હવામાન વિજ્ઞાન શાખામાં કેવી રીતે જોબ મેળવશો
![]() |
| Meteorology |
આપ સર્વે જાણો છો, તેવી રીતે હવામાન ખાતા દ્વારા અનેકવાર વાતાવરણમાં થતા ફેરફારોને આધારે વધતા-ઘટતા
તાપમાન, વરસાદ, ઠંડી, ગરમી વગેરે વિશેની જાણકારી અને અગમચેતીના
ભાગરૂપે આગાહી કરવામાં આવતી હોય છે. દેશના દરેક રાજ્યમાં હવામાન વિભાગની એક શાખા
આવેલી હોય છે. હવામાન વિભાગ સરકારનો ખૂબ જ ગંભીર અને મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ છે.
અહીંયાથી લોકોને હવામાનની જાણકારી આપવામાં આવે છે. હવામાન વિભાગમાં અલગ-અલગ પોસ્ટ
માટે વેકેન્સી પડતી હોય છે. આ ખાતા વિશેની જાણકરીનો અભાવ તથા તેમાં જોબ કેવી રીતે
મેળવવી શકાય તેનું જ્ઞાન ન હોવાના કારણે આ ફીલ્ડમાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી
હોય છે.
હાવામાન વિજ્ઞાનને ઈગ્લેન્ડમાં Meteorology કહે છે. જેને અવકાશ વિજ્ઞાન પણ
કહેવામાં આવે છે. દર વર્ષે ૨૩ માર્ચને આખા વિશ્વમાં હવામાન દિવસ તરીકે મનાવવામાં
આવે છે. ૩૦ માર્ચ ૧૯૫૦ના દિવસે વિશ્વ હવામાન સંગઠનની રચના કરવામાં આવી હતી. જેનું
મુખ્ય મથક જિનીવામાં આવેલ છે. હવામાન સંગઠનના પિતા અને સ્થાપક લ્યૂક હૉવર્ડને
માનવામાં આવે છે. આ વિભાગ આવનાર કોઈ પણ કુદરતી આપતી વિશે પહેલાથી જાણકારી આપે છે. આવનાર
પરિસ્થિતિનું સમાધાન કરવા માટે આ વિજ્ઞાનની જરૂરીયાત રહેલી છે.
હવામાન વિજ્ઞાનની કામગીરી
આ વિભાગમાં હવામાનની સંપૂર્ણ જાણકારી
આપવામાં આવે છે. જેમાં વરસાદ કઈ દિશા તરફથી કઈ દિશા તરફ જશે. શિયાળામાં ઠંડીનું
તાપમાન અને ઉનાળામાં ગરમીનું તાપમાન વિશે જાણકારી મેળવવાનું છે. આ સિવાય વરસાદ
ક્યારે આવશે અને માવઠાની પણ જાણકારી આપવાની હોય છે. વાવઝોડા અંગે અનુમાન લગાવવામાં
આવે છે. સાથે-સાથે દરિયામાં આવતી ભરતી-ઓટ અને તોફાનો કેવી રીતે ઓળખી શકાય તેના
વિશે શીખવવામાં આવે છે.
હવામાન વિજ્ઞાન કોર્સ માટેની યોગ્યતા
આ વિભાગમાં નોકરી મેળવવા માટે ધોરણ ૧૨
પછી હવામાનશાસ્ત્રોનો કોર્સ કરવામાં આવે છે. જેના માટે સ્નાતક પછી ભૌતિક વિજ્ઞાન (physics) અને ગણિત (math) હોવા જરૂરી છે. આ કોર્સ કરવા માટે
ઉમેદવારની પસંદગી પ્રવેશ પરીક્ષાના આધારે કરવામાં આવે છે. આ પરિક્ષા અખિલ ભારતીય
પરિષદ દ્વારા લેવામાં આવે છે.
હવામાન વિજ્ઞાન કોર્સ
આ કોર્સને અલગ-અલગ વિભાગોમાં વિભાજિત
કરવામાં આવેલ છે. જેમાં તમે કોઈ પણ કોર્સ કરી શકો છો. હવામાનશાસ્ત્ર (મેટિયારોલોજી), આબોહવા વિજ્ઞાન (ક્લાઈમેટોલોજી), સાયનોપ્ટીક ડાયનેમિક મેટિઓલોજી, કૃષિ હવામાનશાસ્ત્ર, જેવા વિભાગો આવેલા છે, શારીરિક હવામાનશાસ્ત્ર અને એપ્લાઇડ
હવામાનશાસ્ત્ર જેવા અનેક કોર્સ છે. જ્યાં ખૂબ જ સુંદર કેરીયર બનાવી શકાય છે.
હવામાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી
સંસ્થાઓ
હવામાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી
સંસ્થાઓ ભારતમાં ઘણી બધી છે પરંતુ હું તમને ભારતની સૌથી બેસ્ટ સંસ્થાઓ વિશે
જણાવીશ. જ્યાંથી કોર્સ કર્યા બાદ ઝડપથી નોકરી મળવી શકાય છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ
મીટિયરોલોજી, આઈ.ટી.આઈ., ખડગપુર
સેન્ટર ફોર એડમોસ્ફિયરિક એન્ડ ઓશોનિક
સાયન્સ, આઈ.આઈ.એમ., બેંગ્લોર
કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, કોચિન, કેરળ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર
શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુર
પંજાબ યુનિવર્સિટી, પટિયાલા, પંજાબ
ગુજરાતમાં આવેલ હવામાન વિજ્ઞાન એજ્યુકેશન સંસ્થાઓ
(૧) Sardarkrushinagar
Dantiwada Agricultural University, Palanpur, Gujarat
Address: Sardarkrushinagar,
Palanpur, Gujarat - 385506, India
Phone: (02748)
278226, 278222, 278444
Category: Agriculture Science and Technology, Fashion and Interior Designing, Management, Mass Communications
(૨) ગુજરાતમાં આવેલ હવામાન ઈન્સ્ટિટ્યુટ એડ્રસની સાઈડઃ-
ભારતીય હવામાન વિભાગની વેબસાઈડ છેઃ-
ગુજરાતની વેબસાઈડઃ- http://www.imdahm.gov.in/index-hindi.html
જ્યાંથી તમે હવામાન અંગેની
જાણકારી મેળવી શકો છો.
રોજગારી કેવી રીતે મેળવશો
ભારતીય હવામાન વિજ્ઞાન કેન્દ્રમાં વિશેષજ્ઞ તરીકે રોજગારીની
તક મળી શકે છે. આ કોર્સ કરેલા વિદ્યાર્થીઓને રેલવે, પોસ્ટઓફીસ, વિદ્યુત વિભાગ અને લોક કલ્યાણ વિભાગ જેવા ઘણા વિભાગોમાં
નોકરી મળી શકે છે. આ સિવાય આર્મી, એરફોર્સ અને નેવીમાં પણ આવા વિશેષજ્ઞોની નિમણુંક
કરવામાં આવે છે.
હવે મિત્રો તમે બધા હવામાન વિજ્ઞાન વિભાગથી સંપૂર્ણ રીતે
માહિતગાર થઈ ગયા હશો કે આ વિભાગમાં કેવી રીતે કામ કરવામાં આવે છે. જો તમે આ
વિભાગમાં નોકરી મેળવવા માગો છો તો તમે હવામાનશાસ્ત્ર કોર્સ કરવો જરૂરી છે. હવામાન
વિભાગએ સરકારનો એક ખાસ વિભાગ છે. જેની જાણકારીના આધારે આખા દેશને ચાલવાનું હોય છે.
માટે આ કોર્સનો અભ્યાસ કરો અને જાહેરાત આવે એટલે તેમાં એપ્લાય કરો. જો તમારી પાસે
પ્રબળ ઈચ્છાશક્તિ અને ધગશ હશે તો ચોક્કસથી હવામાન વિભાગ ફીલ્ડમાં સરકારી નોકરી મેળવી
શકશો.

ટિપ્પણી પોસ્ટ કરો