ઉચ્ચ અભ્યાસમાં સરકારી સહાય
આ યોજનાનો લાભ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે પર્સેન્ટાઇલના
આધારે આપવામાં આવશે. જેમાં પ્રથમ ૯૦ ટકાથી વધુ માર્કસ અથવા ૭૦થી ૭૫ કરતાં વધારે
ટકા મેળવનાર વિદ્યાર્થી પૈકી ૧૦ વિદ્યાર્થીને મળશે.
એન્જિનિયરિંગ અને ડિપ્લોમાનો અભ્યાસ કર્યાના પાંચ વર્ષ પૂર્ણ કરનાર
વિદ્યાર્થીને પોતાનો સ્વતંત્ર વ્યવસાય સરૂ કરવા માટે સરકાર તરફથી મુદ્રા યોજના
અંતર્ગત રૂ.૫૦ હજારથી રૂ.૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે જેમાં, ૩ વર્ષ માટે ૫ ટકા વ્યાજ સહાય સરકાર
તરફથી ચુકવવામાં આવે છે.
ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહની ગ્રુપ બીની બોર્ડની
પરીક્ષા ૯૦ ટકા કે તેથી વધુ ટકા મેળવનાર વિદ્યાર્થીઓને મેડિકલ, ડેન્ટલના અભ્યાસક્રમમાં સ્વનિર્ભર
કોલેજમાં પ્રવેશ મળે તો વાર્ષિક ટ્યુશન ફીમાં ૫૦ ટકા રકમ રૂ. ૨ લાખની મર્યાદામાં
મળવાપાત્ર છે. જેમાં ૫ વર્ષના અભ્યાસક્રમમાં રૂ.૧૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ/બીની બોર્ડની
પરીક્ષામાં ૯૦ ટકા કે તેથી વધુ ટકા લાવનાર વિદ્યાર્થી સ્નાતક કક્ષાના પ્રોફેશનલ
અભ્યાસક્રમ જેવા કે, અજનેરી/ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રિકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરા-મેડિકલ, વેટરનરી માટે સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મળે તો વાર્ષિક ટ્યુશન ફીના ૫૦ ટકા
રકમ રૂ.૫૦ હજારની મર્યાદામાં મળી શકે છે. અભ્યાસક્રમના ૪ વર્ષના ગાળા દરમ્યાન રૂ.૨
લાખ સુધી સહાય મળવાપાત્ર રહેશે.
ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની
પરીક્ષામાં ૯૦ ટકા કે તેથી વધુ ટકા મેળવનાર વિદ્યાર્થીને સ્નાતક કક્ષાના
બીએ.બીએસસી, બી.કોમ, બીબીએ, બીસીએ, જેવા અભ્યાસક્રમમાં સ્વનિર્ભર કોલેજમાં
પ્રવેશ મળેતો વાર્ષિક ટ્યુશન ફીના ૫૦ ટકા રકમ રૂ. ૧૦ હજારની મર્યાદામાં રહીને ૩
વર્ષની અવધીમાં રૂ. ૩૦ હજાર સુધીની સહાય આપવામાં આવે છે.
ધોરણ ૧૦ની બોર્ડની પરિક્ષામાં ૮૦ ટકા કે તેથી
વધુ મેળવનાર વિદ્યાર્થીને ડિપ્લોમાં અભ્યાસક્રમમાં સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મળે
તો વાર્ષિક ટ્યુશન ફીના ૫૦ ટકા રકમ રૂ. ૨૫ હજારની મર્યાદામાં રહીને ૩ વર્ષના ગાળા
દરમ્યાન રૂ.૭૫ હજારની સહાય મળવાપાત્ર.
સરકારી મેડિકલ, ડેન્ટલ, ઈજનેરી કોલેજમાં જનરલ બેઠકો પર
અનામતકક્ષાના ઉમેદવારો જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેટલા બિનઅનામત
વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ લેવો પડે તો સ્વનિર્ભર અને સરકારી
કોલેજની ફીના તફાવતની રકમ મળવાપાત્ર રહેશે.
નાસા જેવી સંસ્થાઓમાં પસંદ થનાર વિદ્યાર્થીઓને
રૂ. ૨ લાખનો પુરસ્કાર આપવામાં આવશે.
સ્પીપામાં એટમિશન લેનારી વિદ્યાર્થીનીઓને રૂ.૨૫
હજારની સહાય આપવામાં આવે છે.
- ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે અન્ય સવલતો
રહેવા જમવા પેટે સહાય (અભ્યાસગાળા દરમિયાન) સ્નાતક કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં
પ્રવેશ મેળવી પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી છાત્રાલયમાં
પ્રવેશ ન મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓને વર્ષના ૧૦ મહિના માટે રહેવા-જમવાની સહાય
પેટે રૂ. ૧૨૦૦ દર મહિને આપવામાં આવશે.
ઉદાહરણઃ-
- બીએ, બી.કોમ, બીએસસી જેવા સ્નાતક તેમજ ડિપ્લોમાના અભ્યાસક્રમો માટે ૩ વર્ષમાં રૂ. ૩૬ હજાર સુધીની સહાય મળવાપાત્ર છે.
- મેડિકલ/ડેન્ટલ જેવા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારને રૂ. ૧૦ હજાર.
- ઈજનેર/ટેક્નોલોજી/ફાર્મસી/અર્કિટેક્ચર જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારને રૂ.૫ હજાર.
- ડિપ્લોમાંમાં પ્રવેશ મેળવનારને રૂ.૩ હજાર.
- પૂર્ણ સમય પીએચડી કરનાર વિદ્યાર્થીને માસિક રૂ.૧૫ હજારનું સ્ટાઈપેન્ડ અને અન્ય ખર્ચ પેટે વાર્ષિક રૂ.૨૦ હજારની સહાય ચૂકવવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો