C-DAC 

C-DAC
C-DAC


વાલીગણ તથા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને સીડેક, ભારત સરકારની વૈજ્ઞાનિક સંસ્થાનો પરિચય અને તેમાં ચાલતા કોમ્પ્યૂટર ક્ષેત્રના વૈવિધ્યપૂર્ણ ટેકનિકલ અને રોજગારલક્ષી કોર્સની માહિતી આપીશું.

સી-ડેક સંસ્થાની રચના કોમ્પ્યુટર સોફ્ટવેર અને મેઈન ફેમ પ્રકારના સુપર કોમ્પ્યુટર બનાવવા માટે કરવામાં આવી હતી. સી-ડેકની સ્થાપના ૧૯૮૮માં તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીના સમયમાં કરવામાં આવી હતી. જયારે અમેરિકાએ ભારતની જરૂરિયાતનું સુપર કોમ્પ્યુટર આપવાની ના પાડી ત્યારે ભારતના સ્વાભિમાનને ગૌરવ થાય તેવું કામ સી-ડેકના ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિકો, એન્જિનિયરે કર્યું અને પરમ સુપર કોમ્પ્યુટર. પુનામાં જ બનાવી ભારત દેશને સમર્પિત કર્યું. આ સફળતાથી પ્રેરાઈને સી-ડેક પુનાને કોમ્પ્યુટર પ્રશિક્ષણને ભારતનાં શહેરોમાં તથા ગામડાંમાં છેક છેવાડાના માનવી સુધી લઈ જવાનું ભગીરથ કામ સોપાયું છે.

સી-ડેક દ્વારા સુપર કોમ્પ્યુટર ઉપરાંત હાઈપરફોર્મિંગ કોમ્પ્યુટિંગ, મીડ કોમ્પ્યુટિંગ, લેગ્યેજ ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી, એમ્બીડેડ સિસ્ટમ, VLS Design, ડિઝિટલ બ્રોડબેન્ડ એન્ડ વાયરલેસ નેટવર્ક, ઈ-ગર્વનન્સ અને એજ્યુકેશન જેવી મુખ્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સી-ડેક PACE દ્વારા ચાલતા વિવિધ કોમ્પ્યુટર કોર્સ જેવા કે ccc કે જેને ગુજરાત સરકારશ્રીએ સરકારી કોઈપણ નોકરી ભરતી માટે ફરજિયાત કરવાનો માન્ય કોર્સ કર્યો છે. આ કોર્સનું સી-ડેકનું પ્રમાણપત્ર ગુજરાત સરકારની નવી ભરતી માટે માન્ય રાખવામાં આવે છે.

Tally ERP9 એ કાઉન્ટિંગ ક્ષેત્રે ટૂંકાગાળામાં અને તે પણ સાવ વ્યાજબી ફી સાથે કરવા જેવો સી-ડેકનો કોર્સ.

Diploma in Multilingual Web Technology કોર્સમાં Web Designingમાં આવતાં વિવિધ પાસાઓનો ઘનિષ્ઠ સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં HTMLS, DHTML, Java Script, css, Dreamweaver, Photoshop, Flash, ASP. Net સાથે Web based project પણ કરાવવામાં આવે છે. ખેતીપ્રધાન ભારત દેશમાં આપણે સૌથી વધારે એક્ષપોર્ટ IT ક્ષેત્રનું એટલે કે Computer Software Technologyનું રહેલ છે, માટે જ તેમણે ભારતના ૬૫ ટકા યુવા વર્ગ પર ભારતને વિશ્વ ક્ષેત્રે આગળ ધપાવવાનો પૂર્ણ વિશ્વાસ રાખેલ છે. ભારતમાં આઈ.ટી. (કોમ્પ્યુટર ક્ષેત્રે) ૩૫ ટકાથી ૪૭ ટકા નવી ભરતીની વિશાળ તકો રહેલી છે. હાલમાં ગુજરાતમાં GTU ને student Cooperationનો Award મળેલો છે અને GTUએ પણ C-DAC સાથે Embedded Systems માટે Tieup કરેલ છે. GTUમાં ચાલતા CE/IT facultyના બધી જ Languageના કોર્સ જેવા કે C, C++, Java, PHP with Framework, E-commerce, ASP.Net, Vb.Net, RDBMS, Oracleil Engineering studentsના semesterને અનુકૂળ કોર્સ સી-ડેક સેન્ટર પર કરાવવામાં આવે છે.

DGMDP કોર્સ Graphics સાથે DTP કામ કરવા માટે ઉત્તમ કોર્સ છે, જેમાં Page Maker, Corel Draw, Photoshop, Flash-નો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે.

DMM (Diploma in Multilingual MultiMedia) ફક્ત રૂ. ૧૦,OOની અંદર થતો કોર્સ છે. જેમાં Graphics, Image Editing & Effect, 2D Animation, Digital Audio, Digital Video જેવા મલ્ટીમીડિયા એનિમેશન ક્ષેત્રના કસદાર વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત આ કોર્સ એકદમ નોકરીલક્ષી, વ્યવસાયલક્ષી કોર્સ છે. આ ૬ મહિનાના કોર્સ કરતા જે લોકો એક વર્ષનો Advance કોર્સ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો ADMM (Advance Diploma in Multimedia Multilingual) કોર્સ કે જેમાં ૯O કલાકથી પણ વધારે સમયની ભરપૂર પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આખા ભારતમાં આટલો મોટો Practical સાથેનો કોર્સ માત્ર C-Dac Pace સેન્ટરમાં ઉપલબ્ધ છે અને તે પણ રૂ. ૨૮,OOની અંદર ફીમાં કરાવવામાં આવે છે. જેમાં Graphics, Image Editing & Effect, 2D Animation, 3D Animation, Digital Audio, Digital Video વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ થયે આપ સ્વરોજગારી ઊભી કરી શકો છો અને વધારે આગળ અભ્યાસ કરવા માટે Film Editing કે TV News Editing , serial Editingના કોર્સ કરી શકો છો.

PGDCA (Post Graduate Diploma in Computer Application) માં 500 કલાકની Regular ટ્રેઈનિંગ આપવામાં આવે છે. હાલમાં જ ગુજરાત સરકારશ્રીએ બીજાં રાજ્યોની ડિસ્ટન્સ એજ્યુકેશન કરાવતી લેભાગુ યુનિવર્સિટીના study Centre (અને કોમ્પ્યુટર ફાઉન્ડેશનની વાતો કરતી સંસ્થાનો) પર પ્રતિબંધ મૂકીને ફક્ત Regular PGDCA ને જ માન્યતા આપેલ છે. જેમાં C-DAC Pace સેન્ટરોનો PGDCAનો કોર્સ Software Engineering ક્ષેત્રે તેમજ સ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી કોર્સ છે. PGDCA કોઈ પણ Graduate કે ૧૦ + ૩ પૂર્ણ કરેલ Diploma હોલ્ડર કરી શકે છે.

આ ઉપરાંત બાળકો કે વૃદ્ધોને અનુકૂળ સોર્ટ ટર્મ ટૂંકા ગાળાના વેકેશનમાં પણ કરી શકાય તેવા Computer Basis, Adobe Photoshop, Premier Pro, Illustrator, Indesign, Flash જેવા જ્ઞાન સાથે ગમ્મત આપે તેવા કોર્સ તો ખરા જ.    

    સી-ડેક Pace કાર્યક્રમ હેઠળ ચાલતાં માન્યતા પ્રાપ્ત કોમ્પ્યુટર સેન્ટરો સંપૂર્ણ ગુજરાત રાજયમાં દરેક જિલ્લા, તાલુકામાં ચાલે છે. જે વિષેની વિસ્તૃત માહિતી, ગુજરાત સ્ટેટ કોઓડીનેટર, ૪૦૨, સમાન કોમ્લેક્ષ, સત્ય મોલની સામે, કામેશ્વર સ્કૂલ નજીક, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ખાતેથી મળશે. 
ફોન : ૦૭૯-૪૮OO૬૦૯૦.
વેબસાઈટ : www.cdac.in  Email - jr_patel@rediffmail.com

Post a Comment

વધુ નવું વધુ જૂનું