મુદ્રા બેન્ક લોન

Mudra Bank Loan
Mudra Bank Loan

એક સમયે વિદ્યાર્થીઓમાં ડૉકટર, એન્જિનિયર, સી.એ., એકવોકેટ કે તેના જેવા આકર્ષક વ્યવસાયો અપનાવવાનું કે સરકારી નોકરીમાં કારકિર્દી બનાવવાનું આકર્ષણ રહેતું, આજે સમયના બદલાવ સાથે યુવાઓમાં કારકિર્દીની પસંદગીના વિચારોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. અમુક યુવાઓનો ઝોક અભ્યાસકાળથી જ સ્વતંત્ર બિઝનેસ તરફનો જોવા મળે છે, તો અમુક યુવાઓ નોકરીને ઠોકર મારીને સ્વતંત્ર બિઝનેસ હસતે મુખે અપનાવતા થયા છે.

સ્વરોજગારી કરવા માટે મૂડી, મહેનત અને માર્ગદર્શન મહત્વનાં ગણાય છે. માર્ગદર્શન આજે સરળતાથી મળી શકે છે. મહેનત કરવાની તૈયારી હોય છે, બિઝનેસનું જ્ઞાન હોય છે, બજારની પરખ શકિત હોય છે, કાયદા-કાનૂનની આંટીઘૂંટીથી પરિચિત હોય છે, પરંતુ મૂડીની ખોટ સાલતી હોય છે. મૂડી વિના શું થઇ શકે ? અલબત્ત સ્વરોજગાર કરવા ઇચ્છુક યુવાઓ માટે સરકારશ્રી દ્વારા અનેક લોન યોજનાઓ અમલમાં છે. યુવાઓ જયારે લોન મેળવવા જાય છે ત્યારે તેઓએ જામીન આપવાના રહે છે. લોન મેળવવામાં પડતી કેટલીક મુશ્કેલીઓમાં સૌથી મોટી જામીનની ઊભી થાય છે. આ સમસ્યાનો ઉકેલ આપણને મુદ્રા બેન્ક દ્વારા મળે છે કારણકે આ યોજનામાં જામીન આપવાના રહેતા નથી. આવો, આપણે મુદ્રા બેન્કની યોજનાનો સામાન્ય પરિચય મેળવીએ.

ભારતના માનનીય પ્રધાનમંત્રીશ્રીએ તા. ૮/૪/૨૦૧૫ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)નો શુભારંભ કરેલ છે. મુદ્રા એ એબ્રીવેશન છે, જેનું પૂરુ નામ MICRO UNITS DEVELOPMENT AND REFINANCE AGENCY BANK (MUDRA BANK) છે. મુદ્રા વાસ્તવમાં સ્વતંત્ર બેન્ક તરીકે કામ નથી કરતી પરંતુ લાભાર્થીઓને લોન અપાવવાની પોલિસીનું નિરધારણ કરે છે. વાસ્તવિક રીતે લોન આપવાની કામગીરી બેન્કો દ્વારા થાય છે.

મુદ્રા સ્કીમ/યોજના :

નાના એકમોના વિકાસ અથવા ઉદ્યોગ સાહસિકતા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની ગાઇડલાઇન હેઠળ ફંડની જરૂરિયાત અને વિકાસને લક્ષમાં રાખીને મુદ્રા બેન્ક દ્વારા ત્રણ પ્રકારની લોન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

(૧) મુદ્રા શિશુ લોન – રૂ. પ૦,OO/- સુધીનું ધિરાણ મળવાપાત્ર થાય છે, જેમાં વ્યાજનો દર સામાન્ય રીતે ૧૦ ટકાથી ૧૨ ટકાનો રહે છે.

(૨) મુદ્રા કિશોર લોન - ૫૦,OOO થી પ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર થાય છે, જેમાં વ્યાજનો દર સામાન્ય રીતે ૧૪ ટકાથી ૧૭ ટકાનો રહે છે. અને

(૩) મુદ્રા તરુણ લોન - ૫ લાખથી ૧૦ લાખ સુધીનું ધિરાણ મળવાપાત્ર થાય છે, જેમાં વ્યાજનો દર સામાન્ય રીતે ૧૬ ટકાથી શરૂ થાય છે.

આ યોજનાઓમાં વ્યાજનો દર નક્કી નથી રહેતો. જોખમ અને કસ્ટમર પ્રોફાઇલ મુજબ અલગ અલગ હોઇ શકે છે તેમજ નેશનલાઇઝ બેન્કો અને ખાનગી બેન્કો વચ્ચે પણ વ્યાજના દરમાં તફાવત હોઇ શકે છે.

મુદ્રા બેન્ક લોન મેળવવા માટેની પાત્રતા અને ક્ષેત્રો :

ઉત્પાદન, પ્રોસેસિંગ, વેપાર કે સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલ અને ૧૦ લાખ સુધીના ધિરાણની જરૂરિયાત ધરાવતા કોઇ પણ ભારતીય નાગરિક મુદ્રા બેન્ક લોન મેળવવા માટેની પાત્રતા ધરાવે છે. તેઓ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અન્વયે મુદ્રા લોન મેળવવા બેન્કો (નેશનલાઇઝ બેન્ક, રૂરલ બેન્ક, ડિસ્ટ્રિક્ટ બેન્ક, ખાનગી બેન્ક વગેરે) માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, અથવા NBFC નો સંપર્ક સાધી શકે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ એગ્રિકલ્ચર માટે રિફાઇનાન્સ મળી શકતું નથી. આમ છતાં, શાકભાજી અને ફળોના વેપાર માટે મુદ્રા બેન્ક સ્કીમ અન્વયે ધિરાણ મળી શકે છે. સામાન્ય રીતે નીચે જણાવેલ વિગત ધિરાણ મળવાપત્ર થાય છે.

(૧) નાનાં ઉત્પાદન કરતાં ભાગીદારી એકમોને

(૨) સર્વિસ સેકટર યુનિટ જેવાં કે સલુન, બ્યુટી પાર્લર, જિમ્નજિશયમ, બુટિકસ, દરજીની દુકાન, ધોબીની દુકાન, સાયક્લ-મોટર સાયકલ રિપેરિંગ, ડીટીપી અને ઝેરોક્ષ કામ, દવાની દુકાન, કુરિયર એજન્ટ વગેરેને.

(૩) દુકાનદારોને

(૪) ફૂટ અને શાકભાજી વેચનારાઓને,

(૫) ટ્રક ઓપરેટરોને- માલના વહન માટે ઓટો રિક્ષા, નાનાં માલવાહક વાહનો, ત્રણ પૈડાંવાળા વાહનો, ઇ રિક્ષા, પેસેન્જર કાર, ટેક્ષી વગેરે જેવાં વાહનની ખરીદી માટે,

() ફૂડ સર્વિસ યુનિટ, રિપેરિંગ યુનિટ, મશીન ઓપરેટર, કારીગરો વગેરેને,

(૭) નાનાં ઔદ્યોગિક એકમોને - જેવાં કે હેન્ડલૂમ, પાવરલૂમ, ચીકન વર્ક, જરી અને ઝરદોશી વર્ક, ટ્રેડિશનલ એબ્રોઇડરી એન્ડ હેન્ડ વર્ક, ટ્રેડિશનલ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ, એપેરલ ડિઝાઇન, નીટીંગ, કોટન જીનિંગ, કોમ્પ્યુટરાઇઝડ એમ્બ્રોઇડરી, સ્ટીચીંગ અને અન્ય ટેક્ષટાઇલ્સ, બેગ-વાહનની એસેસરીઝ - ફર્નિચર એસેસરીઝ વગરે નોન ગારમેન્ટ પ્રોડકટસનાં એકમો વગેરેને,

(૮) ફૂડ પ્રોસેસર - પાપડ - અથાણાં – મસાલા - જામ – જેલી વગેરે બનાવવા, કૃષિ પ્રોડકટસની ગ્રામ્ય કક્ષાએ સાચવણી, મીઠાઇની દુકાન, નાના ફૂટસોલ્ટ અને રોજિંદી કેટરિંગ સર્વિસ, કેન્ટિન સર્વિસ, કોલ્ડ સ્ટોરેજ, બરફ બનાવવાનાં એકમ, આઇસ્ક્રીમ બનાવવાનાં યુનિટ, બિસ્કીટ-બ્રેડ બનાવવા વગેરેને

(૯) અન્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અનેક પ્રવૃત્તિઓને

અરજીપત્ર અને આધારો :

મુદ્રા બેન્ક લોન મેળવવા માટે કોઇ પણ બેન્કનો સંપર્ક સાધી શકાય છે અને અરજીપત્રક મેળવી શકાય છે તેમજ online પણ ફોર્મ ભરી શકાય છે. લોન ફોર્મ સાથે નીચેના આધારો સામેલ રાખવા જરૂરી છે. online ફોર્મ ભરવામાં આવે તો પણ જરૂરી આધારો અપલોડ કરવા જરૂરી છે.

(૧) ઓળખનો આધાર - મતદાર ઓળખ કાર્ડ, પાસપોર્ટ, ડાયવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પ્રોપરાઇટર અથવા ભાગીદાર અથવા ડાયરેકટરના બેન્કમાંથી મેળવેલ સહીના નમૂના (કંપનીના કેસમાં)

(૨) રહેઠાણનો આધાર – તાજેતરનું ટેલિફોન બિલ, ઇલેકિટ્રસિટી બિલ, પ્રોપર્ટી ટેક્ષની રસીદ, પાસપોર્ટ, પ્રોપરાઇટર અથવા ભાગીદાર અથવા ડાયરેકટરનાં મતદાર ઓળખ કાર્ડ, (કંપનીના કેસમાં)

(૩) એકમના અથવા બિઝનેસના સરનામાનો આધાર.

(૪) અરજદાર બેન્ક અથવા નાણાકીય સંસ્થાના દેવાદાર ન હોવા જોઇએ.

(૫) ઇન્કમ ટેક્ષ-સેલ્સટેક્ષના રિટર્ન સાથે એકમની છેલ્લાં ત્રણ વર્ષની બેલેન્સશીટ (૨ લાખથી વધુની અરજી માટે)

(૬) કંપની માટે મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ ઓફ એસોસીએશન / પાર્ટનરશીપના કેસમાં પાર્ટનરશીપ ડીડ

(૭) પ્રમોટર અને ગેરંટરનું એસેટ એન્ડ લાયેબિલિટી સ્ટેટમેન્ટ (છેલ્લા ઇન્કમટેક્ષ રીટર્ન સાથે)

(૮) રેન્ટ એગ્રિમેન્ટ (જો એકમ ભાડા પર હોય તો) અને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનું કિલયરન્સ (લાગુ પડે તો)

(૯) ssI / MSMEનું રજિસ્ટ્રેશન (લાગુ પડે તો)

(૧૦) વર્કિંગ કેપિટલ લિમિટસ માટે છેલ્લા બે વર્ષની પ્રોજેક્ટ બેલેન્સ શીટ અને ટર્મ લોન માટે લોનનો સમયગાળો ૨ લાખથી વધુની અરજી માટે)

(૧૧) લીઝ ડીડની કોપી / ટાઇટલ ડીડની કોપી

Post a Comment

વધુ નવું વધુ જૂનું