સફળ કારકિર્દીના સોપાનો


વ્યવસ્થિત અને સફળતાપૂર્વકના કારકિર્દી આયોજન માટે નીચેની બાબતોને ધ્યાનમાં રાખો :


(૧) તમારી શારીરિક શક્તિને પિછાણો :
કેટલાક વ્યવસાયો અમુક ચોક્કસ પ્રકારની શારીરિક કાર્યશક્તિ માંગે છે. જેમ કે સુરક્ષા સેવાઓ, પાયલોટ કે એરહોસ્ટેસનો વ્યવસાય. વ્યક્તિના શારીરિક બંધારણમાં ઉંમર અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક અગત્યના અભ્યાસક્રમોમાં અને વ્યવસાયમાં પ્રવેશમર્યાદા નક્કી કરવામાં આવે છે. આથી, આપણે આપણા શિક્ષણનું એવી રીતે આયોજન કરવું જોઈએ કે જેથી જરૂરી શારીરિક ક્ષમતામાં આવીએ.

(૨) તમારા બુદ્ધિચાતુર્યને (Intelligence) ને ઓળખો :
દરેક વ્યક્તિમાં સામાન્ય માનસિક શક્તિ હોય છે, જેને બુદ્ધિચાતુર્ય કહેવામાં આવે છે. પરંતુ તેની કક્ષા જુદી જુદી હોય છે. તમારું બુદ્ધિચાતુર્ય જાણવું એ તમારા શૈક્ષણિક અને વ્યવસાયિક ધંધા-રોજગારના આયોજનની એક બાબત છે. અભ્યાસક્રમની પસંદગી જો ખોટી થાય તો વ્યક્તિ તેમાં નિષ્ફળ જતાં નાસીપાસ થાય છે.

(3) તમારી અભિયોગ્યતા (Aptitude) ને જાણો :
તમારી વિશિષ્ટ અને સુષુપ્ત કાર્યશક્તિ વિશે જાણકારી મેળવવી એ પણ એટલું જ અગત્યનું છે. દરેક વ્યક્તિમાં એક કે તેથી વધુ વિશિષ્ટ શક્તિ રહેલી હોય છે અને તેને શરૂઆતમાં શોધી કાઢવી કે પારખી લેવી જરૂરી છે. કારકિર્દીના આયોજનમાં વિશિષ્ટ શક્તિઓનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. કારણ કે, આજની વ્યવસાયિક દુનિયામાં આવી શક્તિઓને સાંકળી લઈ વ્યવસાય નોકરીની તકો આપવામાં આવતી હોય છે.
વધુમાં, વ્યવસાય અને વ્યવસાયિક અભ્યાસક્રમોનું આયોજન કરતી વખતે રસને મહત્વઆપવું જોઈએ. વ્યક્તિએ પસંદ કરેલ અભ્યાસક્રમમાં રસ હોય તો તે બધી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું ધ્યેય સિદ્ધ કરે છે.

(૪) તમારા સ્વભાવની ખાસિયતો અને વલણોને જાણો :
અભ્યાસક્રમ અને તે પછીથી તેને અનુરૂપ વ્યવસાય માં સફળ થવા માટે તમારા સ્વભાવની ખાસિયતો તેમજ વલણો અગત્યનો ભાગ ભજવે છે. પોતાના સ્વભાવને શું અનુકૂળ છે કે નથી તેનો ખ્યાલ હોવો જરૂરી છે. ઘર, સમાજ, સંજોગો, વ્યવસાય પરત્વે વ્યક્તિ અનુકૂલન સાધે તે જરૂરી છે. કેટલાક વ્યવસાયમાં વસ્તુઓ સાથે કામ લેવાનું હોય છે. જ્યારે કેટલાકમાં માણસો સાથે વ્યવહાર કરવાનો હોય છે. તો કેટલાકમાં વિચાર અગત્યનો ભાગ ભજવે છે. જીવનનાં મૂલ્યો અને યોગ્ય વલણો વ્યક્તિને સાચી રીતે વિચારતી કરી શકશે અને ધ્યેયસિદ્ધિ અને સફળતામાં તેનો ફાળો મહત્ત્વનો છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું