ભારતીય સંરક્ષણ દળોમાં કારકિર્દી

ARMY
ARMY

ભારતીય હવાઈદળ :
નાનપણમાં તમે જોયેલું વિમાનના પાયલોટ બનવાનું સપનું સાકાર કરવાની તક ભારતીય હવાઇ દળ આપે છે. ભારતીય હવાઇ દળની ફલાઇંગ બ્રાંચમાં તમે નેશનલ ડિફેન્સ એકેડમી મારફતે, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ એકઝામ દ્વારા, શોર્ટ સર્વિસ કમિશન થકી, એન.સી.સી.સ્પેશિયલ એન્ટ્રી મારફતે પાયલોટ બની ગર્વ સાથે આકાશને ચૂમી શકો છો. આપણે આ માર્ગો વિશે વિગતવાર જાણકારી મેળવીએ.

(૧) નેશનલ ડિફેન્સ એકેડમી (NDA):
એનડીએમાં પ્રવેશ માટે તમારે સૌપ્રથમ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યોજવામાં આવતી લેખિત પરીક્ષા આપવાની રહે છે. આ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. પરીક્ષામાં પાસ થયા બાદ એસએસબી ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત થવાનું રહે છે. જેઓ એસએસબીમાં સફળ થાય છે તેમને પાયલોટ એટિટયૂડ બેટરી ટેસ્ટ (PART) આપવાની રહે છે અને ત્યારબાદ તબીબી પરીક્ષણ યોજવામાં આવે છે. આ બધી કસોટીઓ બાદ તૈયાર થનારા મેરિટમાં જો તમારો સમાવેશ થાય તો તમે એનડીએમાં જોડાઇ શકો છો એનડીએમાં પ્રવેશ માટેની યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં બેસવા માટે તમે નીચે મુજબની લાયકાત ધરાવતા હોવા જોઇએ.
• વય મર્યાદા : અભ્યાસક્રમ શરૂ થવાના સમયે ૧૬.૫ થી ૧૯.૫ વર્ષ
• રાષ્ટ્રીયતા : ભારતીય
• શૈક્ષણિક લાયકાત : મેથ્સ અને ફિઝિક્સ સાથે ૧0 + ૨ પાસ અંતિમ પરીક્ષામાં બેઠાં હોય તે પણ અરજી કરી શકે છે.
• પ્રવેશ માટેની જાહેરાત : સામાન્ય રીતે મે અને ડિસેમ્બરમાં (બદલાઈ પણ શકે છે)

(૨) કંમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ એકઝામિનેશન (CDSE) :
ભારતીય હવાઇ દળની ફલાઈંગ બ્રાંચમાં સ્નાતકો એન્જિનિયરો CDSE પરીક્ષા મારફતે પરમેનન્ટ કમિશન મેળવીને સીધા જ પાયલોટ બની શકે છે. આ પરીક્ષા માટેની યોગ્યતાના ધોરણો નીચે મુજબ છે,
વય મર્યાદાઃ કોર્સ શરૂ થવાની તારીખે ૧૯ થી ૨૩ વર્ષ
• રાષ્ટ્રીયતા: ભારતીય અપરીણિત હોવા જોઇએ.
• શૈક્ષણિક લાયકાત: કોઇપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઇપણ શાખામાં ત્રણ વર્ષનો નાતક કોર્સ કરેલો હોવો જોઇએ તથા ધોરણ ૧૨માં ફિઝિક્સ અને મેથ્સ. વિષય હોવો જોઇએ. અથવા ચાર વર્ષનો બી.ઈ. / બી.ટેક કોર્સ કરેલો હોવો જોઇએ. અંતિમ વર્ષની પરીક્ષામાં બેઠા હોય તે પણ હંગામી ધોરણે શરતોને આધીન અરજી કરી શકે છે.
• પ્રવેશ માટેની જાહેરાતઃ સામાન્ય રીતે જૂન અને ઓકટોબર માસમાં જાહેરાત આવે છે. (પરીક્ષાની જાહેરાતમાં ફેરફાર પણ થઇ શકે છે.)

(3) શોર્ટ સર્વિસ કમિશન:
ભારતીય હવાઇ દળમાં તમે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) અને ત્યારબાદ એસ.એસ.બી.ઇન્ટરવ્યુ, PABT અને તબીબી કસોટી આપીને શોર્ટ સર્વિસ કમિશન મેળવીને પણ પાયલોટ બની શકો છો. શોર્ટ સર્વિસ કમિશન માટે મહિલાઓ પણ અરજી કરી શકે છે.
લાયકાતના ધોરણો નીચે મુજબ છે.
• વય મર્યાદા: ૧૯ થી ૨૩ વર્ષ, કોમર્શિયલ પાયલોટ લાયસન્સ ધરાવનાર માટે ૧૯ થી ૨૫ વર્ષ
• રાષ્ટ્રીયતા : ભારતીય
• શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઇપણ શાખામાં બધા વિષયો મળીને ઓછામાં ઓછા ૬0 ટકા ગુણ સાથે સ્નાતક તથા ધોરણ ૧૨ માં ફિઝિક્સ અને મેથ્સ. વિષયો હોવા જોઇએ અથવા માન્ય યુનિ.માંથી બધા વિષયો મળીને ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે બી.ઈ. / બી.ટેક.માં ચાર વર્ષીય કોર્સ કરેલો હોવો જોઇએ. અંતિમ વર્ષની પરીક્ષામાં બેઠા હોય તેવા વિદ્યાર્થીઓ પણ હંગામી ધોરણે શરતોને આધીન અરજી કરી શકે છે.
• પ્રવેશ માટેની જાહેરાત: સામાન્ય રીતે જૂન અને ડિસેમ્બરમાં જાહેરાત આવે છે.

(૪) એન.સી.સી. સ્પેશિયલ એન્ટ્રી:
નેશનલ કેડેટ કોર્સની એર વીંગનું સિનિયર ડિવિઝનનું સી પ્રમાણપત્ર ધરાવનાર ની એન્ટ્રી હેઠળ પ્રવેશ મેળવીને તાલીમ પૂર્ણ કર્યા બાદ પરમેનન્ટ કમિશન મેળવીને પાયલોટ બની શકે છે. લાયકાતના માપદંડો નીચે મુજબ છે.
• વય મર્યાદા: કોર્સના પ્રારંભે ૧૯ થી ૨૩ વર્ષ.
• રાષ્ટ્રીયતા : ભારતીય
• શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઇપણ શાખામાં બધા વિષયો મળીને ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ સાથે સ્નાતક તથા ધોરણ ૧૨માં ફિઝિક્સ અને મેથ્સ. વિષયો હોવા જોઇએ. અથવા માન્ય યુનિ.માંથી બધા વિષયો મળીને ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે બી.ઈ. / બી.ટેક.માં ચાર વર્ષીય કોર્સ કરેલો હોવો જોઇએ. એન.સી.સી. એર વીંગનું સિનિયર ડિવિઝનનું સી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ. અંતિમ વર્ષની પરીક્ષામાં બેઠાં હોય તેવા વિદ્યાર્થીઓ પણ હંગામી ધોરણે શરતોને આધીન અરજી કરી શકે છે.
• પ્રવેશ જાહેરાત: અહીં એન.સી.સી. કેડેટે તેઓના સબંધિત સત્તાધીશને અરજી કરવાની હોય છે. આ ઉપરાંત જરૂરી શારીરિક માપદંડો પૂરા કરતા હોવા જોઇએ.

એરોનોટિકલ એન્જિનિયરિંગ શાખા: ટેકનિકલ નાતકો એટલે કે એન્જિનિયરો માટે ભારતીય હવાઇ દળમાં એરોનોટિકલ એન્જિનિયરિંગ કોર્સ હેઠળ ઇલેકટ્રોનિકસ અને મિકેનિકલ બ્રાંચમાં પ્રવેશ મળે છે. તેમાં મહિલા અને પુરુષ બંને અરજી કરી શકે છે. આમ છતાં મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશન આપવામાં આવે છે.
લાયકાતના ધોરણો નીચે મુજબ છે.
• વય મર્યાદા: ૨૦ થી ૨૬ વર્ષ
• રાષ્ટ્રિયતા: ભારતીય ૨૫ વર્ષથી ઓછી ઉંમર હોય તો અપરીણિત
• શૈક્ષણિક લાયકાત: એરોનોટિકલ એન્જિનિયરિંગ (ઇલેક્ટ્રિકલ) માટે: માન્ય યુનિ.માંથી બી.ઇ. અથવા એસોસિએટ મેમ્બરશીપ ઓફ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા)ની સેકશન-એ અને બી પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. અથવા એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા ની સેક્શન - એ અને બી પરીક્ષા પાસ કરી હોવી જોઇએ.
• શૈક્ષણિક લાયકાત: એરોનોટિકલ એન્જિનિયરિંગ (મિકેનિકલ) માટે માન્ય યુનિ.માંથી બી.ઇ. અથવા એસોસિએટ મેમ્બરશીપ ઓફ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા)ની સેકશન- એ અને બી પરીક્ષા પાસ કરી હોવી જોઇએ અથવા એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની સેક્શન - એ અને બી પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે નિર્ધારિત કરવામાં આવેલા ૧૮ પૈકી ઓછામાં ઓછા ૮ વિષયોનો અભ્યાસ કરવો ફરજિયાત છે.

યુ.ઇ.એસ.(યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ): હાલમાં બી.ઇ. / બી.ટેક.ડિગ્રીના પ્રિ-ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઇએ. ડિગ્રી કોર્સ પૂર્ણ થાય ત્યારે ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ.

ગ્રાઉન્ડ ડ્યૂટી બ્રાંચ: ભારતીય હવાઇદળમાં કાર્યરત માનવ બળ અને મટિરિયલ્સના વ્યવસ્થાપન સાથે ગ્રાઉન્ડ ડ્યૂટી ઓફિસર સંકળાયેલા હોય છે. તે હવાઇ દળની કરોડરજજુ સમાન છે. ફલાઇટ હવામાં ઉડાન ભરે તે પૂર્વે ગ્રાઉન્ડ કક્ષાએ ઘણી બધી કાર્યવાહી થતી હોય છે. તેથી ગ્રાઉન્ડ ડ્યૂટી ઓફિસર તરીકે તમે એ ટીમના સભ્ય બનો છો કે જે ભારતીય હવાઇ દળને આકાશને સ્પર્શવા સમર્થ બનાવે છે.
યોગ્યતાના ધોરણો નીચે મુજબ છે.
.• વય મર્યાદા: ૨૦ થી ૨૬ વર્ષ.
• રાષ્ટ્રીયતા: ભારતીય મહિલા અને પુરૂષ બંને માટે સમાન તક
• શૈક્ષણિક લાયકાત: એડમિનિસ્ટ્રેશન બ્રાંચ માટે : બધા વિષયો મળીને કોઇપણ શાખામાં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ સાથે સ્નાતક અથવા બધા વિષયો મળીને કોઇપણ શાખામાં ઓછામાં ઓછા પ0 ટકા સાથે અનુસ્નાતક/સમકક્ષ ડિપ્લોમા. એકાઉન્ટસ બ્રાંચ માટે: બધા વિષયો મળીને ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે બી.કોમ.ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે એમ.કોમ./સી.એ./આઇસીડબલ્યુએ. લોજિસ્ટીક બ્રાંચ માટે : ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે કોઇપણ શાખામાં સ્નાતક અથવા ઓછામાં ઓછા પ0 ટકા સાથે અનુસ્નાતક અથવા સમકક્ષ ડિપ્લોમા એજયુકેશન બ્રાંચ : કોઇપણ શાખામાં ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે અનુસ્નાતક ડિગ્રી. મિટિયોરોલાજી બ્રાંચ: સાયન્સના કોઇ વિષયમાં ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે અનુસ્નાતક તથા સ્નાતક કક્ષાએ મેથ્સ અને ફિઝિક્સ વિષય ભણેલા હોવા જોઇએ તેમજ બંને વિષયમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ હોવા જોઇએ.

ભારતિય ભૂમિ દળ:
ભારતીય ભૂમિ દળમાં વિવિધ શાખાઓમાં તરવરિયા અને જોશથી ભરપૂર યુવાનો માટે ઉત્કૃષ્ટ કારકિર્દીની તકો રહેલી છે. જે અહીં દર્શાવવામાં આવી છે.
• ૧૦ + ૨ TES (ટેકનિકલ એન્ટ્રી સ્કીમ): આ સ્કીમ હેઠળ ધોરણ ૧૨ના આધારે તમે પ્રવેશ મેળવીને એન્જિનિયરિંગ કોર્સ કરીને સીધા જ આર્મીમાં લેફટનન્ટ ઓફિસર બની શકો છો.
યોગ્યતાના ધોરણ :
• વય મર્યાદા : ૧૬.૫ થી ૧૯ વર્ષ માત્ર પુરૂષ ઉમેદવાર જ અરજી કરી શકે છે.
• શૈક્ષણિક લાયકાત : ૧૦+૨ પેટર્ન હેઠળ ધોરણ ૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ. માં ઓછામાં ઓછા ૭૦ ટકા ગુણ સાથે પાસ.

એન.ડી.એ. (નેશનલ ડિફેન્સ એકેડેમી): એન. ડી.એ.પરીક્ષા દ્વારા આર્મીમાં ઓફિસર બની શકાય છે.
પરીક્ષામાં ભાગ લેવા માટેની યોગ્યતાના ધોરણો નીચે મુજબ છે.
• વય મર્યાદા : કોર્સ શરૂ થવાના સમયે ૧૬.૫ થી ૧૯.૫, માત્ર પુરુષ ઉમેદવારો અરજી કરવાપાત્ર છે.
• શૈક્ષણિક લાયકાત : ૧0+૨ પેટર્ન હેઠળ ધોરણ ૧૨ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.

કંમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ એકઝામિનેશન (CDSE):
• વય મર્યાદા: કોર્સ શરૂ થવાના સમયે ૧૯ થી ૨૩ વર્ષ. પુરુષ અને મહિલા બંને માટે
• શૈક્ષણિક લાયકાત: કોઇપણ શાખામાં ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ તથા ધોરણ ૧૨માં ફિઝિક્સ અને મેથ્સ. વિષય હોવો જોઇએ. અથવા બી.ઇ. / બી.ટેક નો ચાર વર્ષનો કોર્સ કરેલો હોવો જોઇએ. અંતિમ વર્ષની પરીક્ષામાં બેઠાં હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. પરંતુ તેઓએ જાહેરાતમાં દર્શાવવામાં આવેલી તારીખ સુધીમાં ડિગ્રી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અન્યથા પ્રવેશ રદ થઇ જશે. અહીં ટકાવારીની જરૂર નથી.

ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC) :
• વય મર્યાદા : ૨૦ થી ૨૭ વર્ષ માત્ર પુરુષ માટે.
• શૈક્ષણિક લાયકાત : બી.ઇ. / બી.ટેક.

શોર્ટ સર્વિસ કમિશન (SSC) :
• વય મર્યાદા: ૨૦ થી ર૭ વર્ષ પુરુષ અને મહિલા બંને માટે
• શૈક્ષણિક લાયકાત: સબંધીત શાખામાં એન્જિનિયરીંગ ડિગ્રી.

યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ (UES) :
• વય મર્યાદા : ૧૯ થી ૨૫ વર્ષ.પુરુષો માટે.
• શૈક્ષણિક લાયકાત : એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના મિ-ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઇએ.

એન.સી.સી. સ્પેશિયલ એન્ટ્રી :
• વય મર્યાદા : ૧૯ થી ૨૫ વર્ષ પુરુષ અને મહિલા બંને માટે
• શૈક્ષણિક લાયકાત : પ૦ ટકા સાથે સ્નાતક અંતિમ વર્ષની પરીક્ષામાં બેઠાં હોય તેઓ પણ અરજી કરી શકે છે.

એન.સી.સી.ના સિનિયર ડિવિઝનમાં બે વર્ષની સેવા આપી હોવી જોઇએ તથા સી સર્ટિફિકેટમાં ઓછામાં ઓછો બી ગ્રેડ હોવો જોઇએ.

ભારતીય નૌકા દળ :
એન.ડી.એ.(નેશનલ ડિફેન્સ એકેડેમી): એન.ડી.એ.ની પરીક્ષા દ્વારા નેવીમાં નેવલ ઓફિસર બની શકાય છે.
• વય મર્યાદા: કોર્સ શરૂ થવાના સમયે ૧૬.૫ થી ૧૯ ૫ વર્ષ. માત્ર પુરુષો માટે
• શૈક્ષણિક લાયકાત: મેથ્સ અને ફિઝિક્સ સાથે ૧૦+૨ પેટર્ન હેઠળ ધોરણ ૧૨ પાસ.
કંમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામિન્શન (CBSE):
• વય મર્યાદા: કોર્સ શરૂ થવાના સમયે ૧૯ થી ૨૩ વર્ષ પુરુષ અને મહિલા બંને માટે.
• શૈક્ષણિક લાયકાત: કોઇપણ શાખામાં ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ તથા ધોરણ ૧૨માં ફિઝિક્સ અને સેક્સ વિષય હોવો જોઇએ અથવા બી.ઇ. / બી.ટેક. નો ચાર વર્ષનો કોર્સ કરેલો હોવો જોઇએ. અંતિમ વર્ષની પરીક્ષામાં બેઠાં હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. પરંતુ તેઓએ જાહેરાતમાં દર્શાવવામાં આવેલી તારીખ સુધીમાં ડિગ્રી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અન્યથા પ્રવેશ રદ થઇ જશે. અહીં ટકાવારીની જરૂર નથી.

શોર્ટ સર્વિસ કમિશન: ભારતીય નૌકા દળમાં જુદી જુદી બ્રાંચમાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરોની નિમણૂક કરવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ઓબઝર્વર શાખા: ૧૯ થી ૨૩ વર્ષ, પુરુષ અને મહિલા બંને માટે, કોઇપણ શાખામાં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ સાથે બી.ઈ. / બી.ટેક. તથા ધોરણ ૧૨માં મેથ્સ અને ફિઝિક્સ વિષય હોવો જોઇએ.
નેવલ આર્નામેન્ટ ઇન્સ્પેકશન સેન્ટર (NAIC): ૧૯.૫ થી ૨૫ વર્ષ પુરુષો માટે. ઇલેકટ્રોનિક્સ / ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ઇ. / બી.ટેક. અથવા એમ.ઇ. ઇન ઇલેક્ટ્રોનિકસ અથવા ફિઝિક્સ,
લોજિસ્ટિક કેડરઃ વય મર્યાદા: ૧૯.૫ થી ૨૫ વર્ષ, પુરુષો માટે. પ્રથમ વર્ગ સાથે બી.કોમ, એમ.કોમ., એમ એ. (ઇકોનોમિક્સ), બી.એ. (ઇકોનોમિક્સ), એમ. બી.એ., બી.બી.એ., બી.બી.એમ., એમ.સી.એ., બી.સી.એ., બી.એસસી.(આઇ.ટી.), બી.ટેક, બી.એ. (સિવિલ એન્જિનિયરિંગ સહિત કોઇપણ શાખા), બી.આર્કિટેક્ટર, આઇ.સી.ડબલ્યુ.એ., સી.એ. અથવા નાતક સાથે મટિરિયલ મેનેજમેન્ટમાં ઓછામાં ઓછા ૬૦ ટેકા ગુણ સાથે પી.જી.ડિગ્રી,
એર ટ્રાફિક કંટ્રોલ: વય મર્યાદા: ૧૯.૫ થી ૨૫ વર્ષ પુરુષ અને મહિલા બંને માટે શૈક્ષણિક લાયકાત: ફિઝિક્સ, મેથ્સ. અને ઇલેક્ટ્રોનિક્સ વિષયમાં પ્રથમ વર્ગ સાથે બી.એસસી. અથવા ૫૫ ટકા સાથે એમ.એસસી.
પાયલોટ: વય મર્યાદા: ૧૯ થી ૨૩ વર્ષ, પુરુષો માટે. શૈક્ષણિક લાયકાત: કોઇપણ શાખામાં ઓછામાં ઓછા ૬0 ટકા સાથે બી.ઇ. / બી.ટેક.તથા ધોરણ ૧૨માં મેથ્સ અને ફિઝિક્સ વિષય હોવો જોઇએ.
ઇન્ફર્મેશન ટેકનોલોજી: વય મર્યાદા: ૧૯.૫ થી ૨૩ વર્ષ પુરુષો માટે. શૈક્ષણિક લાયકાત: કોપ્મ્યૂટર સાયન્સ કોમ્પ્યૂટર એન્જિનિયરિંગ આઇ.ટી.માં બી.ઇ. /  બી.ટેક. અથવા ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે બી.એસસી. (આઇ.ટી.), બી.સી.એ., એમ.સી.એ., એમ.એસસી. (કોમ્પ્યૂટર), એમ.ટેક.(કોમ્પ્યૂટર સાયન્સ)
અહીં સંરક્ષણ દળોમાં અધિકારી કક્ષાની મહત્વની કેડરો માટેની જાણકારી આપવામાં આવી છે. પરંતુ લશ્કરની ત્રણેય પાંખમાં લોઅર કેડરની પણ વિવિધ ભરતી કરવામાં આવતી હોય છે. જેમ કે, આર્મીમાં સોલ્જર જનરલ ડયૂટી, જૂનિયર કમિશન ઓફિસર કે જેમાં ધર્મની જાણકારી ધરાવનારની પાદરી, મોંક, ગ્રંથી, મૌલવી, પંડિત તરીકે નિમણુક કરવામાં આવે છે. હેવીલદાર એજ્યુકેશનમાં પણ નિમણુકો આપવામાં આવે છે. હવાઇ દળમાં પણ એરમેન સહિત વિવિધ સ્ટેશન ખાતે લોઅર સંવર્ગની નિયમિત ભરતી કરવામાં આવે છે તેવી જ રીતે નૌકા દળમાં પણ ખલાસી તરીકે તથા નેવલ ડોકયાર્ડમાં સ્કીલ ધરાવતા યુવાનોની ભરતી કરવામાં આવતી હોય છે.
સંરક્ષણ દળોની ભરતી માટે મહત્વની વેબસાઇટ:
ઇન્ડિયન આર્મી : www.joinindianarmy.nic.in  www.indianarmy.nic.in
ભારતીય નૌકા દળ : www.joinindiannavy.gov.in
ભારતીય હવાઇ દળ : www.indianairfoce.nic.in

Post a Comment

વધુ નવું વધુ જૂનું