શૈક્ષણીક લોન
વર્તમાનમાં શિક્ષણ ફી
ઉપરાંત પુસ્તકો, સ્ટેશનરી, હોસ્ટેલ ખર્ચ વગેરે ખૂબ વધી ગયા હોવાથી મધ્યમવર્ગીય લોકો માટે ઉચ્ચ
શિક્ષણ સ્વપ્નવત બની ગયું છે. વિદ્યાર્થી ટેલેન્ટેડ હોવા છતાં આર્થિક અભાવે જે-તે
ફિલ્ડમાં જઈ શકતા નથી. તેથી આવા હોશિયાર વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર માત્ર પૈસાને અભાવે
અટકે નહીં, એટલા માટે મોટા ભાગની
તમામ રાષ્ટ્રીય બેં કો તેમજ ખાનગી બેં કો દ્વારા વિવિધ શૈક્ષણિક લોન આપવામાં આવે
છે. સ્થાનિક ખભ્યાસક્રમ માટે કોર્પોરેશન લોન આપે છે.
• લોન મળી શકે તેવા અભ્યાસક્રમો
૧. ૧૦+પદ્ધતિમાં શાળા કક્ષાએ B.A., B.COM., B.SC. વગેરે અભ્યાક્રમ માટે
૨. એનુરનાતક અને Ph.D. ના અભ્યાસ અર્થે
૩. એન્જિનિયરિંગ, મેડિકલ, એગ્રિ કલ્ચર, વેટરનરી, ડેન્ટલ, મેનેજમેન્ટ, કોમ્યુટર જેવા પ્રોફેશનલ કોર્સ માટે
૪. I.C.W.E, C.A., CF.A. વગેરેના અભ્યાસ માટે,
૫. IIM, IIT, IISC,
XIRI, NIFT જેવી સંસ્થાઓમાં અભ્યાસ
માટે.
૬. ડિપ્લોમા, ડિગ્રી જેવા UGC, AICTE, ICMR,
DCI.cCN દ્વારા માન્ય કોર્સ
માટે.
• વિદેશ અભ્યાસ માટે માન્ય અભ્યાસક્રમો
૧. નાતક કક્ષાએ માન્ય યુનિવર્સિટીના રોજગારલક્ષી
પ્રોફેશનલ કોર્સ માટે
૨. અનુસ્નાતક કક્ષાએ MBA, MS માટે
૩. CIMA લંડન, CPA-USA વગેરે દ્વારા ચાલતા એભ્યાસક્રમ માટે ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજનામાં ૪%ના વ્યાજના
દરે રૂ. ૧૫ લાખની લોન.
પાત્રતાના ધોરણોઃ
• ધોરણ-૧૨ પછીના
અભ્યાસક્રમમાં વિદેશ જવા માટે ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
• સ્નાતક કક્ષા પછીના
અનુસ્નાતકમાં જવા માટે પ0% કે તેથી વધુ ગુણ
મેળવેલ હોવા જોઈએ .
• આવક મર્યાદા નથી.
કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે ૪%ના વ્યાજના દરે રૂ. ૨૫ લાખની લોન.
- પાત્રતાના ધોરણો
- પાયલોટની તાલીમ આપતી
સંસ્થામાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
- મેટ્રિકયુલેશન કે તેથી વધુ અભ્યાસ હોવો જોઈએ.
- આવક મર્યાદા નથી.
દેશની વિવિધ
રાષ્ટ્રીય બેંકો દ્વારા મૂળ ભારતીય નાગરિકોને દેશમાં તેમજ વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ
માટે લોન આપવામાં આવે છે.
ભારતમાં શાળાકીય
સ્નાતક, અનુ-સ્નાતક અભ્યાસક્રમ માટે તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિકસ
દ્વારા માન્ય સંસ્થાઓના કાયદાશાસ્ત્ર, મેનેજમેન્ટ અને
કોમ્યુટર જેવા વ્યવસાયિક અભ્યાસક્રમ તેમજ UGC, AICTE, AIMBS કે ICMRની માન્યતા પ્રાપ્ત કોલેજો દ્વારા સંચાલિત ડિપ્લોમા તેમજ ડિગ્રી
અભ્યાસક્રમો માટે વધુમાં વધુ રૂ. ૪ થી ૨૦ લાખની મર્યાદામાં લોન મળી શકે છે.
વિદેશમાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટી દ્વારા વ્યવસાયિક અને ટેકનિકલ અભ્યાસક્રમ જેવા કે
MBA, MCA, MS વગેરે ઉપરાંત લંડનથી CIMA વગેરે તેમજ USA થી CPA વગેરે સંસ્થા દ્વારા
સંચાલિત અનુસ્નાતક અભ્યાસક્રમો માટે વધુમાં વધુ રૂ. ૧૫ થી ૨૦ લાખની મર્યાદામાં લોન
મળે.
લોન માટે ગણતરીમાં લઈ શકાતા ખર્ચાઓ:
લોન તરીકે મળવાપાત્ર
મહત્તમ રકમ ગણવા માટે અભ્યાસ કરવા માટે શાળા, કોલેજ, હોસ્ટેલ, લાઈબ્રેરી તેમજ
લેબોરેટરીને ચૂકવવાની સંપૂર્ણ ફી સહિત અભ્યાસ માટે જરૂરી પુસ્તકો, સાધનો, ઉપકરણો, યુનિફોર્મનો ઉપરાંત અભ્યાસ અર્થે ભરવી પડતી જરૂરી કોશન મની કે
રિફંડેબલ ડિપોઝિટ વિદેશમાં અભ્યાસના કિસ્સામાં પેસેજ મની તેમજ હવાઈ સફરના ખર્ચ
વગેરે ખર્ચાઓનો સમાવેશ કુલ અભ્યાસ ખર્ચમાં કરી શકાય છે. અને લોન લેનારની પરત
ચૂકવણી અનુસાર આ કુલ અભ્યાસ ખર્ચ અથવા એજયુ કેશનની લોનની મહત્તમ મર્યાદા એ બે
માંથી જે રકમ ઓછી હોય તેટલી લોન મંજૂર કરવામાં આવે છે.
લોન માટેની જામીનગીરી :
આમ તો ચાર લાખ રૂપિયા
સુધીની એજયુ કેશન લોન માટે કોઈને પણ કોઈ જાતની જામીનગીરીની જરૂર પડતી નથી પરંતુ
કેટલીક બેંકના મેનેજર લોનની રકમને સુરક્ષિત બનાવવા જામીનગીરીનો આગ્રહ રાખે છે.
જયારે રકમને સંપૂર્ણ સુરક્ષિત કરી શકે તેટલી કિંમતના મકાન, ગવર્નમેન્ટ સિકયોરીટી, બચતપત્રો, કિસાન
વિકાસ પત્રો, LIC પોલિસી, RBIના બોન્ડ વગેરે સ્વરૂપે જામીનગીરી પૂરી પાડવી જરૂરી છે. કેટલીક બેં કો
માં આ જામીનગીરી ઉપરાંત પણ વ્યક્તિગત ગેરેન્ટર આપવા પડે છે. પૂરતી રકમની જામીનગીરી
ન હોય તો કેટલીક બેંકો માતા-પિતા તેમજ ત્રાહિત વ્યક્તિની કો-ઓબ્લીગેશન ગેરંટી લઈ
હપ્તાની ચૂકવણી માટે વિદ્યાર્થીને ભવિષ્યમાં થનારી આવકનું નામકરણ કરાવીને લોન આપે
છે.
લોન માટે જરૂરી દસ્તાવેજ:
એજ્યુકેશન લોન મંજૂર
કરાવવા માટે મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો નીચે મુજબના દસ્તાવેજોનો આગ્રહ રાખતી
હોય છે.
૧. વિદ્યાર્થી અને વાલી દ્વારા સાદા કાગળમાં લોનની માંગણી કરતું એક
અરજીપત્રક ૨. જે-તે અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યો હોવાની સાબિતી.
૩. અભ્યાસ પૂર્ણ કરવા સુધી થનારા અંદાજિત ખર્ચનું વિગતવાર પત્રક
૪. જો વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન કોઈપણ જાતની સ્કોલરશીપ, ફ્રી-શીપ વગેરે મળવાની હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
૫. ધો. ૧૦ થી શરૂ કરી છેલ્લી પાસ કરેલ પરીક્ષા ની માર્કશીટ
૬. વિદેશ ભણવા જતા વિદ્યાર્થીના કિસ્સામાં પાસપોર્ટની નકલ
૭. બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ અરજદાર તથા સહ અરજદાર
૮, સહ અરજદારના બેંક
સ્ટેટમેન્ટ ની લેવડ-દેવડની છેલ્લા છ માસની વિગત
૯. છેલ્લા ત્રણ વર્ષના આવક વેરા રિટર્ન, એસેસમેન્ટ ઓર્ડરની નકલ
૧૦. બે બેંક ગેરેન્ટર તેના નામ, સરનામાં, રહેઠાણના જરૂરી પુરાવા, બેંક બેલેન્સ વગેરે
૧૧. લોનની રકમ અન્વયે જરૂરી માર્જિન મની ધરાવતા હોવાના પુરાવા
૧૨. અન્ય કોઈ પણ બેંક અથવા સંસ્થા અથવા પેઢી માંથી લોન મેળવ્યા
અંગેનું અને ગેરેન્ટર ન બન્યા હોવાનું કબુલાતનામું
૧૩. લોનની રકમ વધુ હોય ત્યારે જરૂરી સિકયુરિટી માટે સ્થાવર મિલકત
મકાન જમીન વગેરેના દસ્તાવેજ ગીરવે મૂકવા જરૂરી રહે છે.
૧૪. લોન લેનાર વ્યક્તિની મિલકતો અને જવાબદારીઓનું ટૂંકું
સ્ટેટમેન્ટ
૧૫, રહેઠાણના પુરાવા માટે
પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ વગેરેની નકલ
૧૬. લોન માટે જરૂરી દસ્તાવેજ દર્શાવેલ છે તેમ છતાં સમયાંતરે બેંક
સંસ્થાઓ દ્વારા અમલી બનતા ફેરફારોને આધીન કાર્યવાહી રહે છે. દરેક બેન્કની વેબસાઈટ
પર વધુ માહિતી મળી શકે છે.
પ્રોસેસિંગ ચાર્જ:
લગભગ તમામ પ્રકારની
લોન પર લોનની રકમના અમુક ટકા પ્રોસેસિંગ ચાર્જ હોય છે. પરંતુ એજયુ કેશન લોન
તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ વ્યવસાયિક કે ટેકનિકલ શિક્ષણ મેળવવા મદદ રૂપ થવા ઉમદા
આશય સાથે અપાતી હોવાથી મોટાભાગની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા એજ્યુકેશન લોન
મંજૂર કરવા માટે લગભગ કોઈપણ જાતનો પ્રોસેસિંગ ચાર્જ વસુલ કરવામાં આવતો નથી.
માર્જિન મનીઃ
ભારતમાં કેટલીક બેંકો
દ્વારા અભ્યાસ અર્થે રૂ. ૪ લાખની લોન સુધી માર્જિન મની શુન્ય રાખવામાં આવી છે.
વિદેશ અભ્યાસના કિસ્સામાં ગમે તેટલી રકમની લોન માટે નિયમ અનુસાર ઓછામાં ઓછી ૧૫%
માર્જિન મની રાખવામાં આવે છે.
પરત ચુકવણીઃ
મોટાભાગની તમામ
રાષ્ટ્રીય કૃત બેંકો લોનની પરત ચુકવણીનો સમય અભ્યાસક્રમનો સમય ગાળો + ૧ વર્ષ અથવા
વિદ્યાર્થીને નોકરી મળ્યાના ૬ માસ એ બે માંથી જે વહેલું હોય તે નક્કી કરે છે. વળી
એકવાર પરત ચૂકવવાની શરૂ કર્યા પછી મોટા ભાગની બેન્કોના નિયમ અનુસાર ૫ + ૧ વર્ષમાં
લોન પૂરેપૂરી પરત કરવાની હોય છે.
વ્યાજના દર:
વ્યાજ દરે સતત બદલાતો
રહેતો હોવાથી લોન લેતી વખતે તેની ખાતરી કરી લેવી જોઇએ. કેટલીક બેંકો દ્વારા અભ્યાસ
ચાલુ હોય ત્યાં સુધી સાદું વ્યાજ ગણવામાં આવે છે. તદુપરાંત કેટલીક બેન્કોમાં
વિદ્યાર્થી અભ્યાસના બધાં વર્ષમાં 1st class રિઝલ્ટ લાવે તો તેને
પ્રોત્સાહન રૂપે વ્યાજદરમાં એક ટકા લેખે ઘટાડી આપવામાં આવે છે તેજ રીતે દર મહિનાના
વ્યાજનો હતો નિયમિત ભરનાર વાલીને પણ વ્યાજદરમાં રાહત આપવામાં આવે છે.
આ રીતે વિદ્યાર્થીના
ગુણાંક, અભ્યાસનો પ્રકાર, રહેઠાણ, આવક, ગેરંટી ઇત્યાદિ આધારે
આ લોન મળે છે. એજ્યુકેશન લોન તરીકે ઓળખાતી આ યોજના બેન્ક મુજબ વિવિધ નામાભિધાન પણ
પ્રખ્યાત છે. જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ‘‘શૈક્ષણિક', સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા “સેન્ટ વિદ્યાર્થી
યોજના'' બેંક ઓફ ઇન્ડિયા ''વિદ્યા વર્ધિની યોજના” વગેરે લોનની શરતો, વિધિ તથા વ્યાજના દર
એ બધામાં ફેરફાર થઈ શકે છે. વધુ વિગત માટે જે-તે બેન્કના પ્રાદેશિક કાર્યાલય કે મુખ્ય
શાખાના અધિકારીનો સંપર્ક કરવો અને બેન્કની આપેલ વેબસાઈટ જોવી. આથી જરૂરિયાતવાળા
વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ પોતાની શિક્ષણ યાત્રા આગળ ધપાવી શકે.

ટિપ્પણી પોસ્ટ કરો