજગાર નિમાર્ણ કાર્યક્રમ PMEGP નામનો એક નવો ધિરાણ સંલગ્ન સહાયકી કાર્યક્રમ મંજૂર કરી તેનો અમલ શરૂ કર્યો. આ યોજના પુરસ્કૃત યોજના છે અને તેની અમલવારી લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના મંત્રાલય હેઠળના ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સ્તરે આ યોજના રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડઝ, ખાદી અને ગ્રામોદ્યોગ વિકાસ કમિશન હેઠળ કામ કરતી નિયામક કચેરીઓ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો અને બેન્કો દ્વારા અમલમાં મૂકાયેલ છે.
યોજનાનો ઉદેશ:
(૧) સ્વરોજગાર માટેના | ઉદ્યોગ સાહસો પરિયોજનાઓ નાના ઉદ્યોગો શરૂ કરી રોજગારીની તકો ઊભી કરવી,
(૨) છૂટાછવાયા પરંપરાગત કારીગરો/ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોને સંગઠિત કરવા અને તેમને પોતાના સ્થળે શકય તેટલા પ્રમાણમાં સ્વરોજગાર પૂરો પાડવો,
(૩) પરંપરાગત અને ક્ષમતા ધરાવતા કારીગરો તથા ગ્રામીણ શહેરી બેરોજગાર યુવાનોને સતત ચાલુ રહે તેવો રોજગાર પૂરો પાડવો, જેથી શહેરો તરફનું સ્થળાંતર રોકી શકાય.
(૪) કારીગરોની કમાણીની ક્ષમતામાં વધારો કરવો .અને રોજગારીના દરમાં વૃદ્ધિ કરવામાં ફાળો આપવો.

લાભાર્થીની પાત્રતા:
(૧) ઓછામાં ઓછી વય મર્યાદા ૧૮ વર્ષ,
(૨) ઓછામાં ઓછું ધો. ૮ પાસ ( ઉત્પાદન ક્ષેત્ર ૧૦ લાખ અને સેવા વ્યાપાર ક્ષેત્રે ૫ લાખ કે તેથી વધુની યોજના માટે),
(૩) આવક મર્યાદા નથી,
(૪) સોસાયટી રજી.એકટ ૧૮૬૦ હેઠળ નોંધાયેલ મંડળી, ઉત્પાદન સહકારી મંડળીઓ અને સખાવતી સંસ્થાઓ પાત્રતા ધરાવે છે.
(૫) અગાઉ કોઈ યોજનાનો લાભ મેળવેલ ઇસમો પાત્રતા ધરાવતા નથી.

મળવાપાત્ર લોનઃ
(૧) ઉત્પાદન ક્ષેત્ર માટે વધુમાં વધુ. રૂ. ૨૫ લાખ ( માલિકનો ફાળો જનરલ ઉમેદવારો માટે ૧૦ ટકા અનુ.જાતિ અનુ .આ.જાતિઅન્ય પછાત વગ લઘુમતીઓ સ્ત્રીઓ માજી સૈનિકો અપંગોના કેસમાં ૫ ટકા રહેશે.
(૨) સેવાક્ષેત્ર અને માટે વધુમાં વધુ રૂ. ૧૦ લાખ. ( માલિકનો ફાળો જનરલ ઉમેદવારો માટે ૧૦ ટકા અનુ.જાતિ એનું .આ.જાતિ અન્ય પછાત વગ લઘુમતીઓ સ્ત્રીઓ માજી સૈનિકો અપંગોના કેસમાં ૫ ટકા રહેશે)

નાણાકીય સહાયનું પ્રમાણ:
(૧) સામાન્ય ઉમેદવારો માટે શહેરી વિસ્તારમાં ૧૫ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં
૨૫ ટકા રહેશે (માલિકનો ફાળો ૧૦ ટકા રહેશે.)
(૨) અનુ. જાતિ અનુ.આ.જાતિ અન્ય પછાત વગ લઘુમતીઓ સ્ત્રીઓ માજી સૈનિકો અપંગોના કેસમાં શહેરી વિસ્તાર માટે ૨૫ ટકા અને ગામ્ય વિસ્તાર માટે ૩૫ ટકા રહેશે. (માલિકનો ફાળો ૫ ટકા રહેશે.)

વ્યાજનો દર અને પુનઃ ચુકવણી : બેન્કના નિયમોનુસાર વ્યાજનો દર રહેશે. તેમજ લોનની પરત ચુકવણી ત્રણ થી સાત વર્ષમાં કરવાની રહે છે.

અમલીકરણ સંસ્થા : જનરલ મેનેજર શ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા ગુજ.રાજ્ય  ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, અમદાવાદ
વેબસાઈટ:

(૨) જ્યોતિ ગ્રામોધોગ વિકાસ યોજના (જીવીવાય)
આ યોજના જુન ૨00૮ થી અમલમાં આવેલ છે. અને ગ્રામ્ય વિસ્તારમાં સ્થપાતાં તમામ નવાં એકમોને લાગુ પડે છે.

યોજનાનો ઉદેશ: ગ્રામીણ વિસ્તાર માં આવક અને ઉદ્યોગ સાહસિકતાનું સ્તર ઊંચું આવે ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારીના નવા માર્ગો વધુમાં વધુ નિર્માણ પામે તે માટે વ્યકિતગત કારીગરો, ઉદ્યોગ સાહસિકો તથા સ્વસહાય જુથોને પરિયોજના શરૂ કરી શકે તે માટે જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (જે જીવીવાય) અમલમાં મૂકવામાં આવેલ છે.

યોજનાની પાત્રતાઃ
(૧) લાભાર્થી એસ.એસ.સી. પાસ હોવો જોઈએ.
(૨) લાભાર્થીની ઉંમર ૨૫ થી ૫૦ વર્ષ વચ્ચેની હોવી જોઈએ,
(૩) કોઈ આવક મર્યાદા નથી,
(૪) ગ્રામ્ય વિસ્તાર માં જ પ્રોજેકટ સ્થાપવો જરૂરી છે,
(૫) લાભાર્થી વર્તમાનમાં ઘરે રહીને પ્રોજેકટમાં કામગીરી કરતા હોય, અથવા પ્રોજેકટ મુજબની કોઈ ફેકટરી કે યુનિટમાં કામ કરતા હોય અથવા પ્રોજેકટની | પ્રવૃત્તિ માટે કોઈ માન્ય સંસ્થાની તાલીમ લીધેલ હોય તે જરૂરી છે.
(૬) દર એક લાખના રોકાણ પર એક રોજગારીનું સર્જન થવું જરૂરી છે .

લાભાર્થીનો ફાળોઃ જનરલ કક્ષાના લાભાર્થીએ ૧૦ ટકા પોતાનો ફાળો કાઢવાનો રહે છે, જયારે અનું. જાતિ અનુ.જનજાતિ અને મહિલા ઉમેદવારોએ ૫ ટકાનો પોતાનો ફાળો કાઢવાનો રહે છે.

મળવાપાત્ર ધિરાણ: ઉદ્યોગ પ્રકારના પ્રોજેકટ માટે પ લાખથી ૨૫ લાખ સુધી.

સહાયનું ધોરણ :
(૧) ૧૦ લાખ સુધીના પ્રોજેકટ માટે જનરલ ઉમેદવારોને ૨૫ ટકા, તેમજ અનુ જાતિ અનુ.જનજાતિ મહિલાઓ માજી સૈનિકો અપંગો માટે ૩૦ ટકા,
(૨) ૧૦ લાખથી વધુ પરંતુ ૨૫ લાખ સુધીના પ્રોજેકટ માટે જનરલ ઉમેદવારોને-પ્રથમ ૧૦ લાખ સુધી ૨૫ ટકા અને બાકીની રકમ ઉપર ૧૦ ટકા. (અનુ જાતિ અનુ.જનજાતિ મહિલાઓ માજી સૈનિકો અને અપંગો માટે પ્રથમ ૧૦ લાખ સુધી ૩૦ ટકા અને બાકીની રકમના ૧૦ ટકા

અમલીકરણ સંસ્થા: જનરલ મેનેજર શ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
વેબસાઈટ:

(3) શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના:
ગુજરાત રાજ્ય ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓ અને કારીગરોને સ્વરોજગાર પૂરો પાડવાના આશયથી આ યોજના તા. ૧/૬/૨૦૦૧ થી અમલમાં મુકાયેલું છે. અંધઅપંગ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
યોજનાની પાત્રતા:
૧. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધો. ૪ પાસ જરૂરી છે. તેમજ વ્યવસાયને અનુરૂપ ત્રણ માસની તાલીમ અથવા ૧ વર્ષનો ધંધાનો અનુભવ અથવા વારસાગત કારીગર હોય તે જરૂરી છે,
૨. આવક મર્યાદા નથી,
૩. વય. મર્યાદા: ૧૮ થી ૬૫ વર્ષ.

ધિરાણની મર્યાદા:
(૧) ઉદ્યોગો માટે રૂ. ૮ લાખ.
(૨) સેવા પ્રકાર માટે રૂ. ૬ લાખ અને
(૩) વેપાર પ્રકાર માટે રૂ.૩ લાખ. (વર્તમાનમાં ૩૯૫ પ્રકારની પ્રોફાઈલ્સ માટે ધિરાણ મળવાપાત્ર થાય છે.)

સહાયનું ધોરણ:
(૧) જનરલ કેટેગરીમાં ગ્રામ્ય કક્ષાએ ૨૫ ટકા અને શહેરી કક્ષાએ ૨૦ ટકા.
(૨) અનામત કેટેગરી (અનુ.જાતિ/અનુ. જન જાતિ માજી સૈનિકો મહિલાઓ અને અપંગો)માં ગ્રામ્ય કક્ષાએ ૪૦ ટકા અને શહેરી કક્ષાએ 30 ટકા.

સહાયની વધુમાં વધુ મર્યાદા:
(૧) ઉદ્યોગો માટે રૂ.૧,૨૫,૦૦૦,
(૨) સેવા પ્રકાર માટે રૂ.૧,00,000, અને
(૩) વેપાર માટે જનરલ કેટેગરી - રૂ. ૬૦,OO.-શહેરી વિસ્તાર માટે તથા રૂ. ૭૫,000).-ગ્રામ્ય વિસ્તાર માટે અનામત કક્ષા - રૂ . ૮૦,000.-શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર માટે
વ્યાજનો દર : બેન્ક દ્વારા વખતો વખત નકકી થાય તે રહેશે.
લોનની પરત ભરપાઈ : બેન્ક નકકી કરે તે રીતે ત્રણ થી પાંચ વર્ષની મુદતમાં વ્યાજ સાથે ભરપાઈ કરવાના રહે છે.
લાભાર્થીનો ફાળો : લાભાર્થીનો ફાળો જનરલ કક્ષા માટે કુલ લોનના ૧૦ ટકા અને અનામત કક્ષા માટે કુલ લોનના પ ટકા રહેશે.

અમલીકરણ સંસ્થા:
૧. જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,
૨. તાલુકા વિકાસ અધિકારીશ્રી
૩. પ્રોજેકટ ઓફિસર શ્રી
વેબસાઈટ: http://www.cottage.gujarat.gov.in 

(૪) માનવ કલ્યાણ યોજના:
આ યોજના તા. ૧૧/૯/૧૯૯૫ થી અમલમાં મુકાયેલ છે. આર્થિક રીતે પછાત વર્ગના ઇસમોને સ્વરોજગારી દ્વારા આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે ૭૯ ટ્રેડમાં નાના કદના વેપાર ધંધા કરવા ટૂલ કિટસ આપવામાં આવે છે.
પાત્રતા : વય મર્યાદા ૧૬ વર્ષ થી ૬0 વર્ષ વચ્ચે હોવી જોઈએ
આવક મર્યાદા:
(૧) ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીનું નામ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગરીબી રેખા નીચેની યાદીમાં હોવું જોઈએ. લાભાર્થીનો બીપીએલ સ્કોર ૦ થી ૧૬ હોય તો આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા
(૨) લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર ૪૭OOO અને શહેરી વિસ્તાર માટે ૬૮OOO. હોવી જોઈએ. શહેરી વિસ્તારના લાભાર્થીએ મામલતદાર શ્રી અથવા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સક્ષમ સત્તાધિકારીનું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે.

મળવાપાત્ર સહાય: સ્વરોજગારી માટે રૂ.પ000. ની મર્યાદાવાળી ટૂલ કિટસ મળવાપાત્ર થાય.
અમલીકરણ સંસ્થા : જનરલ મેનેજ શ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર


(૫) દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના:
હેતુ: શહેરી અને ગ્રામ્ય વિસ્તારના હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચોમાલ ખરીદવા માટે નાણાકીય જરૂરીયાતને પહોંચી વળવા માટે ઓછા વ્યાજે લોન સહાય આપવા આ યોજના શરૂ કરવામાં આવેલ છે.
પાત્રતા:
(૧) ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ રહેશે.
(૨) કારીગર વિકાસ કમિશનર, વિકાસ કમિશનર હેન્ડિક્રાફટ, ઈન્ડેક્સ સી દ્વારા અપાયેલ આર્ટિઝન તરીકેનું ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ,
(૩) કારીગર હાથશાળ કે હસ્તકલાની કારીગરીનો જાણકાર હોવો જોઈએ,
(૪) ખોડખાંપણ ધરાવતા વિકલાંગ અંધ કારીગરો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે,
(૫) આવક મર્યાદા નથી.

લોનની મહત્તમ મર્યાદા: વાર્ષિક એક લાખની મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ (કાચો માલ ખરીદવા) અથવા બંને માટે ધિરાણ મળી શકે છે.
માર્જિન મની: લાભાર્થીએ માર્જિન મની કાઢવાના રહેતા નથી. આમ છતા બેંકો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, નાબાર્ડની આ અંગેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
વ્યાજનો દર: રિઝર્વ બેન્ક દ્વારા નક્કી કરવામાં આવશે, તે રહેશે.
લોનની પરત ભરપાઈ: લોન વ્યાજ સહિત ૩૬ માસિક હપ્તામાં પરત ભરપાઈ કરવાની રહેશે.
સહાયનું ધોરણ:
(૧) માર્જિન મની સહાયજનરલ કેટેગરીના પુરૂષ ઉમેદવારોને મંજૂર થયેલ ધિરાણના ૨૦ ટકા અને અનામત કક્ષા( અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલા અપંગો)ના ઉમેદવારોને ર૫ ટકા માર્જિન મની સહાય મળવાપાત્ર થાય છે. (૨) વ્યાજ સહાય: આ યોજનામાં ૭ ટકાના દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે, જે દર છ મહિને બેંક તરફથી કલેઈમ મળે, ખાતામાં જમા કરાવવામાં આવશે, જે ત્રણ વર્ષ સુધી મળવાપાત્ર થશે, પરંતુ નિયમિત બોરોઅરને બેન્કની ભલામણથી ફરી વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, પરંતુ વધુમાં વધુ ત્રણ વખત લાભ મળી શકશે.
અમલીકરણ એજન્સી: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
વેબસાઈડ: http://www.cottage.gujarat.gov.in  


૨. ગુજરાત રાજ્ય  ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, અમદાવાદની યોજનાઓ:
(૧) સ્વ રોજગારી માટેની ટૂલ કિટસ:
પાત્રતા:
૧. ગ્રામીણ વિસ્તારના ગરીબી રેખા નીચે જીવતા ઇસમો,
૨. વય મર્યાદા ૧૮ થી ૫૦ વર્ષ

સહાયનું ધોરણ: રૂ.પ000 ની મર્યાદામાં કુલ ૫૧ જેટલા ટ્રેડર્સ માટે ટૂલ કિટસ આપવામાં આવે છે.
અમલીકરણ સંસ્થા: ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગ્રામ નિર્માણ ભવન, જૂના વાડજ, અમદાવાદ. ફોન નં. ૦૭૯ ૨૭૫૫૧૭૦૧
ઈ મેઈલ : khadiboard@gmail.com
વેબસાઈટ : www.khadigujarat.in  

3.ગુજરાત પછાત વર્ગ નિગમ, ગાંધીનગરની યોજનાઓ
(૧) ટર્મ લોન (મુદતી લોન):
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઇસમો કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ, લઘુ ઉદ્યોગ, કારીગર અને પરંપરાગત ધંધાઓ, સેવા સેક્ટર તેમજ પરિવહન સેક્ટર માટે લોન મેળવી શકે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. અરજદાર. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
૨. કુટુંબની વાર્ષિક આવક ૯૮000 થી ઓછી (ગ્રામ્ય વિસ્તાર માટે) અને ૧૨0000. થી ઓછી (શહેરી વિસ્તાર માટે) હોવી જોઈએ.
૩. વય મર્યાદા અરજી કરવાની તારીખે ર૧ વર્ષ થી ૪૫ વર્ષ.
૪. તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
પ. વાહન યોજના માટે લાયસન્સ (પેસેન્જર વાહન માટે વાહનનો બેઈઝ) હોવાં જોઈએ.

લોનની મર્યાદા: વધુમાં વધુ ૧૦ લાખ સુધી લોન મળવાપાત્ર છે, જે ૬0 સરખા માસિક હપ્તામાં વ્યાજ સાથે ભરપાઈ કરવાની રહે છે. આ યોજનામાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવે છે, જે પૈકી ૮૫ ટકા કેન્દ્રીય નિગમના, ૧૦ ટકા રાજ્ય સરકારના અને ૫ ટકા લાભાર્થીના ફાળાની રકમ રહે છે.
વ્યાજનો દર : લાખ સુધીની લોન માટે વાર્ષિક ૬ ટકા અને ૫ લાખ થી ૧૦ લાખ સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકા વ્યાજનો દર રહેશે.
અમલીકરણ સંસ્થા : જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી
વેબસાઈટઃ www.sje.gujarat.gov.in

(૨) ન્યુ સ્વર્ણિમ યોજના: ગરીબી રેખા હેઠળ જીવતી પછાત વર્ગની મહિલાઓ સ્વરોજગારી દ્વારા આત્મનિર્ભર બને તે માટેની આ ખાસ યોજના છે. આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો વ્યવસાય કરવાનો રહે છે
લોન મેળવવાની પાત્રતા :
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
૨. લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮000થી ઓછી અને શહેરી વિસ્તાર માટે ૧૨0000 થી ઓછી હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ૨૧ વર્ષથી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
૪. તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે એનુ ભવ જરૂરી છે.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૧ લાખની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં ૯૫ ટકા લોન આપવામાં આવે છે, જેમાં ૯૫ ટકા કેન્દ્રીય નિગમના, ૫ ટકા રાજ્ય  સરકાર લાભાર્થીના ફાળાની રકમ રહેશે. તેમજ લોનની પરત ચુકવણી વ્યાજ સહિત સરખા ૬૦ હપ્તામાં કરવાની રહે છે.

વ્યાજનો દર: વ્યાજનો દર વાર્ષિક ૫ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થા : જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી
વેબસાઈટ : www.sje.gujarat.gov.in

(૩) મહિલા સમૃદ્ધિ યોજના: પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી દ્વારા આત્મનિર્ભર કરવા માટેની લક્ષ્યાંક જૂથની મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ સ્તરીય ધિરાણ આપવાનો ઉદ્દેશ છે. આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો વ્યવસાય કરવાનો રહે છે.
લોન મેળવવાની પાત્રતા :
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મહિલા લાભાર્થી હોવા જોઈએ.
૨. લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮000થી ઓછી અને શહેરી વિસ્તાર માટે ૧૨000 થી ઓછી હોવી જોઈએ.
૩. એ૨જદારની ઉંમર અરજીની તારીખે ર૧ વર્ષથી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
૪. તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૫૦,000 ની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં - ૯૫ ટકા લોન આપવામાં આવે છે, જેમાં ૯૫ ટકા કેન્દ્રીય નિગમના, ૫ ટકા રાજ્ય  સરકાર લાભાર્થીના ફાળાની રકમ રહેશે તેમજ લોનની પરત ચુકવણી વ્યાજ સહિત સરખા ૪૮ માસિક હપ્તામાં કરવાની રહે છે.
વ્યાજનો દર : વ્યાજનો દર વાર્ષિક ૪ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થા : જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી
વેબસાઈડ: www.sje.gujarat.gov.in

(૪) લઘુસ્તરીય ધિરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ યોજના): લક્ષ્યાંક જૂથના નાના ઉદ્યોગ સાહસિકોની લઘુ ધિરાણની જરૂરિયાતો પૂરી કરવા માટે સ્વસહાય જૂથો મારફત લોન આપવામાં આવે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
૨. લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૮૧ હજારથી ઓછી અને શહેરી વિસ્તાર માટે ૧,૦૩,૦૦૦ થી ઓછી હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ૨૧ વર્ષથી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ. ૪. તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૫૦,૦૦૦ની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં ૯૫ ટકા લોન આપવામાં આવે છે, જેમાં ૯૫ ટકા કેન્દ્રીય નિગમના, ૫ ટકા રાજ્ય  સરકાર લાભાર્થીના ફાળાની રકમ રહેશે. તેમજ લોનની પરત ચુકવણી વ્યાજ સહિત સરખા ૪૮ માસિક હપ્તામાં કરવાની રહે છે.
વ્યાજનો દર : વ્યાજનો દર વાર્ષિક ૫ ટકા ૨હેશે.
અમલીકરણ સંસ્થા : જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી
વેબસાઈટ: www.sje.gujarat.gov.in

(૫) સ્વયં સક્ષમ યોજના: આ યોજના વ્યવસાયિક શિક્ષણ પ્રશિક્ષણ પ્રાપ્ત કરનારે પછાત વર્ગના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને રોજગાર ઊભો કરવા માટે ઓછા દરે લોન સહાય પૂરી પાડે છે.

લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
૨. લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮,000થી ઓછી અને શહેરી વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ થી ઓછી હોવી જોઈએ.
. એરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
૪. અરજદારે વ્યવસાયિક શિક્ષણ તાલીમ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ દસ લાખ સુધી લોન મળવાપાત્ર છે. આ યોજનામાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવે છે, જેમાં ૮૫ ટકા કેન્દ્રીય નિગમના, ૧૦ ટકા રાજ્ય  સરકારના અને ૫ ટકા લાભાર્થીના ફાળાની રકમ રહેશે. તેમજ લોનની પરત ચુકવણી વ્યાજ સહિત સરખા ૧૨૦ માસિક હપ્તામાં કરવાની રહે છે.
વ્યાજનો દર: વ્યાજનો દર ૫ લાખ સુધીની લોન માટે વાર્ષિક ૬ ટકા અને ૫ લાખથી ૧૦ લાખ સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકા રહે છે.
અમલીકરણ સંસ્થા : જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી
વેબસાઈટ : www.sje.gujarat.gov.in  

(૬) શિલ્પ સંપદા યોજના: આ યોજના વ્યવસાયિક શિક્ષણ પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર પછાત વર્ગના યુવાનોમાં આત્મ નિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને સ્વરોજગાર ઊભો કરવા માટે ઓછા દરે લોન સહાય પૂરી પાડે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
૨. લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮,૦૦૦થી ઓછી અને શહેરી વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ થી ઓછી હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ દસ લાખ સુધી લોન મળવાપાત્ર છે. આ યોજનામાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવે છે, જેમાં ૮૫ ટકા કેન્દ્રીય નિગમના, ૧૦ ટકા રાજ્ય  સરકારના અને ૫ ટકા લાભાર્થીના ફાળાની રકમ રહેશે. તેમજ લોનની પરત ચુકવણી વ્યાજ સહિત સરખા ૬0 માસિક હપ્તામાં કરવાની રહે છે.
વ્યાજનો દર: વ્યાજનો દર ૫ લાખ સુધીની લોન માટે વાર્ષિક ૬ ટકા અને ૫ લાખ થી ૧૦ લાખ સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકા રહે છે.
અમલીકરણ સંસ્થા : જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી
વેબસાઈટ : www.sje.gujarat.gov.in


(૭) માનવ ગરિમા યોજના: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લઘુમતિ વર્ગના વિચરતી અને વિમુકત જાતિના ધંધા-વ્યવસાયનું જ્ઞાન ધરાવતા ઈસમોને ટૂલ કિટસ આપવામાં આવે છે.
પાત્રતા:
૧. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લઘુમતિ વર્ગના વિચરતી અને વિમુકત જાતિના ધંધા-વ્યવસાયનું જ્ઞાન ધરાવતા ઇસમો,
૨. કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧૧,૦૦૦ પરંતુ અતિ પછાત વિચરતી અને વિમુકત જાતિના ઇસમોને આવક મર્યાદા લાગુ પડતી નથી.
મળવાપાત્ર સહાય: રૂ.૩૦૦૦ ની મર્યાદામાં ટૂલ કિટસ રોકડ સહાય.
અમલીકરણ સંસ્થા : જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી
વેબસાઈટ : www.sje.gujarat.gov.in


(૮) કાયદાના સ્નાતકો અથવા તબીબી સ્નાતકોને સહાય: સામાજિક અને શારીરિક રીતે પછાત વર્ગના ઇસમો અને વિચરતી અને વિમુકત જાતિના ઇસમોને સહાય આપવામાં આવે છે.
પાત્રતા: સામાજિક અને શારીરિક રીતે પછાત વર્ગના અને વિચરતી અને વિમુક્ત જાતિના કાયદાના સ્નાતક અથવા તબીબી સ્નાતક
આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ વાર્ષિક આવકે.
સહાયનું ધોરણ: કાયદાના સ્નાતકને રૂ.૭OO લોન અને રૂ.૫00 સબસીડી તબીબી સ્નાતકને રૂ.૪૦,૦૦૦ લોન અને રૂ.૨૫,૦૦૦ સબસીડી મળવાપાત્ર થાય છે.
અમલીકરણ સંસ્થા: જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી
વેબસાઈટ: www.sje.gujarat.gov.in

(૯) ધંધાનું સ્થળ/દુકાન ખરીદવા નાણાકીય સહાય: રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકારે ઈસ્તકના બોર્ડ નિગમ, શહેરી વિસ્તાર સત્તામંડળ દ્વારા બંધાતી દુકાનો ખરીદવા માટે લોન સહાય આપવામાં આવે છે.
પાત્રતા: સામાજિક અને શારીરિક રીતે પછાત વર્ગના અથવા વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમો
સહાયનું ધોરણ: ૬૦,૦૦૦ લોન અને રૂ.૧૫,૦૦૦ સબસીડી.
અમલીકરણ સંસ્થા: જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી

(૧૦) તાલીમ યોજના: લક્ષ્યાંક જૂથને પરંપરાગત ધંધાઓ અને ટેકનિકલ ધંધાઓ ઉદ્યોગો-સાહસો માટે યોગ્ય તાલીમ પૂરી પાડી સક્ષમ અને આત્મ નિર્ભર બનાવવા માટે નાણાકીય સહાય અનુદાન સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.

સહાય મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૮૧ હજારથી ઓછી અને શહેરી વિસ્તાર માટે ૧,૦૩,000 થી ઓછી હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર એર જીની તારીખે ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
૪. તાલીમનો સમયગાળો ૩ દિવસથી ૩ માસ સુધીનો રહેશે.

અમલીકરણ સંસ્થા : જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની કચેરી
વેબસાઈટ : www.sje.gujarat.gov.in

(૧૧) પછાત વર્ગના કલાકારોને કલા કૌશલ્યના સાધનો ખરીદવા નાણાકીય સહાય:
પાત્રતાઃ લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
આવક મર્યાદા: ૧૨૦OOને ગ્રામ્ય વિસ્તાર માટે અને રૂ. ૧૫000 શહેરી વિસ્તાર માટે
સહાય: રૂ.પ000/-

(૧૨) કૃષિ સંપદા યોજના: ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોના નાના ખેડૂતો માટેની માઈક્રો ફાઈનાન્સ ખાસ યોજના

લોન મેળવવાની પાત્રતાઃ
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ નહીં અને શહેરી વિસ્તાર માટે ૧,૨૦,000 થી વધુ ન હોવી જોઈએ.
૩. એરજદારની ઉંમર અરજીની તારીખે ૨૧ વર્ષથી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૫૦ હજાર સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં યુનિટ કોસ્ટના ૯૫ ટકા લોન આપવામાં આવે છે, જેમાં ૯૫ ટકા કેન્દ્રીય નિગમના અને ૫ ટકા રાજ્ય  સરકાર લાભાર્થી ફાળાની રકમ રહેશે.
લોનની પરત ચુકવણી: લોન વ્યાજ સહિત ૪૮ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.
વ્યાજનો દર: આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૪ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થા: પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગર
વેબસાઈટ : www.sje.gujarat.gov.in  

3. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગરની યોજનાઓ:
(૧) મુદતી લોન (ટર્મ લોન): કૃષિ અને તે અંગેની પ્રવૃતિઓ માટે લઘુ ઉદ્યોગ, કલાકારીગીરી અને વંશપરંપરાગત વ્યવસાય તેમજ એવા પ્રકારના વ્યવસાય માટે ઠાકોર યા કોળી સમાજના ઇસમોને લોન આપવામાં આવે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટા જાતિના હોવા જોઈએ.
૨. લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ અને શહેરી વિસ્તાર માટે ૧,૨૦,OOO થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ વર્ષથી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ. ૪. તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
પ. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૧૦ લાખ સુધી લોન મળવાપાત્ર છે. આ યોજનામાં ૯૫ ટકા લોન આપવામાં આવે છે. અને ૫ ટકા લાભાર્થીએ ફાળો આપવાનો રહે છે તેમજ લોનની પરત ચુકવણી વ્યાજ સહિત સરખા ૬૦ માસિક હપ્તામાં કરવાની રહે છે.
વ્યાજનો દર: વ્યાજનો દર વાર્ષિક ૬ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થા: ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn

(૨) માઈક્રો ફાઈનાન્સઃ નાના પાયા પર ધંધો વ્યવસાય શરૂ કરવા માટે સ્વસહાય જૂથો મારફતે લોન સહાય આપવામાં આવે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટા જાતિના હોવા જોઈએ.
૨. લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ અને શહેરી વિસ્તાર માટે ૧, ૨૦,OOO થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ૨૧ વર્ષથી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ. ૪. તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
૫. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૫0,000ની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં ૯૫ ટકા લોન આપવામાં આવે છે, અને ૫ ટકા લાભાર્થીએ ફાળો આપવાનો રહે છે તેમજ લોનની પરત ચુકવણી વ્યાજ સહિત સરખા ૬૦ માસિક હપ્તામાં કરવાની રહે છે.
વ્યાજનો દર: વ્યાજનો દર વાર્ષિક ૫ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થા: ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn

(૩) ન્યુ સ્વર્ણિમા યોજના (માત્ર બહેનો માટે): ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી ઠાકોર અને કોળી જાતિઓની મહિલાઓ માટે સ્વમાનભેર સ્વરોજગારી મેળવી આર્થિક ઉત્કર્ષ સાધવા અંગેની ખાસ યોજના છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટા જાતિના મહિલા હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ નહીં અને શહેરી વિસ્તાર માટે ૧, ૨૦,000 થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ વર્ષથી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ. ૪. તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
૫. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ એક લાખ સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં ૧૦૦ ટકા લોન આપવામાં આવે છે,
લોનની પરત ચુકવણી: લોનની પરત ચુકવણી વ્યાજ સહિત સરખા ૬0 માસિક હપ્તામાં કરવાની રહે છે.
વ્યાજનો દર: વ્યાજનો દર વાર્ષિક ૫ ટકા રેહેશે.
અમલીકરણ સંસ્થા: ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર.
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn 

(૪) મહિલા સમૃદ્ધિ યોજના (મહિલાઓ માટે લઘુસ્તરીય યોજના): ઠાકોર યા કોળી જાતિઓની મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરવા માટે લક્ષ્યાંક જૂથની મહિલા ઉદ્યોગ સાહસિકોને ધિરાણ આપવામાં આવે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટા જાતિના મહિલા હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ નહીં અને શહેરી વિસ્તાર માટે ૧,૨૦,00 થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અ૨જીની તારીખે ૨૧ વર્ષથી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ. ૪. તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
૫. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૫૦ હજાર સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં ૧00 ટકા લોન આપવામાં આવે છે,
લોનની પરત ચુકવણી: લોનની પરત ચુકવણી વ્યાજ સહિત સરખા ૬૦ માસિક હપ્તામાં કરવાની રહે છે.
વ્યાજનો દર: વ્યાજનો દર વાર્ષિક ૪ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થા: ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૫) સ્વયં સક્ષમ યોજના: આ યોજના હેઠળ ઠાકોર યા કોળી જાતિના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ લાભાર્થીઓને ધંધો વ્યવસાય શરૂ કરવા માટે લોન ધિરાણ આપવામાં આવે છે. ડૉકટરી, આર્કિટેકટ, હાર્ડવેર, ઓટોમોબાઈલ્સ, ઇજનેરી, વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, હોટલ મેનેજમેન્ટ, વગેરે જેવા ક્ષેત્રમાં ઉચ્ચ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલ આ યોજના હેઠળ લોન મેળવી શકે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટા જાતિના હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ નહીં અને શહેરી વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ. ૪. તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
૫. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ પાંચ લાખ સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં ૯૫ ટકા લોન આપવામાં આવે છે, જયારે લાભાર્થીએ પ ટકાનો ફાળો આપવાનો રહે છે.
લોનની પરત ચુકવણી: લોનની પરત ચુકવણીનો સમયગાળો યોજનાના પ્રકાર પર આધારિત રહે છે. આમ છતા લોન વધુમાં વધુ ૫ વર્ષની અંદર ૬૦ માસિક હપ્તામાં પરત ચુકવણી કરવાની રહે છે.
વ્યાજનો દર: વ્યાજનો દર વાર્ષિક ૫ ટકા રેહેશે.
અમલીકરણ સંસ્થા : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn

(૬) શિલ્પ સંપદા યોજના: આ યોજના વ્યાવસાયિક શિક્ષણ પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર ઠાકોર અથવા કોળી જાતિના યુવાનોમાં આત્મનિર્ભરતા કેળવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિગમ પ્રાપ્તતા ધરાવતા યુવાનોને સ્વરોજગારી ઊભી કરવા માટે ઓછા દરે લોન સહાય પૂરી પાડે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટા જાતિના હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ નહીં અને શહેરી વિસ્તાર માટે ૧,૨૦,00 થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ. ૪. અરજદારે વ્યવસાયિક શિક્ષણ તાલીમ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.
૫. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ દસ લાખ સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવે છે, જેમાં ૮૫ ટકા કેન્દ્રીય નિગમના, ૧૦ ટકા રાજ્ય  સરકારના અને ૫ ટકા રકમ લાભાર્થીએ ભરવાની રહે છે..
લોનની પરત ચુકવણીઃ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.
વ્યાજનો દર: વ્યાજનો દર ૫ લાખ સુધીની લોન માટે ૬ ટકા અને ૫ લાખથી વધુ પરંતુ દસ લાખ સુધી ૮ ટકાનો રહેશે.
અમલીકરણ સંસ્થા: ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર.
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn

(૭) કૃષિ સંપદા યોજના: આ યોજના હેઠળ ૧ લાખ સુધીની લોન માટે મેનેજીંગ ડિરેકટરના કન્વીનર પદે સમિતિ રચાયેલ છે, તેમજ એક લાખથી વધુની લોન માટે વિભાગના સચિવશ્રીના અધ્યક્ષસ્થાને સમિતિ રચાયેલ છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટા જાતિના હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ નહી અને શહેરી વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ. ૪. અરજદારે વ્યવસાયિક શિક્ષણ તાલીમ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.
૫. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૫૦ હજાર સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં યુનિટ કોસ્ટના ૯૫ ટકા લોન આપવામાં આવે છે, પ ટકા રકમ લાભાર્થીએ ભરવાની રહે છે.
લોનની પરત ચુકવણી: લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.
વ્યાજનો દર: આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૫ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થા: ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર.
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn  

૫. ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લી. ગાંધીનગરની યોજનાઓ:
(૧) મુદતી લોન (ટર્મ લોન): કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે ડેરી ઉદ્યોગ, ઘેટાં-બકરાં ઉછે૨, પશુ આહાર વેચાણ કેન્દ્ર વગેરે માટે અથવા લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને પરંપરાગત ધંધાઓ જેવા કે ઓટો રિપેરિંગ, ભરત-ગૂંથણ વગેરે અથવા સેવા સેકટર જેવા કે હોટલ, બ્યુટિપાર્લર, ઠંડા પીણાં વગેરે માટે અથવા પરિવહન જેવા કે માલવાહક છકડો, રિક્ષા વગેરે માટે આ યોજના હેઠળ લોન મળવાપાત્ર થાય છે.

લોન મેળવવાની પાત્રતાઃ
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ૨બારી યા ભરવાડ જાતિના હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૮૧ હજારથી વધુ નહી અને શહેરી વિસ્તાર માટે ૧,૦૩,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષથી ૪૫ વર્ષ સુધીની હોવી જોઈએ. ૪. અરજદારે વ્યવસાયિ કે શિક્ષણ તાલીમ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ. તેમજ તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
૫. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે .
મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૧૦ લાખ સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં યુનિટ કોસ્ટના ૯૫ ટકા લોન આપવામાં આવે છે, ૫ ટકા ૨કમ લાભાર્થીએ ભરવાની રહે છે.
વ્યાજનો દર: આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક ૬ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થા: જિલ્લા મેનેજર શ્રી સમાજ કલ્યાણ કચેરી (વિ.જા.)
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn

(૨) સ્વયં સક્ષમ યોજના: આ યોજના હેઠળ અનેક વ્યવસાયો જેવા કે ડૉકટર, આર્કિટેકટ એકાઉન્ટન્ટ, હોટલ મેનેજમેન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષા માટેના તાલીમ વર્ગો, પ્રિન્ટિંગ પ્રેસ, કાષ્ઠ કળા, પરંપરાગત કારીગરી વગેરેમાં મૂલ્યવર્ધન માટે લોન મળવાપાત્ર થાય છે.

લોન મેળવવાની પાત્રતાઃ
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી રબારી યા ભરવાડ જાતિના હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૮૧ હજારથી વધુ નહી અને શહેરી વિસ્તાર માટે ૧,૦૩,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
૪. અરજદારે વ્યવસાયિક શિક્ષણ તાલીમ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ. તેમજ તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
૫. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ ૧૦ લાખ સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં યુનિટ કોસ્ટના ૯૫ ટકા લોન આપવામાં આવે છે, ૫ ટકા ૨કમ લાભાર્થીએ ભરવાની રહે છે..
અમલીકરણ સંસ્થા જિલ્લા મેનેજર શ્રી સમાજ કલ્યાણ કચેરી (વિ.જા.)
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn

(૩) નવી સ્વર્ણિમા યોજના (બહેનો માટે): આ યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી રબારી યા ભરવાડ જાતિની મહિલા લાભાર્થીઓને લાગુ પડે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી રબારી યા ભરવાડ જાતિના મહિલા સભ્ય હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ નહીં અને શહેરી વિસ્તાર માટે ૧,૨૦,000 થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારે વ્યવસાયિક શિક્ષણ તાલીમ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ. તેમજ તાંત્રિક અને કુશળતા માંગી લેતા ધંધા માટે અનુભવ જરૂરી છે.
૪. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ એક લાખ સુધીની લોન (વ્યકિત દીઠ) મળવાપાત્ર છે. આ યોજનામાં ૧OO ટકા લોન આપવામાં આવે છે,
વ્યાજનો દર: વાર્ષિક ૫ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થા: જિલ્લા મેનેજર શ્રી સમાજ કલ્યાણ કચેરી (વિ.જા.)
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn

(૪) લઘુસ્તરીય ધિરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ સ્કીમ): આ યોજના હેઠળ નાના ઉદ્યોગ ધંધાઓની જરૂરિયાત પૂરી કરવા માટે સ્વસહાય જૂથો મારફતે લોન આપવામાં આવે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના હોવા જોઈએ.
૨. મહત્તમ ૨૦ વ્યકિતઓનું જૂથ બનાવવાનું રહે છે, જેમાં ૨૫ ટકા એસ.સી.એસ.ટી. લઘુમતીઓ અને વિકલાંગો સહિતની નબળા વર્ગોની વ્યકિતઓ હોવી જોઈએ.
૩. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ નહીં અને શહેરી વિસ્તાર માટે ૧, 0,000 થી વધુ ન હોવી જોઈએ.
૪. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય તું મીન આપવાના રહેશે
મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ પચાસ હજાર સુધીની લોન (વ્યકિત દીઠ) મળવાપાત્ર છે. આ યોજનામાં ૯૫ ટકા લોન આપવામાં આવે છે, અને ૫ ટકાનો ફાળો લાભાર્થીનો રહે છે.
વ્યાજનો દરઃ વાર્ષિક ૫ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થાઃ જિલ્લા મેનેજર શ્રી સમાજ કલ્યાણ કચેરી (વિ.જા.)
વેબસાઈટ : www.sje.gujarat.gov.in/gtkvn

(૫) મહિલા સમૃદ્ધિ યોજના: આ યોજના હેઠળ નાના ઉદ્યોગ ધંધાઓની જરૂરિયાત પૂરી કરવા માટે મહિલા સ્વસહાય જૂથો મારફતે લોન આપવામાં આવે છે.
લોન મેળવવાની પાત્રતા:
૧. લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અથવા કોઈ તથા તે પૈકીની પેટા જાતિના મહિલા હોવા જોઈએ. મહિલા સભ્ય હોવા જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૯૮ હજારથી વધુ નહી અને શહેરી વિસ્તાર માટે ૧૨૦,00 થી વધુ ન હોવી જોઈએ.
૩. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.

મળવાપાત્ર લોનની મર્યાદા: વધુમાં વધુ પCOCO સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનામાં ૧૦૦ ટકા લોન આપવામાં આવે છે, તેમજ લોન ભરપાઈ કર્યા બાદ એન.બી.સી.એફ. ડી.સી.ની અન્ય યોજનાઓ હેઠળ બીજીવાર પણ ધિરાણ મેળવી શકાય છે.
વ્યાજનો દર: વાર્ષિક ૪ ટકા રહેશે.
અમલીકરણ સંસ્થાઃ જિલ્લા મેનેજર શ્રી સમાજ કલ્યાણ કચેરી (વિ.જા.)
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn  

૬. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજના:
સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના(એસજીએસવાય): આ પરિયોજનાનો હેતુ નિયત સમય મર્યાદામાં નિશ્ચિત ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સ્વરોજગારી કાર્યક્રમ દ્વારા ગરીબી રેખા ઉપર લાવવાનો છે. પરિયોજના અંતર્ગત સહાય, તાલીમ, ટૅક્નૉલૉજી, બજાર વ્યવસ્થાની સગવડ ઉપલબ્ધ કરાવવી, દરેક સભ્યને પ્રોજેકટની સમય મર્યાદામાં ગરીબી રેખા ઉપર લાવવામાં આવે છે.
પાત્રતા: ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો.
લોન/સહાયનું ધોરણ: જનરલ ઉમેદવારો માટે પ્રોજેકટ ખર્ચના ૩૦ ટકા, પરંતુ ૭૫00 ની મર્યાદામાં જ્યારે અનુ.જાતિ/અનુ.જન જાતિ તથા અપંગો માટે પ્રોજેકટ ખર્ચના ૫૦ ટકા પરંતુ ૧૦,૦૦૦ની મર્યાદામાં. સ્વસહાય જૂથો માટે સહાયની મર્યાદા વધુમાં વધુ ૧,૨૫,૦૦૦.
અમલીકરણ સંસ્થા : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી.

૭. અનુસૂચિત જાતિ માટેની યોજનાઓ:
(૧) બેન્કેબલ યોજનાઃ આ યોજના હેઠળ અનુ.જાતિના લાભાર્થીને કુટિર ઉદ્યોગ, અને નાના પાયાના વ્યવસાયો માટે લોન સહાય આપવામાં આવે છે.
પાત્રતા:
૧. અરજદાર એનું.જાતિના સભ્ય અને ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
૨. અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
૩. શહેરી વિસ્તારમાં ૬૮OOO. અને ગ્રામ્ય વિસ્તાર માં ૪૭000. થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.
૪. અરજદાર ધંધો કરવા શક્તિમાન હોવા જોઈએ અને સરકારી કે અન્ય કોઈ નાણાકીય સંસ્થાનો ડિફોલ્ટર ન હોવા જોઈએ.
પ. અરજદાર કે તેના કુટુંબના સભ્ય સરકારમાં અથવા રાજ્ય  કે સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થામાં નોકરી કરતા ન હોવા જોઈએ.

ધિરાણની મર્યાદા: ધંધા વેપાર માટે મહત્તમ રૂ. ૧ લાખ સુધી અને ઉદ્યોગ સેવા માટે વધુમાં વધુ રૂ. ૨ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. તેમજ ધિરાણના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂ.૧૦,OOO. સબસીડી આપવામાં આવે છે.
અમલીકરણ સંસ્થા: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર નિયામકશ્રી, અનુ. જાતિ કલ્યાણ, કચેરી.

(૨) માનવ ગરિમા યોજના: આ યોજના હેઠળ એનું.જાતિના લાભાર્થીઓને સ્વ રોજગારી માટે ટ્રલ કિટસ આપવામાં આવે છે.
પાત્રતા:
૧. અરજદાર અનુ.જાતિના સભ્ય હોવા જોઈએ.
૨. શહેરી વિસ્તાર માં ૬૮00 અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૭000 થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.
૩. અતિ પછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી.
સહાયનું ધોરણ: સ્વરોજગારી માટે ટૂલ કિટસ આપવામાં આવે છે.
અમલીકરણ સંસ્થા: નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણની કચેરી,
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૩) એન.એફ.ડી.સી. યોજના: રાષ્ટ્રીય અનુ.જાતિ નાણા અને વિકાસ નિગમ, નવી દિલ્હી ના સહયોગથી અમલીત સીધા ધિરાણની યોજના હેઠળ ધિરાણ આપવામાં આવે છે.
પાત્રતા:
૧.ગરીબી રેખા કરતા બમણી આવક ધરાવતા-- શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૮,OOO. થી ઓછી આવક ધરાવતી વ્યકિતઓ.
૨. લાભાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
ધિરાણ: અનુજાતિના એકમોને પેસેન્જર રિક્ષા, ઓટો રિક્ષામાલવાહક રિક્ષા, ટ્રેકટર વગેરે માટે ધિરાણ આપવામાં આવે છે. આ અંગે વર્તમાનપત્રોમાં જાહેર ખબર પ્રસિદ્ધ થાય છે.
વ્યાજનો દર: ૪ ટકા થી ૬ ટકા.
અમલીકરણ સંસ્થા : ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર

(૪) ડીલરશીપ નાણાકીય સહાય યોજના: અનુ.જાતિના શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલ પંપ/ગેસ કેરોસીન ફૂડ વિતરણની એજન્સી માટે લોન આપવામાં આવે છે.
પાત્રતા:
૧. અરજદાર અનુચિત જાતિના હોવા જોઈએ.
૨. અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૬0 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

લોનનું ધોરણ: આ યોજના હેઠળ રૂ.૫૦,૦૦૦ સુધીની માર્જિન મની પેટે લોન મળવાપાત્ર થાય છે.
વ્યાજનો દર: ૪ ટકા રહે છે અને લોનની પરત ભરપાઈ સાત વર્ષના સરખા હપ્તામાં કરવાની રહે છે.
અમલીકરણ સંસ્થાઃ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર

(૫) શ્રી.ડૉ.પી.જી.સોલંકી- વકીલોને નાણાકીય સહાય યોજના:
પાત્રતા: ૧૦ વર્ષનો સિનિયર વકીલનો અનુભવ. વધુમાં વધુ બે જુનિયરને તાલીમ આપવાની રહેશે. આવક મર્યાદા નથી.
સહાયનું ધોરણ: કાયદાના સ્નાતકને પહેલા વર્ષે દર મહિને રૂ.૧૦૦૦/-, બીજા વર્ષે દર મહિને રૂ.૮00/-, ત્રીજા વર્ષે દર મહિને રૂ.૬00/-, સિનિયર વકીલને તાલીમાર્થી દીઠ માસિક રૂ.પ00/-
અમલીકરણ સંસ્થા: નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણની કચેરી,
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૬) શ્રી ડૉ.પી.જી.સોલંકી- કાયદા સ્નાતકોને લોન સહાયઃ કાયદાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સહાય
પાત્રતા: અનુ.જાતિના કાયદાના સ્નાતકો.
આવક મર્યાદા: ૪૭,૦૦૦/- વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે અને રૂ.૬૮,૦૦૦/- વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે સહાય રૂ.પ000/- સહાય તેમજ રૂ.૭000/ની ૪ ટકાના વ્યાજથી લોન.
અમલીકરણ સંસ્થા: નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણની કચેરી,
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૭) શ્રી ડૉ.પી.જી.સોલંકી- એમ.એસ.એમ.ડી. ડૉકટરોને દવાખાનું શરૂ કરવા સહાય:
પાત્રતા: એસ.સી.જાતિના લાયકાત ધરાવતા ડૉકટરો માટે આવક મર્યાદા નથી.
સહાયનું ધોરણ: ક્લિનિક નસિંગ હોમ શરૂ કરવા માટે રૂ.30,000 ની લોન અને પ૦,૦૦૦ સહાય.
વ્યાજનો દર: વાર્ષિક ૪ ટકા.
અમલીકરણ સંસ્થા: નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણની કચેરી,
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૮) અનુ.જાતિના તબીબી સ્નાતકોને સહાય:
પાત્રતા: અનુસૂચિત જાતિના એમ.બી.બી.એસ./બી.એસ.એ.એમ./ બી.એ.એમ.એસ. / ડી.બી.એસ./હોમિયોપેથી ડૉકટર
આવક મર્યાદા: ૫૦,૦૦૦/-
સહાયનું ધોરણ: ૨૫,૦૦૦/-
લોનની રકમ: ૨,૫૦,૦૦૦/-
વ્યાજનો દર: વાર્ષિક ૪ ટકા.
અમલીકરણ સંસ્થા: નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણની કચેરી,
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૯) ધંધાનું સ્થળ ખરીદવા લોન સામે વ્યાજ સહાય: નાના ઉદ્યોગ સાહસિકોને ધંધા વ્યવસાયનું સ્થળ ખરીદવા નાણાકીય લોન સામે વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે.
પાત્રતા: અનુસૂચિત જાતિના ઉદ્યોગ સાહસિકો આવક મર્યાદા: વાર્ષિક પ૦,૦૦૦/-
સહાયનું ધોરણ: લાભાર્થી બેન્કેબલ યોજના હેઠળ રૂ.૧૦ લાખ સુધીની લોન મેળવે તો વાર્ષિક ૪ ટકા વ્યાજ લાભાર્થી પોતે ભોગવે અને તેથી ઉપરના વ્યાજની સહાય રૂ.૧૫,૦૦૦ ની મર્યાદામાં વધુમાં વધુ ૩ વર્ષ સુધી મળી શકે છે.
અમલીકરણ સંસ્થા: નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણની કચેરી,
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn  

૮. અનુસૂચિત જનજાતિ માટેની યોજનાઓ:
(૧) સ્વરોજગારી માટે વ્યકિતગત ધિરાણ: અનુસૂચિત જન જાતિના લાભાર્થીઓને આયોજના હેઠળ વ્યકિતગત ધોરણે વિવિધ હેતુઓ માટે લોન આપવામાં આવે છે. આશરે ૫૬ પ્રકારના નાના મોટા બિઝનેસ માટે લોન સહાય મળી શકે છે.
પાત્રતા:
, લાભાર્થી આદિજાતિના સભ્ય હોવા જોઈએ.
૨. જે હેતુ માટે ધિરાણ માંગે છે, તેનો અનુભવ હોવો જોઈએ.
૩. જામીનોની મિલકતના પુરાવા અને તેના સોગંદનામા રજૂ કરવા જરૂરી હોય છે. ૪. ઉંમર ૧૮ વર્ષથી ૫૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આવક મર્યાદા: વાર્ષિક રૂ. એક લાખ લોનનું ધોરણે રૂ. ૫ લાખ સુધી
વ્યાજનો દર: અને પરત ચુકવણી: બેન્ક દ્વારા નક્કી થાય તે મુજબ.
અમલીકરણ સંસ્થા: આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૨) માનવ ગરિમા યોજના: અનુસૂચિત જન જાતિના લાભાર્થીઓને નાના પાયા પરના ધંધા માટે લોન અને સહાય આપવામાં આવે છે.
પાત્રતા: અનુસૂચિત જાતિના લાભાર્થી હોવા જોઈએ.
આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૨૭,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૩૬,૦૦૦ થી વધુ હોવી જોઈએ નહી.
લોન સહાય: ધંધાને અનુરૂપ રૂ.૨OOO ની લોન અને રૂ.૨૦૦૦ ની સહાય મળવાપાત્ર થાય છે.
અમલીકરણ સંસ્થા: આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૩) ખેતીવાડી માટે નાણાકીય સહાય: અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને ખેતીવાડી માટે એગ્રિકલ્ચર ટૂલ્સ આપવામાં આવે છે.
પાત્રતા: અનુસૂચિત જનજાતિના લાભાર્થી ખેતિવાડી ક્ષેત્રે સંકળાયેલ ગરીબી રેખા હેઠળના મજૂરો
આર્થિક મદદ: ખેતીવાડી માટે જરૂરી ઓજારો આપવામાં આવે છે.
અમલીકરણ સંસ્થા: આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૪) મહિલા સશકિતકરણ યોજનાઃ આ યોજના પંચમહાલ ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી, અને પીટીજી ગ્રુપ હેઠળ સુમુલ ડેરી અને વાંસદા વસુધારા ડેરીની મંજૂર થયેલ યોજના હેઠળ જે તે વિસ્તારના કલસ્ટર વિસ્તારના ગામોના લાભાર્થીઓને લાગુ પડે છે.
પાત્રતા:
૧. અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવાર હોવા જોઈએ.
૨. બી.પી.એલ. લાભાર્થી હોવા જોઈએ.
૩. દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ હોવા જોઈએ.
૪. જે તે વિસ્તારના પ્રાયોજના અધિકારીશ્રીની સ્પષ્ટ ભલામણ હોવી જોઈએ.
ધિરાણની રકમ રૂ.૨૦૦૦/-
વ્યાજનો દર: વાર્ષિક ૪ ટકા.
લોનની પરત ભરપાઈ: ૨૪ સરખા ત્રિમાસિક હપ્તામા.
અમલીકરણ સંસ્થા: આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૫) ઈન્ટિગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેકટ (આઈ.ડી.ડી.પી.): આ યોજના પંચમહાલ ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી, અને પીટીજી ગ્રુપ હેઠળ સુમુલ ડેરી અને વાંસદા વસુધારા ડેરીની મંજૂર થયેલ યોજના હેઠળ જે તે વિસ્તારના કલસ્ટર વિસ્તારના ગામોના લાભાર્થીઓને લાગુ પડે છે.
પાત્રતા:
૧. અનુસૂચિત જનજાતિના લાયક ઉમેદવાર હોવા જોઈએ.
૨. બી.પી.એલ. લાભાર્થી હોવા જોઈએ.
૩. દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ હોવા જોઈએ.
૪. જે તે વિસ્તારના પ્રાયોજના અધિકારીશ્રીની સ્પષ્ટ ભલામણ હોવી જોઈએ.
ધિરાણની રકમ: રૂ.૨00/-
વ્યાજનો દર: વાર્ષિક ૬ ટકા.
લોનની પરત ભરપાઈ: ૩૦ સરખા ત્રિમાસિક હપ્તામા. (ધિરાણ બાદ ત્રણ મહિના પછી ભરપાઈ કરવાપાત્ર)
અમલીકરણ સંસ્થા: અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ.
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૬) નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ અથવા દુકાન ખરીદવા નાણાકીય સહાય:
પાત્રતા: અનુસૂચિત જનજાતિના નાના વ્યવસાયકાર હોવા જોઈએ.
આવક મર્યાદા: વાર્ષિક આવક રૂ.૨૪00 થી વધુ હોવી જોઈએ નહી.
લોનની રકમ: રૂ.૬૦,૦૦૦/- (એ-બી-સી ગ્રેડના શહેરો માટે પરંતુ ખરેખર ખર્ચના ૮૦ ટકાની મર્યાદામાં) રૂ.૪૦,૦૦૦/- ( અન્ય વિસ્તારો માટે પરંતુ ખરેખર ખર્ચના ૮૦ ટકાની મર્યાદામાં)
સહાયનું ધોરણ: રૂ.૧૫,૦૦૦/(એ-બી-સી ગ્રેડના શહેરો માટે પરંતુ ખરેખર ખર્ચના ૨૦ ટકાની મર્યાદામાં) રૂ.૧૦,૦૦૦/- ( અન્ય વિસ્તારો માટે પરંતુ ખરેખર ખર્ચના ૨૦ ટકાની મર્યાદામાં)
લોનની પરત ચુકવણી: માસિક રૂ.૭૫૦/- ના એક એવા ૮૦ માસિક હપ્તામાં લોનની પરત ચુકવણી એક વર્ષ પછી શરૂ થશે.
અમલીકરણ સંસ્થા: અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ.

(૭) એમ.ડી./એમ.એસ. ડૉક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન/સહાય: મેડિકલ ડિગ્રી મેળવેલ ડૉકટરોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન સહાય.
પાત્રતા: અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોવા જોઈએ. અનુસુચિત જનજાતિના એમ.ડી. અથવા એમ.એસ.ની પદવી ધરાવતા હોવા જોઈએ. આવી કોઈ સરકારી યોજનાનો લાભ મેળવેલ ન હોવા જોઈએ. આદિજાતિના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલનારને અગ્રતા મળવાપાત્ર છે.
આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક રૂ.૨,૦૦,૦૦૦/- થી વધવી જોઈએ નહી. આવકનો દાખલો સક્ષમ અધિકારીશ્રીનો રજૂ કરવો જરૂરી રહેશે.
સહાય: ૫૦ લાખ સુધીનું ધિરાણ મેળવનારને ૬ ટકાના દરે ચૂકવવા પડતા વ્યાજની રૂ. ૩ લાખ સુધીની ત્રણ વર્ષ સુધીની સબસીડી મળવાપાત્ર છે.
અમલીકરણ સંસ્થા: અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૮) શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલ પંપ ગેસ/કેરોસીન/ફૂડ વિતરણની એજન્સી માટે માર્જિન મની લોન યોજના:
પાત્રતા: અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોવા જોઈએ.
આવક મર્યાદા: નથી.
ધિરાણની મર્યાદા: નાણાકીય ધિરાણના ર૫ ટકા અને વધુમાં વધુ ૨૦,૦૦૦/- સુધીની માર્જિન મની લોન મળવાપાત્ર છે.
વ્યાજનો દર: ૧૪ ટકા રહેશે.
લોનની પરત ચુકવણી: માર્જિન મની લોનની પરત ચુકવણી પ્રથમ બે વર્ષ કરવાની રહેતી નથી ત્યાર બાદ ૭ વર્ષના હપ્તામાં પરત ચુકવણી કરવાની થાય છે.
અમલીકરણ સંસ્થા: અનુસૂચિતજનજાતિ વિકાસ નિગમ.
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૯) અનુસૂચિત જનજાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો વ્યવસાય શરૂ કરવા લોન/સહાય:
પાત્રતા:
૧. અનુસૂચિત જનજાતિના લાયક ઉમેદવાર હોવા જોઈએ.
૨. કાયદાના સ્નાતક હોવા જોઈએ.
આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક રૂ.૨૪,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
ધિરાણ મર્યાદા: રૂ.૫૦૦૦/-(અને સહાયની રકમ રૂ.૭૦૦૦/- મળી કુલ રૂ.૧૨,૦૦૦/-)
વ્યાજનો દર: લોન પર વાર્ષિક ૪ ટકા.
લોનની પરત ચુકવણી: લોનનો પ્રથમ હપ્તો ચુકવાય ત્યારથી પાંચ વર્ષના સમય બાદ વધુમાં વધુ ૧૦, છ માસિક હપ્તામાં
અમલીકરણ સંસ્થા: અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ,
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૧૦) અનુસૂચિત જનજાતિના કાયદાના સ્નાતકોને સહાય:
 પાત્રતા:
૧. અનુસૂચિત જનજાતિના લાયક ઉમેદવાર હોવા જોઈએ.
૨. કાયદાના સ્નાતક હોવા જોઈએ.
૩. સીનીયર વકીલના હાથ નીચે પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. અને સિનિયર વકીલને પ્રેક્ટિસનો ૭ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
૪. સનદ મળ્યા બાદ બે વર્ષમાં અરજી કરવી જરૂરી છે.
સહાયની મર્યાદા: પ્રથમ વર્ષે માસિક રૂ.૧૦૦૦/- લેખે, બીજા વર્ષે માસિક રૂ.૮00/- લેખે અને ત્રીજા વર્ષે માસિક રૂ.૬૦૦/- લેખે મળવાપાત્ર છે. તેમજ સિનિયર વકીલને માસિક રૂ.૫00/- લેખે ત્રણ વર્ષ સુધી એલાઉન્સ મળવાપાત્ર છે. - સહાય છ માસિક ધોરણે ચૂકવવામાં આવે છે.
અમલીકરણ સંસ્થા: અનુસૂચિતજન જાતિ વિકાસ નિગમ,
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn  

૯. સફાઈ કામદાર વિકાસ નિગમની યોજનાઓ:
(૧) મેન્યુઅલ સ્કેવેન્જર્સના પુનઃ સ્થાપન માટે સ્વરોજગાર યોજના બાકી રહેલ મેન્યુઅલ સ્કેવેન્જર્સ (મળ અને ગંદકી માથા પર ઉપાડવાના ધૃણિત અને અમાનવીય કામોમાં આંશિક કે પૂર્ણ પણે લાગેલા છે) તેઓના પુનઃસ્થાપનનો ઉદેશ રહેલો છે.
પાત્રતા: સર્વે કરાયેલા સ્કેવેન્જર્સ તથા તેમના આશ્રિતો
ધિરાણની મર્યાદા: લઘુ ધિરાણ રૂ.૨૫,૦૦૦ સુધી તથા મુદતી ધિરાણ રૂ.૫ લાખ સુધી મળી શકે છે. લધુ ધિરાણ પોષણ સ્વસહાયતા સમૂહ અને પ્રખ્યાત બિનસરકારી સંગઠનોના માધ્યમથી કરવામાં આવે છે.
વ્યાજનો દર:૨૫,૦૦૦ સુધીની પરિયોજના માટે મહિલાઓ માટે વાર્ષિક ૪ ટકા અને અન્યો માટે વાર્ષિક ૫ ટકા રહેશે.
લોનની પરત ચુકવણીઃ ૨૫,૦૦૦ ની લોન માટે ત્રણ વર્ષ અને વધારે માટે ૫ વર્ષનો સમય રહેશે.
અમલીકરણ એજન્સીઃ સફાઈ કામદાર વિકાસ નિગમ
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૨) સેનેટરી માર્ટ યોજનાઃ સફાઈ કામદારો કે તેમના આશ્રિતોની સહકારી મંડળીને સજળ જાજરૂના બાંધકામ અને સ્વચ્છતા વિષય કે સાધનસામગ્રીના ઉત્પાદન માટે અને વેચાણની પ્રવૃતિ માટે સહાય ચૂકવવામાં આવે છે.
પાત્રતા:
૧. ૧૮ થી ૨૫ વર્ષની વય મર્યાદામાં આવતા સફાઈ કામદારો કે તેમના આશ્રિતો. ૨. મંડળીના મુખ્ય પ્રયોજકની લાયકાત ઓછામાં ઓછી ધો. ૭ પાસ હોવી જોઈએ. ૩. ઓછામાં ઓછા ૧૦ અને વધુમાં વધુ ૨૫ સભ્યોની મંડળી હોવી જોઈએ.
ધિરાણની મર્યાદા: ૫ લાખ સુધીનું ધિરાણ સહાય મળવાપાત્ર થાય છે. તેમજ ધિરાણ કરેલ રકમ સામે પ0 ટકા સબસીડી ચૂકવવામાં આવે છે.
અન્યઃ
૧. નિગમ દ્વારા વર્તમાનપત્રમાં જાહેરાત માથે અરજી કરવાની રહે છે.
૨. મંજૂરી મળ્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નોંધણી કરાવવાની રહે છે તેમજ નગરપાલિકા દ્વારા દુકાન/ગોડાઉનની ફાળવણી બાદ ધિરાણ મળવાપાત્ર થાય છે.
અમલીકરણ એજન્સી: સફાઈ કામદાર વિકાસ નિગમ
વેબસાઈડ: www.sje.gujarat.gov.in/gtkvn

(૩) સીધા ધિરાણ યોજના હેઠળ મુદતી લોન: સફાઈ કામદાર કે તેમના આશ્રિતોને તેમના પુનઃસ્થાપન માટે આ યોજના હેઠળ ધિરાણ આપવામાં આવે છે.
પાત્રતા:
૧. સફાઈ કામદાર અથવા તેમના આશ્રિતો.
૨.વય મર્યાદા ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ
૩. આવક મર્યાદા નથી
ધિરાણની મર્યાદા: વિવિધ પ્રોજેકટ માટે રૂ.૫ લાખ સુધીની લોન મળવાપાત્ર થાય છે. આમ છતા સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ માટે રૂ.૧૫ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર થાય છે. ૯૦ ટકા સુધીની લોન એન.એફ.ડી.સી. તરફથી આપવામાં આવે છે, અને ૧૦ ટકા લાભાર્થી ફાળાની રકમ રાજ્ય  સરકાર દ્વારા આપવામાં આવે છે.
સબસીડી: વધુમાં વધુ ૭૫,૦૦૦ સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે.
અમલીકરણ એજન્સીઃ સફાઈ કામદાર વિકાસ નિગમ
વેબસાઈટઃ www.sje.gujarat.gov.in/gtkvn

(૪) માઈક્રો ફાઈનાન્સ યોજના: સફાઈ કામદાર કે તેમના આશ્રિતોએ નાના ધંધાઓ રૂપે આવક નિમાર્ણની પ્રવૃતિઓ વિકસાવવા ધિરાણ આપવામાં આવે છે.
પાત્રતા:
૧. સફાઈ કામદાર અથવા તેમના આશ્રિતો.
૨. વય મર્યાદા ૧૮ વર્ષ થી પ૦ વર્ષ
૩. આવક મર્યાદા નથી
ધિરાણની મર્યાદા: વધુમાં વધુ ૫૦,૦૦૦ સુધી.
વ્યાજનો દર: ૫ ટકા અને સ્ત્રીઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ૪ ટકા રહેશે.
અમલીકરણ એજન્સીઃ સફાઈ કામદાર વિકાસ નિગમ
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn

(૫) મહિલા સમૃદ્ધિ યોજના: આ યોજના હેઠળ સફાઈ કામદાર બહેનોને લોન સહાય મળવાપાત્ર થાય છે.
પાત્રતા:
૧. સફાઈ કામદાર અથવા તેમના આશ્રિતો.
૨. વય મર્યાદા ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ
૩. આવક મર્યાદા નથી
ધિરાણની મર્યાદા: વધુમાં વધુ ૩૦,૦૦૦ સુધી. જેમા સબસીડી રૂ.૧૨,૫૦૦ મળવાપાત્ર થાય છે.
વ્યાજનો દર: મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ૪ ટકા રહેશે.
અમલીકરણ એજન્સી: સફાઈ કામદાર વિકાસ નિગમ
વેબસાઈટ: www.sje.gujarat.gov.in/gtkvn  

૧૦. અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમની યોજનાઓઃ
(૧) મુદતી ધિરાણ યોજનાઃ આ યોજના હેઠળ લઘુમતી સમુદાયના ધાર્મિક લઘુમતી વર્ગના (મુસ્લિમ, પારસી, શીખ અને બૌદ્ધ) ને સ્વરોજગારી માટે ધિરાણ આપવામાં આવે છે.
પાત્રતા:
૧. લાભાર્થી લધુમતી સમુદાય (મુસ્લિમ, પારસી, શીખ અને બૌદ્ધ ના હોવા જોઈએ.) ૨. વયમર્યાદા ર૧ વર્ષ થી ૪૫ વર્ષની હોવી જોઈએ.
૩. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૮૧ હજારથી વધુ નહી અને શહેરી વિસ્તાર માટે ૧,૦૩,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
૪. અરજદારની તાંત્રિક અને અન્ય કુશળતા માંગી લેતા વ્યવસાય માટે અનુભવના પ્રમાણપત્ર જરૂરી છે.
ધિરાણની મર્યાદા: નાના ધંધા વ્યવસાય સ્વરોજગારીની પ્રવૃત્તિ માટે ૫ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર છે જે પૈકી ૮૫ ટકા લોન રાષ્ટ્રીય અલ્પ સંખ્યક વિકાસ અને નાણા નિગમ દિલ્હી દ્વારા અને ૧૦ ટકા લોન રાજ્ય  સરકાર દ્વારા અને ૫ ટકા લાભાર્થીના ફાળાનો સમાવેશ થાય છે.
વ્યાજનો દર: વાર્ષિક ૬ ટકા લેખે રહેશે. અને લોનની પરત ચૂકવણી ૬૦ માસિક હપ્તામાં કરવાની રહેશે
અમલીકરણ સંસ્થા: જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા નાયબ નિયામકશ્રી, (વિ.જા.)

(૨) માઈક્રો ધિરાણ યોજના: સ્વસહાય જૂથ અથવા તેના સભ્યોને ધિરાણ આપવામાં આવે છે.
પાત્રતા:
૧. ધિરાણ સ્વસહાય જૂથ અથવા તેના સભ્યોને મળવાપાત્ર છે.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૮૧ હજારથી વધુ નહી અને શહેરી વિસ્તાર માટે ૧,૦૩,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
ધિરાણની મર્યાદા: ૫૦,૦૦૦ સુધીનું ધિરાણ મળવાપાત્ર છે. જે પૈકી ૯૦ ટકા લોન રાષ્ટ્રીય અલ્પ સંખ્યક વિકાસ અને નાણા નિગમ દિલ્હી દ્વારા અને ૧૦ ટકા લોન ફાળો સંસ્થાનો રહે છે.
વ્યાજનો દર: વાર્ષિક ૫ ટકા લેખે રહેશે. અને લોનની પરત ચૂકવણી ૧૨ સરખા ત્રિમાસિક હપ્તામાં, ત્રણ વર્ષમાં કરવાની રહેશે.
અમલીકરણ સંસ્થા: જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા નાયબ નિયામકશ્રી, (વિ.જા.)

(૩) મુદતી ધિરાણ યોજના: (અપંગો માટે) આ યોજનામાં અપંગ લાભાર્થીઓને લોન સહાય આપવામાં આવે છે.
પાત્રતા:
૧. લાભાર્થી ૪૦ ટકા કે તેથી વધુની અપંગતા ધરાવતા હોવા જોઈએ.
૨. વય મર્યાદા ૧૮ થી વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
૩. લાભાર્થી ના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૮૧ હજાર થી વધુ નહી અને શહેરી વિસ્તાર માટે ૧,૦૩,000 થી વધુ ન હોવી જોઈએ.
૪. અરજદારની તાંત્રિક અને અન્ય કુશળતા માંગી લેતા વ્યવસાય માટે અનુભવના પ્રમાણપત્ર જરૂરી છે.
ધિરાણની મર્યાદા: નાના ધંધા વ્યવસાય સ્વ-રોજગારીની પ્રવૃત્તિ માટે ૧.૫ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર છે.
વ્યાજનો દર: વ્યાજનો દર વાર્ષિક ૪ ટકાથી ૭ ટકા મહિલાઓ માટે) અને ૫ થી ૮ ટકા પુરૂષો માટે રહે છે. તેમજ પરત ચુકવણી ૬૦ સરખા માસિક હપ્તામાં કરવાની રહે છે.
અમલીકરણ સંસ્થા: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી.

(૪) માઈક્રો ધિરાણ (અપંગો માટે): વિકલાંગ સભ્યો ધરાવતા સ્વસહાય જૂથોને તથા સારી શાખ ધરાવતી સંસ્થાને ધિરાણ આપવામાં આવે છે.
પાત્રતા:
૧. ત્રણ વર્ષથી નોંધાયેલ રજીસ્ટર્ડ સંસ્થા હોવી જોઈએ. અને કામગીરી કરતી હોવી જોઈએ.
૨. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય. વિસ્તાર માટે ૮૧ હજારથી વધુ નહીં અને શહેરી વિસ્તાર માટે ૧,૦૩,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
ધિરાણની મર્યાદા: નાના પાયા પરના વ્યવસાય માટે ૫૦,૦૦૦ સુધીનું ધિરાણ મળવાપાત્ર છે.
વ્યાજનો દર: વ્યાજનો દર સ્વસહાય જૂથના સભ્યોને વાર્ષિક ૫ ટકા રહેશે. અને સંસ્થાને ૧.૫ ટકા રહેશે. મહિલા લાભાર્થીઓને વ્યાજમાં ૧ ટકો રિબેટ આપવામાં આવશે. પરત ચુકવણી: ત્રિમાસિક ૧૨ સરખા હપ્તામાં કરવાની રહે છે.
અમલીકરણ સંસ્થા: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

(૫) વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના: વિકલાંગ સાધન સહાય યોજના વિકલાંગ વ્યકિતઓને તેમની વિકલાંગતામાં કેટલેક અંશે હળવાશ ઊભી કરવા તથા રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરાં પાડવાં આ યોજના અમલમાં મૂકવામાં આવેલી
પાત્રતા:
૧. અરજદારની ઉંમર ૫ વર્ષથી ૫૦ વર્ષની હોવી જોઈએ.
૨. ૪0 ટકા કે તેથી વધુની વિકલાંગતા હોવી જોઈએ અથવા દ્રષ્ટિહિન વ્યકિત હોવી જોઈએ અથવા શ્રવણમંદ વ્યક્તિ હોવી જોઈએ.
૩. ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.  
૪. વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
૫. કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૬,૦૦૦ થી વધુ ન હોવી જોઈએ.
સાધન સહાય: રૂ.૫૦૦૦ ની મર્યાદામાં કુત્રિમ અવયવ, કેલિપર્સ, ત્રણ પૈડાવાળી સાયકલ, વ્હીલ ચેર, બે પૈડાવાળી સાયકલ અથવા સ્વરોજગારી માટે હાથલારી, સિલાઈ મશીન, ભરત ગૂંથણ મશીન વગેરે દ્રષ્ટિહિન માટે સંગીતના સાધનો અથવા શ્રવણમંદ વ્યક્તિ માટે હિયરિંગ એઈડ વગેરે મળવાપાત્ર થાય છે.
અમલીકરણ સંસ્થા: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી

૧૧, મુદ્રા બેન્ક યોજના:
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ તા.૮/૪/૨૦૧૫ થી પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)નો શુભારંભ કરાવેલ છે. મુદ્રા એ એબ્રિવેશન છે, જેનું પૂરું નામ Pradhan Mantri Mudra Loan Youja છે. મુદ્રા વાસ્તવમાં સ્વતંત્ર બેન્ક તરીકે કામ કરતી નથી, પરંતુ લાભાર્થીઓને લોન અપાવવાની પોલીસીનું નિર્ધારણ કરે છે. વાસ્તવિક રીતે લોન આપવાની જવાબદારી બેન્કો દ્વારા નિભાવવામાં આવે છે.
મુદ્રા બેન્ક યોજના હેતુ: નાના એકમોના વિકાસ અથવા ઉદ્યોગ સાહસિકતા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની ગાઈડ લાઈન હેઠળ ફંડની જરૂરિયાત અને વિકાસને લક્ષમાં રાખીને ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે.
(૧) મુદ્રા શિશુ લોન - રૂ. પ૦,૦૦૦ સુધીનું ધિરાણ મળવાપાત્ર થાય છે. જેમાં વ્યાજનો દર સામાન્ય રીતે ૧૦ થી ૧૨ ટકાનો રહે છે.
(૨) મુદ્રા કિશોર લોન- રૂ. ૫૦,૦૦૦ થી ૫ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર થાય છે, જેમાં વ્યાજનો દર સામાન્ય રીતે ૧૪ થી ૧૭ ટકાનો રહે છે.
(૩) મુદ્રા તરૂણ લોન- રૂ.૫ લાખ થી ૧૦ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર થાય છે જેમાં વ્યાજનો દર સામાન્ય રીતે ૧૬ થી શરૂ થાય છે આમ છતા વ્યાજનો દર જોખમ અને કસ્ટમર પ્રોફાઈલ મુજબ અલગ-અલગ હોઈ શકે છે. તેમજ નેશનલાઈઝડ બેન્ક અને ખાનગી બેન્કો વચ્ચે પણ વ્યાજના દરમાં તફાવત હોઈ શકે છે.
મુદ્રા બેન્ક લોન મેળવવા માટેની પાત્રતા અને ક્ષેત્રો : ઉત્પાદન, પ્રોસેસીંગ, વેપાર કે સેવાક્ષેત્ર સાથે સંકળાયેલ અને ૧૦ લાખ સુધીના ધિરાણની જરૂરિયાત ધરાવતા કોઈ પણ ભારતીય નાગરિક મુદ્રા બેન્ક લોન
મેળવવા માટેની પાત્રતા ધરાવે છે. તેઓ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અન્વયે લોન મેળવવા માટે બેન્કો ( નેશનલાઈઝ બેન્ક, રૂરલ બેન્ક, ડિસ્ટ્રીક્ટ બેન્ક, ખાનગી બેન્ક વગેરે), માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટયૂટ, ફાઈનાન્સ ઈન્સ્ટિટયૂટ, એન.બી.ડી.સી. વગેરેનો સંપર્ક કરી શકે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ એગ્રિકલ્ચર માટે રિફાઈનાન્સ મળી શકતું નથી. આમ છતાં શાકભાજી અને ફળોના વેપાર માટે ધિરાણ મળી શકે છે. સામાન્ય રીતે નીચેની વિગતે ધિરાણ મળી શકે છે.
૧. નાના ઉત્પાદન કરતા ભાગીદારી એકમોને
૨. સર્વિસ સેકટર યુનિટ જેવા કે સલુન, બ્યુટિ પાર્લર, ઝેરોક્સ કામની દુકાન, કુરિયર એજન્ટ વગેરે
૩. દુકાનદારોને
૪. ફૂટ અને શાકભાજી વેચનારાઓને
૫. ટૂંક ઓપરેટરોને-માલના વહન માટે ઓટોરિક્ષા, નાના માલવાહક વાહનો, ત્રણ પૈડાવાળાં વાહનો, ઈ-રિક્ષા, પેસેન્જર કાર, ટેક્સી વગેરે જેવા વાહનોની ખરીદી માટે,
૬. ફૂડ સર્વિસ યુનિટલ રિપેરિંગ યુનિટ, મશીન ઓપરેટર, કારીગરો વગેરેને
૭. નાના ઔદ્યોગિક એકમોને- જેવા હેન્ડલુમ, પાવરલુમ, ચીકન વર્ક, ઝરી અને ઝરદોશી વર્ક, ટ્રેડિશનલ એમ્બ્રોયડરી એન્ડ હેન્ડ વર્ક, ટ્રેડિશનલ ડાઈંગ અને પ્રિન્ટિંગ, એપેરલ ડિઝાઈન, નીટીંગ, કોટન જીનીંગ, વગેરે.
૮. ફૂડ પ્રોસેસર-પાપડ-અથાણાં-મસાલા-જામ-જેલી વગેરે બનાવવા, કૃષિ પ્રોડકટની ગ્રામ્ય કક્ષાએ સાચવણી, મીઠાઈની દુકાન, નાના ફૂટ સોલ્ટ અને રોજિંદી કેટરીંગ સર્વિસ, કેન્ટિન સર્વિસ, કોલ્ડ સ્ટોરેજ, બરફ બનાવવાના એકમ, આઈસકીમ બનાવવાના યુનિટ, બિસ્કીટ બ્રેડ બનાવવા વગેરેને
૯. અન્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અનેક પ્રવૃત્તિઓને.

અ૨જીપત્રકો અને આધારો: મુદ્રા બેન્ક લોન મેળવવા માટે કોઈ પણ બેન્કનો સંપર્ક સાધી શકાય છે અને અરજીપત્રક મેળવી શકાય છે, તેમજ ઓન લાઈન પણ ફોર્મ ભરી શકાય છે, લોન ફોર્મ સાથે નીચેના આધારો સામેલ રાખવા જરૂરી છે.
૧. ઓળખનો આધાર - મતદાર ઓળખ કાર્ડ, પાસપોર્ટ, ડ્રાયવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પ્રોફાઈટર ભાગીદાર/ડાયરેકટરના બેન્કમાંથી મેળવેલ સહીના નમુના (કંપનીના કેસમાં)
૨. રહેઠાણનો આધાર- તાજેતરનું ટેલિફોન બીલ, ઈલેકટ્રિક બીલ, પ્રોપર્ટી ટેક્સની રસીદ, પ્રોપાઈટર ભાગીદાર ડાયરેકટરના મતદાર ઓળખ કાર્ડ ( કંપનીના કેસમાં)
૩. એકમના સરનામાનો આધાર
૪. અરજદારે બેન્ક અથવા નાણાકીય સંસ્થાના દેવાદાર ન હોવા જોઈએ.
૫. ઈન્કમ ટેક્સ સેલ્સટેક્સના રિટર્ન સાથે એ કમની છેલ્લા ત્રણ વર્ષની બેલેન્સશીટ ( બે લાખથી વધુની એ૨જી માટે)
૬. કંપની માટે મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન પાર્ટનર શીપ માટે પાર્ટનરશીપ ડીડ
૭. પ્રમોટર અને ગેરંટરનું એસેટ એન્ડ લાયેબીલીટી સ્ટેટમેન્ટ ( છેલ્લા ઈન્કમટેક્સ રિટર્ન સાથે)
૮. રેન્ટ એગ્રીમેન્ટ (જો એકમ ભાડા પર હોય તો) અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું ક્લિયરન્સ સર્ટિ (લાગું પડતું હોય તો)
૯. એસએસઆઈ/એમએસએમઈનું રજિસ્ટ્રેશન (લાગું પડતું હોય તો)
૧૦. વર્કીંગ કેપિટલ લિમિટ માટે છેલ્લા બે વરસની પ્રોજેકટ બેલેન્સ શીટ અને લોનનો સમયગાળો.
૧૧. લીઝ ડીડની કોપી ટાઈટલ ડીડની કોપી.
ઉપર્યુક્ત તમામ માહિતી સંબંધિત કચેરીઓના માહિતીપત્રકો, વેબસાઈટસ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવેલ સંકલન છે, અને માત્ર માર્ગદર્શન મળે તેવા ઉમદા હેતુથી તૈયાર કરેલ છે. સમયાંતરે યોજનાઓમાં સાહજિક રીતે જ ફેરફાર આવતા રહે છે, જેથી હકીકત દોષ અથવા સમજણ ફેરના પ્રસંગોમાં જેતે સંસ્થા/કચેરી તરફથી મળતી માહિતીને આખરી સમજવી જોઈએ.


Post a Comment

વધુ નવું વધુ જૂનું