એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ પછીના અભ્યાસક્રમો

 HSC Science
HSC Science
વિદ્યાર્થીમિત્રો ધોરણ ૧૨ સાયન્સ પછી તમે તમારી કાકિરર્દી આ ક્ષેત્રના અભ્યાસક્રમોને જોઈએ પસંદ કરી તમારું ભવિષ્ય ઉજ્વળ બનાવો:



૧. તબીબી ક્ષેત્ર : (Medical and Paramedical Courses):

“B” તથા “AB” ગ્રૂપના ઉચ્ચ ગુણાંક મેળવનારા વિદ્યાર્થીઓ “NEET કસોટી પાસ કર્યા બાદ નીચે મુજબના અભ્યાસક્રમોમાં પોતાના મેરિટ અનુસાર પ્રવેશ મેળવી શકે છે.

ડિગ્રી
પૂરું નામ
સમયગાળો
M.B.B.S.
બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી
૪ વર્ષ ૬ માસ + ૧૨ માસ ઈન્ટર્નશીપ
B.D.S.
બેચલર ઓફ ડેન્ટલ સર્જરી
૪ વર્ષ ૬ માસ + ૬ માસ ઈન્ટર્નશીપ
B.A.M.S.
બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી
૪ વર્ષ ૬ માસ + ૧૨ માસ ઈન્ટર્નશીપ
B.H.M.S.
બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી
૪ વર્ષ ૬ માસ + ૧૨ માસ ઈન્ટર્નશીપ
B.Pt.
બેચલર ઓફ ફિઝિયોથેરાપી
૪ વર્ષ + ૬ માસ ઈન્ટર્નશીપ
B.U.M.S.
બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી
BPO.
બેચલર ઓફ પોટિક્સ એન્ડ ઓથોટિક્સ
B.O.
બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી
B.O.T.
બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી
B.Sc. (Nursing)
બેચલર સાયન્સ ઈન નર્સિગ
B.Nr.
બેચલર ઓફ નેચરોપથી
B.Sc.(A & ST)
બેચલર ઓફ સાયન્સ ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ

પ્રવેશ માટે તથા વિશેષ માહિતી માટે સંપર્ક કરો: પ્રવેશ સમિતિસિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડગાંધીનગર. www.medadmgujarat.org

૨. એન્જિનિયરિંગ ક્ષેત્ર : (Engineering)
“A તથા “AB” ગ્રૂપના ઉચ્ચ ગુણાંક મેળવનારા વિદ્યાર્થીઓ “JEE” કસોટી પાસ કર્યા બાદ નીચે મુજબના અભ્યાસક્રમોમાં પોતાના મેરિટ અનુસાર પ્રવેશ મેળવી શકે છે. ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ભારત વિશ્વમાં અગ્રેસર બનવા જઈ રહ્યું છે. તેમાં ગુજરાતનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે.
સિવિલમિકેનિકલઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ કેમિકલઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનઈર્મેન્ટેશન એન્ડ કન્ટ્રોલકયૂટરઈન્ફોર્મેશન ટેકનોલોજીપ્લાસ્ટિક ટેકનોલોજીરબર ટેકનોલોજીપ્રોડકશન એન્જિનિયરિંગટેક્સટાઈલ એન્જિનિયરિંગઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગપાવર ઇલેક્ટ્રોનિક્સ... વગેરે. આ તમામ જાણીતી શાખાઓ છેજેમાં અભ્યાસ કર્યા પછી સફળ કારકિર્દીની સારી એવી તકો રહેલી છે. તદુપરાંત નવાં ક્ષેત્રોમાં એન્વાયર્નમેન્ટ ટેકનોલોજીમેકાટ્રોનિક્સએરોનોટિક્સબાયો-મેડિકલ એન્જિનિયરિંગફાયર ટેકનોલોજીનેનો ટેકનોલોજીઈરિગેશન એન્ડ વોટર - મેનેજમેન્ટમરિન એન્જિનિયરિંગ જેવાં ક્ષેત્રો પ્રમાણમાં નવાં છે અને ભવિષ્યમાં વધુ રોજગારી આપનારાં ક્ષેત્રો છે. આ તમામ અભ્યાસક્રમો આઠ સેમેસ્ટરના છે.
ઉપરોક્ત તમામ અભ્યાસક્રમો આપનારી કોલેજો પૈકી મોટાભાગની કોલેજો ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. તદુપરાંત ટેકનિકલ શિક્ષણક્ષેત્રે કેટલીક ખાનગી યુનિવર્સિટી પણ અત્યંત પ્રતિષ્ઠિત ગણાય છેજેવી કે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનિરમા યુનિવર્સિટીધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટર ટેકનોલોજી જે માં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના સ્નાતકઅનુસ્નાતક અને રિસર્ચ કક્ષાના અભ્યાસક્રમો મળી રહે છે.

3. ફાર્મસી ક્ષેત્ર:
ફાર્મસી ક્ષેત્રે બે સ્તરના અભ્યાસક્રમો ઉપલબ્ધ
૧. D.Pharm (ડિપ્લોમા ઈન ફાર્મસી) મુદત ર વર્ષ અને
૨. B.Pharm (ડિગ્રી - બેચલર ઈન ફાર્મસી) મુદત ૪ વર્ષ મેરિટના આધારે કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ-પ્રક્રિયામાં સામેલ થઈ પ્રવેશ મેળવી શકાય છે. ઉપયોગી વેબસાઈટ : www.pci.nic.in,

૪. આર્કિટેક્ચર :
B.Arc. (બેચલર ઓફ આર્કિટેકચર) નો ૫ વર્ષ ૬ માસનો અભ્યાસક્રમ એવા વિદ્યાર્થીઓ માટે છેજેઓ ગણિતીય શક્તિની સાથે-સાથે કલ્પનાશક્તિ અને ચિત્રકલાની શક્તિ પણ ધરાવતા હોય. “A” ગ્રૂપના વિષયો સાથે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા પાસ કર્યા પછી “NATA” ની પ્રવેશકસોટી દ્વારા પ્રવેશ મેળવી શકાય છે. કસોટીમાં જનરલ એબિલિટીચૂપડિસ્કશનડ્રોઈંગ એપ્ટીટયૂડઈન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બને છે.

૫. કૃષિ:
કૃષિપ્રધાન ભારત દેશમાં હવે આવશ્ય કેતા છેકૃષિ ક્ષેત્રમાં નવીન પ્રયોગો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરનારા યુવાવર્ગની ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ પછી આ ક્ષેત્ર પણ પુષ્કળ સંભાવનાઓ ધરાવનારું ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં કૃષિની સાથે પશુપાલન અને ડેરી ટેકનોલોજીફૂડ-ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે.

આ ક્ષેત્ર નીચેના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે :
અભ્યાસક્રમ
પૂરું નામ
સમયગાળો
B.V.Sc. & AH.
બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી
૫ વર્ષ
B.Tech.(Agri)
બેચલર ઓફ ટેકનોલોજી (કૃષિ)
૪ વર્ષ
B.Sc. (Agri)
બેચલર ઓફ સાયન્સ (કૃષિ)
૪ વર્ષ
B.Sc. (Fisheries)
બેચલર ઓફ સાયન્સ (મસ્યવિદ્યા)
૪ વર્ષ
B.Sc. (Horticulture)
બેચલર ઓફ સાયન્સ (વનવિદ્યા)
૪ વર્ષ
B.Sc. (Horticulture)
બેચલર ઓફ સાયન્સ (બાગાયતવિદ્યા)
૪ વર્ષ
B.Sc. (Home-Science)
બેચરલ ઓફ સાયન્સ (ગૃહવિદ્યા)
વર્ષ
B.R.S.
બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ
વર્ષ

૬. શિક્ષણ:
જો તમને શિક્ષણકાર્યમાં રુચિ હોયતો વિજ્ઞાન-ગણિત જેવા વિષયોમાં શિક્ષક બની વિદ્યાર્થીસમાજ અને રાષ્ટ્રની સેવા કરવાની ઉત્તમ તક પ્રાપ્ત કરી શકાય છે.
PT.C. (પ્રાયમરી ટિચર્સ સર્ટિફિકેટ) એ બે વર્ષની મુદતનો અભ્યાસક્રમ કરી પ્રાથમિક શાળામાં શિક્ષક બની શકાય છે. પ્રવેશ મેરિટના આધારે કેન્દ્રીય પ્રવેશ સમિતિ મારફતે મળે છે. www.ptcgujarat.org
B.Sc. B.Ed. વિજ્ઞાન કે ગણિતના વિષય સાથે સ્નાતક (B.Sc.) થયા બાદ B.Ed. કરી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેની તક મેળવી શકાય છે. તદુપરાંત B.Sc. B.Ed. ઈન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ પણ ભોપાલ અને ગાંધીનગર ખાતે (www.iite.orgઉપલબ્ધ છે.
M.Sc. B.Ed. કરી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેની તક પ્રાપ્ત કરી શકાય છે.
વિજ્ઞાન કે ગણિતના વિષયોમાં અનુસ્નાતક થઈ U.G.C. NET પરીક્ષા પાસ કરી કોલેજ કક્ષાએ અધ્યાપક બની શકાય છે.

૭. સંશોધન ક્ષેત્ર:-
વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રો જેવાં કેતબીબીઔષધ- નિર્માણઅવકાશસંદેશા-વ્યવહારઈન્ફાસ્ટ્રકચરજિનેટિક્સબાયોટેકનોલોજીનેનોટેકનોલોજી વગેરે ક્ષેત્રોમાં સંશોધન કરવા માટે પણ અનેક સંભાવનાઓ છેજેનો લાભ લઈ શકાય.

૮. અન્ય આકર્ષક અભ્યાસક્રમો:-
  • B.E. (Marine Engineering)  વર્ષ ભાવનગર તથા ગાંધીધામ-કચ્છ ખાતે.
  • B.Sc. (Fire Technology) 3 વર્ષ સાણંદ તથા વડોદરા ખાતે  હિંમત અને સાહસભરી કામગીરી કરવા ઉત્સુક “ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નોકરીની ૧૦૦ ટકા ગેરંટી આપતો અભ્યાસક્રમ.
  • B.Sc. (Hospitality and Hotel Management) ૩ વર્ષ ગાંધીનગરઅમદાવાદ તથા રાજકોટ ખાતે. જાન્યુઆરી - માર્ચ દરમિયાન અરજી કરી મે માસમાં પ્રવેશ પરીક્ષા આપી પ્રવેશ મેળવી શકાય છે.
  • B.H.T.M. (Hotel and Tourism Management) 3 વર્ષwww.jacpcidce.ac.inwww.nchmct.org વેબસાઈટ જોવી.
  • સંરક્ષણ ક્ષેત્ર આર્મીનેવીએર ફોર્સમાં જોડાવા માટે N.D.A. ની પરીક્ષા આપી શકાય છે.
  • C.A., M B.A., IT ના ઈન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ પણ સારા ગણી શકાય.
  • DOEACના વિવિધ કમ્યુટર અભ્યાસક્રમો પણ સારી કારકિર્દી આપી શકે છે.
  • B.Sc. (Lab Technology),
  • B.Sc. (Radiology),
  • B.Sc. (Cardiology),
  • B.Sc. (Operation Theatre Technology),
  • B.Sc. (Anesthesia Technology), મુદ્દત ૩ વર્ષ આ તમામ અભ્યાસક્રમો બેંગલુરુ અથવા મેંગલુરુ ખાતે થાય છે. આ પ્રકારના કેટલાક સર્ટિફિકેટડિગ્રી અને અનુસ્નાતક અભ્યાસક્રમો ગુજરાતમાં પણ ઉપલબ્ધ છે.
  • M.Sc. (EC), Integrated ૪ વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે થાય છે. B.Tech. (Plastic Technology), CIPET, GIDC, વટવાઅમદાવાદમુદત: ૪ વર્ષ. www.cipet.gov.in
  • પત્રાચાર દ્વારા પણ ઇજનેરી અભ્યાસક્રમો આપતી કેટલીક સંસ્થાઓઃ
  • A.M.I.E. કોલકાતાએરોનોટિકલ સોસાયટીન્યુ દિલ્હીઈન્સ્ટિટયૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનન્યુ દિલ્હી.
  • C.P.L. (કોમર્શિયલ પાયલોટ લાયસન્સ): એ” ગ્રૂપના વિઘાર્થીઓ પ્રવેશ પરીક્ષા મારફતે જોડાઈ ૧૪ માસની ટ્રેનિંગ લઈ કોમર્શિયલ પાયલોટ બની શકે છે.
  • ડિપ્લોમા ઈન ઓથેલ્મિક ટેકનોલોજી ૨ વર્ષ. સિવિલ હોસ્પિટલઅમદાવાદ. ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી ૩ વર્ષ. આ અભ્યાસક્રમ વિવિધ સંસ્થાઓમાં ઉપલબ્ધ છે.
  • B.P.T. (SNDT UNIVERSITY) ૪ વર્ષ આ અભ્યાસક્રમ ફકત બહેનો માટે સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ (રેસિડેન્શિયલ મહિલા કોલેજ)વડોદરા ચાર રસ્તાપલસાણા જિ. સુરત (આનું ફોર્મ અલગથી ભરવું પડે છે.)
  • B.Sc. (Nursing), (SNDT UNIVERSITY) આ અભ્યાસક્રમ જુદી જુદી સંસ્થાઓમાં ફકત બહેનો માટે મળે છે.
આમ ધોરણ -૧૨ વિજ્ઞાનપ્રવાહના તમામ કક્ષાના વિદ્યાર્થીઓ માટે અનેકવિધ પ્રકારની તકો પૂરી પાડતા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. ગુજરાતમાં તેમજ અન્ય રાજયોમાં અનેક અભ્યાસક્રમો મળે છે. વિદ્યાર્થીઓ સમયસરના આયોજનજાગરૂકતા તથા પરિશ્રમથી યોગ્ય દિશા પસંદ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું