ધોરણ 10 પછી ITI ના અભ્યાસક્રમો

std 10 ITI
std 10 ITI

NCVT
એન.સી.વી.ટી. પેટર્નના અભ્યાસક્રમો
ક્રમ
વ્યવસાયનું નામ
ન્યુનતમ શૈક્ષણિક લાયકાત
અભ્યાસક્રમની મુદત અને પ્રકાર
ધોરણ ૧૦ની લાયકાતવાળા અભ્યાસક્રમો
૦૧
મશીનીસ્ટ માઇન્ડર

૨ વર્ષ (એજિ.)
૦૨
મિકેનિક (રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશનર)

૨ વર્ષ (એન્જિ.)
૦૩
ટ્રાફ્ટસમેન મિકેનિક
વ્યવસાય ક્રમ નં. ૦૧ થી ૨૪ માટે ન્યુનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ: ૧૦ પાસ (ગણિત અને વિજ્ઞાન વિષય સાથે)
૨ વર્ષ (એન્જિ)
૦૪
ડ્રાફ્ટસમેન સિવિલ
૨ વર્ષ (એન્જિ.)
૦૫
ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક
૨ વર્ષ (એન્જિ.)
૦૬
સર્વેયર
૧ વર્ષ (એજિ.)
૦૭
મરીન ફીટર
૧ વર્ષ (એજિ.)
૦૮
ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક(કેમિકલ પ્લાન્ટ)
૨ વર્ષ (એજિ.)
૦૯
એટેન્ડેન્ટ ઓપરેટર(કેમિકલ પ્લાન્ટ)
૨ વર્ષ (એન્જિ.)
૧૦
લેબોરેટરી આસિસ્ટન્ટ(કેમિકલ પ્લાન્ટ)

૨ વર્ષ (એન્જિ)
૧૧
મેન્ટેનન્સ મિકેનિક (કેમિકલ પ્લાન્ટ)

૨ વર્ષ (એન્જિ .)
૧૨
આલેક્ટ્રિશિયન

૨ વર્ષ (એન્જિ.)
૧૩
ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક

૨ વર્ષ (એન્જિ .)
૧૪
ટુલ એન્ડ ડાઈ મેકર(પ્રેસ, ટુલ્સ, જીગ્સ એન્ડ ફીક્ચરર્સ)

૨ વર્ષ (એન્જિ .)
૧૫
ઇન્ફર્મેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજી સીસ્ટમ મેન્ટેનન્સ.

૨ વર્ષ (એન્જિ .)
૧૬
મિકેનિક મોટર વ્હીકલ

૨ વર્ષ (એન્જિ )
૧૭
પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર

૧ વર્ષ (એન્જિ.)
૧૮
મિકેનિક ડીઝલ એન્જિ.

૧ વર્ષ (એન્જિ.)
૧૯
ફીટર

૨ વર્ષ (એન્જિ )
૨૦
ટર્નર

૨ વર્ષ (એન્જિ.)
૨૧
મશીનીસ્ટ

૨ વર્ષ (એન્જિ )
૨૨
લીફ્ટ એન્ડ એસ્કેલેટર મિકેનિક

૨ વર્ષ (એન્જિ)
૨૩
ઈન્ટિરિયર ડેકોરેશન એન્ડ ડિઝાઈન

૧ વર્ષ (એન્જિ.)
૨૪
મિકેનિક ઓટો ઈલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ

૧ વર્ષ (એજિ.)
વ્યવસાય ક્રમ નં. ૨૫ થી ૪૪ માટે ન્યુનતમ શૈક્ષણિક લાયકાત
૨૫
ફિઝીયોથેરાપી ટેક્નિશિયન
ધોરણઃ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણઃ ૧૦ પાસ
૧ વર્ષ (એન્જિ )
૨૬
ફાયનાન્સ એક્ઝિક્યુટીવ
૧ વર્ષ (નોન એન્જિ.)
૨૭
મલ્ટીમીડિયા એનિમેશન એન્ડ સ્પેશિયલ ઇફેક્ટ
૧ વર્ષ (નોન એન્જિ.)
૨૮
સ્ટેનોગ્રાફર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ

૧ વર્ષ (નોન એન્જિ.)
૨૯
ડેસ્ક ટોપ પબ્લિશિંગ ઓપરેટર

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૦
હોર્ટીકલ્ચર

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૧
હોસ્પિટલ હાઉસ કિપિંગ

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૨
હેલ્થ સેનેટરી ઈન્સપેક્ટર

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૩
આસિસટન્ટ ટૂરિસ્ટ ગાઈડ

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૪
કોમ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૫
ડ્રેસ મેકિંગ

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૬
બેઝિક કોસ્મોટોલોજી

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૭
ફ્રન્ટ ઓફિસ આસિસ્ટન્ટ

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૮
પ્રિ-પ્રિપેટરી સ્કૂલ મેનેજમેન્ટ આસિસ્ટન્ટ

૧ વર્ષ (નોન એન્જિ.)
૩૯
ડેરીંગ

૧ વર્ષ (નોન એન્જિ.)
૪૦
ફેશન ડિઝાઈન ટેક્નોલોજી

૧ વર્ષ (નોન એન્જિ.)
૪૧
ડેન્ટલ લેબોરેટરી ટેક્નિશીયન

૨ વર્ષ (નોન એન્જિ.)
૪૨
ફૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ

૧ વર્ષ (નોન એન્જિ.)
ન્યુનતમ શૈક્ષણિક લાયકાત અભ્યાસક્રમની મુદત અને પ્રકાર ધોરણ ૧૦ની લાયકાતવાળા અભ્યાસક્રમો
૪૩
હેલ્થ સેફ્ટી એન્ડ એન્વાયર્મેન્ટ
ઊંચાઈ-૧૬૫ સેમી, છાતી-૮૧ સેમી, ફૂલાવીને-૮૫ સે.મી. વજન-૫૨ કિ.ગ્રા., MBBS ડૉકટરનું મેડિક્લ ફિટનેશ સર્ટિફિકેટ ૧ વર્ષ (નોન એન્જિ.)
૪૪
હોસ્પિટાલિટી મેનેજમેન્ટ બેઝિક ટ્રેનિંગ (HMBT) (હોટલ મેનેજમેન્ટ કોર્સિસ)
૧વર્ષ (નોન એન્જિ.)
૪૫
ફાયર ટેક્નોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી મેનેજમેન્ટ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૨ પાસ ઊંચાઈ-૧૫ સેમી , છાતી-૮૧ સે.મી, ફુલાવીને-૮૫ સે.મી., વજન-૫૨ કિ.મા, MBBS ડો.નું મેડિકલ ફિટનેશ સર્ટિફિકેટ ૧ વર્ષ (નોન એન્જિ)
૪૬
પ્લમ્બર
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૪૭
સુઈંગ ટેક્નોલોજી
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ૧ વર્ષ (નોન એન્જિ)
ધોરણ ૮ની લાયકાતવાળા અભ્યાસક્રમો
૪૮
ફાઉન્ડ્રીમેન ટેક્નીશિયન
ધોરણ ૧૦+૨ ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૪૯
વાયરમેન
ધોરણ ૧૦+૨ ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૨ વર્ષ (એન્જિ.)
૫૦
મિકેનિક ટ્રેક્ટર
ધોરણ ૧૦+૨ ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૫૧
સરફેશ ઓરનામેન્ટેશન ટેક્નિ. (એમ્બ્રોયડરી)
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ (નોન એન્જિ.
પર
પેન્ટર જનરલ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૨ વર્ષ (એજિ)
૫૩
ઓલ એઈજકેર આસિસ્ટન્ટ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ (નોન એન્જિ.)
૫૪
શીટમેટલ વર્કર
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ (એન્જિ).
૫૫
જનરલ કાર પેન્ટર
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ (એન્જિ.)
પ૬
વેલ્ડર
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ (અજિ.)
૫૭
મેશન
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ (એન્જિ.)

GSVT
જી.સી.વી.ટી. પેટર્નના (રાજ્ય કક્ષા) અભ્યાસક્રમો
ક્રમ નં
વ્યવસાયનું નામ

ન્યુનતમ શૈક્ષણિક લાયકાત અભ્યાસક્રમની મુદત અને પ્રકાર ધોરણ ૧૦ની લાયકાતવાળા અભ્યાસક્રમો
૫૮
સર્ટિફિકેટ કોર્સ ઈન લેબોરેટરી આસિસટન્ટ (પેથોલોજી)
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (સાયન્સ અંગ્રેજી વિષય સાથે) ૬ માસ (નોન એન્જિ.)
૫૯
સર્ટિફિકેટ કોર્સ ઈન મેડિકલ
B.Sc. (Chemistry/Micro Biology/Bio chemistry/zoology/Botony) 1 વર્ષ
૬૦
સર્ટિફિકેટ કોર્સ ઈન બિલ્ડિંગ એન્ડ આર્કિટેક્ટર ડિઝાઈન
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (ગણિત અને વિજ્ઞાન વિષય સાથે) ૧ વર્ષ
૬૧
સર્ટિફિકેટ કોર્સ ઈન સીવીલ પ્લાનીંગ એન્ડ ડ્રાફ્ટીંગ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (ગણિત અને વિજ્ઞાન વિષય સાથે)૨ વર્ષ
૬૨
મિકેનીક રેડીયો એન્ડ ટી.વી.

ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (ગણિત અને વિજ્ઞાન વિષય સાથે) ૨ વર્ષ (એજી.)
૬૩
સર્ટિફિકેટ કોર્સ ઈન કોમ્યુટર ટીચર્સ ટ્રેનિંગ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૬ માસ (નોન એન્જિ.)
૬૪
સર્ટિફિકેટ કોર્સ ઈન ઈ-કોમર્સ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ (નોન એન્જિ.)
૬૫
સર્ટિફિકેટ કોર્સ ઈન વેબ ડિઝાઈન
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ (નોન એન્જિ.)
૬૬
સર્ટિફિકેટ કોર્સ ઈન મીલ્ટી મીડિયા ટેક્નોલોજી એન્ડ ડી.ટી.પી
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ અથવા ધો. ૧૦ પછીનો AICTE માન્ય એજિ. ડીપ્લોમા અથવા ડિપ્લોમા ઈન ફાઈન આર્ટસ ૧ વર્ષ (નોન એન્જિ.)
૬૭
સર્ટિફિકેટ કોર્સ ઈન હાર્ડવેર ટેક્નો. નેટવર્ક એન્ડ એડમિનિસ્ટ્રેશન
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ (નોન એન્જિ.)
૬૮
સર્ટિફિકેટ કોર્સ ઈન કોમ્યુ. એડેડ ડિઝાઈન એન્ડ ઓયે કેડ-૨૦૦૦
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (સાયન્સ) અથવા I.T.I/D./D.M.ટ્રેડ અથવા AICTE માન્ય એન્જિ. ડિપ્લોમા છ માસ
૬૯
સર્ટિફિકેટ કોર્સ ઈન સોફ્ટ્વેર પ્રોગ્રામિંગ
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ(નોન
૭૦
સર્ટિફિકેટ કોર્સ ઈન ફાઈનાન્સિયલ એડવાઈઝિંગ
ધોરણ ૧૦+રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ અથવા પોલીટેક્નીક ડિપ્લોમા પાસ ૧ વર્ષ (નોન એન્જિ.)
૭૧
સર્ટિફિકેટ કોર્સ ઈન ટૂલ ટેક્નોલોજી
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસે ૨ વર્ષ (એન્જિ )
૭૨
ટેલિફોન મોબાઈલ ફોન રિપેરીંગ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ છ માસ (એન્જિ.)
૭૩
ઓફસેટ પ્રિન્ટર
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ૧ વર્ષ(નોન એજિ.)
૭૪
સ્ટેનો કમ કોમ્યુ. ઓપરેટર (અંગ્રેજી)
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (અંગ્રેજી વિષય સાથે)૧ વર્ષ (નોન એજિ.)
૭૫
પ્લેટ મેકર
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (ગણિત અને વિજ્ઞાન વિષય સાથે) ૧ વર્ષ (નોન એન્જિ.)
૭૬
સ્ટેનો કમ કોમ્યુ. ઓપરેટર (ગુજરાતી)
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ગુજરાતી વિષય સાથે)૧વર્ષ (નોન એન્જિ.)
૭૭
કોપ્યુ. એડેડ ક્વાર્ટઝ વોચ કમ મોબાઈલ ફોન મિકે.
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ૧ વર્ષ (નોન એન્જિ.)
૭૮
કોમ્પ્યુ. એડેડ ડ્રેસ મેકિંગ એન્ડ ડ્રેસ ડિઝાઈન
ધોરણ ૧૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ૧ વર્ષનોન એન્જિ .)
૭૯
મેડિકલ ઇક્વિપમેન્ટ મિકેનિક
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ તથા N.C.VT. પેટર્ન R.M.T.V / ELECTRO.MECH./ ELECTRICIAN ટ્રેડ પૈકી કોઈપણ એક ટ્રેડ પાસ ૧ વર્ષ (એજિ.)
૮૦
સ્ટેનોગ્રાફી ગુજરાતી
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (ગુજરાતી વિષય સાથે)૧ વર્ષ
૮૧
ફૂડ એન્ડ બેવરેજીસ
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (અંગ્રેજી વિષય સાથે) અથવા તેની સમકક્ષ છ માસ
૮૨
ફૂડ પ્રોડક્શન(કોન્ટનેન્ટલ, ઇન્ડિયન પંજાબી ચાઈનીઝ
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (અંગ્રેજી વિષય સાથે) અથવા તેની સમકક્ષ છ માસ
૮૩
હાઉસ કિપીંગ એન્ડ બેકરી
ધોરણ ૧૦+રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (અંગ્રેજી વિષય સાથે)અથવા તેની સમકક્ષ છ માસ
૮૪
સર્ટિફિકેટ કોર્સ ઈન મશીન ટુલરૂમ
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષય સાથે) (૫૦ ટક ગુણ આવશ્યક અને અનામત કેટેગરી માટે ૪૦ ટકા ગુણ) ૨ વર્ષ (એન્જિ.)
૮૫
ફાયરમેન
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૮૬
સર્ચ એન્ડ સીકયોરીટી મેન.
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ (એજિ.)
૮૭
લીફ્ટ મેન્ટેનન્સ
મિકેનીક ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ (વિજ્ઞાન પ્રવાહ અથવા I.T.I ઇલેકટ્રિશિયન પાસ) ૧વર્ષ (એન્જિ.)
૮૮
ઓફસેટ પ્રિન્ટર એન્ડ પેકેજર્સ
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ૧ વર્ષ (નોન એન્જિ.)
૮૯
ઈલેક્ટ્રિકલ એપ્લાયન્સિસ રીપેરર
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૯૦
કોમ્યુનિકેશન એન્ડ ચોકન ઈંગ્લિશ
ધોરણ ૧૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૩ માસ
૯૧
ઓટોમાઈલ બોડી રિપેરર
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૯૨
ઓટોમાઈલ પેઈન્ટરિપેરર
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ૧ વર્ષ (એન્જિ.)
૯૩
સેલ્સ આસિસ્ટન્ટ(રિટેઈલ)
ધોરણ ૧+રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ૧ વર્ષ (નોન એન્જિ.)
૯૪
શીપ બિડિંગ ટેકનિશિયન
ધો. ૧૦ પાસ+ ITI વેલ્ડર, ફીટર પાસે છ માસ
૯૫
મરિન ઇલેક્ટ્રિશિયન એડવાન્સ
ધો. ૧૦ પાસ+ ITI ઈલેક્ટ્રીશીયન, વાયરમેન પાસ છ માસ
૯૬
પાઈપ ફીટર મરિન
ધો. ૧૦ પાસ + ITI ફીટર, પ્લમ્બર પાસ છ માસ
૯૭
શિયલ પરપઝ વહીક્લ એન્ડ ક્રેઈન ઓપરેટર
ધો. ૧૦ પાસ + ITI મોટર મીકે.,મી કે. ડીઝલ પાસ છ માસ
૯૮
શીટમેટલ ટેકનિશિયન
ધો. ૧૦ પાસ +ITI શીટ મેટલ પાસ છ માસ
૯૯
કાર પેન્ટર એન્ડ જોઈનર
ધો. ૧૦ પાસ + ITI કાર પેન્ટર પાસ છ માસ
૧૦૦
શીપ બિલ્ડિંગ ટેકનિશિયન એડવાન્સ
ધો. ૧૦ પાસ +ITI વેલ્ડર, ફીટર પાસ છ માસ
૧૦૧
ઇસ્યુમેન્ટ મિકેનિક પાવર પ્લાન્ટ
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૨ વર્ષ (એન્જિ.)
૧૦૨
ઇલેક્ટ્રિશિયન પાવર પ્લાન્ટ
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ: ૧૦ પાસ ૨ વર્ષ (એન્જિ.)
૧૦૩
ફાર્માસ્યુટિકલ મશીનરી મિકેનિક
ધોરણ ૧૦ પાસ+ ITI FT/ET/RFM/IM પાસ છ માસ (એન્જિ.)
૧૦૪
ડોમેસ્ટીક હોમ એપ્લાયન્સ રિપેરિંગ
ધોરણઃ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણઃ૧૦ પાસ ૧ વર્ષ (નોન
એન્જિ.)
ધોરણ:૭ તથા ૮ની લાયકાતવાળા અભ્યાસક્રમો
૧૦૫
પ્લમ્બિંગ આસિસ્ટન્ટ
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ:૮ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૧૦૬
મરિન એન્જિનિયરિંગ ટેક્નીશીયન
ધોરણ ૧૨ની પદ્ધતિમાં ધોરણ:૮ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૧૦૭
ટુ વ્હીલર ઓટો રીપેરર
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ:૮ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૧૦૮
સ્યુઈંગ મશીન ઓપરેટર
ધોરણ ૧૨ની પદ્ધતિમાં ધોરણ:૮ પાસ ૩ માસ
૧૦૯
આર્મેચર મોટર રિવાન્ડિંગ
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ:૭ પાસ ૧ વર્ષ (એન્જિ)
૧૧૦
મેન્સ એન્ડ વુમન ગારમેન્ટ મેકિંગ
ધોરણ ૧+૨ની પદ્ધતિમાં ધોરણ:૭ પાસ ૧ વર્ષ (નોન એન્જિ.)
૧૧૧
જનરલ મિકેનિક
ધોરણ ૧૦+રની પદ્ધતિમાં ધોરણઃ૭ પાસર વર્ષ (એન્જિ.)
૧૧૨
વેલ્ડર કમ ફેબ્રિકેટર
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૭ પાસ ૧ વર્ષ (એન્જિ.)
૧૧૩
સર્ટિ કોર્ષ ઈન ડાયમન્ડ ગ્રેડિંગ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૭ પાસ ૩ માસ
૧૧૩-એ
કન્સ્ટ્રકશન ટેકનિશિયન
ધોરણ ૧૨ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ (નોન (એન્જિ)
અંધ અપંગ ઉમેદવારો માટે વિશિષ્ટ અભ્યાસક્રમો
૧૧૪
કોમ્પ્યુટર ઓપરેટર
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ
૧૧૫
સ્ટેનોગ્રાફી અંગ્રેજી
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ(અંગ્રેજી વિષય સાથે) ૧ વર્ષ
૧૧૬
ઓફસેટ પ્રિન્ટર
ધોરણ ૧૨ની પદ્ધતિમાં ધોરણ ૧૦ પાસ ૧ વર્ષ
૧૧૭
એમ્બ્રોઇડરી એન્ડ નીડલ વર્ક
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ
૧૧૮
કીંગ એન્ડ ટેલરિંગ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ
૧૧૯
ઓફસેટ પ્રિન્ટિંગ એન્ડ બુક બાન્ડિંગ
ધોરણ ૧૨ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ
૧૨૦
આર્મેચર મોટર રિવાઇનિંગ
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૭ પાસ (સૂચિત) ૧ વર્ષ
૧૨૧
ડેસ્ક ટોપ પબ્લિશીંગ ઓપરેટર(ડીટીપી)
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ
૧૨૨
પ્લમ્બિગ આસિસ્ટન્ટ
ધોરણ ૧૦+૨ની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ
૧૨૩
ટુ વ્હીલર ઓટો રિપેરર
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ
૧૨૪
હેર એન્ડ સ્કીન કેર
ધોરણ ૧રની પદ્ધતિમાં ધોરણ ૮ પાસ ૧ વર્ષ
૧૨૫
ટેલિફોન ઓપરેટર કમ રિસેપ્શનિસ્ટ
ધોરણ ૧૦ (અંગ્રેજી વિષય સાથે) ૬ માસ

કૌશલ્ય તાલીમને મુખ્ય શિક્ષાણ ઘારા સાથે જોડાણ અંગેની નીતિઃ
શિક્ષણ વિભાગના તારીખ: ૨/૬/૨૦૧૧ના ઠરાવ ક્રમાંક: મશબ/૧૨૧૧/૫૯૦/છ થી જે વિદ્યાર્થીઓએ ધોરણ:૮ પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)નો બે વર્ષ કે તેથી વધુ સમયગાળાની માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલ હોય અને તે માટેની નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (એન.સી.વી.ટી) અથવા ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિગ (જી.સી.વી.ટી)ની પરીક્ષા પાસ કરેલ હોય અને જો તેઓ પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ની અથવા ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશન ની ગુજરાતી તેમજ અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તો તે વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશના હેતુસર ધોરણઃ૧૦ ની સમકક્ષ ગણવા ઠરાવ કરવામાં આવેલ છે.
જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ પાસ કર્યા પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)નો બે વર્ષ કે તેથી વધુ સમયગાળાની માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલ હોય અને તે માટેની નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટેનિંગ (એન.સી.વી.ટી) અથવા ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (જી.સી.વી.ટી)ની પરીક્ષા પાસ કરેલ હોય અને જો તેઓ પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૨ની અથવા ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશનની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તો તે વિદ્યાર્થીઓને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશના હેતુસર ધોરણ-૧૨ ની સમકક્ષ ગણવા ઠરાવ કરવામાં આવેલ છે.
શિક્ષણ વિભાગના તારીખ: ૩/૫/૨૦૧૨ના ઠરાવ ક્રમાંક: પરચ/૧૦૨૦૧૨/યુઓઆર-૧/સ તથા તારીખ: ૧૦//૨૦૧૨ના સુધારા ઠરાવમાં જણાવ્યા મુજબ ધોરણ-૧૦ પછીના આઈ.ટી.આઈ. પેટર્નના અભ્યાસક્રમો પાસ કરેલ તાલીમાર્થીઓને ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ આપવા ઠરાવ કરવામાં આવેલ છે. પ્રવેશ અંગેનો કાર્યક્રમ તથા પ્રવેશ અંગેની માહિતી www.acpdc.in પરથી મળી શકશે.
સામાન્ય વહીવટ વિભાગના તારીખ: ૧૫/૦૫/૨૦૧૨ ઠરાવ ક્રમાંક: રવભ/૧૦૨૦૧૧/યુ.ઓ./૧૯૦/ક થી જે વિદ્યાર્થીઓએ ધોરણ:૮ પછી ઔઘોગિક તાલીમ સંસ્થા (ITI)નો બે વર્ષ કે તેથી વધુ સમયગાળાની માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલ હોય અને તે માટેની નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (એન.સી.વી.ટી) અથવા ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (જી.સી.વી.ટી)ની પરીક્ષા પાસ કરેલ હોય અને જો તેઓએ પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ની અથવા ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશનની ગુજરાતી તેમજ અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો તેવા ઉમેદવારોને સરકારી નોકરીના હેતુસર ધોરણઃ૧૦ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાના ગણવા ઠરાવ કરવામાં આવેલ છે.
જે વિદ્યાર્થીઓએ ધોરણઃ૧૦ પાસ કર્યા પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)નો બે વર્ષ કે તેથી વધુ સમયગાળાનો માન્યતા પ્રાપ્ત કરેલ હોય અને તે માટેની નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (એન.સી.વી.ટી) અથવા ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (જી.સી.વી.ટી)ની પરીક્ષા પાસ કરેલ હોય અને જો તેઓએ પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૨ની અથવા ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશનની ગુજરાતી તેમજ અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો તેવા ઉમેદવારોને સરકારી નોકરીના હેતુસર ધોરણઃ૧૨ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાના ગણવા ઠરાવ કરવામાં આવેલ છે.
ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ, ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના રોજગાર અને તાલીમ ખાતાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો મારફતે રાજ્યના યુવાધનને વિવિધ વ્યવસાયોને લગતા કૌશલ્યની તાલીમ આપવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. રાજ્યના ઉદ્યોગગૃહોની કુશળ માનવબળની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને લઈને ગુણવત્તાસભર અને જરૂરિયાતલક્ષી તાલીમી પ્રશિક્ષણ રાજ્યના યુવાધનને મળી રહે તે માટે રોજગાર અને તાલીમ ખાતાએ બહુ આયામી યોજનાઓ અમલમાં મૂકીને જનસાધારણ માટે રોજગારી અને સ્વરોજગારીના દ્વાર ખોલી આપ્યાં છે. જેની રૂપરેખા નીચે મુજબ છે.

(૧) કારીગર તાલીમ યોજના (સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા):-
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રને કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવાનો તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનૉલૉજી અંગે ઉમેદવારોને તાલીમ આપી, રોજગારી સ્વરોજગારી મેળવવામાં સહાયભૂત થવાનો છે. આ યોજનાના નિયમન માટે રાષ્ટ્રીય કક્ષાએ ભારત સરકારની નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (એન.સી.વી.ટી) કાર્યરત છે.
મુખ્યત્વે ભારત સરકારના શ્રમ મંત્રાલયની કારીગર તાલીમ યોજના હેઠળ , ગુજરાત રાજ્યની વિવિધ સરકારી ગ્રાન્ટ ઈન એઈડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં છ માસ, એક વર્ષ, બે વર્ષ કે ત્રણ વર્ષ સુધીની, લાંબા ગાળાની મુદતના વિવિધ વ્યવસાયના અભ્યાસક્રમોની તાલીમ આપવામાં આવે છે.
રાજ્યમાં વ્યવસાયિક તાલીમ માટે વ્યાપક સુવિધાનું નિર્માણ કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે હાલમાં, ૨૮૨ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (૧,૩૦,૭૭૨ બેઠકો), ૧૧૩ ગ્રાન્ટ ઈન એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો (૧૩,૮૪૪ બેઠકો) તથા ૩૮૪ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો (૨૬,૭૧૫ બેઠકો) મળી કુલ ૭૭૯ સંસ્થાઓમાં કુલ ૧,૭૧,૩૩૧ બેઠકો પ્રાપ્ય છે.
આ યોજના હેઠળ ૧૧૧ એન.સી.વી.ટી. પેટર્નના વ્યવસાયોની તેમજ રાજ્ય કક્ષાની ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (જી.સી.વી.ટી.) પેટર્ન હેઠળના ૬૫ વ્યવસાયોની તાલીમ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.), ગ્રાન્ટ ઈન એઈડ/ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, સરકારી ટેકનિકલ હાઈસ્કૂલો વગેરે સંસ્થાઓ ખાતે આપવામાં આવે છે.
આ યોજના અન્વયે એન.સી.વી.ટી. પેટર્નના તેમજ જી.સી.વી.ટી. પેટર્નના ઉપલબ્ધ વ્યવસાયો અને તેના ટ્રેડ કોડ તથા જરૂરી ન્યુનતમ શૈક્ષણિક લાયકાત, તાલીમનો સમયગાળો વગેરેની વિગતો વેબસાઈટ ઉપર દર્શાવેલ છે. તદઅનુસાર, ઓછામાં ઓછી ૧૪ વર્ષની વય ધરાવતો કોઈપણ ઉમેદવાર કે જે ધો. ૭ થી ૧૨ સુધીની લાયકાત ધરાવતી હોય તે લાયકાત અનુસારના વ્યવસાયમાં મેરિટના આધારે પ્રવેશ મેળવી ઔદ્યોગિક તાલીમ સંસ્થાનોમાં વ્યવસાયિક તાલીમ પ્રાપ્ત કરી શકે છે.
સામાન્ય રીતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું પ્રવેશ સત્ર ઓગસ્ટ માસથી શરૂ થતું હોય છે. જે અંતર્ગત, રોજગાર અને તાલીમ ખાતા દ્વારા દર વર્ષના મે-જૂન માસમાં એસ.એસ.સી.ના પરિણામના એકાદ સપ્તાહમાં વર્તમાનપત્રોમાં પ્રવેશ અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવે છે. સંબંધિત પ્રવેશ સત્રમાં વિવિધ વ્યવસાયમાં ભરવાપાત્ર બેઠકો, સંસ્થાઓ તેમજ વ્યવસાયોની યાદી, પ્રવેશ લાયકાત તેમજ વ્યવસાયિક તાલીમ સંબંધિત અન્ય બાબતોની વિગતવાર માહિતી સંબંધિત માહિતી પુસ્તિકા રોજગાર અને તાલીમ ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
રોજગાર અને તાલીમ ખાતાની વેબસાઈટ
ઓનલાઈન એપ્લીકેશન માંગવામાં આવે છે, આવેલ એપ્લિકેશન પૃથક્કરણ કરી મેરિટ તૈયાર કરવામાં આવે છે. મેરિટના આધારે પ્રવેશ મેળવવાપાત્ર ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે અને મેરિટના આધારે મળવાપાત્ર વ્યવસાયની ઉપલબ્ધ ખાલી બેઠક ઉપર પ્રવેશ આપવામાં આવે છે.
અપંગ ઉમેદવારો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ટટ્યૂશન ફી ભરવામાં મુક્તિ આપવામાં આવે છે. તદ્ઉપરાંત આવક મર્યાદાને ધ્યાને લઈને સંસ્થા ખાતે મંજૂર બેઠકોના ૩૩.૦૩ ટકા તાલીમાર્થીઓને પ્રવર્તમાન નિયમોનુસાર વૃત્તિકા (સ્ટાઈપેન્ડ) પણ આપવામાં આવે છે. તેમજ અ.જ.જા,અ.જા સા.શૈ.પ. વગેરે કેટેગરીના તાલીમાર્થીઓને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત અનુક્રમે અનુસૂચિત જાતિ કલ્યાણ વિ.જા. કલ્યાણ અનુ.જનજાતિ કલ્યાણ ખાતાઓ દ્વારા પણ નિયત દરે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

છાત્રાલયની સુવિધાઓઃ
રાજ્યની ૪૮ સરકારી બૌદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે છાત્રાલયની સગવડ છે. જેમાં રૂ. ૨ ૫૦/- અનામત રકમ તથા રૂ. ૫૦/- છ માસિક સર્વિસ ચાર્જ સાથે તાલીમાર્થીને પ્રવેશ આપવામાં આવે છે. અનામતની રકમ તાલીમાર્થીઓ હોસ્ટેલ છોડી જાય ત્યારે પરત કરવામાં આવે છે.
તાલીમ અને સલામતી :
ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે મુખ્યત્વે, એન.સી.વી.ટી, જી.સી.વી.ટી માન્ય અભ્યાસક્રમોમાં નિયત કર્યા અનુસાર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે. જે પૈકી વિવિધ વ્યવસાયોની પ્રાયોગિક તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને વિવિધ યંત્રો તથા ઉપકરણો સાથે કામ કરવું પડે છે. જે દરમિયાન અકસ્માતની સંભાવના વધી જતી હોય છે. જેના કારણે તાલીમાર્થીને જીવ ગુમાવવો પડે અથવા તો સમગ્ર જીવન અપંગ અશક્ત તરીકે વિતાવવું પડે. આવા સંજોગોમાં ઉપરોક્ત જોખમ સામે રક્ષણ આપવા અને યોગ્ય વીમા કવચ પૂરું પાડવા માટે ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના રૂપિયા એક લાખની મર્યાદામાં ૧લી એપ્રિલ ૨૦૦૮ થી સરકારશ્રી દ્વારા દાખલ કરવામાં આવેલ છે. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે આપવામાં આવતી વિવિધ વ્યવસાયોની પ્રાયોગિક તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને કાચો માલ-સામાન પૂરો પાડવામાં આવે છે. તાલીમ દરમિયાન જરૂરી સાધનો તાલીમાર્થીઓને આપવામાં આવે છે. જે તાલીમ પૂર્ણ થયે સંસ્થામાં પરત જમા કરાવવાના રહે છે.

ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો (ગ્રાન્ટ ઈન એઈડ) સંસ્થાઓ :
રાજ્ય સરકાર હસ્તકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ચાલતા વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોના ધસારાને ધ્યાનમાં લઈ તથા સરકારી સંસ્થાઓમાંની હાલની મર્યાદિત પ્રવેશ ક્ષમતાને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે સહાય કે એનુદાનના ધોરણે ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો ચલાવવાની યોજના અમલમાં મૂકી છે. તે અન્વયે જે ખાનગી સંસ્થા, ટ્રસ્ટ વગેરેને આ કારીગર તાલીમ યોજના હેઠળના અભ્યાસક્રમો ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે અને આવી સંસ્થાઓને આવર્તક ખર્ચના 100 ટકા પ્રમાણે ગ્રાન્ટ આપવામાં આવે છે. હાલ, રાજ્યમાં ૧૧૩ ગ્રાન્ટ ઈન એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો કાર્યરત છે. જેમાં ૧૩,૮૪૪ બેઠકો ઉપર તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

બાંઘકામ ફોગની તાલીમ
બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અસંગઠિત ક્ષેત્રના કામદારોને તાલીમ માટે કુલ ૨૫ સંસ્થાઓમાં કન્સ્ટ્રકશન સ્કીલ તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવેલા છે. જેમાં આ પ્રકારના ટૂંકાગાળાના વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવે છે. જે
(૧) બાર બેન્ડિંગ
(૨) સ્કે ફોલ્ડિંગ
(૩) પ્લમ્બિંગ અને સેનિટેશન
(૪) ફોર્મ વર્ક કારપેન્ટરી
(૫) કન્સ્ટ્રકશન ઈલેક્ટ્રિશિયન અને વાયરમેનના વ્યવસાયોમાં અસંગઠિત ક્ષેત્રના કામદારોને અદ્યતન તાલીમ આપવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

સપિરિયર ટેકનોલોજીના અભ્યાસક્રમો બાબત :
રાજ્યના નવયુવાનોને અદ્યતન ટેકનૉલૉજીથી તાલીમબધ્ધ કરવા માટે અને ઉદ્યોગ ગૃહોની માંગ અનુસાર આધુનિક ટેકનૉલૉજીના સુપિરિયર ટેક્નોલૉજીના નવા અભ્યાસક્રમો નિરંતર બદલાતી ટૅક્નૉલૉજીને ધ્યાને લઈ નવીન ટેક્નૉલૉજીને અનુરૂપ માનવબળની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે જે માટે આ ખાતા દ્વારા ઓટોમોબાઈલ ક્ષેત્રે, સી.એન.સી. ટેકનૉલૉજી, સોલાર ટેકનૉલૉજી, કેમિકલ, એન્વાયરમેન્ટ વગેરે સેક્ટરોમાં કુલ ૨૯ સંસ્થાઓ ખાતે નવીન સુપિરિયર ટેક્નૉલૉજીના વિવિધ સેક્ટરોમાં કુલ ૯૮૪0 ઉમેદવારોને તાલીમ આપવામાં આવેલ છે.

વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમનું મહત્ત્વઃ
રાષ્ટ્ર તથા રાજ્યનું યુવાધન રોજગારી, સ્વરોજગારી મેળવવા માટે પગભર થાય અને ગૌરવપૂર્ણ આજીવિકા મેળવી શકે તે માટે પર્યાપ્ત શિક્ષણની આવશ્યક્તા છે. જેમાં સાહજિક રીતે યુવાધન એસ.એસ.સી, એચ.એસ.સી અને ત્યારબાદ મહદઅંશે વિનયન, વાણિજય, વિજ્ઞાન અથવા અન્ય વિદ્યાશાખાના સ્નાતક અનુસ્નાતકની લાયકાત હાંસલ કરી સરકારી, ખાનગી ક્ષેત્રમાં નોકરી રોજગારી મેળવવાની અપેક્ષા રાખતો હોય છે. પરંતુ, આ પ્રકારની રાબેતા મુજબની શૈક્ષણિક લાયકાતોના સહારે રોજગારી મેળવવાની તકો મર્યાદિત છે અથવા તો ઉચ્ચાંક સાથે ઉચ્ચ લાયકાતો મેળવ્યા બાદ પણ રોજગારીની સીમિત તકોનું નિર્માણ થાય છે. જ્યારે બીજી બાજુ ઓછી લાયકાત ધરાવતા, અર્ધશિક્ષિત, સ્કૂલડ્રોપ આઉટ, સામાન્ય શિક્ષણમાં સરેરાશ દેખાવ કરનારા, ટેકનિકલ જ્ઞાનમાં રુચિ ધરાવતા તેમજ વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરી ઉદ્યોગ જગતમાં, જીવન જરૂરી વ્યવસાયોમાં, કૌશલ્ય દ્વારા રોજગારી સ્વરોજગારી મેળવવાની અપેક્ષા સેવતો વર્ગ પણ છે અને જે ગતિએ વિશ્વમાં ઔદ્યોગિકીકરણનો વ્યાપ વધી રહેલ છે, ટેકનૉલૉજીમાં પરિવર્તન આવી રહેલ છે તે જોતાં આવા કૌશલ્યબધ્ધ વર્ગની કુશળ માનવબળની રાજ્ય, રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે પણ વિપુલ પ્રમાણમાં માંગ જરૂરિયાત ઉપસ્થિત થાય છે. આ તમામ બાબતોની સમતુલા અને સમન્વય રૂપે કૌશલ્ય તાલીમનું અનોખું મહત્ત્વ છે.

મોડ્યુલ એમ્પ્લોયેબલ સ્કીમ MES :
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (DGET), નવી દિલ્હી દ્વારા કૌશલ્ય વિકાસ પહેલ શક્તિ યોજના (SDIS) આધારિત મોડ્યુલર એમ્પ્લોયેબલ સ્કીલ (MES) યોજના વર્ષ ૨૦૦૭-૦૮ થી શરૂ કરેલ છે. રાજયમાં અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલ કામદારો, શાળાકીય શિક્ષણ અધવચ્ચે છોડી જનાર કારખાનામાં કામ કરતા કામદારો કે જેઓ તે પૂરતું કૌશલ્ય ધરાવતા નથી તેવા ઉમેદવારો આ યોજના હેઠળ તાલીમ મેળવી એન.સી.વી.ટી. પ્રમાણપત્ર મેળવી શકે. આ માટે ગુજરાતમાં હાલમાં ૭૬૮ વોકેશનલ ટ્રેનિંગ પ્રોવાઈડર (VTP)ને માન્યતા આપવામાં આવેલ છે. હાલમાં આ યોજના માટે ગુજરાત ખાતે ડીજીઈટી, નવી દિલ્હી દ્વારા પ્રમાણિત કરેલ ૬૧ સેક્ટર અને ૫૭૮ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવેલ છે.

સ્વનિર્ભર તાલીમ સંસ્થાઓ માટેની યોજના :
રાજ્યમાં વ્યવસાયિક તાલીમની સુવિધાઓનું વિસ્તૃતિકરણ કરવા સારું સ્વરોકાણથી એન.સી.વી.ટી., જી.સી.વી.ટી. અભ્યાસક્રમો સ્વનિર્ભર ધોરણે ચલાવવા જાહેર ટ્રસ્ટો પબ્લિક લિ. કંપનીઓને વર્ષ ૧૯૯૯-ર૦૦૦ના વર્ષથી માન્યતા આપવાનું શરૂ કરેલ છે. હાલમાં ૩૮૪ સંસ્થાઓમાં સ્વનિર્ભર ધોરણે ર૬,૭૧૫ બેઠકો ઉપર તાલીમ સુવિધા મંજૂર થયેલ છે.

મોટર ડ્રાઈવિંગ સ્કૂલ :
રાજ્યની ૪૪ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સરકારી મોટર ડ્રાઈવિંગ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલી છે. તદુપરાંત ૪૫ કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રોમાં પણ મોટર ડ્રાઈવિંગ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલ છે. આમ કુલ ૮૯ મોટર ડ્રાઈવિંગ સ્કૂલોમાં યોગ્ય, સલામત અને પદ્ધતિસરનું મોટર ડ્રાઈવિંગ શીખવવામાં આવે છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું