નવા પ્રકારની કારકિર્દી
![]() |
| A new kind of career |
આપણા ભારત દેશના ઝડપી આર્થિક વિકાસના પરિણામે અગામી
૫ વર્ષોમાં દેશમાં નોકરિયાત કર્મચારીઓની કુલ સંખ્યા ૬0 કરોડ પર પહોંચવાની શક્યતા છે. પરંતુ આ ખુશખબરની
સાથોસાથ નેસકોમ (IT
ઉદ્યોગનું ટોચનું સંગઠન), ઈવાઈ (અગ્રગણ્ય મલ્ટિનેશનલ ફર્મ) અને એસોચમ (ઉદ્યોગ
સંગઠન) ના રિપોર્ટ મુજબ આ ૬૦ કરોડ નોકરીઓમાં જૂના કર્મચારીઓ પૈકીના આશરે ૩૭ % કર્મચારીઓ
એટલે કે ૨૨.૨ કરોડ કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવશે. જ્યારે અંદાજિત ૫.૪ કરોડ
કર્મચારીઓ એવી નોકરી કરતાં હશે, કે જેનું હાલમાં
અસ્તિત્વ જ નથી !
નવા કારકિર્દીના ક્ષેત્રો અને અભ્યાસક્રમો:
આગામી વર્ષોમાં કારકિર્દીના પરંપરાગત ક્ષેત્રો
ઉપરાંત નવા ક્ષેત્રો જેવાં કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હોસ્પિટલ એમિનિસ્ટ્રેશન, એથિકલ હેકીંગ, ઓનલાઈન ફ્રોડ તેમજ સાયબર એટક્સ, એમ્યુરિઅલ સાયન્સ, ફૂડ ટેસ્ટીંગ,
પોલિટિકલ એનાલિટિક્સ અને ક્રિટિક, કોર્પોરેટ સેક્ટર સ્ટ્રેટેજિસ્ટ, પર્સનલ હેલ્થ એડવાઈઝર, પર્સનલ વેલ્થ એડવાઈઝર, રેપ્યુટેશન
મેનેજર, ક્લાઈમેન્ટચેન્જ એક્સપર્ટસ, ક્રિએટીવ એક્સપર્ટસ, સ્પેશિયલ એજ્યુકેશન એક્સપર્ટ, એગ્રિકલ્ચર
જર્નાલિસ્ટ વગેરેની ડિમાન્ડ રહેવાનો અંદાજ છે.
૧. એકચ્યૂરિઅલ સાયન્સ:
એકચ્યૂરિઅલ સાયન્સ એ પ્રમાણમાં કારકિર્દીનું નવું જ
ક્ષેત્ર છે. સમગ્ર ભારતમાં એકચ્યૂરિઅલ સાયન્સની ડિગ્રી કે પોસ્ટ ગ્રેજ્યુએશન
ડિપ્લોમા (PH.D.)નું શિક્ષણ આપતી જૂજ કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ ઈન્સ્ટિટયૂટસ છે. પરિણામે સમગ્ર
ભારતમાં પ્રોફેશનલ એકચ્યૂરિઅલ્સની સંખ્યા પૂરી ૧000 ની પણ નથી, પરિણામે
એકચ્યૂરિઅલ સાયન્સના ક્ષેત્રમાં પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારાઓને ટૂંકા ભવિષ્યમાં
રોજગારી માટે સ્પર્ધા કરવી નહીં પડે, તેવી
સંભાવનાઓ છે.
એકચ્યૂરિઅલ સાયન્સ એ ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની
મદદથી ધંધાના જોખમોની ગણતરી કરીને તેનો ઉકેલ આપતું શાસ્ત્રી છે. પ્રોફેશનલ એકચ્યૂરિઅલ્સને
બેન્કિંગ ક્ષેત્ર,
ઈન્યોરન્સ ક્ષેત્ર તેમજ ફાઈનાન્સ સેક્ટરમાં
સારા પેકેજથી રોજગારી મળે છે.
ભારતભરમાં એકચ્યૂરિઅલ સાયન્સનું ડિગ્રી કે પોસ્ટ
ગ્રેજ્યુએશન ડિપ્લોમા પ્રકારનું શિક્ષણ આપતી કોલેજોની સંખ્યા પૂરી ૧0 પણ નથી. એવા
સમયે ગુજરાતની મોટી યુનિવર્સિટીઓ પૈકીની એક એવી ગુજરાત યુનિવર્સિટીએ ૧ વર્ષના
પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન એકચ્યૂરિઅલ સાયન્સ (PGDAS) નો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. જેમાં પ્રવેશ મેળવવાની
લઘુતમ લાયકાત કોઈપણ વિદ્યાશાખામાંથી ગ્રેજ્યુએશનની છે. વધુ માહિતી માટે ગુજરાત
યુનિવર્સિટી,
નવરંગપુરા, અમદાવાદના
ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સનો સંપર્ક કરવો.
૨. પબ્લિક હેલ્થ યુનિવર્સિટીનો MHA:
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થની સ્થાપના
વર્ષ ૨O0૮થી કરવામાં આવી છે. જેના દ્વારા ગુજરાત રાજ્ય
સરકારના સહયોગથી સમગ્ર ભારતની પ્રથમ પબ્લિક હેલ્થ યુનિવર્સિટીની સ્થાપના ગાંધીનગર
ખાતે કરવામાં આવી છે. જેમાં સામાન્ય ગ્રેજ્યુએશનથી માંડીને નામાંકિત ડૉક્ટર્સને પણ
ઉપયોગી થાય તેવો ૨ વર્ષની ફુલ ટાઈમ માસ્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન (MHA)નો અભ્યાસક્રમ ૨૦૧૫ થી ચાલે છે. હોસ્પિટલ
મેનેજમેન્ટનો અભ્યાસક્રમ MBA.
કક્ષાએ ધણી કોલેજો / ઈન્સ્ટિટયૂટસ / યુનિવર્સિટીઓમાં
ચાલે છે. પરંતુ આ MHAનો અભ્યાસક્રમ તેનાથી અલગ પ્રકારનો અભ્યાસક્રમ છે. ૨
વર્ષના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમની સાથોસાથ આ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ
ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ (PGDPHM) નો ૧ વર્ષના અભ્યાસક્રમ તેમજ MBBS ડૉક્ટરો માટે એસોશિયેટ ફેલો એફ ઈન્ડસ્ટ્રિયલ હેલ્થ (AFTH) નો ૩ માસનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. વધુ માહિતી
માટે www.phfrog પર સંપર્ક કરવો. પબ્લિક હેલ્થ એન્ટોમોલોજીનો
અભ્યાસક્રમ કરવા માટે સંપર્ક વેક્ટર કોલ રિસર્ચ સેન્ટર (VCRC), પોંડિચેરી યુનિવર્સિટી તેમજ ગુરુ ગોવિંદસિંહ
ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી,
દિલ્હી.
3. ફિલ્મ
એનાલિસ્ટ / ફિલ્મ ક્રિટિક / ફિલ્મ એપ્રિશિયેશનઃ
પ્રસ્તુત અભ્યાસક્રમો ઘણાં વર્ષો પહેલાં અસ્તિત્વમાં
આવ્યાં હોવા છતાં તે અંગેની જાગૃતિ અને તેમાં રોજગારીની તકો હજુ છેલ્લાં કેટલાંક
વર્ષોથી જ વિકસી છે. વિવિધ ભાષાઓની વિવિધ પ્રકારની ટીવી ચેનલો, રેડિયો ચેનલો, વિવિધ
ભાષાઓમાં સમગ્ર દેશભરમાં પ્રકાશિત થતાં વર્તમાનપત્રો તેમજ મેગેઝિનોમાં ફિલ્મોનું
રિન્યૂ કરવા બદલ સારી ફી મળે છે. વળી, ફિલ્મોના
ટ્રેન્ડને આધારે ફિલ્મને સફળ બનાવવા માટે જરૂરી સુધારા વધારારૂપી સૂચનો કરવા બદલ
તો લાખો રૂપિયામાં ફી મળી શકે છે. ફિલ્મોના પ્રિપ્રોડક્શન વખતે અપાતી સલાહ આપવા
બદલ, અન્ય ભાષાની હિટ ફિલ્મ પરથી બનતી ફિલ્મો, રિમેક ફિલ્મો, હિસ્ટોરિકલ
ફિલ્મો, બાયોગ્રાફિક ફિલ્મોના રિન્યૂ કરવા બદલ તો મોં માંગી
ફી મળતી હોય છે.
ફિલ્મ એનાલિસ્ટ ક્રિટિક રિવ્યુઅર બનવા માટે ફિલ્મ એન્ડ ટેલિવિઝન
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII),
પૂણે તેમજ સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા,
કોલકત્તા ખાતે આ પ્રકારનો અભ્યાસક્રમ
ચલાવવામાં આવે છે. આ બન્ને સંસ્થાઓ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય
દ્વારા સંચાલિત હોવાથી આ અભ્યાસક્રમ અંગેની અધિકૃત અને પ્રિમિયર ઈન્સ્ટિટ્યૂટ ગણી
શકાય. ઉપરાંત ચેન્નાઈની એશિયન સ્કૂલ ઓફ જર્નાલિઝમ, દિલ્હી યુનિવર્સિટી (DU) - નવી
દિલ્હી, સિમ્બાયોસીસ - પૂણે, સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, કેટલીક સ્ટેટ
તેમજ પ્રાઈવેટ યુનિવર્સિટીઓના માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના અભ્યાસક્રમોમાં એક
વિષય તરીકે ફિલ્મ એપિશીએસન | ફિલ્મ રિવ્યુ
ફિલ્મ એનાલિસીસ શીખવવામાં આવે છે.
૪. કુડ ક્રિટિક / રિવ્યૂઅર:
સૌ પ્રથમ B.A. (ઓનર્સ) - માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ અથવા જર્નાલિઝમના ફિલ્ડનો ડિગ્રી
કોર્સ કર્યો બાદ,
ડિપ્લોમા ઈન ફુડ પ્રિઝર્વેશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન
ડિપ્લોમા ઇન ફૂકરી એન્ડ કેટરિંગ કરવો જોઈએ. આ અંગે નેશનલ કાઉન્સિલ ફોર હોટલ
મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટૅક્નોલૉજીની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ આપી શકાય.
ફૂડ ક્રિટિક / રિવ્યૂઅર તરીકે વ્યવસાયિક રીતે કાર્ય
કરનારાઓની સંખ્યા જૂજ છે. જર્નાલિઝમ તેમજ ફૂડ એન્ડ બેવરેજ એમ બન્ને ક્ષેત્રોનું જ્ઞાન ધરાવનારાઓની
સંખ્યા ઘણી જ ઓછી છે આથી ફૂડ ક્રિટિક / રિવ્યૂઅરની ડિમાન્ડ પ્રમાણમાં ઓછી હોવા
છતાં સારું જ્ઞાન ધરાવતા અનુભવી ક્રિટિક તેમજ રિવ્યૂઅરની સતત તંગી અનુભવાય છે. ફૂડ
ક્રિટિક / રિવ્યૂઅર બનવા માટે UGC દ્વારા
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની કોલેજ | ઈન્સ્ટિટયૂટમાંથી
માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ તેમજ ફૂડ એન્ડ બેવરેજનો ડિગ્રી / ડિપ્લોમા / સર્ટિફિકેટ
કોર્સ કરવો જોઈએ.
૬. ટી ટેસ્ટર તેમજ PGDCQM:
‘ચા’ ના શોખીન તેમજ
વિવિધ પ્રકારની ચાના સ્વાદ પારખુઓ માટે ટી ટેસ્ટર તરીકેની કારકિર્દી બનાવવાની સારી
તક છે. પ્રસ્તુત કારકિર્દી જૂની હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેનો ખૂબ ઝડપી
વિકાસ થવાથી વળતરનું પ્રમાણ વધ્યું છે. એક અંદાજ મુજબ સારી કોલેજો / ઈન્સ્ટિટયૂટમાંથી ટી ટેસ્ટિંગનો કોર્સ કરનારાઓને
શરૂઆતમાં અંદાજિત રૂ. ૨૫,000 થી રૂ.૫૦,000 સુધીનું
વેતન મળે છે. ટી-ટેસ્ટર બનવા માટે બિરલા ઈન્સ્ટિટયૂટ ઓફ ફ્યૂચરીસ્ટિક સ્ટડિઝ, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ પ્લાન્ટેશન મેનેજમેન્ટ, આસામ યુનિવર્સિટી, દીપ્રાઝ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ, આસામ એગ્રિકલ્ચર યુનિવર્સિટી નો સંપર્ક કરવો.
‘ટી” ટેસ્ટરની જેમજ “કોફી” અંગેના અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે. કોફી બોર્ડ, બેંગલુરુ
દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન કોફી ક્વોલિટી મેનેજમેન્ટ (PGDCQM) નામનો ૧ વર્ષનો અભ્યાસક્રમ ચલાવે છે. આ માટેની લધુતમ
લાયકાત બાયો-સાયન્સ,
ફુડ સાયન્સ, એન્વાયરમેન્ટ સાયન્સ, એમિ કલ્ચર
સાયન્સ કે સંબંધિત વિષયો પૈકી કોઈ એક વિષયમાં ગ્રેજ્યુએશનની છે. આ અભ્યાસક્રમની ફી
રૂ. ૭૫,000 ની છે. વધુ માહિતી માટે સંપર્ક હેડ ક્વોલિટી
કન્ટ્રોલ ડિવિઝન) કોફી બોર્ડ, ૧, બી.આર.આંબેડકરવિધિ, બેંગલુરુ – ૫૬૦૦૦૧
૫. વિવિધ પ્રકારના એનાલિસ્ટ (વિશ્લેષક) તેમજ રિવ્યુઅર:
આપણા દેશના ઝડપી આર્થિક વિકાસની સાથોસાથ બુદ્ધિશાળી
તેમજ મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટે દેશમાં જ રોજગારીની વધુ તકો મળી રહી છે, જેનાથી ટૂંક સમયમાં વિદેશોમાં ભણવા તેમજ કાયમી વસવાટ
કરવા જવાનો ક્રેઝ ઘટે અને દેશના બુદ્ધિ ધન અન્ય દેશોમાં જતું. અટકે તેવી સુખદ શક્યતાઓ
દેખાઈ રહી છે. આવા વિદ્યાર્થીઓ દેશમાં રહીને નીચે પ્રમાણેના એનાલિસ્ટ (વિશ્લેષક)
તેમજ રિવ્યુઅર બની શકે છે.
(૧)
રાજકીય વિશ્લેષક (પોલિટિકલ એનાલિસ્ટ) પોલિટિકલ સાયન્સ સાથે માસ્ટર ડિગ્રી ધરાવનારા
કે પોલિટિક્સ એન્ડ ઈન્ટરનેશનલ રિલેશનશીપ કરનારાઓએ જો માસ કમ્યુનિકેશન એન્ડ
જર્નાલિઝમ પણ કર્યું હોય,
તો રેડિયો / ટીવી ચેનલો / વર્તમાનપત્રોમાં કામ મળી શકે છે.
(૨)
લોંજ રિટ્યૂઅર: તેઓ ફૂડ ક્રિટિક કે ફૂડ રિવ્યુઅરની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેઓ
શહેરમાં શરૂ થયેલ નવી હોટેલ, રેસ્ટોરન્ટ, શોપીંગ મોલ, મલ્ટિપ્લેક્સ, સલૂન એન્ડ સ્પા વગેરેની રૂબરૂ મુલાકાત લઈને તે
અંગેની જાણકારી પૂરી પાડતા હોય છે.
(૩)
હેલ્થ એન્ડ ફિટનેસ રિવ્યુઅર: તેઓ ડાયેટ પ્લાન, ન્યુટ્રિશિયન, બોડી, યોગા, એક્સરસાઈઝ વગેરે અંગેની જાગૃતિ ફેલાવે છે.
(૪)
ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ વિશ્લેષક: તેઓ નવા પ્રકારના ટ્રાવેલ સ્યોર્ટ, ઐતિહાસિક સ્થળોની માહિતી આપતા હોય છે.
૭. મ્યુઝયોલોજી / મ્યુઝિયમ સ્ટડીઝ:
મ્યુઝિયોલોજી એટલે મ્યુઝિયમ અને તેની વસ્તુઓનો સંગ્રહ, જાળવણી અને સંચાલનનું જ્ઞાન. મ્યુઝયોલોજીમાં
કારકિર્દી બનાવવા ઇચ્છુકો આર્કિયોલોજી સાથે સંલગ્ન હોય તેમજ તેઓમાં ઇતિહાસ, સંસ્કૃતિનું જ્ઞાન હોય, તે આવશ્યક છે. મ્યુક્યોલોજીમાં M.A.
તેમજ M.Sc.ની ડિગ્રી આપતા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ માટે નેશનલ મ્યુઝિયોલોજી, નવી દિલ્હી, યુનિવર્સિટી
ઓફ કોલકત્તાનો સંપર્ક કરવો.
૮. હેબીટાટ પોલિસિ એન્ડ પ્રેકટિસ:
ઝડપથી વધતી જતી વસતીને કારણે વસાહતોના સંચાલનના
પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આથી ઘણી આર્કિટેક તેમજ ડિઝાઈનીંગ યુનિવર્સિટીઓ કોલેજો
તેમજ ઈન્સ્ટિટ્યૂટ્સ દ્વારા હેબીટાટ મેનેજમેન્ટના કોર્સીસ શરૂ કર્યા છે.
એન્જિનિયરિંગ,
આર્કિટેક, મેનેજમેન્ટ, ફિઝિક્સ, જોગ્રોફી, પ્લાનીંગ, લૉ
અથવા સોશિયલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરનારાઓ હેબીટાર્ટ પ્લાનીંગ પોલિસિ મેકીંગ અને
પ્રેકટિસના કોર્સીસ કરવા માટેની લઘુતમ લાયકાત ધરાવે છે. આવા અભ્યાસક્રમોમાં
જીવનધોરણની પ્રવૃત્તિઓ સામાજિક બંધારણ, વસાહતીઓના
અધિકારો, સોત, આંતરમાળખું, સેવાની જરૂરિયાત જેવા વિષયોને આવરી લેવામાં આવે છે.
ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS) દ્વારા ૨ વર્ષનો M.A. | M.Sc. ઈન હેબીટાટ પોલીસી એન્ડ પ્રેકટિસનો કોર્સ ચલાવવામાં
આવે છે.
૯. એકાઉટિંગ ક્ષેત્રના આધુનિક અભ્યાસક્રમો:
અત્યારના ૨૧મી સદીના અત્યાધુનિક યુગમાં ટ્રેડિશનલ
એકાઉટિંગને સ્થાને કમ્પ્યૂટરાઈઝડ એકાઉટિંગ લખાય છે. એકાઉંટિંગ ફિલ્ડમાં ઓટોમેશન
થવાથી ટેકનિકલ જ્ઞાન ધરાવનારાઓની માંગ વધતી જાય છે. ઉપરાંત એકાઉટિંગનું જ્ઞાન
ધરાવતા તેમજ
“ફોરેન્સિક્સ’માં રસ ધરાવનારાઓ માટે ‘ફોરેન્સિક્સ
એકાઉટિંગ”નો ૧ વર્ષની મુદત ધરાવતો પોસ્ટ ગ્રેજ્યુએશન
અભ્યાસક્રમ તેમજ મેનેજમેન્ટમાં રસ ધરાવનારાઓ માટે ર વર્ષની મુદત ધરાવતો. MBA ઈન ફોરેન્સિક્સ એકાઉટિંગનો અભ્યાસક્રમ એક આદર્શ
વિકલ્પ બની શકે છે. તેજ પ્રમાણે ફાઈનાન્સ (ફિન) અને ટેકનોલૉજી ટિક) શબ્દોના
મિશ્રણથી બનેલ ફિન-ટેક એકાઉટિંગ પણ આધુનિક જમાનાની કારકિર્દીનું ફિલ્ડ છે. બેન્કો, મ્યુચ્યલ ફંડ કંપનીઓ, ઈસ્યોરન્સ કંપનીઓ,
શેર ટ્રેડિંગ કંપનીઓ માટે ઈન્ફોર્મેશન સિસ્ટમ
(IS) ઓડિટ કરાવવું ફરજિયાત છે. ઈન્ફોર્મેશન સિસ્ટમ (IS) ઓડિટમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકોએ વિશ્વના ૧0 થી વધુ દેશોમાં માન્યતા પ્રાપ્ત IS ઓડિટ શીખવતો CISA (સિસા - સર્ટિફાઈડ ઈન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટર) નો આંતરરાષ્ટ્રીય કોર્સ કરવો
જોઈએ. જેની રજિસ્ટ્રેશન ફી ૬00 થી ૭00 અમેરિકન ડૉલરની છે. જે અંગેની પરીક્ષા વર્ષમાં બે
વખત (જૂન
અને ડિસેમ્બર માસ) લેવાતી હોય છે.
૧૦. એકાઉન્ટિંગ ફોગના વૈશ્વિક અભ્યાસક્રમો:
ભારતમાં રહીને એકાઉટિંગના ફિલ્ડમાં ગ્લોબલ | વૈશ્વિક કક્ષાના અભ્યાસ કરવા શક્ય છે. જેમકે
અમેરિકાની ચાર્ટડ ફાઈનાન્સ એનાલિસ્ટ ઈન્સ્ટિટયૂટ દ્વારા ચલાવાતો CFA (ચાર્ટડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટ) નો અભ્યાસક્રમ ભારતમાં
રહીને કરી શકાય છે. જે માટે CFA ઈન્સ્ટિટ્યૂટ, અમેરિકાની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે.
CFA ની પરીક્ષાનું વૈશ્વિક પરિણામ ૪૫% ની આસપાસ નોંધાયું
છે. CFA થનારાઓને ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ સારા પેકેજની રોજગારી
આપતી હોય છે. તેજ પ્રમાણે ફાઈનાન્સિયલ પ્લાનીંગ સ્ટાન્ડર્ડ બોર્ડ-FPSB અમેરિકાના CFP (ચાર્ટડ ફાઈનાન્સિયલ પ્લાનર) અભ્યાસક્રમને ભારતની SEBI (સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) તેમજ RIA (રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર) એ માન્યતા આપી છે.
આથી FPSB ભારત દ્વારા આ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.
તેજ પ્રમાણે બ્રિટનનો ACCA (એસોશિએશન ઓફ ચાર્ટડ સર્ટિફાઈડ એકાઉન્ટસ) નો
અભ્યાસક્રમ પણ ભારતમાંથી રજિસ્ટ્રેશન કરીને ભારતમાંથી જ પરીક્ષા આપીને કરી શકાય
છે. જેમાં બે તબક્કા પાસ કર્યા બાદ એડવાન્સ ડિપ્લોમા, B.Sc. (ઓનર્સ) ઓક્સફર્ડ બુક્સ યુનિવર્સિટીના સહયોગથી
પ્રાપ્ત થાય છે. ACCA
નો અંતિમ તબક્કો પાસ કરનારાઓને યુનિવર્સિટી ઓફ
લંડનના સહયોગથી M.Sc.
ઈન પ્રોફેશનલ એકાઉન્ટસીની ડિગ્રી પ્રાપ્ત થાય
છે. આજ પ્રમાણે બ્રિટનની CIMA
(ચાર્ટડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ)
નો પ્રોફેશનલ ડિગ્રી કોર્સ પણ ભારતમાં રહીને કરી શકાય છે. જોકે ઉપરોક્ત તમામ
વૈશ્વિક ડિગ્રીઓનું મહત્વ જે તે દેશોમાં વધુ જોવા મળે છે.
રોજગારી T20,
ઉપરોક્ત કોર્સિસ ઉપરાંત ખાનગી સ્પા એકેડેમીમાં ચાલતા
સ્પા મેનેજમેન્ટના કોર્સિસ,
ઈન્ડિયન સ્કૂલ ઓફ એથિકલ હેકીંગ તેમજ
ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફોર્મેશન સિકયોરિટી દ્વારા ચલાવાતા વિવિધ પ્રકારના એથિકલ હેકીંગ
કોર્સિસ, સાયબર સિકયોરિટીના કોર્સિસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટીંગ,
મેનેજમેન્ટના એનાલિટિકલ કોર્સિસ, બીગ-ડેટા કોર્સિસ, ડેટા એનાલિસ્ટ કોર્સિસ, IOT (ઈન્ટરનેટ
ઓફ થમ્સ) કોર્સિસ વગેરેનો નવા પ્રકારના અભ્યાસક્રમો ગણી શકાય !!!

ટિપ્પણી પોસ્ટ કરો