ધોરણ -૧૦ ૫છી શું ?
std 10
STD 10 

ધોરણ ૧૦ પછી ધો. ૧૧, ૧૨ માં પ્રવેશ લઈ શકે છે.
વિજ્ઞાન પ્રવાહમાં A GROUP, B GROUP, AB GROUP, મેડિકલ, પેરામેડિકલ, એન્જિનિયરિંગ, બી.એસ.સી. વગેરે અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.
સામાન્ય પ્રવાહમાં B.A., B.COM., C.A., વગેરે અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.
સ્નાતક થઈને G.P.S.C. તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે છે.

• રોજગારીની તકો :
ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર, આર્મી ઓફિસર, શિક્ષક, ઇન્સ્પેકટર શૈક્ષણિક લાયકાત અનુસાર ઉચ્ચ હોદાની નોકરી પ્રાપ્ત કરી શકો તેમજ નિપુણ બિઝનેસમેન બની શકો.
ધો. ૧૧-૧૨ માં અભ્યાસ ન કરવો હોય તો બીજા ઘણા અભ્યાક્રમ ઉપલબ્ધ છે. તેના વિશે જોઈએ

• ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ:
અભ્યાસક્રમની મુદત ૬ સેમેસ્ટરની છે. જો કે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને ફેબ્રિકેશન ટેક્નોલૉજીનો અભ્યાસક્રમ ૮ સેમેસ્ટરનો છે. જેમાં ર સેમેસ્ટર ટ્રેનિંગ હોય છે. તે જ પ્રમાણે આર્કિટેક્ટર આસિસ્ટન્ટ શીપનો અભ્યાસક્રમ ૭ સેમેસ્ટરનો હોય છે. જેમાં ૧ સેમેસ્ટર ટ્રેનિંગ હોય છે.

• પ્રવેશ લાયકાત :
ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ધોરણ ૧૦ પાસ. ધો. ૧૧-૧૨ માં પોતાની સારી ટકાવારી આવે કે કેમ તેવી શંકા ધરાવનારા માટે આ પ્રકારનો અભ્યાસક્રમ એક આદર્શ વિકલ્પ બની શકે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ડિપ્લોમા હોલ્ડરનું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોવાથી ભવિષ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ કરવાની તૈયારી રાખવી.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ, એડમિશન બિડિંગ, સરકારી પોલિટેકનિક, પાંજરાપોળ પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ અથવા GTU ગાંધીનગર હાઈવે અમદાવાદ.
વેબસાઈડ:- www.cdacgujarat.rog / www.gujacpc.nic.in  

ITI કક્ષાના અભ્યાસક્રમોઃ
આજના ટેકનિકલ યુગમાં તાલીમ પામેલા ટેકનિશિયનોની ડિમાન્ડ હોય એ સ્વાભાવિક છે. આ પ્રકારની કારકિર્દી ઘડવા માટે ITI નાં અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમોને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય.
૧. N.C.S.T. નાં રાષ્ટ્રીય કક્ષાના અભ્યાસક્રમો.
૨. G.C.VT. પેટર્નના રાજય કક્ષાના અભ્યાસક્રમો
ઉપરોક્ત અભ્યાસક્રમો પૈકી N.C.VT. પેટર્નનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પાસ કરનારને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને G.C.V.T. પેટર્નનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પાસ કરનારને સ્ટેટ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
અત્યારે આપણા રાજયમાં દરેક તાલુકા મથકે ITIની સંસ્થા છે. સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ પણ છે. આ ITI. સંસ્થામાં ઘણા લાંબા અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ચાલે છે. સરકારી ધારા-ધોરણ મુજબ તેમાં પ્રવેશ અપાય છે. ITI માં લગભગ ૧૨૫ જાતના કોર્સ ચાલે છે. રોજગાર મેળવવા માગતા યુવાનો માટે ITI આશીર્વાદરૂપ છે.
પ્લમ્બિંગ, કાર્પેન્ટરી, બ્લેક-સ્મિથ તેમજ કોમ્પ્યુટરનું કૌશલ્ય ધરાવતા યુવાનો ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ- ઈન્ડિયા તેમજ મેક ઇન ઇન્ડિયામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. વર્તમાન સમયમાં જોઈએ તો વિવિધ વિદ્યાશાખાઓનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોની સરખામણીમાં વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા કૌશલ્ય મેળવનાર ઉમેદવારો માટે રોજગારીની વિપુલ તકો રહેલી છે. અપંગ ઉમેદવારો, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ટ્યૂશન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તથા આવક મર્યાદાને ધ્યાને લઈને સંસ્થા ખાતે મંજૂર બેઠકોના ૩૩.૩% તાલીમાર્થીઓને નિયમાનુસાર સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. અન્ય ખાતાઓ દ્વારા પણ નિયત દરે શિષ્યવૃતિ આપવામાં આવે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
રોજગાર તાલીમ નિયામકની કચેરી, ૧/૩ ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર. www.talimrojgar.rog / www.itiadmission.guj.nic.in  

અભ્યાસક્રમ : • CAD/CAM/CNC ડાઈમેકિંગલ ડિઝાઇન
મુદતઃ- ૩ માસ થી ૪ વર્ષ- કોર્સ મુજબ ફુલ ટાઇમ
લાયકાત:- ધોરણ:- ૧૦ પાસ ગણિત,વિજ્ઞાન, અંગ્રેજી સાથે
વધુ માહિતી માટે સંપર્ક કરો.
ઈન્ડો-જર્મન ટૂલ રૂમ,003, ફેઝ -૪, GIDC- વટવા, અમદાવાદ

• કૃષિ પોલિટેકનિકનાં અભ્યાસક્રમ :
આપણા દેશમાં કૃષિ અને પશુપાલન સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. પશુપાલન ક્ષેત્રે તો ગુજરાત કદાચ સૌથી મોખરે છે.

• ડિપ્લોમા ઇન એગ્રિકલ્ચરઃ (વિવિધ શાખા)
લાયકાત : ધોરણ ૧૦ પાસ, ખેતીવાડીના વિષય ધરાવનારને પ્રથમ પસંદગી.
મુદત : ર વર્ષ
કેન્દ્રો કૃષિ વિદ્યાલય જૂનાગઢ, આણંદ

• લાઈવ સ્ટોક ઇન્સપેકટર/ પશુ નિરીક્ષક
લાયકાતઃ- ધોરણ - ૧૦ પાસ અંગે જી સાથે. ખેડૂત પુત્રને ૫% વેઈટેજ આપવામાં આવે છે.
મુદતઃ- એક વર્ષ
કેન્દ્રો:- સરદાર કૃષિ નગર , દાંતીવાડા, જૂનાગઢ અને નવસારી

• ડિપ્લોમા ઇન હોમ સાયન્સ ટ્રેનિંગ
લાયકાત : ધોરણ - ૧૦ પાસ
મુદત : ૨ વર્ષ
કેન્દ્રો : બાગાયત શાખા, જૂનાગઢ (SC,ST,OBC ને સમાજ કલ્યાણ વિભાગ તરફથી શિષ્યવૃત્તિ મળે છે.) સામાન્ય ઉમેદવારને યુનિ. તરફથી નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળે છે.

• સર્ટિફિકેટ અભ્યાસક્રમો:
- પશુધન નિરીક્ષક તાલીમ
- ગૃહ વિજ્ઞાન તાલીમ
- બે કરી તાલીમ
- મરઘા ઉછેર તાલીમ
- ગ્રામ્ય કારીગર તાલીમ
- માળી તાલીમ
.
• ડિપ્લોમા અભ્યાસક્રમો :
- કૃષિ ડિપ્લોમા
- બાગાયત ડિપ્લોમા
- કૃષિ ઇજનેરી
- એગ્રો પ્રોસેસિંગ
- ગૃહ વિજ્ઞાન ( બહેનો માટે)
- ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ
- કૃષિ સહાકાર, બેન્કિંગ અને માર્કેટિંગ
- ચિકિત્સા અને પશુપાલન

સર્ટિફિકેટ અભ્યાસક્રમો :
પશુધન નિરીક્ષક:
લાયકાત: ધોરણ-૧૦ પાસ અંગ્રેજી સાથે, ખેડૂત પુત્રને ૫% વેઇટેજ આપવામાં આવે છે. ગૃહ વિજ્ઞાન તાલીમ: ધોરણ - ૧૦ પાસ . બે વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ. પ્રવેશ મેળવનાર સામાન્ય ઉમેદવારને યુનિ. તરફથી નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળે છે SC,ST, OBC ને સમાજ કલ્યાણ વિભાગ તરફથી શિષ્યવૃત્તિ મળે છે.

બેકરી તાલીમ : ધોરણ - ૧૦ પાસ, બે કરી સંસ્થામાંથી બે વર્ષનો બેકરી ઉદ્યોગનો અનુભવ ધરાવનાર માટે ધોરણ ૯ પાસ. ઉમર - ૧૫ થી ૩૫ વર્ષ
મુદતઃ-૨૦ અઠવાડિયાનો કોર્સ
કેન્દ્રો:- બેકરી શાખા, જૂનાગઢ, નવસારી, આણંદ

મરઘા ઉછેર તાલીમ: ધોરણ - ૭ પાસ
મુદતઃ ૧0 એઠવાડિયાનો કોર્સ
કેન્દ્ર:- મરઘા ઉછેર તાલીમ કેન્દ્ર, આણંદ ગ્રામ્ય કારીગર
તાલીમઃ- ધોરણ:- ૭ પાસ.
મુદતઃ-૯ પાસ
તાલીમ આપતી સંસ્થા આણંદ મુકામે છે. ખેતીવાડીમાં વપરાતા ઓજારો બનાવવા, રિપેર કરવા અંગેનો ધંધો શરૂ કરી સ્વ-રોજગારી મેળવી શકાય છે.

માળી તાલીમઃ ધોરણ-૭ પાસ
મુદતઃ- ૬ માસનો પ્રમાણપત્રનો કોર્સ.
ઉમર:૧૮ થી ૪૦ વર્ષ. જુન માસમાં પ્રવેશ કાર્યવાહી થાય છે.

ડિપ્લોમા અભ્યાસક્રમોઃ
અંગેજી વિષય સાથે ધોરણ:- ૧૦ પાસ, એથવા માન્ય સમકક્ષ બોર્ડની પરીક્ષા અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારોએ ૩૩% સાથે તેમજ અન્ય ઉમેદવારો એ ૪૦% સાથે પાસ કરેલ હોય તેવા ઉમેદવારો આ કોર્સ માટે અરજી કરી શકે છે.

કૃષિ ડિપ્લોમા- અંગ્રેજી વિષય સાથે
મુદતઃ- ૩ વર્ષ (૬ સેમેસ્ટર)
સંસ્થા:- કૃષિ પોલિટેકનિક, ડીસા, જિલ્લો બનાસકાંઠા

• બાગાયત ડિપ્લોમા :
ધોરણ:- ૧૦ પાસ.
મુદતઃ- ૩ વર્ષ (૬ સેમેસ્ટર)
બાગાયત પોલિટેકનિક, નવસારી

• કૃષિ ઇજનેરી :
ધોરણ:- ૧૦ પાસ.
મુદતઃ- ૩ વર્ષ (૬ સેમેસ્ટર)
કૃષિ ઇજનેરી પોલિટેકનિક, દાહોદ.

• કૃષિ સહાકાર, બેકિંગ અને માર્કેટિંગ:
અંગ્રેજી વિષય સાથે ધોરણ : ૧૦ પાસ.
મુદત : ૩ વર્ષ, નવસારી કૃષિ યુનિવર્સિટી

• ગૃહ વિજ્ઞાન ડિપ્લોમા ( બહેનો માટે) :
અંગ્રેજી વિષય સાથે ધોરણ : ૧૦ પાસ.
મુદત : ૩ વર્ષ (૬ સેમેસ્ટર)
સંસ્થા : હોમ સાયન્સ પોલિટેકનિક, અમરેલી,

ચિકિત્સા અને પશુપાલન :
અંગ્રેજી વિષય સાથે ધોરણ : ૧૦ પાસ
મુદત : ૩ વર્ષ (દ સેમેસ્ટર)
સંસ્થા : કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર.

• ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ:
અંગ્રેજી વિષય સાથે ધોરણ : ૧૦ પાસ.
મુદત : ૩ વર્ષ (૬ સેમેસ્ટર)
સંસ્થા: ઈન ફૂડ સાયન્સ એન્ડ હોમ ઇકોનોમિકસ, આણંદ

• સ્વ- રોજગારીની તકો:
કૃષિક્ષેત્રે નિપુણ ઉમેદવારો પોતાની આવડત. કુશળતા અને અનુભવના આધારે ખેતીવાડીક્ષેત્રે સ્વ- રોજગારી ઊભી કરી શકે છે. જેવી કે જંતુ નાશક દવાઓ બનાવવી અને ખેતીવાડીમાં વપરાતા ઓજારો બનાવવા તેમજ જથ્થાબંધ અથવા છૂટક વેચાણ કરી સ્વ- રોજગારી ઊભી કરી શકે છે. વેટરનરી તથા ડેરી ઉદ્યોગ શરૂ કરીને સ્વ- રોજગારી મેળવી શકે છે.

IGNOU (ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી)ના અભ્યાસક્રમો :
માહિતી માટે સંપર્ક કરો.  S. G. હાઈવે, છારોડી- અમદાવાદ
વેબસાઈટ : www.ignou.ac.in  

• BAOU (બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી) ના અભ્યાસક્રમો:
માહિતી માટે સંપર્ક કરો. નિરમા યુનિવર્સિટીની બાજુમાં, S. G. હાઈવે, છારોડી- અમદાવાદ વેબસાઈટ: www.baou.rog

ડી-ફાર્મસી (આયુર્વેદ):
મુદત: બે વર્ષ સંસ્થા : IPS (INSTITUTE OF PHARMACEUTICAL SCIENCE) C/O ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી, એ. કે. જમાલ બિલ્ડિંગ, ગુરુ નાનક રોડ, જામનગર,

ફિમેલ હેલ્થ વર્કર: (ANM કક્ષાનો અભ્યાસક્રમ)
મુદતઃ- ૧૮ માસ,
વયઃ- ૨૫ થી ૩૫ વર્ષની બહેનો માટે.
વધુ માહિતી માટે સંપર્ક કરો. રાજયની આરોગ્ય સંસ્થાન, સિવિલ હોસ્પિટલ, સેક્ટર-૧૨, ગાંધીનગર

• આયુર્વેદ કમ્પાઉન્ડર:
સંસ્કૃત વિષય સાથે ધોરણ:- ૧૦ પાસ.
મુદતઃ- એક વર્ષ
વયઃ- ૧૬ થી ૨૩ વર્ષ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય, આજવા રોડ, વડોદરા.

• આયુર્વેદ ફાર્મસી ડિપ્લોમા :
ધોરણ:- ૧૦ પાસ.
મુદતઃ- બે વર્ષ IPS (INSTITUTE OF PHARMACEUTICAL SCIENCE)
C/o ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી, એ.કે. જમાલ બિલ્ડિંગ, ગુરુ નાનક રોડ, જામનગર, વર્તમાન સમયમાં લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. તેથી ભવિષ્યમાં આવા કોર્સની ડિમાન્ડ રહેશે. .

• સેનેટરી ઇન્સ્પેકટર ડિપ્લોમા:
ધોરણ:- ૧૦ પાસ.
મુદતઃ- ૧૮ માસ
સંસ્થા:- ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, પુષ્પક બિલ્ડિંગ, કામા હોટેલની સામે, ખાનપુર, અમદાવાદ.

• પ્રી-પી.ટી.સીઃ
ધોરણ - ૧૦ પાસ.
વય - ૨૨ વર્ષ
સંસ્થાઃ- શ્રીમતી માણેકબા પૂર્વ પ્રાથમિક શિક્ષણ તાલીમ કેન્દ્ર, એડાલજ .
જિલ્લો - ગાંધીનગર (બહેનો માટે)

• ફાયરમેન કોર્સ:
ધોરણ:- ૧૦ પાસ,
મુદત:- ૧ વર્ષ જે ઉમેદવારે સાહસિક વૃતિ, શારીરિક ક્ષમતા અને રોમાંચક કારકિર્દી બનાવવી હોય તેવા લોકો આ અભ્યાસક્રમ પસંદ કરે છે.
સંસ્થાઃ- ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા G.C.VT. માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા.
રોજગારીની તકો:- સરકારી ક્ષેત્રોમાં, મ્યુનિસિપાલિટી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતનાં ફાયર સ્ટેશન, સંરક્ષણ ક્ષેત્રે, રેલવે, એરપોર્ટ, જી.ઈ.બી. વગેરેમાં નોકરીની સારી તકો છે.

• પ્લાસ્ટિક ટેક્નોલૉજીઃ
ધોરણ:- ૧૦ પાસ. (ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે)
મુદતઃ- ૩ વર્ષ
અભ્યાસક્રમનું નામ:
૧. ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક ટૅકનૉલૉજી
૨. ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક મોલ્ડ ટૅકનૉલૉજી
સંસ્થા:- સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ પ્લાસ્ટિક ટેકનોલોજી (CPET) ૬-૩૦ GIDC વિસ્તાર, વટવા, અમદાવાદ.
ઔદ્યોગિક એકમ અથવા પોતાના ધંધા દ્વારા સ્વ-રોજગારી પ્રાપ્ત કરી શકાય છે.

• ઈન્ડિયન આર્મીમાં સોલ્જર ટેકનિકલ (MER EXAM):
અપરિણીત પુરુષ ઉમેદવારો કે જેઓ ધોરણ ૧૦ પાસ તથા ૧૬ થી ૨૩ વર્ષ વચ્ચેની વય ધરાવે છે. તેઓને ભારતીય ભૂમિદળમાં જોડાવાની આ પરીક્ષા એક સુવર્ણ તક પૂરી પાડે છે. ઉમેદવારની ઓછામાં ઓછી ઊંચાઈ ૧૬૭ સે.મી., વજન પ0 કિ.ગ્રા. તથા છાતીની પહોળાઈ ૭૭ ૮૨ સે.મી. હોવી જોઈએ. આ ઉપરાંત ઈન્ડિયન આર્મી સોલ્જર, નર્સિગ આસિસ્ટન્ટEXAM તથા ઈન્ડિયન આર્મી સોલ્જર જનરલ ડ્યૂટી EXAM તથા ઈન્ડિયન આર્મી સોલ્જર ક્લાર્કસ EXAM પણ લેવામાં આવે છે. આ બધી જ પરીક્ષાઓ માટે લાયકાત પસંદગી પ્રક્રિયા ઈન્ડિયન આર્મી સોલ્જર EXAM જેવા જ હોય છે. ધોરણ ૧૦ પાસ ઉમેદવારોને સોલ્જર MERની તક મળે છે. વય મર્યાદા ૧૬ થી ૨૧ વર્ષ છે. શારીરિક યોગ્યતા જરૂરી છે. આ ભરતી પ્રક્રિયા ગુજરાતમાં લશ્કરી ભરતી કાર્યાલય દ્વારા જિલ્લા અથવા તાલુકા મથકો એ થાય છે. તેમાં જિલ્લાની રોજગાર કચેરીઓ મદદરૂપ બને છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો:
૧. આર્મી રિક્રુટમેન્ટ કચેરી, કેમ્પના હનુમાન મંદિરની સામે, કેન્ટોન્મેન્ટ, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ.
૨. આર્મી રિક્રુટમેન્ટ કાર્યાલય, સેનેટોરિયમ પાસે, જી.જી. હોસ્પિટલ રોડ, જામનગર,
વેબસાઈટ : www.joinindianarmy.nic.in  

• વિવિઘ જગ્યાઓ માટે યુવાનોની ભરતી :
૧. સોજર જનરલ યૂટી:
ધોરણ:- ૧૦ પાસ.
વય ૧૬ થી ૨૧ વર્ષ
ઊંચાઈ:- ૧૬૭ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા. તથા છાતીની પહોળાઈ ૩૭/૮૨ સે.મી.

૨. સોલ્જર ટેકનિકલ અને નર્સિગ આસિસ્ટન્ટ
ધોરણ:- ૧૦ પાસ. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે.
વય ૧૬ થી ૨૩ વર્ષ
ઊંચાઈ:- ૧૬૭ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા. તથા છાતીની પહોળાઈ ૭૭/ ૮૨ સે.મી.

. સોલ્જર (ટ્રેડસમેન) :
લાયકાત:- નોન મેટ્રિક.
વય ૧૬ થી ૨૫ વર્ષ ઊંચાઈ:- ૧૬૫ સે.મી. વજન ૫૦ કિ.ગ્રા. તથા છાતીની પહોળાઈ ૭૭૮૨ સે.મી.

• ઈન્ડિયન એર ફોર્સ- એરમેન (નોન ટેકનિકલ ટ્રેડ)
પરિણીત પુરૂષ ઉમેદવારો જ અરજી પાત્ર છે.
વય:- ૧૬ થી ૧૯ વર્ષ ઓછામાં ઓછી શારીરિક ઊંચાઈ ૧૫૨.૫ સે.મી., છાતીની પહોળાઈ ૭૫ સે.મી. તથા ઊંચાઈ અને સપ્રમાણ વજન જરૂરી છે. આ ભરતીમાં ગુજરાત સરકારની જિલ્લા રોજગાર કચેરીઓ મદદરૂપ થાય છે.

• ઈન્ડિયન એર ફોર્સ- એરમેન ઈન ડ્રાઈવ મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (MTD) ટ્રેડ:
અપરિણીત ભારતીય પુરુષ ઉમેદવારો કે જેઓ ૧૬ થી ૧૯ વર્ષની વય તથા ધોરણ:- ૧૦ અંગ્રેજી સાથે ઓછામાં ઓછા ૪૫% સાથે પાસ હોય તે અરજીપાત્ર છે. ઓછામાં ઓછી શારીરિક ઊંચાઈ ૧૬૫ સે.મી., છાતીની પહોળાઈ ૭૫ સે.મી. તથા વજન ઊંચાઈનાં પ્રમાણમાં હોવું જોઈએ. તથા અન્ય તબીબી ધોરણોનું પાલન પણ થવું જોઈએ.

• ભારતીય નૌકાદળમાં ARTIFISHER/ એપ્રેન્ટિસ મેટ્રિક એન્ટી રિક્રુટસઃ
લશ્કરી દળોમાં જોડાવાથી મળતા પગાર ભથ્થાં અને બીજી સગવડો ઉપરાંત દેશ માટે કશું ક કરી છૂટવાની જે તક મળે છે. તે વધુ મહત્ત્વની છે. ભારતીય નૌકાદળમાં જોડાવાની ત્રણ અલગ અલગ પ્રકારની તકો આપની પાસે છે. આપણા નૌકાદળમાં નાવિકનું સ્થાનું મહત્વનું છે. આપણા નૌકા દળની મશીનરી, શાસ્ત્રો, વિજાણુંસેન્સર્સઅને જહાજ પરના સાધનોને કાયાંન્વિત કરવાની અને યોગ્ય રીતે જાળવવાનું કાર્ય નાવિકો દ્વારા થાય છે. જામનગર ખાતે INS વાલસુરા નામે આ પ્રકારનું કેન્દ્ર છે, જરૂર પડ્યે પસંદગીનાં નાવિકોને તાલીમાર્થે વિદેશ પણ મોકલવામાં આવે છે. વળી નાવિકોને નૌકાદળમાંથી છૂટા કરતા પહેલા તેમને પ્રિરીલીઝ અભ્યાસક્રમો દ્વારા નાગરિક જીવનમાં ગોઠવાઈ શકે તેની તાલીમ પણ આપવામાં આવે છે. ફક્ત અપરિણીત ભારતીય પુરુષ નાગરિક જ અરજીપાત્ર છે.

ARTIFISHER એપ્રેન્ટિસ (AA)
વય:- ૧૫ થી ૧૮ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ધોરણ-૧૦ ગણિત અને વિજ્ઞાન વિષયો સાથે ઓછામાં ઓછા ૬૦% સાથે પાસ હોવા જરૂરી છે.

મર્ચન્ટ નેવી CET:
લાયકાતઃ- ધોરણ:- ૧૦ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે ઓછામાં ઓછા ૪૦% સાથે પાસ. ઉપરાંત એન્જિનિયરિંગ ટ્રેડનો બે વર્ષનો ITI કોર્સ પ૦% સાથે.
મુદતઃ- ૬ માસ
શારીરિક યોગ્યતાઃ- ધારા-ધોરણ મુજબ
વય મર્યાદા:- ૧૭ વર્ષ ૬ મહિનાથી ૨૫ વર્ષ
વધુ માહિતી માટે સંપર્ક કરો: CET, ૪૦૩/૪૦૪, ગ્રેટ ઈસ્ટર્ન ગેલેરિયા, પ્લોટ નં-૨૦, સેક્ટર-૪, નેરુલ- નવી મુંબઈ.
વેબસાઈટ:- www.seafarers.edu.in  

ઈન્ડિયન નેવીમાં ડોકયાર્ડ એપ્રેન્ટિસ EXAM
લાયકાત : ધોરણ - ૧૦ પાસ પુરુષ ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકે છે.
વય મર્યાદા - ૧૪ થી ૧૯ વર્ષ પસંદગી પામેલ ઉમેદવારોને સામાન્ય રીતે ૩ વર્ષ માટે નેવલ ડોકયાર્ડ સ્કૂલ, મુંબઈ ખાતે તાલીમ માટે મોકલવામાં આવે છે. આ તાલીમ દરમિયાન દર મહિને સ્ટાઈપંડ પણ ચૂકવવામાં આવે છે.

• ઈન્ડિયન નેવીમાં સેઈલર:
લાયકાત:- ફક્ત અપરિણીત ભારતીય પુરુષ નાગરિક જ અરજીપાત્ર છે.
ધોરણ:- ૧૦ ગણિત, વિજ્ઞાન, સાથે ઓછામાં ઓછા ૫૫ % સાથે પાસ.
વય મર્યાદા:- ૧૬ થી ૧૯ વર્ષ
શારીરિક યોગ્યતાઃ- ઊંચાઈ ૧૫૭ સે.મી. ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી અનિવાર્ય છે. શરૂઆતમાં ૨૪ અઠવાડિયાની બેઝિક ટ્રેનિંગ INS ચિલ્કા ખાતે હોય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો: ઈન્ડિયન નેવી, C/O INS, વાલસુરા- જામનગર
વેબસાઈડ: www.navisenabharti.mail.in  

• CRPFમાં કોસ્ટેબલ (જનરલ ડયૂટી):
ફક્ત ભારતીય પુરુષ નાગરિ ક જ અરજીપાત્ર છે.
લાયકાત:- ધોરણ:- ૧૦ પાસ
વય મર્યાદા: ૧૮ થી ૨૩ વર્ષ SC અને ST ઉમેદવારો માટે ૫ વર્ષ અને OBC ઉમેદવારો માટે ૩ વર્ષની છૂટ.
શારીરિક યોગ્યતાઃ- ઊંચાઈ ૧૭0 સે.મી. છાતીની પહોળાઈ ૮૦ થી ૮૫ સે.મી. વજન
ઊંચાઈનાં સપ્રમાણ હોવું જરૂરી છે.

BSF (બોર્ડર સિકયોરિટી ફોર્સ) માં કોસ્ટેબલ (જનરલ ડ્યૂટી)
લાયકાત:- ધોરણ:- ૧૦ પાસ
વય મર્યાદા:- ૧૮ થી ૨૩ વર્ષ SC અને GST ઉમેદવારો માટે ૫ વર્ષ અને OBC ઉમેદવારો માટે ૩ વર્ષની છૂટ. ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ તથા લેખિત કસોટી ફરજિયાત છે.

• સ્ટાફ સિલેકશન કમિશનની મલ્ટી ટાસ્ક કમ્બાઈન્ડ EXAM લાયકાતઃ-
ધોરણ:- ૧૦ પાસ
વય મર્યાદા:- ૧૮ થી ૨૫ વર્ષ SC અને ST ઉમેદવારો માટે ૫ વર્ષ અને OBC ઉમેદવારો માટે ૩ વર્ષની છૂટ.
સ્પર્ધાત્મક પરીક્ષાની રૂપરેખા : મુખ્ય બે લેખિત પરીક્ષાઓ  (૧) પ્રિલિમિનરી અને (૨) ફાઈનલ
વધુ માહિતી માટે સંપર્ક કરો: સ્ટાફ સિલેકશન કમિશન, પ્રતિષ્ઠા ભવન, જૂનું C.G.O. બિલ્ડિંગ, M.K. માર્ગ, મુંબઈ- ૪૦૦૦૨૦ વેબસાઈટ:- www.ssc.nic.in  

• રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ:
રેલવેઝમાં એટલે કે રેલવે સુરક્ષા દળમાં વોટર કેરિયર, સફાઈવાળા, માળી, ધોબી, દરજી, મોચી જેવા ગૌણ કર્મચારીઓની ભરતી પણ થાય છે. આ પદો માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ -૮ પાસ છે. અને વય મર્યાદા:૧૮ થી ૨૫ વર્ષ છે. ફક્ત પુરુષ ઉમેદવાર જ અરજીપાત્ર છે. ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ તથા લેખિત કસોટી અને મૌખિક કસોટીમાં પાસ થવું ફરજિયાત છે. રેલવેમાં ગ્રૂપડીપોસ્ટ અંતર્ગત ગેંગમેન , ટ્રેકમેન, ખલાસી, પ્લેટફોર્મ પોર્ટર, પાર્સલ પોર્ટર, સફાઈવાળા જેવી પોસ્ટ પર પણ ભરતી થાય છે. ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ -૮ પાસ છે. વય મર્યાદા:- ૧૮ થી ૩૩ વર્ષ છે. લેખિત પરીક્ષા અને શારીરિક ક્ષમતા કસોટી ફરજિયાત છે. તો વિદ્યાર્થીમિત્રો, આ રીતે ધો. ૧૦ પછી યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરીને સમયના યોગ્ય આયોજન દ્વારા કારકિર્દીની ગાડી સફળતાના ટ્રેક પર પૂરપાટ ઝડપથી દોડાવી શકાય છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું