ધોરણ ૧૦ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ
![]() |
| std 10 diploma Engineering |
ગુજરાત રાજ્યની ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમ
ચલાવતી સંસ્થાઓમાં પ્રવેશની કાર્યવાહી એ.સી.પી.ડી.સી.સમિતિ દ્વારા થાય છે.
૧. ડિપ્લોમા ઇજનેરીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ:
સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટૅકનૉલૉજી, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્દુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, આર્કિટેક્ટર આસિસ્ટન્ટશીપ, ઓટોમોબાઈલ, મેટલર્જી, સિરામિક, પાવર ઈલેક્ટ્રોનિક્સ, મેકાટ્રોનિક્સ ઇજનેરી, બાયોમેડિકલ જેવા વિવિધ કન્વેશનલ અને
સ્પેશ્યલાઈઝડ ડિપ્લોમા ઇજનેરીના અભ્યાસક્રમોનું શિક્ષણ રાજયની સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર સંસ્થાઓ દ્વારા
આપવામાં આવી રહ્યું છે.
૨. ડિપ્લોમા અભ્યાસક્રમની મુદત :
(૧) ધો. ૧૦ બાદ ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશની મુદત ૩ વર્ષ (૬
સેમેસ્ટર). (૨) ધો. ૧૦ પછીના સર્ટિફિકેટ હોલ્ડર માટે ડિપ્લોમાના દ્વિતીય વર્ષમાં
પ્રવેશની મુદત ૨ વર્ષ (૪ સેમેસ્ટર)
૩. ડિપ્લોમા અભ્યાસની પ્રવેશ પાત્રતા/લાયકાતઃ
પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરીના અભ્યાસક્રમમાં
પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા ૩૫% માર્ક સાથે એસ.એસ.સી ની પરીક્ષા અંગ્રેજી, ગણિત તેમજ વિજ્ઞાન વિષયો સાથે પાસ કરેલ હોવી
જોઈએ. ધો.૧૦ પછીના આઇ.ટી.આઇ/ટીઇબી પેટર્નના અભ્યાસક્રમો પાસ કરેલ તાલીમાર્થીઓ
ડિપ્લોમા ઇજનેરીના અભ્યાસક્રમોમાં ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મળે છે. જેની વિગતવાર
માહિતી www.acpdc.in પરથી મળી શકશે. વિશેષમાં ધો.૧૦ બાદ ૬ વર્ષનો
ઇન્ટીગ્રેટેડ ડિપ્લોમા ડિગ્રી કોર્સ પણ ઉપલબ્ધ છે.
૪. અભ્યાસક્રમ કોના માટે ઉપયોગીઃ
જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કેરિયર બનાવવા
માંગતા હોય તેમજ ધો. ૧૦ બાદ ટૂંકા સમયગાળામાં (૩ વર્ષમાં) જ ટેકનિકલ ફિલ્ડમાં
નોકરી ઇચ્છુક હોય તેના માટે ડિપ્લોમા શ્રેષ્ઠ વિકલ્પ છે. ધો ૧૦-૧૨ ના અભ્યાસ અને
ત્યારબાદ ૪ વર્ષના ડિગ્રી ઇજનેરી એમ કુલ ૬ વર્ષના સમયગાળાના બદલે ધો.૧૦ બાદ
ડિપ્લોમા અને ત્યારબાદ ડિગ્રી અભ્યાસક્રમ તેટલા જ સમયમાં પૂર્ણ થઇ શકે છે અને તેઓ
રાજ્યમાં લેવાતી વિવિધ ઇજનેરી માટેની એન્ટ્રન્સ પરીક્ષા આપવાની જરૂર રહેતી નથી.
૫. પ્રવેશ પ્રક્રિયા:
ડિપ્લોમા ઈજનેરીના અભ્યાસક્રમમાં પ્રવેશ
અંગેની જાહેરાત ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થાય તે અરસામાં ગુજરાતના અગ્ર ગણ્ય
સમાચારપત્રોમાં આપવામાં આવે છે. પ્રવેશ સમિતિ દ્વારા રાજ્યમાં આવેલ ડિપ્લોમા
ઈજનેરી સંસ્થાઓમાં ઉમેદવારોને પ્રવેશ અંગેની માહિતી મળી રહે, તેમજ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની સમજ આપવાના
હેતુથી હેલ્પ સેન્ટરની રચના કરવામાં આવે છે. પ્રવેશ સમિતિની વેબસાઈટ www.acpdc.in ઉપર વખતોવખત માહિતીઓ, સૂચનાઓ મૂકવામાં આવે છે. જે જોતા રહેવું હિતાવહ છે. ઉમેદવારે પ્રવેશ હેતુ માટે પ્રવેશ સમિતિ દ્વારા નક્કી થતી
બેંકની કોઈ પણ શાખા પરથી માહિતી પુસ્તિકા અને પિન મેળવવાનાં રહેશે અને www.gaudiploma.nic.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ત્યારબાદ જ ઉમેદવાર પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ઉમેદવારે અભ્યાસક્રમ અને
સંસ્થા માટેની પસંદગી ઓનલાઈન આપવાની રહેશે. ઉમેદવારની પસંદગીના આધારે અને કેટેગરી
અને મેરિટ પ્રમાણે નિયમોનુસાર અભ્યાસક્રમ અને સંસ્થા ફાળવવામાં આવશે. ઉમેદવારને
ફાળવવામાં આવેલ અભ્યાસક્રમ અને સંસ્થામાં એડમિશન કાયમ કરવા માટે નિયત ફી ભરીને
નક્કી કરેલ હેલ્પસેન્ટરમાં જઈને અસલ પ્રમાણપત્રો બતાવી એડમિશન સ્લીપ કઢાવવાની
રહેશે.
૬. અભ્યાસક્રમની અંદાજિત ફીનું ધોરણઃ
સરકારી સંસ્થાની રૂ. ૧૦૦૦ વાર્ષિક ફી છે. જ્યારે
સ્વનિર્ભર સંસ્થાની રૂ. ૩૦,૦૦૦ થી ૬૦,૦૦૦
વાર્ષિક ફી છે. કન્યાઓ માટે સરકારી સંસ્થામાં ટ્યુશન ફી શૂન્ય છે. જુદી જુદી
સ્વનિર્ભર સંસ્થાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ એક ફી
નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવેલી છે. આ સમિતિ દ્વારા વખતોવખત કરવામાં આવતી ફી
મુજબ જ દરેક સ્વનિર્ભર સંસ્થાઓએ ફી લેવાની રહે છે. સંસ્થાની ફી અંગેની માહિતી ફી
સમિતિની વેબસાઈડ http://www.frctech.ac.in જોઈ લેવી હિતાવહ છે.
૭.
ડિપ્લોમા પ્રવેશ ૨૦૧૭ના ક્લોઝરની માહિતી:
રાજયની વિવિધ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમોના
ગત વર્ષના પ્રવેશના ક્લોઝરની માહિતી સમિતિની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, આ સાથે એનેક્ષર-૧ માં સામેલ છે.
૮. માનવસંસાધન મંત્રાલય દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજના:
કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા
દિવ્યાંગ વ્યક્તિઓ માટે વધુમાં કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા
અશક્તતાવાળી વ્યક્તિઓ માટેની યોજના હેઠળ શારીરિક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો માટે રાજયની
ચાર સરકારી પોલિટેકનિક
(૧) સરકારી પોલીટેકનિક, પાંજરાપોળ સામે, આંબાવાડી, અમદાવાદ
(૨) કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક, PRL સામે, એલ.ડી.કોલેજ ઓફ એન્જિ.ની નજીક, નવરંગપુરા, અમદાવાદ
(૩) સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટયૂટ, વિદ્યાનગર, ભાવનગર
(૪) ડો. એસ એન્ડ એસ. ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલૉજી, મજુરાગેટ, સુરતની વિવિધ વિદ્યાશાખાઓમાં કુલ ૮૫ બેઠકો પર
પ્રવેશ ઉપલબ્ધ છે.
૯. ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાની વિગત :
પ્રવેશ વર્ષ ૨૦૧૬-૧૭ નાં દરમિયાન ACPDC દ્વારા ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોમાં
પ્રવેશની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેની વિગતો જેવી કે સંસ્થાનું નામ, સરનામું પાળી પ્રમાણે ચાલતા વિવિધ અભ્યાસક્રમો, બેઠકો તેમજ ફી ની માહિતી સમિતિની વેબસાઇટ પર
ઉપલબ્ધ છે.
૧૦.
સ્કોલરશીપ સહાયઃ
ડિપ્લોમા કક્ષાએ ટેકનિકલ શિક્ષણને વધારે ઉત્તેજન આપવા સરકાર સતત પ્રયત્નશીલ છે. વર્ષ ૨૦૦૭-૦૮ થી
ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયની જાહેર કરેલ પુરસ્કૃત યોજનાના પ્રાવધાન અન્વયે
ફી માફી યોજના અંતર્ગતની બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ સમાજના
તમામ વર્ગના ઉમેદવારો કે જેમના કુટુંબના સભ્યોની બધા જ પ્રકારના સ્રોતમાંથી કુલ
વાર્ષિક આવક સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરેલ આવક મર્યાદામાં હોય તેઓને મળી
શકે છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટયૂશન ફી, સાધન-પુસ્તકોની ખરીદી ઉપરાંત જયારે પોતાના
ઘરથી બહાર દૂરના સ્થળે અભ્યાસ અર્થે જતા હોય છે ત્યારે રહેવા-જમવા માટે પણ ઘણો
ખર્ચ થતો હોય છે. આથી અભ્યાસમાં તેજસ્વી આવા વિદ્યાર્થીઓ તેઓના વાલીની મર્યાદિત
આવકને કારણે ફી ચૂકવવા તેમજ નિભાવ ખર્ચમાં આર્થિક સહાય વગર અભ્યાસ આગળ ધપાવવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે. રાજયના ઉચ્ચ શિક્ષણના
અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની
કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય મળી રહે તે માટે ગુણવત્તા અને આવક (Merit
cum Means)ના
માપદંડોને ધ્યાને લઇ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને સમાન ધોરણે આર્થિક સહાય આપવા
ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરિયાતમંદ
યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે
મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે (સરકારશ્રીનો ઠરાવ
ક્રમાંક: પરચ/૧૦૨૦૧૪ યુઓઆર-૬/સ તા. ૭/૧૦/૨૦૧૫).
૧૧. નોકરીની તકો :
સરકારી તેમજ ખાનગી કંપનીઓમાં ટ્રેડ એપ્રેન્ટિસ, આસિસ્ટન્ટ એન્જિ, મેઇન્ટેનન્સ એન્જિ., ટેકનિશિયન, ડિઝાઇન એન્જિ, મશીનિસ્ટ, ફિલ્ડ- સુપરવાઇઝર, મેનેજમેન્ટ ટ્રેઇની, ટેકનિકલ આસિસ્ટન્ટ, જુનિયર પ્રોગ્રામર તરીકે નોકરીની તક ઉપલબ્ધ છે. તદઉપરાંત પૂરતા અનુભવ બાદ
પોતાનો સ્વતંત્ર વ્યવસાયની વિપુલ તકે પણ ઉપલબ્ધ છે.
૧૨.
અંદાજિત પ્રારંભિક પગાર :
માસિક પગાર ૧૧,૦૦૦/- રૂ. થી શરૂ કરી ૪૦,૦૦૦/- રૂ.
૧૩. વધુ માહિતી માટે સંપર્કઃ
ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ સંસ્થાઓ, હેલ્પ સેન્ટર અને ઓનલાઈન પ્રવેશની માહિતી માટે
અધિકૃત વેબસાઈટ, સમિતિનું
સરનામું,
હેલ્પ લાઈન નંબર

ટિપ્પણી પોસ્ટ કરો