શિષ્યવૃત્તિ

Education-Scholarship
Education-Scholarship


વિશ્વ જયારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે ભારતીય -ગુજરાતી વિદ્યાર્થી પણ પાછળ રહેવા માંગતો નથી, બૌદ્ધિક સંપદામાં ગુજરાતના વિદ્યાર્થીઓ નોંધપાત્ર દેખાવ કરી રહ્યા છે. માત્ર શિક્ષણનું મેરિટ જ નહીં પણ આર્થિક મેરિટની પણ તાતી જરૂરિયાત પડે છે. ઘણીવખત વિદ્યાર્થી આર્થિક મુશ્કેલીઓને કારણે હોશિયાર હોવા છતાં અધવચ્ચેથી ભણવાનું છોડી દે છે. ત્યારે વિદ્યાર્થીની સાથે સમાજને પણ મોટું નુકશાન થાય છે આવું નુકશાન ન થાય તે માટે સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીને વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે . વિદ્યાર્થીઓ અને વાલીઓની જાણકારી માટે સંક્ષિપ્તમાં વિગતો નીચે આપવામાં આવી છે. જે-તે સંસ્થા અને વેબસાઈટ પરથી વધુ માહિતી મેળવી શકાય.

ઓ.એન.જી.સી.-ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. તેલ ભવન, દહેરાદૂન
(૧) દર વર્ષે ૧૦૦ સ્કોલરશીપ ફુલટાઈમ અભ્યાસક્રમ, એન્જિનિયરિંગ અને પોસ્ટ ગ્રેજયુએટ અભ્યાક્રમ - જીઓલોજી / જીઓફિઝિક્સ તથા એમ.બી.એ. માટે એનાયત
કરે છે.
(૨) ભારતની માન્ય યુનિવર્સિટી ઇન્સ્ટિટયૂટમાં પ્રથમ વર્ષમાં એડમિશન મેળવેલ હોવું જોઈએ.
(૩) ડિગ્રી પોસ્ટ ગ્રેજયુએટ અભ્યાસક્રમો માટે ગ્રેડ પોઈન્ટ (૧૦ માંથી ૬) ૬/૧૦ (૬0%) હોવા જોઈએ.
(૪) વાલીની વાર્ષિક આવક દોઢ લાખથી વધુ ન હોવી જોઈએ.
(૫) એસ.સી, એસ.ટી. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે .
- સ્કોલરશીપ સંખ્યા:
- એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે એસ.સી.-૨૫, એસ.ટી. -૧૫= કુલ ૪0.
- જીઓલોજી/જીઓગ્રાફી માટે એસ.સી. - ૧૭, એસ.ટી.- ૮ = કુલ ૨૫.
- એમ.બી.એ. માટે એસ.સી. - ૭, એસ.ટી.- ૩= કુલ ૧૦.
(૬) સ્કોલરશીપની રકમ:
- એન્જિનિયરિંગના અભ્યાસક્રમ- પ્રથમ વર્ષ અને બીજા વર્ષમાટે દરેક વર્ષે ૧૨,000 અને અને ત્રીજા વર્ષ અને ચોથા વર્ષ માટે દરેક વર્ષે રૂ ૧૮,OOO
- જિઓગ્રાફી / જિઓફિઝિક્સ / જિઓલોજી/ એમ.બી.એ. માટે પ્રથમ વર્ષ અને બીજા વર્ષ માટે રૂ. ૧૮,OO.
વધુ વિગત માટે સમ્પર્ક કરો : ડેપ્યુટી જનરલ મેનેજર, (એ.ડી.એમ) ઓ.એન.જી.સી., તેલ ભવન, દહેરાદૂન (ઉતરાંચલ).
Website:- www.ongcindia.com

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ- સ્કોલરશીપ ફોર હાયર સ્ટડીઝ
-      હોશિયાર વિદ્યાર્થીઓને પોતાના પસંદ કરેલા ક્ષેત્રના ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ આપે છે.
-      ભારતના વિદ્યાર્થીઓ માટે જેમની ઉમર ૨૫ વર્ષ સુધીની હોય અને આર્ટસમાં સ્નાતક કક્ષાએ ૬૫%, એન્જિનિયરિંગ, સાયન્સ અને કોમર્સ ( સ્નાતક કક્ષાએ) ૭0% મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક કક્ષાના અભ્યાક્રમ માટે આ સ્કોલરશીપ મળે છે.
વધુ વિગત માટે સંપર્ક કરો .Web: www.bharatpetroleum.com

કે.સી. મહિન્દ્ર ઓઈલ ઇન્ડિયા ટેલેન્ટ સ્કોલરશીપ ડિપ્લોમા પોલિટેકનિક અભ્યાક્રમ માટે
- કે. સી. મહિન્દ્ર એજ્યુકેશન ટ્રસ્ટ, મુંબઈ દ્વારા જેમણે પોલિટેકનિક ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલ હોય તેઓ અરજી કરી શકે છે.
- લોઅર ઇન્કમ ધરાવતા વિદ્યાર્થીઓ, વિકલાંગ વિદ્યાર્થીઓ, સંરક્ષણ સેવાના કર્મચારીઓના બાળકોને પ્રથમ પસંદગી આપવામાં આવે છે.
- દર વર્ષે ૫00 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.
- દર વર્ષે રૂ/- ૫,OOO પ્રમાણે ત્રણ વર્ષ સુધી કોલરશીપ મળવાપાત્ર છે.
વધુ વિગત માટે સંપર્ક કરો. ડેપ્યુટી જનરલ મેનેજર સેલ્સ (ઓટો સેક્ટર) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, બંગલા નં. ૧૨, જિનેશ્વર સોસાયટી, નસીરુદ્દીન ચિસ્તી માર્ગ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ સામે, અમદાવાદ-૩૮૦OO૪.
ફોન: ૦૭૯ - ૨૫૬૨૩૬૧૨ / ૨૫૬૨૨૦૧૪.

પ્રમુખ સ્વામી મેડિકલ સ્કોલરશીપતમે પણ ડૉકટર બની શકો છો.
-      એચ. એમ. પટેલ પ્રોગ્રામ ફોર એકેડેમિક એક્સેલન્સના નેજા હેઠળ, ટાટા. સી.એ.એમ. કોલરશીપ - તેજસ્વી વિદ્યાર્થીઓ જે આર્થિક કારણોસર એમ.બી.બી.એસ. માં પ્રવેશ નથી મેળવી શકતા, તેવા વિદ્યાર્થીઓ માટે છે. આ કોલરશીપ અંતર્ગત ગુજરાતની અગ્રગણ્ય પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ૧0 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોલરશીપ ઉપરાંત રહેવા, જમવા અને જરૂરી પુસ્તકો પણ સંસ્થા દ્વારા વિનામૂલ્ય આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ વાર્ષિક માત્ર રૂ/પ,000 ફી ભરવાની રહે છે.
-      આ સ્કોલરશીપનો લાભ ફક્ત પ્રથમ પ્રયત્ન પાસ થનાર વિદ્યાર્થીને ગુણવત્તાના ધોરણે આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા પછી ત્રણ વર્ષ સુધી સંસ્થા સંલગ્ન કેન્દ્ર કે ફિલ્ડ પ્રોગ્રામમાં સેવા ફરજિયાત આપવાની રહેશે.
-      યોગ્યતા: જે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ/- ૨ લાખ કે તેથી ઓછી હોય અને એચ.એસ.સી. અને ગુજકેટનું સંયુક્ત મેરિટ ૭૫% થી વધુ હોય તે આ યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા અરજી કરી શકશે.
વધુ વિગત માટે સંપર્ક કરો: પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, ગોકુળનગર, કરમસદ. ફોન નં. ૦૨૬૯૨-૨૨૨૪૨૦, ૨૨૮૪૫૪, ૨૨૮૪૫૫

સી.બી.એસ.ઈ. મેરિટ સ્કોલરશીપ સ્કીમ
-      ફક્ત એક દીકરી હોય અને જેણે ધો. ૧૦ પાસ(સી.બી.એસ.ઈ.) હોય તેમને રૂ/- ૫00/દર માસે ૨ વર્ષ સુધી મળશે.
-      જે કુટુંબમાં માત્ર એક જ બાળક અને તે પણ ફક્ત દીકરી હોય તેને જ મળવા પાત્ર છે.
-      ધો. ૧૦ (CBSE) પરીક્ષા ૬0% કે તેથી વધુ માર્કસ મેળવ્યા હોય અને ત્યાર પછી પણ CBSEની સ્કૂલમાં અભ્યાસ કરતાં હોવા જોઈએ.
વધુ વિગત માટે સંપર્ક કરો: ૧, ડેપ્યુટી સેક્રેટરી (એ એન્ડ વી), CBSE શિક્ષા કેન્દ્ર, , કોમ્યુનિટી સેન્ટર, પ્રીત વિહાર, દિલ્હી – ૧૧૦0૯૨.

મકાન તથા બાંધકામના શ્રમજીવીઓનાં બાળકોને શિક્ષણ સહાય
મકાન અને બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો જેવાં કે ચણતરકામ કરતા કડિયા, મજૂરો, બાંધકામ સાઈટ ઉપર કામ કરતા મજૂરો, પાયા ખોદનાર-ટાઈલ્સ ફિટિંગ કરનાર / ઘસનાર, ઈંટ, માટી, સિમેન્ટ ઉપાડનાર મજૂર, તથા રોડ અને રસ્તાના બાંધકામના મજૂરોના બાળકોને શિક્ષણ સહાય આપવામાં આવે છે.
(૧) શ્રમિકના સંતાનોને ધો. ૧ થી ૧૨ સુધી તબક્કાવાર રૂ. ૨૫૦ થી ૧,000 સુધી, આઈ.ટી.આઈ. / ડિપ્લોમા માટે રૂ. ૫,OO/- ડિગ્રી કોર્સ માટે રૂ.૧૦,000 હોસ્ટેલમાં રહેનારને દોઢ ગણી સહાય મળશે . એન્જિનિયરિંગ, મેડિકલ, એમ.બી.એ., એમ.સી.એ.ના એડમિશન માટે રૂ.૧૫,000/- અને હોસ્ટેલમાં રહે તો ૨૦,000/- શિક્ષણ સહાય મેળવી શકે છે.
(૨) ITI માં તાલીમ મેળવે તો રૂ. ૧,૫૦) માસિક સ્ટાઇપન્ડ અને તાલીમ પૂર્ણ કરે તો રૂ. ૫,૦૦૦/- ટૂલકિટસ માટે સહાય આપવામાં આવે છે.
(૩) સહાય મેળવવા માટે બાંધકામના શ્રમજીવી તરીકે નોંધણી કરાવી ઓળખકાર્ડ મેળવવું જરૂરી છે.
વધુ વિગત માટે સંપર્ક કરો: જિલ્લા શ્રમ અધિકારીશ્રીની કચેરી / ગ્રામ્ય શ્રમ આયુક્તશ્રીની કચેરી / ફેક્ટરી ઇન્સ્પેકટરની કચેરી / બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ ભવન ગનહાઉસની બાજુમાં, ખાનપુર, અમદાવાદ.

કલ્ચરલ ટેલેન્ટ સર્ચ સ્કોલરશીપ સ્કીમ
બાળકોના વિવિધ ટેલેન્ટનો વિકાસ થાય તે માટે વિવિધ ફિલડ માટે – મ્યુઝિક, ડાન્સ, પેઇન્ટિગ, સ્કલ્પચર, ક્રાફ્ટ, આર્ટ વગેરે માટે આપવામાં આવે છે.
- આ સ્કોલરશીપની વાર્ષિક રકમ રૂ/- ૩, OO આપવામાં આવે છે.
- આ સ્કોલરશીપ સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સીસ એન્ડ ટ્રેનિંગ, ૧૫-એ, સેક્ટર ૬, ન્યુ દિલ્હી તરફથી અપાય છે.
- ૨૦ વર્ષની ઉંમર પૂરી કરે અથવા ડિગ્રી અભ્યાસક્રમ પૂરો કરે ત્યાં સુધી જે વહેલા હોય તે મળવા પાત્ર છે.
- રાષ્ટ્રીય કક્ષાએ ૫00 સ્કોલરશીપ આપવામાં આવે છે.
- જેમની ઉમર ૯ થી ૧૩ વર્ષ સુધીની હોય તે અરજી કરી શકે છે.
વધુ વિગત માટે સંપર્ક કરો : Web : www.ccrtindia.gov.in
અનુસૂચિત જાતિ (SC)ના વિદ્યાર્થીઓને ખ્યાતનામ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા ખાનગી ખ્યાતનામ શાળાઓમાં અભ્યાસ માટે આર્થિક સહાય કેટલીક શરતોને આધીન આપવામાં આવે છે.
નીચે જણાવેલી શાળાઓ પૈકી સૈનિક શાળા - બાલાછડીમાં ધો.૬ માં દાખલ થનાર વિદ્યાર્થીઓ અને અન્ય શાળામાં ધો. ૮ થી ૧૧ માં પ્રવેશ મેળવવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાના ધોરણે પ્રવેશ ફી, ટ્યુશન ફી, ભોજન ખર્ચ, પુસ્તકો, ગણવેશ તથા આનુષંગિક તમામ ખર્ચને પહોંચી વળવા વર્ષે રૂ ૫0,000/- અથવા ખરેખર ખર્ચની રકમ બેમાંથી જે ઓછી હોય તેટલી રકમની સહાય વિદ્યાર્થીને આપવામાં આવે છે.

કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના: (KVPY) સ્કોલરશીપ
આ સ્કોલરશીપ ભારત સરકારના સાયન્સ અને ટેકનોલૉજી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે. ધો. ૧૦ પછીના અભ્યાસક્રમ ધો. ૧૧, ૧૨ વિજ્ઞાનપ્રવાહ, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી પ્યોર / બેઝિક સાયન્સ, બી. આર્ક., મેડિકલ-એમ.બી.બી.એસ., ઇન્ટિગ્રેટેડ, એમ.એસ.સી. તથા રિસર્ચમાં રસ ધરારનારને માસિક રૂ ૪,000 થી ૭,000 જેટલી સ્કોલરશીપ તથા કન્ટીજન્સી ખર્ચ રૂ. ૧૬,000 થી ૨૮,000 જેટલી રકમ મંજૂર કરવામાં આવે છે.
યોગ્યતા: ધો. ૧૧/૧૨ વિજ્ઞાનપ્રવાહમાં હોય અને s.s.c. માં ૮0% અને H.S.C.માં પ્રથમ વર્ષે ૬૦% (મેથ્સ, સાયન્સ, અંગ્રેજી) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ બેંગલોર, આઈ.આઈ.ટી.-મુંબઈ અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્જિ. એન્ડ રિસર્ચ-કલકત્તા દ્વારા પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
-      પાત્રતા ધરાવતા ઉમેદવારોને – લેખિત પરીક્ષા -એટીટ્યુટ ટેસ્ટ અંગ્રેજી હિન્દીમાં લેવામાં આવે છે. એપ્ટિટ્યૂડ ટેસ્ટના પરિણામના આધારે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે છે. લેખિત ટેસ્ટ તથા ઇન્ટરવ્યુના પરિણામ ગુણવત્તાના આધારે પસંદગી કરવામાં આવે છે.
-      આ યોજનાનો લાભ લેનાર અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપ સહાય મેળવી શકશે નહી.
વધુ વિગત માટે સંપર્ક કરો: ધી કન્વીનર, કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના (KVPY), ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, બેંગલોર. ફોનઃ ૦૮૦-૨૩૬૦૧૦0, ૨૨૯૩૨૯૭૫/૭૬. Web: www.iisc.ernet.inkupy  

મૌલાના આઝાદ નેશનલ સ્કોલરશીપ સ્કીમ
માઈનોરીટી કોમ્યુનિટીની હોંશિયાર વિદ્યાર્થીનીઓને મદદરૂપ થવામાં આવે છે.
મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન - મિનિસ્ટ્રી ઓફ માઈનોરીટી એફેર્સ, ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે.
યોગ્યતાઃ ધો. ૧૦ માં ૫૫% મેળવ્યા હોય અને રેગ્યુલર ધો. ૧૧ માં એડમિશન તે જ વર્ષ લીધેલ હોય તો વાલીની વાર્ષિક આવક રૂ.૧ લાખથી ઓછી હોય તેઓ અરજી કરી શકે છે.
વધુ વિગત માટે સંપર્ક કરો : Web : www.mcef.mnic.in

બૃહદ ભારતીય સમાજ સ્કોલરશીપ
૧. એન.કે.મહેતા ઇન્ટરનેશનલ હાઉસ, ૧૭૮, બેકબે રિક્લેમેશન, બાબુભાઈ એમ. ચીનની માર્ગ, એલ.આઈ.સી., યોગક્ષેમની પાછળ, મુંબઈ-૪૦૦૦૨૦ દ્વારા આપવામાં આવે છે.
૨. ભારતીય વિદ્યાર્થીઓને ફુલટાઈમ ડિગ્રી કોર્સ - ભારતની ખ્યાતનામ સંસ્થાઓમાં મેડિકલ, એન્જિ, ટેકનૉલૉજી, ફાર્મસી, એગ્રિકલ્ચર, વેટરનરી સાયન્સ, નસિંગ એજ્યુકેશન તથા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે આપવામાં આવે છે.
ફોર્ડ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ ફેલોશીપ પ્રોગ્રામ http://www.frodfound.rog
- ભારતમાં માન્ય યુનિ. માં માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે આપવામાં આવે છે.

પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્દિરા ગાંધી સ્કોલરશીપ
કુટુંબમાં માત્ર એક જ બાળક – પુત્રી(Girl) હોયતો માસ્ટર ડિગ્રી – અભ્યાસક્રમ માટે આપવામાં આવે છે.
વધુ વિગત માટે સંપર્ક કરો: Web : www.ugc.ac.in  

પોસ્ટ ગ્રેજ્યુએટ મેરિટ સ્કોલરશીપ
પ્રોફેશનલ કોર્સીસ, મેડિસિનના અભ્યાસક્રમ માટે, સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ / ગવર્નમેન્ટ ઇન્સ્ટિટયૂટના અભ્યાસક્રમ (M.B.E.S. ના અભ્યાસક્રમ માટે, પ્રિ. મેડિકલ ટેસ્ટ દ્વારા એ ડમિશન મળેલ હોય તેમને)
વધુ વિગત માટે સંપર્ક કરો: Web : www.ugc.ac.in  

સી.બી.એસ.ઈ. મેરિટ સ્કોલરશીપ
પ્રોફેશનલ કોર્સીસ, એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે, સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ / એ.આઈ.ઈ.ઈ.ઈ (AIEEE) દ્વારા એડમિશન મળેલ હોય તેવી સંસ્થાઓ.
વધુ વિગત માટે સંપર્ક કરો : Web: www.cbse.nic.in 

રાજ્ય લેવલે મળતી શિષ્યવૃતિઓ
ક્રમ
યોજનાનું નામ
લાભ મેળવવા માટેની પાત્રતા
મળવા પાત્ર રકમ

બેઠકોની સંખ્યા
વાર્ષિક આવક મર્યાદા
મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબી યોજના
ધો. ૧૨ માં ૮૦પર્સન્ટાઇલ મેળવનાર વિઘાર્થીઓને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે ૫૦% ટ્યુશન ફી સહાય અને છાત્રાલય તેમજ પુસ્તક સહાય આપવામાં આવે છે.
વાર્ષિક ટ્યુશન ફી ના ૫૦%, રૂ. ૧૦,000ની મર્યાદામાં, હોસ્ટેલમાં રહેવા જમવા માટેની સહાય વધુમાં વધુ રૂ.૧૨,૦૦૦
મર્યાદા નથી
૬ લાખ
ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃતિ યોજના
સરકારી અને ગ્રાન્ટેડ શાળા તથા કોલેજ કક્ષાએ જુદા જુદા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.
-      ધો. ૧૧, ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે
-      જુદા જુદા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે ધો. ૧૧, ૧૨ તથા ફાઇન આર્ટસમાં રૂ. ૧૦૦૦
-      સાયન્સ, કાયદો, ફાર્મસીમાં રૂ.૨૦૦૦ આયુર્વેદ તથા પી.જી.માં રૂ. ૩૦૦૦ અને તબીબી તથા ઈજનેરી કોર્સમાં રૂ. ૬૦૦૦
૧૪૪૫
૨ લાખ ૫૦ હજાર
સંશોધન શિષ્યવૃત્તિ યોજના
અનુસ્નાતક પછી યુનિવર્સિટી ખાતે સાયન્સ શાખામાં સાયન્સના વિષયોમાં સંશોધનનો અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય છે.
વાર્ષિક રૂ. ૧૦,૦૦૦
૭૨
આવક મર્યાદા નથી
સરકારી કોલેજના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના
માત્ર સરકારી કોલેજમાં આભ્યાસ કરતા સાયન્સ, કોમર્સ અને આર્ટસ પ્રવાહના  વિદ્યાર્થીઓને
તેઓની યુનિવર્સિટી ખાતે પ્રથમ, બીજો અને ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને એવોર્ડના રૂપમાં અનુક્રમે વાર્ષિક રૂ. ૩,૦૦૦, રૂ.૨૦૦૦ અને રૂ.૧૦૦૦ની રકમ આપવામાં આવે છે. વાર્ષિક રૂ. એક જ વાર આપવામાં આવે છે.  
૨૭૦
આવક મર્યાદા નથી
ફેલોશિત્ત શિષ્યવૃત્તિ યોજના
ધો.૧૦માં ૭૦ ટકા ઉપર પાસ કર્યા પછી  ધો.૧૧ અને ત્યાર પછીના અભ્યાસમાં મેરીટના ધોરણે એસ.સી.,એસ.ટી., સા.સૈ.રાતે પછાત અને અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે રકમ ચૂકવવામાં આવે છે.  
માધ્યમિક કક્ષાએ રૂ.૨૦૦૦/- સ્નાતક કક્ષાએ રૂ.૩૦૦૦/- અને અનુસ્નાતક કક્ષાએ રૂ.૫૦૦૦/-
૧૪૦૦
૨.૫૦ લાખ
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના
રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થિઓની પરીક્ષા લઈને તે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને મેરીટ અનુસાર રકમ ચૂકવવામાં આવે છે.
પ્રાથમિકમાં રૂ.૭૫૦/- અને માધ્યમિકમાં રૂ.૧૦૦૦/-
૩૯૦૦
આવક મર્યાદા નથી
 આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ફી માફી યોજના
ધો.૧૨ અને સ્નાતક અભ્યાસક્રમના અનુક્રમે ૬૦ ટકા અને ૬૫ ટકા કરતા ઉપર/ઓછા પરિણામના આધારે
અનુક્રમે આખી અને અડધી શિક્ષણ ફી માફી આપવામાં આવે છે. વિદ્યાર્થીએ ચુકવેલ શિક્ષણ ફીની ૧OO ટકા અને પ0 રકમ
બેઠકોની સંખ્યાની મર્યાદા નથી
રૂ. ૨.૫ લાખ
વોર કન્સેશન સ્કોલરશીપ યોજના
યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના બાળકોને શૈક્ષણિક સવલતો આપવામાં આવે છે.
 ફી માફી, ગણવેશ, પુસ્તકો તેમજ હોસ્ટેલ ફી વગેરે જેવી શૈક્ષણિક સવલતો આપવામાં આવે છે.
બેઠકોની સંખ્યાની મર્યાદા નથી.
આવક મર્યાદા નથી
રાષ્ટ્રીય લેવલે મળતી શિષ્યવૃત્તિઓ
ક્રમ
યોજનાનું નામ
લાભ મેળવવા માટેની પાત્રતા
મળવા પાત્ર રકમ
બેઠકોની સંખ્યા
વાર્ષિક આવક મર્યાદા
નેશનલ સ્કીમ ઓફ ઈન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી એજ્યુકેશન
સરકારી/સરકારી અનુદાન લેતી માવકે તેમજ લોકલ બોડીઝ શાળાઓ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાંથી ધોરણ-૮ પાસ થઇ ધોરણ-૯ માં અભ્યાસ કરતી અનુ.જાતિ, અનુ.જનજાતિ
રૂ.૩,OOO/-
બેઠકોની સંખ્યાની મર્યાદા નથી
આવક મર્યાદા નથી.
૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત જાતિ બાલિકાઓને  લાભ મળવા પાત્ર છે.
વિદ્યાર્થીની ૧૬ વર્ષથી નાની અને અપરિણીત હોવી જોઈએ

બેઠકોની સંખ્યાની મર્યાદા નથી.

સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલર શીપ ફોર કોલેજ એન્ડ યુનિ. ટુડન્ટ્સ
કોલેજ કક્ષાએ મળવા પાત્ર છે. ધો-૧૨, ઓછામાં ઓછા ૮૦ પર્સન્ટાઈલથી પાસ હોવા જોઈએ. મેરિટના ધોરણે કેટેગરી વાઈડ અને કુમાર/કન્યાને એનાયત કરવામાં આવે છે.
સ્નાતક કક્ષાએ રૂ.૧૦,૦૦૦ અને અનુસ્નાતક કક્ષાએ રૂ.૨૦,000
૩૯૪૪
રૂ.૬ લાખ

આ શિષ્યવૃત્તિઓની જાહેરાત અગ્રણી અખબારોમાં લગભગ જુન માસમાં જોવા મળે છે. આ ઉપરાંત ઘણી એજ્યુકેશનલ સાઈટ પર પણ જોવા મળે છે. સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ જુદી જુદી શિષ્યવૃત્તિઓ જુદી જુદી જ્ઞાતિના લોકો તેમજ મેરિટ આધારિત પણ આપવામાં આવે છે. ઉપરોક્ત શિષ્યવૃત્તિઓની વધુ માહિતી ડૉ. જીવરાજ મહેતા ભવન બ્લોક નં - ૧૨ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીએથી પણ મળી શકે છે.
આ ઉપરાંત ટ્રાયબલ સબપ્લાન શિષ્યવૃતિની યોજના પણ અમલમાં છે જેની માહિતી ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, નવા સચિવાલય, બ્લોક-૮ ગાંધીનગરમાંથી મળી શકે છે. જે રાજ્ય સરકાર દ્વારા ટ્રાયબલ જાહેર કરેલ તાલુકાના વતની વિદ્યાર્થીઓને મળે છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થી માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં આવેલ છે જેવી કે ધો - ૯ પછી મફત સાયકલ યોજના, ધો ૧ થી ૮નાં બાળકોને મફત ગણવેશ, બી .સી કે ૩૪૫- યોજના અંતર્ગત આઈ.આઈ.એમ., સેપ્ટ, નિફટ, એલ.એન.યુ ની પરીક્ષાની કોચિંગ માટે ફ્રી BCK ૩૫૪ અંતર્ગત ધો - ૧૨ વિજ્ઞાન Neet, jeeની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ BCK ૩૫૬ યોજના અંતર્ગત વિના મૂલ્ય ટેબ્લેટ ઉપરાંત બીજી બધી ઘણી અનુસૂચિત જાતિની શિષ્યવૃતિ SC student scholarship in Gujratમાં જઈ http://sscgujratgov.in માં વિશેષ માહિતી મેળવી શકાય છે.
અગત્યની વેબસાઈટ

Post a Comment

વધુ નવું વધુ જૂનું