પત્રકારત્વમાં કારકિર્દી 


Career in journalism
Career in journalism


પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિકસ અને ન્યુ મીડિયામાં સફળ કારકિર્દી માટે શૈક્ષણિક યોગ્યતા અને તાલીમ ઉપરાંત અંગત રસ હોવો ખૂબ જ જરૂરી છે.

લોકશાહીમાં પત્રકારત્વને ચોથી જીગીર ગણવામાં આવે છે. લોકશાહીનો આ ચોથો સ્તંભ એટલે કે પત્રકારત્વ – છેલ્લાં થોડાં વર્ષોમાં વધુ શક્તિશાળી માધ્યમ બનીને બહાર આવ્યું છે. અને સમગ્ર વિશ્વમાં સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ ઉપર તેનો ઊંડો પ્રભાવ રહ્યો છે. દેશ અને દુનિયામાં ભાગ્યે જ એવું કોઇ ક્ષેત્ર હશે કે જેનું પત્રકારો દ્વારા રિપોટિંગ કરવામાં આવ્યું ન હોય. આથી જ પત્રકારત્વ એટલે કે મીડિયાને ચોથી જાગીર ગણવામાં આવી છે.

વૈશ્વિકરણના અને આર્થિક ઉદારીકરણના દોરમાં ભારતમાં છેલ્લા બે દાયકામાં પત્રકારત્વનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને હજુ પણ સત્તાવાર આંકડાઓ મુજબ આજે દેશમાં ૮0 હજારથી વધુ નાનાં મોટાં અખબારો, ૨૫૦ થી વધુ રેડિયો સ્ટેશન, પ૦૦ થી વધુ ટી.વી. ચેનલો અને 3૦૦ થી વધુ ખાનગી એફ.એમ.રેડિયો ચેનલો કાર્યરત છે. પત્રકારત્વના આ વિવિધ માધ્યમો સમગ્ર દેશને આવરી લે છે. એટલું જ નહીં તેની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે.

પત્રકારત્વના આ વિવિધ માધ્યમોના અભૂતપૂર્વ વિકાસથી સમાજમાં જાણે સંદેશાવ્યવહાર અને પ્રત્યાયનની ક્રાંતિ સર્જાઇ છે. તેનું પરિણામ આજે ન્યુ મીડિયા, અથવા સોશિયલ મીડિયા તરીકે ઓળખાતા ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ અને વેબમીડિયાના સ્વરૂપમાં જોઇ રહ્યા છીએ.

પ્રિન્ટ મીડિયા:-

અખબારો એટલે કે પ્રિન્ટ મીડિયામાં કારકિર્દીની દષ્ટિએ મુખ્યત્વે ત્રણ વિભાગો પડે છે. જેમાં રિપોર્ટિંગ (વૃત્તાંત નિવેદન), એડિટિંગ(સંપાદન) અને સામાન્ય વિભાગમાં જાહેરખબર, માનવસંશાધન, માર્કેટિંગ, સરક્યુલેશન, એકાઉન્ટસ વગેરે વિભાગોમાં સમાવેશ થાય છે.

રિપોટિંગ:-

રિપોર્ટિંગ એટલે કે વૃત્તાંત નિવેદકની કક્ષામાં રિપોર્ટર. સિનિયર રિપોર્ટર, ચીફ રિપોર્ટર, પ્રિન્સિપલ કોરસપોન્ડન્ટ, સ્પેશિયલ કોરસપોન્ડન્ટ અને બ્યુરો ચીફ સામેલ છે.

એડિટિંગઃ –

એડિટિંગ એટલે કે સંપાદકની કક્ષામાં સબ એડિટર, ચીફ સબ એડિટર, ડેપ્યુટી ન્યૂઝ એડિટર, ન્યૂઝ એડિટર, આસિસ્ટન્ટ એડિટર, એડિટોરિયલ એડવાઇઝર, એડિટર અને એડિટર ઇન ચીફનો સમાવેશ થાય છે.

માધ્યમોની દુનિયામાં ઝડપથી બદલાતા પ્રવાહોની સાથે વિવિધ પોઝીશન અને તેના કામકાજના પ્રકારોમાં પણ ફેરફાર થતા રહે છે.

ઇલેક્ટ્રોનિક મીડિયા (વિજાણુ માધ્યમો) :-

ઇલેક્ટ્રોનિકસ એટલે કે વિજાણુ માધ્યમોમાં મુખ્યત્વે રેડિયો, ટેલિવિઝન, વેબપોર્ટલ, ઇન્ટરનેટ અને ન્યૂ મીડિયા અથવા સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિકસ મીડિયામાં કારકિર્દીની દૃષ્ટિએ મુખ્યત્વે બે વિભાગો રહે છે. ક્રિએટિવ સાઇડ અને ટેકનિકલ સાઇડ..

ક્રિએટિવ સાઇડ :-

ઇલેક્ટ્રોનિક મીડિયામાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવતી સામગ્રી કે કન્ટેન્ટને લગતી પોઝીશન ક્રિએટિવ સાઇડમાં આવે છે, જેમાં સ્કીટ રાઇટર, વિયુલાઇઝર, ગ્રાફિક ડિઝાઇનર, એનીક ડિઝાઇનર, ક્રિએટિવ ડાયરેકટર તેમજ અન્ય હોદ્દાઓનો સમાવેશ થાય છે.

ટેકનિકલ સાઇડ :-

ટેકનિકલ સાઇડમાં પ્રોગ્રામ પ્રોડ્યુસર, કેમેરામેન, સાઉન્ડ રેકોર્ડિસ્ટ, બ્રોડકાસ્ટ વિડિયો એન્જિનિયર, વિડિયો રેકોર્ડિસ્ટ, વિડિયો એડિટર, મેઇક અપ મેન, ફલોર મેનેજર, એનિમેટર, લાઇટીંગ ડાયરેકટર, ટેકનિકલ ડાયરેકટર વગેરે પોઝીશનનો સમાવેશ થાય છે.

ન્યુ મીડિયા :-

ન્યુ મીડિયામાં વેબપોર્ટલ અને સ્પેશિયલ સાઇટ્સ સામેલ છે. જેમાં વિવિધ પોઝીશન

જોઇએ તો કન્ટેન્ટ ડેવલપર, કન્ટેન્ટ મેનેજર, વેબપેઇજ ડેવલપર, વેબપેઇજ ડિઝાઇનર, વેબપેઇજ મેનેજર વગેરે સામેલ છે.

જાહેરખબર:-

જાહેરખબર એટલે કે એડવર્ટાઇઝીંગમાં કારકિર્દીની દૃષ્ટિએ જોઇએ તો એકાઉન્ટ એકિઝક્યુટીવ, કલાયન્ટ સર્વિસ એકિઝક્યુટીવ, કોપીરાઇટર, વિજીયુલાઇજર, મીડિયા પ્લાનિંગ એકિઝક્યુટીવ, પર્સન્સ ફોર રીસર્ચ, માર્કેટિંગ, સેલ્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ગ્રાફિક ડિઝાઇનર, ક્રીએટિવ ડાયરેકટર વગેરેનો સમેવાશે થાય છે. એડવર્ટાઇઝીંગ મીડિયાનો જ એક ભાગ હોવા છતાં કારકિર્દીની દૃષ્ટિએ તે સ્વતંત્ર ક્ષેત્ર જેટલું મહત્વ ધરાવે છે.

પબ્લિક રિલેશન્સ:-

પબ્લિક રિલેશન્સ એટલે કે જનસંપર્ક પણ સમયની સાથે તાલ મિલાવતું કારકિર્દીનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. આધુનિક સમયમાં તેને કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કારકિર્દીની વિશાળ તકો રહેલી છે. આ ક્ષેત્રમાં વ્યકિત પોતાના આત્મવિશ્વાસ, જનસંપર્કની કળા, કૌશલ્ય, કઠોર મહેનત, દૂરંદેશી તેમજ માનવીય મનોવિજ્ઞાનના અભ્યાસ અને સમજણથી સફળતાના શિખરો સર કરી શકે છે. આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાનો જોઇએ તો જનસંપર્ક અથવા માહિતી મદદનીશ, જનસંપર્ક અધિકારી, એક્ઝિક્યુટીવ, કોપોરેટ કોમ્યુનિકેશન મેનેજર, જનરલ મેનેજર અને એક્ઝિક્યુટીવ ડાયરેકટર, કોર્પોરેટર કોમ્યુનિકેશન વગેરે સામેલ છે.

પત્રકારત્વના ક્ષેત્ર માટે જરૂરી લાયકાત:-

પત્રકારત્વ અથવા મીડિયામાં કારકિર્દી બનાવવા માટે જરૂરી લાયકાત કે ગુણવત્તા આ પ્રમાણે છે. બુદ્ધિચાતુર્ય, સમર્પણ, ખુલ્લા આંખ અને કાન, સખત મહેનત, આત્મવિશ્વાસ, જ્ઞાની માણસોને મળવાની આતુરતા, માહિતીનો સ્રોત બને તેવા તે બધા વિકસાવવાની કળા, નિડરતી, જનસંપર્કની કેળા, સતત માહિતગાર રહેવા અને બીજાથી આગળ રહેવાની ધગશ, વાતચીતની સુંદર કળા, મૌખિક-લેખિત જ્ઞાન, માહિતી, વિવિધ મંતવ્યો એકત્ર કરવામાં રુચિ, તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટેની કોપીની ચકાસણી કરવાની ક્ષમતા વગેરે ગુણો મુખ્ય છે. આ ઉપરાંત તેણે તેમના વાંચક કે દર્શક શું ઇચ્છે છે ? તેની સાથે તેની સંસ્થા શું ઇચ્છે છે ? તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે.

આ પ્રમાણેના ગુણો અને કૌશલ્ય ધરાવતી વ્યક્તિ જે પત્રકારત્વના ક્ષેત્રમાં જવા ઇચ્છતી હોય તો તે કોઇ પણ માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાં સંબંધિત અભ્યાસની ડિગ્રી મેળવીને મીડિયામાં તાલીમ દ્વારા કારકિર્દી માટે પોતાને યોગ્ય પ્રસ્થાપિત કરી શકે છે.

અભ્યાસ :-

ભોપાલ સ્થિત મખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન અને તેના કેમ્પસ અને સ્ટડી સેન્ટર્સ,

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, દિલ્હી તેમજ દેશની વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓનાં પત્રકારત્વનાં ભવનો અને વિભાગો તેમજ મોટા અખબારો કે મીડિયા હાઉસ દ્વારા ચાલતા પત્રકારત્વના અભ્યાસ અને તાલીમ કાર્યક્રમો આ માટે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ઇન્ટર્નશીપ - તાલીમ :-

પત્રકારત્વ અથવા મીડિયામાં કારકિર્દી માટે સૌથી મહત્વપૂર્ણ તબક્કો – ઇન્ટર્નશીપ એટલે કે તાલીમનો છે. કોઇ પણ મોટાખબાર કે મીડિયા હાઉસમાં અભ્યાસના ભાગરૂપે ઇન્ટર્નશીપ એટેચમેન્ટ અથવા તો અલાયદી એટેચમેન્ટ અથવા તો અલાયદી તાલીમ દ્વારા વ્યક્તિની શૈક્ષણિક અને વ્યવસાયિક પદવી – અને પોતાની યોગ્યતામાં સારો નિખાર આવે છે. અખબારો, સામયિકો, રેડિયો સ્ટેશન, ટેલિવિઝન, ચેનલ તેમજ અન્ય મીડિયા હાઉસ દ્વારા મીડિયાના વિદ્યાર્થીઓને વિવિધ વિભાગોમાં કાર્યના અનુભવ માટે સંલગ્ન કરવામાં આવે છે. ટ્રેનિંગ અને ઇન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થીઓને પત્રકારત્વનો અને મીડિયાનો વાસ્તવિક અનુભવ મળે છે. જેમાં સમાચારો ક્યાંથી મળી શકે, કેવી રીતે તેનું રીપોટિંગ થાય, તેનું સંપાદન વગેરેથી લઇને અખબાર તૈયાર થતા સુધીની પ્રક્રિયાનો વિદ્યાર્થીને પ્રત્યક્ષ અનુભવ મળી શકે છે. પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝ રૂમ કે સમાચાર અથવા તંત્રી વિભાગનો અનુભવું જરૂરી છે. તેમ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ સમાચારનો પ્રવાહ, તેની રજૂઆત, ડેડલાઇન, મોટી હેડલાઇનથી લઇને દર્શકો અથવા શ્રોતાઓ સુધી રજુ થતા અંતિમ કાર્યક્રમ કે સમાચારોનો પ્રત્યક્ષ અનુભવે આ ક્ષેત્રમાં સફળ કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે. અંગ્રેજીમાં કહેવત છે કે, કલમ એ તલવારથી પણ વધુ શકિતશાળી છે તેથી જ આજની યુવા પેઢી પત્રકારત્વ તરફ ઝડપભેર આકર્ષાઇ રહી છે ત્યારે આ શક્તિશાળી કલમને હાથમાં પકડવા માટે આપણે સૌપ્રથમ વ્યક્તિગત, શૈક્ષણિક અને તાલીમ દ્વારા સુસજજતા કેળવવી ખૂબ જ જરૂરી છે.

એન.આઈ.એમ.સી.જે.

ટેલિવીઝન, અખબારો, રેડિયો અને હવે ફેસબુક, વોટ્સએપ જેવા માધ્યમો આપણને સતત નવી નવી માહિતીથી અવગત રાખે છે. પરંતુ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે સમાચાર કે મનોરંજનના સ્વરૂપમાં આવતી આ માહિતી કોણ તૈયાર કરે છે ? એ આપણા સુધી કઈ રીતે પહોચે છે ? આજે માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વનું શિક્ષણ મેળવી કારકિર્દી ઘડવાનું આકર્ષણ વિદ્યાર્થીઓમાં વધી રહ્યું છે.
અમદાવાદ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (N.I.M.C.J.) સંસ્થા પણ આવું શિક્ષણ આપતી એમ ગણ્ય સંસ્થા પૈકીની એક છે. ગત ૮ વર્ષથી આધુનિક સાધન સુવિધા અને કુશળ પ્રાધ્યાપકોના માધ્યમથી પત્રકારત્વનું શિક્ષણ આપી રહેલી એન.આઈ.એમ.સી.જે. ના વિદ્યાર્થીઓ આજે રાષ્ટ્રીય અને પ્રાદેશિક માધ્યમો એજન્સીઓમાં કાર્યરત છે. પરંપરાગત માધ્યમોની સાથે ડિઝિટલ મીડિયાના શિક્ષણનો ગુજરાતમાં સૌ પ્રથમ પ્રારંભ કરવાનો શ્રેય પણ એન.આઈ.એમ.સી.જે. ને જાય છે.

આઠ વર્ષથી અમદાવાદ ખાતે માસ કોમ્યુનિકેશન અને જનલિઝમનું આધુનિક ઢબે શિક્ષણ આપી રહેલી એન.આઈ.એમ.સી.જે.ની બેચના વિદ્યાર્થીઓ ઈલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડિયા સહિતના માધ્યમો અને રાષ્ટ્રીય કક્ષાની જાહેરખબર, જનસંપર્ક એજન્સીઓમાં કાર્યરત છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો રોજગારી માટે ઉપયોગ કઈ રીતે કરવો તેના પાસાઓને આવરી લેતાડિઝિટલ મીડિયાના એજ્યુકેશન'માં પણ આ સંસ્થા ગુજરાતમાં અગ્રેસર છે.

પ્રોફેશનલ ટીવી સ્ટુડિયો, ઓડિયો રૂમ, આધુનિકતમ કેમેરા અને વીડિયો એડિટીંગ સોફ્ટવેર, કમ્પ્યુટર લેબ, ઈલેક્ટ્રોનિક મીડિયા લેબ સહિતની સુવિધાઓ સંસ્થા ખાતે ઉપલબ્ધ છે.

સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ મીડિયા ક્ષેત્રની જાણકારી મળી રહે તે માટે મીડિયાકર્મીઓ સાથે રેગ્યુલર વાર્તાલાપ, મીડિયા ફિલ્ડ વિઝીટ તથા મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ જેવા સ્થળોની મીડિયા ટુર પણ કરાવવામાં આવે છે. સંસ્થા દ્વારા દર વર્ષેમીડિયા કન્વર્જન્સ મિટ' યોજીને રાષ્ટ્રીય કક્ષાએ મીડિયામાં કામ કરતા નિષ્ણાતો સાથે વિદ્યાર્થીઓનું ઈન્ટરેકશન કરાવવામાં આવે છે.

સંસ્થા દ્વારા ચલાવાઈ રહેલા બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક જોડાઈ શકે છે. આ માટેની પ્રવેશ પરીક્ષા મે થી સંસ્થાની વેબસાઈટ www.nimcj.org, web application NIMCJ webapp પર લેવાય છે. સંસ્થા દ્વારા તેજસ્વી અને આર્થિક પછાત વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો દ્વારા એજ્યુકેશન લોનની સુવિધા પણ આ અભ્યાસક્રમ માટે ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમમાં અનુસૂચિત જતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને ફુલ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

અભ્યાસક્રમ વિશેની વિશેષ વિગતો સંસ્થાની વેબસાઈટ www.nimcj.org પર ઉપલબ્ધ છે તથા ફોન : ૦૭૯-૨૨૮૭૦૪૪૩, ૬૫૧૨૯૭ પર કાઉન્સીલર પાસેથી વિગતો મેળવી શકાય છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું