દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો થકી કારકિર્દી
![]() |
| Careers through audio-visual media |
મનોરંજનના માધ્યમ વિશે
જાણવા,
સમજવા માટે પ્રત્યાયનના
માધ્યમોને નજીકથી સમજવા જરૂરી છે. ભારતમાં રોજગારીની તકો અને કારકિર્દી બનાવવી
ટેલિવિઝન કાર્યક્રમ નિર્માણ શીખવતી ખાનગી અને સરકારી સંસ્થાઓનો વ્યાપ વધ્યો છે.
સમાચાર ચેનલ કે મનોરંજન ચેનલમાં જરૂરી કલા-કસબીઓ માટે પ્રત્યાયન અને સમૃદ્ધ
માધ્યમો ભણાવતી સંસ્થાઓમાં અભ્યાસ કરી, આ ક્ષેત્રમાં આગળ વધવાની ખૂબ તકો રહેલી છે.
ગુજરાતમાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન શીખવતી કેટલીક યુનિવર્સિટી અને ખાનગી
સંસ્થાઓ આ પ્રમાણે છે.
* ગુજરાત વિદ્યાપીઠ, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, અમદાવાદ
* ગુજરાત વિદ્યાપીઠ, દેશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગ, અમદાવાદ
* ગુજરાત યુનિવર્સિટી, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, અમદાવાદ
* ગુજરાત યુનિવર્સિટી, માસ્ટર ઓફ ડેવલોપમેન્ટ કોમ્યુનિકેશન, અમદાવાદ
* એ લ. જે . ઇન્સ્ટિટયૂટ ઓ ફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન, અમદાવાદ
* નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, અમદાવાદ
* મહાત્મા ગાંધી યુનિવર્સિટી, અમદાવાદ
* રાઈ યુનિવર્સિટી, અમદાવાદ
* હરીલાલ ભગવતી ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, અમદાવાદ
* મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ, અમદાવાદ
* વીર નર્મદ યુનિવર્સિટી, સુરત
* હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણ
* નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મીડિયા સ્ટડીઝ, અમદાવાદ
આ બધી સંસ્થાઓમાં
પત્રકારત્વ, પ્રત્યાયન, સમૂહું માધ્યમો વગેરે વિષયોમાં અનુસ્નાતક, ડિપ્લોમા, પ્રમાણપત્ર એ અભ્યાસક્રમ, પારંગત, એનુપારંગત, વિદ્યાવાચસ્પતિ સુધીની પદવીઓ આપવામાં આવે છે.
આ પદવી પ્રાપ્ત કર્યા બાદ સરકારી, અર્ધસરકારી તેમજ ખાનગી ચેનલોમાં જુદા જુદા વિભાગમાં
રોજગારી મેળવી શકાય. પત્રકારત્વ અને સમૃદ્ધ પ્રત્યાયનની પદવી મેળવી રિપોર્ટર, એન્કર વગેરે કામગીરી કરી શકાય. આ ઉપરાંત
દૂરદર્શન,
ઈસરો જેવી સરકારી
સંસ્થાઓમાં નિર્માતા, દિગ્દર્શક તરીકે પણ કામ કરી શકાય.
આ સિવાય માત્ર વીજાણુ
માધ્યમમાં જુદી જુદી તકનિકી કામગીરી માટે ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત દ્રશ્ય-શ્રાવ્ય
વિભાગમાં અભ્યાસ કરવાથી રોજગારી મળે છે. ઓ એભ્યાસક્રમમાં ટેલિવિઝન કાર્યક્રમ નિર્માણના
તમામ પાંસાઓને આવરી લેવામાં આવે છે. આ અભ્યાસ ક્રમમાં કેમેરા, લાઈટ, સાઉન્ડ, એડિટિંગ, દિગ્દર્શન, પટકથા લેખન વગેરે વિષયોનું બહોળું જ્ઞાન
આપવામાં આવે છે. ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત આ અભ્યાસક્રમ ૧ વર્ષનો
પૂર્ણ સમયનો અભ્યાસક્રમ છે. આવો, આપણે આ અભ્યાસ ક્રમ વિશે વિગતે માહિતી મેળવીએ.
- ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, બાપુ - આ નામથી કોણ અજાણ્યું હશે. સત્ય અને
અહિંસાનાં શસ્ત્રોથી આઝાદી અપાવનાર આ યુગપુરુષ એ વિશ્વના મહાન પ્રત્યાયક
(કમ્યુનિકેટર) હતા. કેળવણી માટેની ઉત્તમોત્તમ સંસ્થાઓના મૂળમાં એ બાપુ હતા. એવી જ
એક સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ છે, જેના કણેકણમાં આજે ગાંધી વર્તાય છે. આજે આ સંસ્થા એક
નાના અંકુરમાંથી વટવૃક્ષ બની છે અને એની છાયામાં અનેક બાળકો રમ્યાં, ભણ્યાં, ગણ્યાં અને ગાંધી વિચાર સાથે પોતાની પ્રગતિના
પંથમાં જોડાયાં. આ વટવૃક્ષની અનેક શાખાઓમાંથી એક શાખા એટલે દ્રશ્ય-શ્રાવ્ય નિર્માણ
વિભાગ.
ટેક્નોલોજીના બદલાતા
યુગમાં ગાંધીવિચારને સાથે રાખી ટેલિવિઝન ક્ષેત્રે નિર્માણ કાર્ય શિખવતા આ
અભ્યાસક્રમની શરૂઆત ૧૯૯૧માં થઇ હતી. ખંડ સમયના અભ્યાસક્રમથી શરૂ થયેલ આ વિભાગ
હાલમાં ૧ વર્ષના પૂર્ણ સમયનો ટીવી નિર્માણનો અભ્યાસ ક્રમ ચાલે છે. આ વિભાગનો ઉદેશ
એવા પ્રત્યાય કો તૈયાર કરવાનો છે કે જે આધુનિક પ્રત્યાયનનાં સાધનોનો ઉપયોગ કરી
ગાંધી વિચાર ફેલાવે જે શાશ્વત છે.
દ્રશ્ય-શ્રાવ્ય
નિર્માણના વિદ્યાર્થીઓ કાર્યક્રમ નિર્માણ ઉપરાંત વિદ્યાપીઠમાં જ એક અભિન્ન ભાગ
રૂપે ખાદીનો વિચાર પણ સ્વેચ્છાએ અપનાવતા ગયા.આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એ કે
પ્રશ્નપત્ર ગાંધીવિચારનું હોય છે અને એક પ્રશ્નપત્ર ટેલિવિઝન અને ફિલ્મ ક્ષેત્રનાં
વિવિધ પાસાઓને આવરી લેતું હોય છે. રૂબરૂ મુલાકાત અને અંતે ગુણવત્તા પ્રમાણે
વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. અહીં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ગાંધી
વિચારને સમજવા માટે તેમજ અભ્યાસની ઉત્તમ કામગીરીની તકો વધે તે માટે છાત્રાલય નિવાસ
અનિવાર્ય છે. ઉપરાંત સમૂહજીવની ભાવના કેળવાય તે માટે કાંતણ, સફાઇ કરવાની હોય છે. જે સમગ્ર જીવનમાં
વ્યક્તિત્વ વિકાસ, જીવન ઘડતર અને સ્વાવલંબનની ભાવના કેળવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ કહી શકાય.
સેટ-1
પ્રશ્નપત્ર-૧ પ્રત્યાયન અને સમૂહમાધ્યમો
પ્રશ્નપત્ર-ર કાર્યક્રમ નિર્માણ પરિચય
પ્રશ્નપત્ર-૩ ટી.વી કાર્યક્રમ નિર્માણ કૌશલ્ય
પ્રશ્નપત્ર-૪ કાર્યક્રમ નિમણ-૧ પદ્યાની ઉદ્યોગ
સમૂર્વજીવન સત્ર-૨
પ્રશ્નપત્ર-પ કાર્યક્રમ નિર્માણમાં સંશોધન અને
સર્જનશીલતા
પ્રશ્નપત્ર-૬ કાર્યક્રમ નિર્માણ-૨
પ્રશ્નપત્ર-૭ દેયાંકન અને પ્રકાશ આયોજન અથવા
સંકલન અને ધ્વનિમુદ્રણ
દસ્તાવેજી ફિલ્મ અને રેડિયો કાર્યક્રમ ઉદ્યોગ હાલમાં આ વિભાગ પાસે ઇલેક્ટ્રોનિક મીડિયાના
ઉપયોગમાં લેવાતાં ખૂબ જ આધુનિક ડિઝિટલ સાધનો છે. ઉપરાંત ઈકોસ્ટિક વિડિયો નિર્માણ
અને ધ્વનિ મુદ્રણ માટેનાં અદ્યતન સાધનોથી સંપૂર્ણ સજજ સ્ટુડિયો છે. સમગ્ર વર્ષ
દરમ્યાન પ્રાયોગિક કાર્યના ભાગરૂપે સ્થિર છબીકલા, ક્વિકી, સ્પોટ, સમાચાર, ઇનહાઉસ પ્રોડક્શન, તેમજ આઉટડોર પ્રોડક્શન કરવામાં આવે છે, જેમાં સંપૂર્ણ કાર્યક્રમનું નિર્માણ, સંશોધનથી શરૂ કરી સંકલન સુધીની તમામ કામગીરી
વિદ્યાર્થીઓ જાતે જ કરે છે.
ઉપરાંત દરેક
વિદ્યાર્થીએ વર્ષના અંતે ૧૦ થી ૧૫ મિનિટની એક દસ્તાવેજી ફિલ્મ તેમજ ૭ થી ૧0 મિનિટનો એક રેડિયો કાર્યક્રમ બનાવવાનો હોય છે.
વર્ષ દરમ્યાન
અભ્યાસક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓને નળસરોવર, થોળ, સરખેજના રોજા, પોળો જેવાં વિવિધ સ્થળોની મુલાકાત તેમ જ
દૂરદર્શન,
ઇસરો, એન.આઈ.ડી. જેવી સંસ્થાઓની મુલાકાત કરાવામાં
આવે છે. વળી અઠવાડિયામાં એક વાર ‘ફિલ્મ એપ્રિસિએશન” વિષયના સંદર્ભમાં વિદ્યાર્થીઓને વિવિધ ફિલ્મો
બતાવવામાં આવે છે.
આ ઉપરાંત સમગ્ર વર્ષ
દરમ્યાન એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયાના તજજ્ઞો આવીને
વિદ્યાર્થીઓને તેમના કૌશલ્યનો લાભ આપે છે.
વિદ્યાર્થીઓના
પ્રાયોગિક અભ્યાસના ભાગરૂપે વર્ષમાં ચાર પાંચ દિવસના શૈક્ષણિક પ્રવાસનું આયોજન
કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ કોઇ એક આદિવાસી વિસ્તારમાં કે ગામડામાં જઈ
તેમના જીવન અને કવન અંગેની દસ્તાવેજી ફિલ્મ બનાવે છે.
વિભાગ દ્વારા થતી અન્ય
વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરી આ પ્રમાણે છે.
ગુજરાત વિદ્યાપીઠના
જુદા જુદા વિભાગો દ્વારા થતા કાર્યક્રમોનું સમગ્ર દ્રશ્ય અને શ્રાવ્ય રેકોર્ડિંગ
અને સંકલન કરી VCD કે DVD બનાવવાનું સમગ્ર કાર્ય દ્રશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવે
છે.
દ્રશ્ય-શ્રાવ્ય નિર્માણ
વિભાગ સરકારી અને બિનસરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની દસ્તાવેજી ફિલ્મોનું નિર્માણ
કરી આપવાનું કાર્ય પણ કરે છે. હાલમાં ગુજરાત વિદ્યાપીઠના આ દ્રશ્ય – શ્રાવ્ય
નિર્માણ વિભાગ પાસે ખૂબ જ આધુનિક સાધનોથી સજ્જ, અતિ અદ્યતન ઇકોસ્ટિક વિડિયો નિર્માણ સૂડિયો છે
અને ઓડિયો રેકોર્ડિંગ સ્ટુડિયો છે. આ સ્ટુડિયો સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક
સંસ્થાઓમાં પ્રથમ છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. આ સ્ટુડિયોમાં ગાંધી
વિચારને સ્પર્શતા વિવિધ કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વૈચ્છિક
સંસ્થાઓની દસ્તાવેજી ફિલ્મો પણ તૈયાર કરવામાં આવી છે. ગૂજરાત વિદ્યાપીઠની સમગ્ર
માહિતી આપતી ગુજરાતી અને હિન્દી ભાષાની દસ્તાવેજી ફિલ્મ, ઉપરાંત ૯૦ થી વધારે દસ્તાવેજી ફિલ્મ અને ૪૦
થી વધારે રેડિયો
કાર્યક્રમો આ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા જુદા જુદા ૪૦
થી વધારે મલ્ટીકેમેરા
પ્રોડક્શન પણ કરવામાં આવ્યા છે.
આ વિભાગમાંથી અભ્યાસ
કરીને ગયેલા વિદ્યાર્થીઓ હાલ ઈ ટી.વી. ગુજરાતી, TV9 ગુજરાતી, V TV, દૂરદર્શન, આજતક જેવી વિવિધ ચેનલોમાં સમાચાર વાચક, કેમેરા પર્સન, એડિટર, દિગ્દર્શક, સ્ક્રિપ્ટ રાઈટર, પ્રોડક્શન આસિ. ધ્વનિમુદ્રક, પેનલ પ્રોડ્યુસર તરીકેની કામગીરી કરી રહ્યાં
છે. વળી ગાંધી વિચારને સાથે રાખીને ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરી વિભાગના કેટલાક
વિદ્યાર્થીઓ ગામડામાં જઈને કાર્ય કરી રહ્યા છે.
આજ ના બદલાતા યુગમાં
જયારે ઇલેક્ટ્રોનિક મીડિયાની બોલબાલા છે ત્યારે સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનિક
મીડિયામાં કામ કરવા તત્પર વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું અને હાલના સમય પ્રમાણે
ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકો સુધી ગાંધી વિચાર પહોંચાડવામાં
સમર્થ આ દ્રશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગની મુલાકાત સહું માટે એક અદભુત અનુભવ બની
રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો