UPSC


UPSC
UPSC
એકવાર તમારા બાળકને અપાવો દેશની સર્વોચ્ચ પરિક્ષા 


UPSC 
UPSC શું  છે?
તેની તૈયારી કઈ રીતે કરવી?
UPSC ની એક્ઝામ કોણ આપી શકે? 
UPSC ની ભરતી કેટલા વર્ષે થાય?
UPSC નો સિલેબસ શું છે?
UPSC ની ભરતીમાં કઈ સર્વિસ  મળે?
વગેરે સવાલો તમને થતા હશે !

UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે. આઈ..એસ., આઈ.પી.એસ., આઇ.એફ.એસ., આઈ.આર.એસ.,  જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે. 
UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ, ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસની પણ એક્ઝામ લે છે.

UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે.
પ્રિલિમ એક્ઝામ
મેઈન એક્ઝામ
ઇન્ટરવ્યૂ

પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે.
બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે.
જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે.
તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ. (બીજા પેપર ના માર્ક ગણાતા નથી.)

૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે. જો તમે પ્રથમ પેપરમાં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો.

પ્રીલીમ પરિક્ષામાં પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટમાં ગણાતા નથી.

મુખ્ય પરિક્ષા 
મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે.
અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે. પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે.)
બીજું પેપર ભાષા નું હોય છે. ( બંધારણની ૮ મી  અનુસૂચિમાં ૨૨ ભાષામાંથી તમે ગમે તે પસંદ કરી શકો. એમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો. 😅 આમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે.)

આ બન્ને પેપરમા પાસ થવું જરૂરી છે. આના માર્ક મુખ્ય પરિક્ષામાં ગણાતા નથી.

મુખ્ય પરિક્ષામાં ૭ પેપરના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે 
નિબંધનું પેપર
ચાર જનરલ સ્ટડીના પેપર
બે optional‌‌ ના પેપર
(જે તમારે નક્કી કરવાનો હોય છે. જે વિષય રાખવો હોય તે. ભાષા પણ રાખી શકાય. UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ)

આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે.
૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય (જે માટે દિલ્હી જવું પડે)

ઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ કુલ ૨૭૫ માર્કનું હોય છે.

ઇન્ટરવ્યૂમાં તમારા સ્નાતક ના મુખ્ય વિષય, દેશની સમસ્યા અને તેના નિવારણ, આંતર રાષ્ટ્રીય સબંધ, તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે?  તેનો ઈતિહાસ શું છે વગેરે,  ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે.
(UPSC પાસ કરેલા અધિકારીઓનું કહેવું છે કે તે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપરથી જ સવાલ કરતા હોય છે.)

કુલ ૨૦૨૫ માર્કમાંથી ઉમેદવારને માર્ક મળતા હોય છે.

પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી.
જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે.

UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી
UPSC ની તૈયારીની શરૂઆત ncert થી કરવી જોઈએ, જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય.

હિસ્ટ્રી માટે
ધો.૬ થી ૧૨ની ncert
પ્રાચીન ભારતનો ઇતિહાસ
મધ્ય ભારતનો ઇતિહાસ
આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો.
ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો.

ભૂગોળ માટે 
ધો.૬ થી ૧૨નું ncert વાંચવી.
કરંટ અફેર્સ વાંચવું.
ભૂગોળની કોઈ સારી બુક વાંચવી.

અર્થશાસ્ત્ર માટે 
૬ થી ૧૨ ની ncert ની બુક વાંચવી.
રમેશ સિંઘની ઇકોનોમિક્સની બુક વાંચવી.
કરંટ અફેર્સ વાંચવું.
યુટ્યુબ પરના મૃણાલ પટેલના લેક્ચર જોવા.

પોલિટી માટે
ધો ૬ થી ૧૨ ની ncert ની બુક વાંચવી.
એમ. લક્ષ્મીકાંતની પોલિટીની બુક
કરંટ અફેર્સ

સમાજશાસ્ત્ર માટે 
ધો. ૬ થી ૧૨ ની ncert બુક વાંચવી.
સમાશાસ્ત્રની કોઈ સારી બુક વાંચવી (તમને જે સરળ ભાષા માં સમજાય તે)
Ucg ચેનલ પર મહપ્તરા સરના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર

વિજ્ઞાન માટે 
ધો.૬ થી ૧૦ ની ncert (૧૧,૧૨ સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો.)
કરંટ અફેર્સ

ગણિત માટે
ધો.૬ થી ૧૦ ની ncert
    (ગણિતનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. ખાલી દસમાં સુધીનું)

અંગ્રેજી માટે 
અંગ્રેજીમાં દશમાં સુધીનું ગ્રામરનું નોલેજ જોઈએ. UPSC માં અંગ્રેજીનું ૩૦૦ માર્કનું પેપર આવે છે. મેઈન એક્ઝામમાં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે, એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક. આ માર્ક ફાઈનલ એક્ઝામમાં ગણાતા નથી.

Optional subject માટે 
Optional ના બે પેપર હોય છે.
ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું.

ગુજરાતી ભાષાનો ઇતિહાસ
ગદ્ય અને પદ્ય બન્ને
રઘુવીર ચૌધરીની નવલકથા અમૃતા વાંચવી.
પાટણની પ્રભુતા, સૌરાષ્ટ્રની રસધાર વગેરે.

રાજ્યસભા ટીવી જોવી.
દરરોજ ન્યુઝ પેપર વાંચવું. ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર )
મહિનાનું કરંટ મેગેઝીન વાંચવું.
જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામના નજીકમાં તમે તેનું રીવીઝન કરી શકો.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બધી યોજના જાણવી.
ભારતના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે તે બધું જ જાણવું જરુરી છે.
ભારતની મુખ્ય સમસ્યા કઈ છે? તમે તે સમસ્યા ને કેવી રીતે દૂર કરશો.


કોણ UPSC નું ફોર્મ ભરી શકે?
UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે.
તમારું સ્નાતક પૂરું થવું જોઈએ. (લાસ્ટ સેમમાં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ  આવે તો તમારે સ્નાતકના માર્ક લખવાના હોય છે. જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)
કોઈ પણ વિષયમાં સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે.

લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજનો ટોપર જ પાસ કરી શકે. આપડું કામ નથી તો 👇

જૂનાગઢના હાલના કમિશ્નર દસમાં અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનમાં તો ૩૫ માર્ક મળ્યા હતા. ૧૧, આર્ટસ કર્યું. ૧૨ ધોરણમાં માંડમાંડ પાસ થયા હતા. છતાં તે ક્લેક્ટર બન્યા. નામ છે તુષાર સુમેરા.

UPSC ૨૦૧૭ ના ઓલ ઈંડિયામાં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે.

૨૦૧૭ માં
UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે. તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા. સ્નાતકમાં પણ ૫૫ ટકા હતા. છતાં તેમને UPSC પાસ કરી. તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા, નવ માં ટ્રાયલમાં તે સફળ રહ્યા.

મનોજ કુમાર શર્મા ૧૨ ધોરણમાં ફેલ થયા હતા છતાં તે
UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા. હાલ માં તે એસીપી છે.

આવા તો ઘણા બધા ઉદાહરણ છે.

એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે 👇

અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે. તે દિલ્હીમાં ઇન્કમટેક્સ કમિશ્નર હતા. હાલ માં તે દિલ્હીના મુખ્યમંત્રી છે.

ભારત સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકર એ
UPSC પાસ કરેલી છે. એસ. જયશંકર આઈ.એફ.એસ. ઓફિસર હતા.

ભારત સરકારના પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ
UPSC પાસ કરેલી છે.  યશવંત સિન્હા ક્લેક્ટર હતા.

ભારતના રાષ્ટ્પતિ સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે.

ઉત્તર પ્રદેશના ચાર વખત મુખ્યમંત્રી રહેલા
, લોકસભાના સાંસદ રહેલા, રાજ્યસભાના સાંસદ રહેલા માયાવતીજી એ પણ UPSC ની તૈયારી કરેલી છે.

સરકાર તો આવે ને જાય પણ દેશના અધિકારીઓ દેશ ચલાવતા હોય છે.
જો તમે પણ IAS, IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ.
UPSC

Post a Comment

વધુ નવું વધુ જૂનું