મેરીટાઈમ યુનિવર્સિટીઃ દરિયાઈ ઉદ્યોગમાં જોબ માટે કરો આ યુનિવર્સિટીમાં અભ્યાસ

    જુલાઈ વર્ષ ૨૦૧૪માં ગુજરાત સરકારે ગુજરાતમાં મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને તેની પેટા કંપનીને સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી. ગુજરાત મેરીટાઈમ બોર્ડની પેટા કંપની, ગુજરાત પોટર્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા સમુદ્ર મૂલ્યની શ્ર્રંખલા માટે સંધોધન અને વિકાસ, દરિયાઈ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત અને સક્ષમ કરવા માટે મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થામપના કરવામાં આવી.   
        મેરીટાઈમ ક્ષેત્રમાં મેરીટાઈમ લૉ, ચાર્ટરીંગ, શિપ બ્રોકિંગ અને લોજિસ્ટીક, બંદરો, શિપીંગ અને શિપ મેનેજમેન્ટ, શિપ કાર્ગો એજન્સી, મરિન ઇન્શ્યોરન્સ, ફાઈનાન્સ તેમજ મરીન શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સારી એવી જોબ કરી શકાય. મેરીટાઈમ યુનિવર્સિટી હાલમાં ગાંધીનગર ખાતે જુલાઈ-૨૦૧૫ થી કાર્યરત છે. શૌક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન એલ.એલ.એમ (મેરીટાઈમ લૉ), એલ.એલ.એમ (ઈન્ટરનેશનલ ટ્રેડ લૉ) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઈન મેરાટાઈમ લૉ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ઈન્ટરનેશનલ ટ્રેડ લૉ જેવાં અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ખાતે એમ.બી.એ ઈન શિપીંગ એન્ડ લોજસ્ટીક્સ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે.
        મેરીટાઈમ ઉદ્યોગને જરૂરિયાત મુજબ કૌશલ્ય વર્ધનની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી, નેધરલેન્ડ અને એસટીસી ઇન્ટરનેશનલ, નેધરલેન્ડ સાથે MOU દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. ભવિષ્યમાં ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ મેરીટાઈમ મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ મેરિન ટેક્નોલોજી, સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ એન્ડ સોશિયલ સાયન્સ, સેન્ટર ઓફ કન્ટીન્યુંઈગ  એજ્યુકેશન, સેન્ટર ઓફ ફેકલ્ટી ડેવલપમેન્ટ વગેરે જેવી અન્ય સ્કૂલ તેમજ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
મેરીટાઈમ ક્લસ્ટરઃ- મેરીટાઈમ ક્લસ્ટરને સમુદ્ર ક્ષેત્રની સંસ્થાઓ, વેપાર અને અન્ય ઉદ્યોગ સાહસિકોના જૂથ અથવા સંગઠન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. આ ક્લસ્ટરનો અભિગમ આંતરીક રીતે જોડાયેલ કંપનીઓ, વિશિષ્ટ પુરવઠાકાર, સેવા પ્રદાન કરનારાઓ અને સંબંધિત ઉદ્યોગની કંપનીઓ પર આધારીત હોય છે. ગુજકાત સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ એ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. જે બંદરોને વધુ આકર્ષક અને કાર્યક્ષમ બનાવવા માટે રાજ્યની બંદર/જહાજી સેવાઓની સંપૂર્ણ આર્થિક પ્રણાલીઆધારીત કાર્યરત છે. એ ઉપરાંત ક્લસ્ટર શિપીંગ એજન્ટો, શિપ માલિકો, શિપિંગ એજન્સીઓ, શિપ મેનિંગ અને ચેંડલર્સ, શિપીંગ ધિરાણ અને વીમો, જહાજોના ક્લોસીફિકેશન વગેરે જેવી સોફ્ટ મોરીટાઈમ આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓનો વિકાસ કરવાનો છે. સાથે ઉદ્યોગો, કેપ્ટિવ એકમો, જહાજ/બોટ બિલ્ડિંગ અને જહાજ મરામત એકમો, મત્સ્યોદ્યોગ, લોજિસ્ટીક અને ઇન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય ઘણા સાહસિકો જેવા કે, જહાજ નોંધણી, કસ્ટમ હાઉસ એજન્ટો, ટ્રાન્સપોર્ટરો, ફ્રેઇડ ફોર્વર્ડરો, ફ્રેઅડ એજન્ટો, વગેરે જેવી સેવાઓને સંકલિત કરી અને એક છત નીચે પૂરી પાડવાનો હેતુ છે.
ક્લસ્ટર સંબંધી સભ્યોને વિશ્વ કક્ષાની આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરે છે. વ્યાવસાયિક સભ્યોને સહાયતાની સાથે સાથે ક્લસ્ટરની શ્રેષ્ઠતા માટેના કેન્દ્ર તરીકે કામ કરે છે. ગુજરાત મેરીાઈમબોર્ડ દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટરના વિકાસની વિભાવના તૈયાર કરાઈ છે. જેથ ગુજરાતમાં મેરીટાઈમં ઉદ્યોગના વિકાસના વિશિષ્ટ માળખાકીય સુવિધાનું નિમાર્મ કરી શકાય સાથે કોમર્શિયલ સોફ્ટ સર્વિસીઝ પણ પ્રદાન કરી શકાય. આ સવલતો સ્થાપિત થતા મેરીટાઈમ ઉદ્યોગનો અન્ય દેશો તરફ જઈ રહેલા વ્યાપાર ગુજરાત રાજ્યમાં જળવાઈ રહેશે અને ઉદ્યોગો ઘર આંગણે વિકસિત થશે.






Post a Comment

વધુ નવું વધુ જૂનું