HSC Art's ધોરણ - ૧૨ (સામાન્ય પ્રવાહ)પછી શું?

HSC Art's
HSC Art's

ધોરણ – ૧૨માં સામાન્યપ્રવાહને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય છે.
૧) વાણિજ્ય પ્રવાહ (કોમર્સ સ્ટ્રીમ) અને
૨) વિનયન પ્રવાહ (આર્ટસ સ્ટ્રીમ)

ધોરણ - ૧૨ (સામાન્ય પ્રવાહ) પાસ કર્યા બાદ, વિદ્યાર્થી મિત્રોને વિજ્ઞાન પ્રવાહની જેમ કારકિર્દી અંગેના અનેક વિકલ્પો મળી રહે છે. જેમાંથી કેટલાંકની ચર્ચા આપણે અહી કરીશું.

ધોરણ : ૧૨ (સામાન્ય પ્રવાહ) બાદની કારકિર્દીની તકો
1. વાણિજ્ય પ્રવાહ (કોમર્સ) બાદ
A. સ્નાતક કક્ષાના (ગ્રેજ્યુએશન) અભ્યાસક્રમો:
           [B.com, B.B.A., B.C.A., B.Sc.(IT), B.Sc. (યોગા), B.A. (જર્નાલિઝમ) B.S.W., B.B.A. (હોટલ મેનેજમેન્ટ) B.P.A. B.Voc., B.B.A. (Hons. - IT મેનેજમેન્ટ), B.Com. (ઓનર્સ)/B.B.A. (લિબરલ સ્ટડીઝ), B.P.E.S., IGNOU, BAOUના અભ્યાસક્રમો
B. પ્રોફેશનલ / વ્યવસાયિક અભ્યાસક્રમો :
     [C.A., C.S., C.M.A, D.S.E.]
C. ૫ વર્ષીય ઈન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો:
 [M.B.A., M.Sc (IT), B.Com. + LL.B., M.Com, M.A.M.] D. સર્ટિફાઈડ અભ્યાસક્રમો

. વાણિજ્ય પ્રવાહ (કોમર્સ) બાદની કારકિર્દીની તકોઃ
A. સ્નાતક કક્ષાના (ગ્રેજ્યુએશન) અભ્યાસક્રમો : R. B.Com.(બેચલર ઓફ કોમર્સ):
અભ્યાસક્રમની મુદતઃ ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી: બેંક, વીમા કંપની, ઔદ્યોગિક ગૃહોમાં એકાઉન્ટન્ટ તરીકેની કારકિર્દી બનાવવા ઇચ્છકો, ઓફિસમાં ક્લેરીકલ કાર્ય કરવા ઇચ્છકો, ભવિષ્યમાં ગ્રેજયુએશનની સાથોસાથ C.A., C.S., C.M.A. તરીકેની કારકિર્દી બનાવવા ઇચ્છુકો. ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપીને કારકિર્દી બનાવવા ઇચ્છુકો.
અભ્યાસક્રમની વિશેષતા : ભવિષ્યની કારકિર્દીનું ક્ષેત્ર નક્કી ન કર્યું હોય, તેવા કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમ કર્યા બાદ પણ પોતાના તમામ વિકલ્પો ખુલ્લા રાખી શકે છે. કોમર્સ વિદ્યાશાખામાં સૌથી વધુ સંખ્યા ધરાવતો લોકપ્રિય અભ્યાસક્રમ છે.
સંપર્ક: આ અભ્યાસક્રમ રાજયની પ્રણાલિકાગત અભ્યાસક્રમો ચલાવતી તમામ મોટી યુનિવર્સિટીઓમાં ચાલે છે. જેમાં અનેક ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો જોવા મળે છે. મેરિટ પદ્ધતિથી તેમાં પ્રવેશ મળે છે.

. B.B.A. (બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ):
અભ્યાસક્રમની મુદત: ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી : ભવિષ્યમાં M.B.A. તરીકેની કારકિર્દી બનાવવા ઇચ્છુકો, મોટા કોપોરેટ હાઉસમાં જોબ મેળવવા ઇચ્છનારાઓ.
અભ્યાસક્રમની વિશેષતા : M.B.A. માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરવામાં સરળતા, B.B.A. કરનાર વિદ્યાર્થીનો M.B.A. ના કોર્સના પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ આપોઆપ તૈયાર થઈ જાય.
સંપર્ક : રાજ્યની ઘણી યુનિવર્સિટીઓમાં આ અભ્યાસક્રમ ચાલે છે. મેરિટને આધારે તેમાં પ્રવેશ મળી શકે છે.
નોંધ : પ્રિમિયર યુનિવર્સિટીમાંથી ભવિષ્યમાં M.B.A. કરવા ઇચ્છુકોએ આ અભ્યાસક્રમના
બીજા વર્ષથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી હિતાવહ છે.

૩. B.C.A. (બેચલર ઓફ કમ્યુટર એપ્લિકેશન):
અભ્યાસક્રમની મુદત: ૩ વર્ષ
અભ્યાસ ક્રમ કોના માટે ઉપયોગી : કપ્યુટરમાં રસ ધરાવતા તેમજ કમ્યુટરમાં રસ ધરાવતા તેમજ કમ્પ્યુટર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુકો.
અભ્યાસક્રમની વિશેષતા : આ અભ્યાસક્રમ રોજગારલક્ષી છે.
સંપર્ક : રાજયની ઘણી ખરી મોટી અને જાણીતી યુનિવર્સિટીઓમાં આ અભ્યાસક્રમ ચાલે છે.
નોંધ : B.C.A. જ્યાં બાદ, વિદ્યાર્થીઓએ આગળ અભ્યાસ છોડી દેવાને બદલે M.C.A, કરવું જોઈએ કે જેથી રોજગારીની વધુ સારી તકો મળી શકે.

 ૪. B.Sc. (I.T.) (બેચલર ઓફ સાયન્સ - ઈન્ફર્મેશન ટેકનૉલૉજી):
અભ્યાસક્રમની મુદત: ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી: ભવિષ્યમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકો.
અભ્યાસક્રમની વિશેષતા: ડિજિટલ ઈન્ડિયા તેમજ સ્ટાર્ટ અપ ઈન્ડિયાના આ યુગમાં રોજગારીની વિશાળ તકો રહેલી છે.
સંપર્ક: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર ખાતે આવેલી કોલેજોમાં આ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. ઉપરાંત ૫ વર્ષીય M.Sc. (IT) અભ્યાસક્રમ ચલાવતી રાજયની તમામ યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં પ્રસ્તુત અભ્યાસક્રમનો સમાવેશ થઈ જાય છે. ટૂંક સમયમાં બીજી કેટલીક યુનિવર્સિટીઓ આ પ્રકારનો અભ્યાસક્રમ શરૂ કરે તેવી શક્યતાઓ છે.

૫. B.Sc. (યોગા) (બેચલર ઓફ સાયન્સ - યોગા):
અભ્યાસક્રમની મુદત: ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી: યોગ શિક્ષક / અધ્યાપક | કો-ઓર્ડિનેટર, યોગ ઈન્સ્ટ્રક્ટર કે યોગ થેરાપિસ્ટ તરીકેની કારકિર્દી બનાવવા ઇચ્છુકો
અભ્યાસક્રમની વિશેષતા: શાળા કોલેજ | ઇન્સ્ટિટ્યૂટ | જિગ્નેશિયમ / હોટલ - રિસોર્ટમાં કામ મળવા ઉપરાંત વિદેશોમાં યોગ તજજ્ઞોની માંગ રહે છે.
સંપર્કઃ લકુલીશ યોગ યુનિવર્સિટી, લોટસ વ્યૂ. નિરમા યુનિવર્સિટીની સામે, છારોડી, એસ.જી.હાઈવે, અમદાવાદ - ૩૮૨૪૮૧. (www.lyu.ac.in) આ પ્રકારનો અભ્યાસક્રમ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ૧ વર્ષનો તેમજ MPIYNER (મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટ્યૂટ) અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જામનગર) ખાતે પણ ચાલે છે. ઉપરાંત અગામી વર્ષે ઘણી કોલેજો તેમજ યુનિવર્સિટી પ્રસ્તુત અભ્યાસક્રમ ચલાવવાનું આયોજન કરી રહી છે.

૬. B.A. ઈન એડવાન્સ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન:
અભ્યાસક્રમની મુદત: ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી પત્રકારત્વના કોઈપણ પ્રકારના માધ્યમ (રેડિયો, ટીવી, વર્તમાનપત્રો વગેરે)માં કારકિર્દી બનાવવા ઇચ્છુકો માટે
અભ્યાસક્રમની વિશેષતા: સામાન્ય રીતે ગ્રેજ્યુએશન બાદ થતો અભ્યાસક્રમ અહીં HSC બાદ ઉપલબ્ધ છે. ટેલીવિઝન મીડિયા, રેડિયો પ્રોડકશન માટે ટૂડિયોની વ્યવસ્થા છે.
સંપર્ક : ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વજ સ્ટડીઝ એન્ડ એપ્લાઈડ સોશિયલ સાયન્સ (ઈલયાસ), સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦. આ પ્રકારનો અભ્યાસક્રમ એમ. એસ. યુનિવર્સિટી વડોદરા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, મગદલ્લા રોડ સુરત તેમજ ખાનગી ઇન્સ્ટિટ્યૂટસ પણ ચલાવે છે.

૭. B.S.W. (બેચલર ઓફ સોશિયલ વર્ક) અને BRS (બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ): અભ્યાસક્રમની મુદત : ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગીઃ સમાજ સેવા તેમજ ગ્રામીણ જીવન પરના અભ્યાસ ક્ષેત્રમ કારકિર્દી બનાવવા ઇચ્છુકો
અભ્યાસક્રમની વિશેષતા: NGO ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રસ્તુત અભ્યાસક્રમ એક આદર્શ વિકલ્પ છે.
સંપર્કઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (જુનાગઢ, રાજકોટ), કચ્છ યુનિવર્સિટી (ભચાઉ), ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (વિજયનગર), દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (ભરૂચ), સરદાર પટેલ યુનિવર્સિટી (આણંદ), ગુજરાત યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ (સાદરા તેમજ રાંધેજા) એમ ઘણા સ્થળોએ ઉપલબ્ધ છે. BRSનો અભ્યાસક્રમ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (સૂરત) તેમજ ગ્રામ ભારતી વિદ્યાપીઠ, લોકભારતી તેમજ ખાનગી સંસ્થાઓમાં ચલાવવામાં આવે છે. આ ઉપરાંત પણ કેટલીક સંસ્થાઓમાં આ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

૮. B.B.A. ઈન હોટલ મેનેજમેન્ટ:
અભ્યાસક્રમની મુદત: ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી: હોટલ ઇન્ડસ્ટ્રીઝના ક્ષેત્રમાં વિવિધ પ્રકારની રોજગારી દેશ તેમજ વિદેશમાં મેળવવા ઇચ્છુકો, સ્વતંત્ર રીતે હોટલનો વ્યવસાય કરવા ઇચ્છુકો.
સંપર્ક:- B.B.A. ઈન હોટલ મેનેજમેન્ટ અંગે લગભગ દરેક મોટા શહેરમાં યુનિવર્સિટી માન્ય ખાનગી કોલેજો આવેલી છે. જેમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે. જયારે IHM માટે JEE, ધ તાજ ગ્રૂપની હોટેલ્સ માટે IIM-A,, ઓબેરોય માટે STEP, સીમ્બાયોસીસ માટે SET-GEN, જેવી એન્ટ્રસ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.

૯. B.P.A. (બેચલર ઈન પરર્ફોમિંગ આર્ટ્સ | B.Music(બેચલર ઈન મ્યુઝીક):
અભ્યાસક્રમની મુદત: ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી: વિવિધ કલાઓ ખાસ કરીને અભિનય, નૃત્ય, ગાયકી, સંગીત જેવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકો માટે
સંપર્ક: ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મીગ આર્ટ GIET કેમ્પસ હેલ્મટ ચાર રસ્તા પાસે અમદાવાદ (ગુજરાત યુનિવર્સિટી), જે જી.કોલેજ ઓફ પરર્ફોમિંગ આર્ટસ, અમદાવાદ - ૩૮૦૦૫૪, ગુજરાત કોલેજ એલિસબ્રિજ અમદાવાદ, ફેકલ્ટી ઓફ પરફોમીંગ આર્ટ્સ, એમ.એસ. યુનિવર્સિટી વડોદરા, ધોળકિયા મ્યુઝિક કોલેજ, શિહોર (ભાવનગર યુનિવર્સિટી), સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, અર્જુનલાલ હિરાણી કોલેજ, રાજકોટ (યાદી અપૂર્ણ છે.) (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી).
નોંધ: ગુજરાત યુનિવર્સિટીના ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ દ્વારા ૫ વર્ષનો ઈન્ટિગ્રેટેડ MPA નો અભ્યાસક્રમ પણ ચાલે છે.

૧૦. B.Voc. (બેચલર ઓફ વોકેશનલ):
અભ્યાસક્રમની મુદત: ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી: અભ્યાસ પૂર્ણ કરી ઝડપથી વ્યવસાયલક્ષી રોજગારી મેળવવા ઇચ્છુકો માટે.
અભ્યાસક્રમની વિશેષતા: પ્રસ્તુત અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ રોજગારી મળી રહે છે, ઉપરાંત વિદ્યાર્થી પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ કરી શકે છે. અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીને સ્કોલરશીપ પણ પ્રાપ્ત થાય છે.
આ પ્રકારનો અભ્યાસક્રમ UGC માન્ય કમ્યુનિટી કોલેજોમાં ચલાવવામાં આવે છે. જેની વાર્ષિક મહત્તમ ફી રૂ. ૧૦,૦૦૦/- હોય છે. જેમાં સેમેસ્ટર દીઠ ૮૦% હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓને માસિક રૂ. ૧,૦૦૦ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જયારે TISS (Tata Institute of Social Science)ના સ્કૂલ ઓફ વોકેશનલ એજયુકેશન દ્વારા વર્ક ઈન્ટિગ્રેટેડ B.Voc. ચાલવવામાં આવે છે. જેની વાર્ષિક ફી રૂ. ૨૯,૪૦૦/- છે. જેમાં ૩ માસ બાદ માસિક રૂ. ૫,૦૦૦/- થી રૂ. ૧૫,૦૦૦/- ના સ્ટાઈપેન્ડથી ઓન ધ જોબ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે.
સંપર્ક: સરકારશ્રીની યોજના મુજબ આ અભ્યાસક્રમ સરકારી ગ્રાન્ટ દ્વારા જુદી જુદી યુનિવર્સિટીઓની કોમ્યુનિટી કોલેજોમાં ચાલે છે. આ માટે UGCની વેબસાઈટ www.ugc.ac.in નો સંપર્ક કરવો. જયારે TISS દ્વારા ચલાવાતા અભ્યાસક્રમ માટે www.sve.tiss.edu. નો સંપર્ક કરવો.

૧૧. B.B.A.(Hons.IT મેનેજમેન્ટ):
અભ્યાસક્રમની મુદત: ૩ વર્ષ
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી: ઈ-કોમર્સમાં રસ ધરાવનારાઓ, IT ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કરવા ઈચ્છુકો માટે.
અભ્યાસક્રમની વિશેષતા: મેનેજમેન્ટ તેમજ IT એમ બંને વિષયોમાં સ્પેશિયલાઈઝેશન મળે છે. સંપર્ક : SEMCOM, વલ્લભવિદ્યાનગર, - ૩૮૮૧૨૦, જિ.આણંદ
વેબસાઈટ : www.semcom.ac.in

૧૨. B.Com. (ઓનર્સ) / B.A. (ઓનર્સ) / B.B.A. (લિબરલ સ્ટડીઝ):
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગી: ક્રિએટીવ તેમજ મલ્ટીટેલેન્ટેડ વિદ્યાર્થીઓને ઓફ-બીટ તેમજ વૈશ્વિક કારકિર્દી બનાવવા માટે ઉપયોગી.
અભ્યાસક્રમની વિશેષતાઓ: વિદેશોમાં રોજગારીની સારી તક અપાવતા પ્રસ્તુત અભ્યાસક્રમમાં ઘણા વિષયોનું જ્ઞાન આપીને વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય તેના પર ભાર મૂકવામાં આવે છે.
સંપર્ક: પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU), રાયસણ, ગાંધીનગર
વેબસાઈટ : www.sls.pdpu.ac.in

૧૩. B.P.E.S. (બેચલર ઈન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ):
અભ્યાસક્રમની મુદતઃ ૩ વર્ષ (૬ સેમેસ્ટર)
અભ્યાસક્રમ કોના માટે ઉપયોગીઃ રમત - ગમત ક્ષેત્રમાં અથવા શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકો.
અભ્યાસક્રમની વિશેષતા: રમત - ગમત ક્ષેત્રે શિક્ષક, કોચ, કોમેન્ટેટર, સંશોધક જેવી કારકિર્દીની તકો ઉપલબ્ધ છે.
સંપર્ક: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિર્વસિટી, G-, સેક્ટર-૧૫, સરકારી કોમર્સ કોલેજ કેમ્પસ, મહાત્મા મંદિર પાસે, યુથ હોસ્ટેલની સામે, ગાંધીનગર-૩૮૨૦૧૫
વેબસાઈટ: www.sgsu.edu.in

૧૪. IGNOUના અભ્યાસક્રમો:
અભ્યાસક્રમો: B.B.A. (હોટલ એન્ડ ટૂરિઝમ, બેન્કિંગ, ઈસ્યોરન્સ જેવા ઘણા વિષયો), B.Sc. (હોસ્પિટલ મેનેજમેન્ટ), B.G.M.A. (ગ્રાફિક્સ, મીડિયા, એનિમેશન), B.C.A, B.Com., B.A., ફોરેન લેંગ્વજીસના દો વગેરે. અભ્યાસક્રમની વિશેષતા : ઓપન યુનિવઇિ. હોવાથી વિદ્યાર્થી ઘેર બેઠાં અભ્યાસ કરી શકે સંપર્ક : ઈન્દિરા ગાંધી નેશનલ આ યુનિવર્સિટી, છારોડી, એસ.જી. હાઈવે અમદાવાદ,
વેબસાઈટ: www.ignou.ac.in

૧૫. ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો: B.Com., B.A., B.B.A. (હોટલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટ), B.B.A. (ઈસ્યોરન્સ એન્ડ બેન્કિંગ), B.B.A. (એર ટ્રાવેલ મેનેજમેન્ટ), B.C.A. (મલ્ટી મીડિયા). BMGA (બેચલર ઈન મીડિયા ગ્રાફિક્સ એન્ડ એનિમેશન), DBA (ડિપ્લોમા ઈન બિઝનેસ એડમીનીસ્ટ્રેશન), DCA (ડિપ્લોમા ઈન કયૂટર એપ્લિકેશન્સ), અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના સર્ટિફીકેટ કોર્સીસ વગેરે.
અભ્યાસક્રમની વિશેષતા : ઓપન યુનિવર્સિટી હોવાથી વિદ્યાર્થી ઘેર બેઠાં અભ્યાસ કરી શકે છે.
સંપર્ક : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યોર્તિમય પરિસર, બાલાજી મંદિર સામે, એસ.જી. હાઈવે, અમદાવાદ-૩૮૦૦૬૦.
વેબસાઈટ: www.baou.edu.in  

B. પ્રોફેશનલ/ વ્યવસાયિક અભ્યાસક્રમો: ૧. અભ્યાસક્રમનું નામ:C.A. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)
અભ્યાસક્રમની વિગતો: આ અભ્યાસક્રમના મુખ્યત્વે ત્રણ તબક્કા
૧. C.A. Foundation,
2. CA Inte,  
3. C.A. ફાઈનલ છે. દરેક તબક્કોની પરીક્ષા ક્રમશ: અઘરી બનતી જાય છે. H.S.C. પાસ થયા બાદ કરાતા આ અભ્યાસક્રમનું રજિસ્ટ્રેશન S.S.C. બાદ પણ થઈ શકે છે. તાજેતરમાં આ અભ્યાસક્રમ અંગે ઘણો ફેરફારો થઈ ચૂક્યા છે. અને આગામી દિવસોમાં હજુ ઘણા સુધારા વધારો થવાની શક્યતા હોઈ વધુ માહિતી માટે સંપર્ક : ICA અન્વેક્ષક ૨૭, કફ પરેડ, મુંબઈ - ૪OOO૦૫ અથવા ICAL, ૧૨૩, સરદાર પટેલ કોલોની, સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪, વેબસાઈટ : www.icai.org
અભ્યાસક્રમનું નામ: C.S. (કંપની સેક્રેટરી)
અભ્યાસક્રમની વિગતો : આ અભ્યાસક્રમના મુખ્યત્વે ત્રણ તબક્કા ૧) C.S. ફાઉન્ડેશન ૨) ઈન્ટર અથવા એક્ઝિક્યુટિવ અને ૩) ફાઈનલ અથવા પ્રોફેશનલ છે.
વધુ માહિતી માટે સંપર્ક : ICSI હાઉસ, ૨૨, ઈન્સ્ટિટ્યૂશનલ એરિયા, લોદી રોડ, નવી દિલ્હી-૧૧૦૦૦૩, વેબસાઈટ : www.icsi.org
અભ્યાસક્રમનું નામ : C.M.A. (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ) અભ્યાસક્રમની વિગતો : અગાઉ 1.C.W.A. તરીકે ઓળખાતો આ પ્રોફેશનલ અભ્યાસક્રમ હવે C.M.A. તરીકે ઓળખાય છે. આ અભ્યાસક્રમના મુખ્યત્વે ત્રણ તબક્કા છે. ૧) ફાઉન્ડેશન, ૨) ઈન્ટરમીડિયેટ અને ૩) ફાઈનલ છે.
વધુ માહિતી માટે સંપર્ક : ICAI, ૩૦૩, સાર૫, ગૂજરાત વિદ્યાપીઠ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩. વેબસાઈટ : www.icmai.in
નોંધ: જેઓને એકાઉન્ટ્સ, ફાઈનાન્સ જેવા ફિલ્ડમાં રસ હોય અને વિદેશોમાં આ અંગેની કારકિર્દી બનાવવી હોય, તે નીચે જણાવેલા અભ્યાસક્રમો અપનાવી શકે છે. આ અભ્યાસક્રમો આપણા દેશમાં ચલાવાય છે. અને તેની એક્ઝામ પણ ભારતમાં લેવાય છે. CEP - Certified Financial Planner, 40 U.S.A. ACCA - Association of Chartered Certified Accountants, HUU.K. CIMA- Chartered Institute of Management Accountants,, 407 U.K. U.S.A.

અભ્યાસક્રમનું નામ: D.S.E. (ડિપ્લોમા ઈન સ્પેશિયલ એજ્યુકેશન)
અભ્યાસક્રમની વિગતો : વધુ માહિતી માટે સંપર્કઃ- બાઈમ પીપલર્સ એસોસિયેશન, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૧૫,
બી. કે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, આશ્રમ રોડ, નહેરુબ્રિજ, અમદાવાદ,
ટ્રેનિંગ કોલેજ ઓફ ટીચર ઓફ ડેફ એન્ડ બ્લાઈન્ડ, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ,
અક્ષર ટ્રસ્ટ, મેઘદૂત, આર. સી. દત્ત રોડ, વડોદરા,
ટીચર ટ્રેનિંગ કોલેજ, ન્યુ ફિલ્ટર પાછળ, વિઘાનગર, ભાવનગર-૧૫,
કોલેજ ઓફ સ્પેશ્યિલ એજયુકેશન, ઈન્દ્રપ્રસ્થ, ભુજ હાઈવે, તા.અંજાર, જિ. કચ્છ,
નટરાજ રિસર્ચ સેન્ટર એન્ડ ટ્રેનિંગ કોલેજ, કાળવા બીડ, ભાવનગર.

C. ૫ વર્ષીય ઈન્ટિગ્રેટેડ
અભ્યાસક્રમો: ૧. M.B.A. (માસ્ટર ઓફ બિઝનેસ એમિનિસ્ટ્રેશન):
સંપર્ક: કે.એસ.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, કચ્છ યુનિવર્સિટી ભુજ, ગણપત યુનિવર્સિટી, ખેરવા, કડી સર્વ વિશ્વ વિદ્યાલય ઉપરાંત અન્ય સંસ્થાઓમાં પણ આ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.
M.Sc.(C.A.I.T.) (M.Sc. ઈન કયૂટર એપ્લિકેશન એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલૉજી)
સંપર્ક: કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ-૯, I.T, ભવન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ-૩૮૪૨૬૫, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઉધના મગદલ્લા રોડ, સુરત૩૯૫૦૦૭, I.T., ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ, ઈન્ડસ યુનિવર્સિટી અમદાવાદ, ગણપત યુનિવર્સિટી ખેરવા. (યાદી અપૂર્ણ છે.)

૩. B.Com + LL.B./B.A. + LL.B./B.B.A. + LL.B. : CLAT ની પરીક્ષા પાસ કરનારને આ અભ્યાસક્રમમાં પ્રવેશ મળે છે.
વધુ માહિતી માટે વેબસાઈટ : www.clat.ac.in નો સંપર્ક કરવો.
૪. M.Com. (માસ્ટર ઓફ કોમર્સ):
સંપર્ક : S.D. સ્કૂલ ઓફ કોમર્સ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, તેમજ રાજયની કેટલીક યુનિવર્સિટીઓ .
૫. M.A.M. (માસ્ટર ઓફ એપ્લાઈડ મેનેજમેન્ટ)
સંપર્ક : ગુજરાત ટેકનૉલૉજીકલ યુનિવર્સિટી, અમદાવાદ,
વેબસાઈટ : www.mammca.ac.in  
D. સર્ટિફાઈડ અભ્યાસક્રમ:
જેમાં NSE સર્ટિફિકેશન, BSE સર્ટિફિકેશન, CSB સર્ટિફાઈડ સ્ટોક બ્રોકર (શેર બજારમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકો માટે), CIB સર્ટિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ બેંકર, સર્ટિફાઈડ એગ્યુરી (બેન્ક, ઈસ્યોરન્સ તેમજ ફાઈનાન્સમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકો માટે).
II. વિનયન પ્રવાહ (આર્ટસ) બાદ
૧. B.A.
૨. B.Sc. (હોમ સાયન્સ)
૩. G.N.M.TA.N.M.
૪. B.A. + B.Ed.
૫. M.A.
૬. A.T.D. B.P.A.
૮. ઈન્ટિરિયર ડિઝાઈન
૯. એરલાઈન્સ ગ્રાઉન્ડ સ્ટાફ
૧૦. કોલ સેન્ટર આસિસ્ટન્ટ
૧૧. થી ૧૯. વાણિજ્ય પ્રવાહની જેમ કરી શકાતા કોમન અભ્યાસક્રમો

LL વિનયન પ્રવાહ (આર્ટસ)ના અભ્યાસક્રમો
૧. B.A. (બેચરલ ઓફ આર્ટસ) :
અભ્યાસક્રમની મુદત: ૧ વર્ષ (૬ સેમેસ્ટ)
નોધ : વિનયન વિદ્યાશાખામાં સૌથી વધુ ધરાવતો અભ્યાસક્રમ રાજયની પ્રણાલિ૯ અભ્યાસક્રમો પૂરા પાડતી તમામ પર યુનિવર્સિટીઓમાં આ અભ્યાસક્રમ ચાલે છે મેરિટને આધારે કોલેજોની પસંદગી થઈ છે ગ્રેજયુએશનમાં મુખ્ય વિષય તરીકે યુનિવર્સિ કોલેજ મુજબ અલગ અલગ વિકલ્પો મળી શકે પરંતુ અંગ્રેજી અર્થશાસ્ત્રી /મનોવિજ્ઞાન જેવા મુખ્ય વિષયો સાથે આ અભ્યાસક્રમ કરનારાઓ હાલમાં ઈનડિમાન્ડ છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા B.A. ઈન સિક્યુરિટી મેનેજમેન્ટની અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે. આ માટે રક્ષા શક્તિ યુનિવર્સિટી, અમદાવાદનો સંપર્ક કરવો.

૨. B.Sc. (હોમ સાયન્સ) / B.A. (હોમ સાયન્સ):
અભ્યાસક્રમની મુદત : ૩ વર્ષ
સંપર્ક : અમદાવાદની બી.ડી. આર્ટસ કોલેજ તેમજ S.L.D. કોલેજ, વડોદરાની ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ એમ.એસ. યુનિવર્સિટી, સૂરતની 2.F. વિમેન્સ કોલેજ તેમજ શેઠ પી.ટી. મહિલા કોલેજ, વનિતા આશ્રમ, આઠવા લાઈન્સ, ભાવનગરની શામળદાસ કોલેજ, જામનગરની A.K. દોશી કોલેજ, દાંતીવાડાની કોલેજ ઓફ હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, સરદાર કૃ ષિનગર ઉપરાંત અન્ય સંસ્થાઓમાં પણ આ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.

૩. G.N.M. (જનરલ નર્સિગ એન્ડ મિડવાઈફરી) / ANM (ઓક્ઝીલરી નર્સિગ એન્ડ મિડવાઈઝ) નોંધ: આમ તો આ અભ્યાસક્રમ વિજ્ઞાન પ્રવાહનો છે પરંતુ ખાલી પડેલ બેઠકો ઉપર અંગ્રેજી વિષય સાથે પાસ થનાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળે છે.
વધુ માહિતી વેબસાઈટઃ www.diplomanursing.in સંપર્ક કરવો.

૪. B.A., B.Ed. (બેચલર ઓફ આર્ટસ + બેચલર ઓફ એજ્યુકેશન) :
સંપર્ક : ટિચર્સ યુનિવર્સિટી, I..T.E. ગાંધીનગર, કેલોરેક્સ ટિચર્સ યુનિવર્સિટી, દિલ્હી પબ્લીક સ્કુલ, બોપલ, અમદાવાદ, રિજીયોનલ કોલેજ (એજયુકેશન) ભોપાલ, મધ્ય પ્રદેશ, ઉપરાંત અન્ય સંસ્થાઓમાં પણ આ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.

૫. M.A. (માસ્ટર ઓફ આર્ટસ) :
સંપર્ક : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, સેક્ટર - ૩૦, ગાંધીનગર

૬. A.T.D. (આર્ટ ટીચર ડિપ્લોમા) - ૨ વર્ષ

૭. B.P.A. (બેચલર ઓફ ફાઈન આર્ટસ) - પ વર્ષ

૮. ઈન્ટિરિયર ડિઝાઈન - ૪ વર્ષ
સંપર્ક : સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસ, આંબાવાડી, અમદાવાદ, એસ.પી. યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરત, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરની કોલેજો. ઉપરાંત અન્ય સંસ્થાઓમાં પણ આ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.
ઈન્ટિરિયર ડિઝાઈન :
સંપર્ક : C.E.P.T. યુનિવર્સિટી અમદાવાદ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી, સ્કૂલ ઓફ ઈન્ટિરિયર ડિઝાઈન વલ્લભ વિદ્યાનગર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, નેશનલ સ્કૂલ ઓફ ઈન્ટિરિયર ડિઝાઈન રાજકોટ, એમ. એસ. યુનિવર્સિટી વડોદરા, સંખ્યાબંધ પ્રાઈવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ. (યાદી અપૂર્ણ છે.)

૯. એરહોસ્ટેસ
ફલાઈટ ટુઅર્ટ અને એરલાઈન્સ,
ગ્રાઉન્ડ સ્ટાફ : ૧૮ થી ૨૦ વર્ષની ઉંમર ધરાવતા તેમજ છોકરીઓ માટે જરૂરી ૧૬૦ સે.મી. અને છોકરાઓ માટે જરૂરી ૧૭૦ સે.મી. ઊંચાઈ ધરાવનારાઓ માટે ઉપરોક્ત અભ્યાસક્રમ માટે ગુજરાત ફલાઈંગ ક્લબ, સિવિલ એરોડ્રામ, હરણી રોડ, વડોદરાનો સંપર્ક કરવો.
કોમર્શિયલ પાઈલોટ લાયસન્સ (CPL) કોર્સ માટે H.S.C. વિજ્ઞાન વાણિજ્ય પ્રવાહ હોવો જરૂરી જયારે એરહોસ્ટેસ ફલાઈટ ટુઅર્ટ કે લાઈન્સ ગ્રાઉન્ડ સ્ટાફ માટે કોઈપણ પ્રવાહ એરલાઈન્સ ગ્રાઉન્ડ સાથે H.S.C. કરેલું હોવું જરૂરી છે. અત્રો યાદ રહે કે આ અભ્યાસક્રમ બાદ રોજગારીની કોઈ ગેરંટી હોતી નથી.

૧૦. કોલ સેન્ટર આસિસ્ટન્ટ: અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોય, તો ITI સરદારનગર, અમદાવાદ, ITIકાલુપુર રેલવે સ્ટેશન સામે, અમદાવાદ ITI સેક્ટર ૧૫રોડ, ગાંધીનગર અથવા www.talimrojgar.org નો આ અભ્યાસક્રમ માટે સંપર્ક કરવો.
૧૧. થી ૨૦. :
૧૧. B.Sc. (યોગા),
૧૨. B.A. (જર્નાલિઝમ),
૧૩. B.S.W,
૧૪. B.B.A. (હોટલ મેનેજમેન્ટ),
૧૫. B.P.A./B.Music,
૧૬. B.Voc.,
૧૭. B.B.A.(Hons.),
૧૮. B.P.E.S.,
૧૯. IGNOUના અભ્યાસક્રમો,
૨૦. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

Post a Comment

વધુ નવું વધુ જૂનું