બાયો/નેનો ટેક્નોલોજીમાં કારકિર્દી
![]() |
| Career in Bio / Nanotechnology |
ભારતમાં જે ઝડપથી વિવિધ ક્ષેત્રો વિકસી
રહ્યાં છે તેમાં મુખ્ય છે બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી યાને ટેકનોલોજીનો
સમન્વય, એટલે કે જીવવિજ્ઞાન અને પ્રાદ્યોગિક શબ્દો ભેગા કરીએ તો
જીવપ્રાદ્યોગિકી કરી શકાય. તાજેતરમાં ભારતમાં બાયો ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ તથા
ડેવલપમેન્ટનું પ્રમાણ વધતું જાય છે. આ બાયોટેકનોલોજીમાં આજે ઘણા વિષયોનો સમાવેશ
કરવામાં આવ્યો છે.
બાયો ટેક્નોલોજીમાં
બાયો એન્જિનિયરિંગ, બાયોકેમિસ્ટ્રી (જીવ રસાયણશાસ્ત્ર) માઇક્રો બાયોલોજી (સૂક્ષ્મ જીવ વિજ્ઞાન) કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર)
જીનેટીક એન્જિનિયરિંગ, ટિશ્યુકલ્ચર, સ્ટેમસેલ ટેકનિક, ડીએનએ ટેક્નોલોજી, એન્ઝાઇમ ટેક્નોલોજી ઇમ્યુનો ટેકનોલોજીસ, ઔષધક્ષેત્રે, તબીબી ક્ષેત્રે ઉપરાંત વનસ્પતિક્ષેત્રે નવી
નવી જાતોના વિકાસ જેવા વિષયને આવરી લેવામાં આવ્યો છે.
જીવવિકાસ શાસ્ત્રની
ક્ષમતાઓને માનવજાતિના બૌધિક પ્રયાસ તરીકે અનુસરીને રોગમુકત, આહાર સુનિશ્ચિત તથા સ્વચ્છ અને સલામત
વાતાવરણમાં રહેતા સમાજનું નિર્માણ કરવું કે જે અંતે માનવજાતને સામાજિક, આર્થિક વૃદ્ધિ તથા પ્રગતિ તરફ દોરી જાય.
આજે સમગ્ર દેશમાં બાયોટેકનોલોજી
ક્ષેત્રે ખૂબ જ સંશોધનો થઇ રહ્યા છે. દેશમાં કર્ણાટકના બેંગાલુરુમાં આ ક્ષેત્રે
સંશોધનો કરતી ઘણી સંસ્થાઓ આવેલી છે. આને કારણે બાયોટેક ઉદ્યોગોનો વિકાસ થયો છે. જયારે ગુજરાતમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી
મિશન (જીએસબીએમ) ગાંધીનગર ખાતે ખાસ વિભાગ શરૂ થયો છે જેને કારણે બાયોટેકનોલોજી
ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. જેની ઓફિસ બ્લોક ૧૧ નવમો માળ, ઉદ્યોગભવન, ગાંધીનગર-૩૮૨૦૧૧ ખાતે છે.
ટેલિફોન નં. ૦૭૯-૨૩રપર૧૯૦, ૦૭૯-૨૩રપર૧૯૭,
આ વિભાગ દ્વારા
ગુજરાતમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે ખૂબ ઔદ્યોગિક વિકાસ થાય તેમજ તેના લગતા
અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપવું. તેમના દ્વારા લોકો બાયોટેકનોલોજી દ્વારા સારી
જાણકારી મળે તે માટે ઘણા જિલ્લામાં આવેલા લોકવિજ્ઞાન કેન્દ્રો ખાતે ખાસ કોર્નર
બનાવ્યાં છે, તેમાં
બાયોટેકનોલોજીનું મહત્વ સમાવવામાં આવે છે. જે
વિદ્યાર્થીઓ બાયો ટેક્નોલોજી ક્ષેત્રે કારકિર્દીનું નિર્માણ કરે તે માટે
માર્ગદર્શન પુરું પાડે છે.
સંશોધનઃ- .
વિકાસ ક્ષેત્રે તેની
કારકિર્દી જુનિયર સંશોધન ફેલો, સિનિયર સંશોધન એસોસિએટ, સંશોધન મેનેજર સંશોધન આસિસસ્ટન્ટ, જૂનિયર વૈજ્ઞાનિક, લેબ ટેકનિશિયન, એનવાયરમેન્ટલ બાયોટેક્નોલોજીસ્ટ, પ્લાન્ટ પેથોલોજીસ્ટ, માઇક્રો બાયોલોજીસ્ટ, કવોલિટી કન્ટ્રલ એનાલીસ્ટ, કવોલિટી કન્ટ્રોલ એન્જિનિયર, વેલિડેશન એન્જિનિયર અનેટેકનિશિયન બનાવી શકે.
એકેડેમિક ક્ષેત્રેઃ
આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લેબોરેટરી આસિસ્ટન્ટ, વૈજ્ઞાનિક તરીકે, લેબોરેટરી કોર્ડિનેટર તરીકે કારકિર્દી બનાવી
શકે.
ક્લિનિકલ ક્ષેત્રો, કોર્ડિનેટર, પ્રોગ્રામ, ડેટા સ્પેશિયાલિસ્ટ, સંશોધન એસોસિએટ, એનિમલ ટેકનિશિયન તેમજ ડ્રગ ડિઝાઇનના વિવિધ ક્ષેત્રે કારકિર્દીનું નિર્માણ
કરી શકે. આથી ખ્યાલ આવશે કે એકવીસમી સદીમાં બાયોટેક્નોલોજી ક્ષેત્ર ખૂબ જ અગત્યનું
છે.
બાયોટેકનોલોજીના અભ્યાસક્રમોમાં જોઇએ તો બાયોટેકનોલોજીમાં
બી.એસસી., એમ.એસસી. અને પી.એચડી. સુધીના અભ્યાસક્રમો છે. જેના દ્વારા
સંશોધન ક્ષેત્રે તેમજ શૈક્ષણિક ક્ષેત્રે નોકરીની તકો મળી રહે છે.
સૌ પ્રથમ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં
ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને બાયોલોજી વિષયો હોવા જોઇએ. બી.એસ.સી. તે
૧૨માં ધોરણ પછી ત્રણ વર્ષનો અને એમ.એસ.સી. થવું હોય તો બી.એસ.સી. પછી બે વર્ષ
સુધીનો અભ્યાસક્રમ છે.
અભ્યાસક્રમો
(૧) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ
રિસર્ચ, અમદાવાદ
(૨) નિરમા યુનિવર્સિટી, અમદાવાદ
(3) સી.યુ.શાહ કોલેજ, વઢવાણ
(૪) સરકારી વિજ્ઞાન કોલેજ, અમદાવાદ
(૫) ચારૂસેટ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી
(૬) ગણપત યુનિવર્સિટી, ખેરવા, જિલ્લો: મહેસાણા
(૭) ઇન્દુ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ, વડોદરા
(૮) પારુલ યુનિવર્સિટી, વડોદરા
(૯) પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજ એન્ડ એમ.ડી. પટેલ આર્ટ્સ કોલેજ, કડી
(૧૦) સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ
(૧૧) શ્રી એમ. એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજ, રાજકોટ
(૧૨) શેઠ એન. એમ. કોલેજ, પાટણ
(૧૩) ક્રાઇસ્ટ કોલેજ, રાજકોટ સેન્ટ
ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
(૧૪) ઉ કા તરસાડિયા યુનિવર્સિટી, બારડોલી
(૧૫) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા
(૧૬) રાય યુનિવર્સિટી, ધોળકા
(૧૭) બાયોટેક્નોલોજી ભવન, ગુજરાત
યુનિવર્સિટી, અમદાવાદ
(૧૮) બાયોટેકનોલોજી ભવન, સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી, રાજકોટ
એન્જિનિયરિંગમાં બી.ટેક કરવા માટે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં
પી.સી.એમ. વિષયો સાથે બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ માટે જોઇન્ટ એન્ટ્રસ એકઝામિનેશન
(જેઇઇ) પાસ કરવી જરૂરી છે. ગુજરાતમાં ગુજકેટ પરીક્ષા આપી શકાય છે.
આ ઉપરાંત ભારતમાં બાયોટેક સ્કૂલ આવેલ છે. તેના નામોમાં
(૧) સ્કૂલ ઓફ સાયન્સ, હૈદ્રાબાદ
યુનિવર્સિટી, હૈદ્રાબાદ
(૨) જૈન પ્રાઘોગિકી (ટેકનોલોજી) સ્કૂલ, જે. એન. યુ. નવી દિલ્હી,
(૩) રાજીવ ગાંધી જૈવ પ્રાદ્યોગિકી કેન્દ્ર, તિરૂવનંતપુરમ કેરલ,
(૪) ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, મુંબઇ
(૫) આણ્વિક જીવવિજ્ઞાનતથાજીનેટિક એન્જિનિયરિંગ
વિભાગ,
જી.બી. પંત કૃષિ
ઔદ્યોગિકી સંસ્થા, પંત નગર
(૬) પી. ઇ.એસ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી
બેંગ્લોર.
(૭) માઇક્રો બાયોલોજી અને બાયો ટેક્નોલોજી
વિભાગ,
એમ.એચ. વિશ્વવિદ્યાલય, વડોદરા ગુજરાત.
દેશમાં વિવિધ
વિશ્વવિદ્યાલયમાં એમ.એસસી. બાયોટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા
યોજાય છે. જે કમ્બાઇડ બાયોટેકનોલોજી એન્ટ્રન્સ એકઝામ (સી.બી.ઇ.ઇ.) તરીકે ઓળખાય છે
જે દ્વારા એમ.એસસી. બાયોટેક્નોલોજી એમ.એસસી. એગ્રીકલ્ચર, બાયોટેક અને એમ. ટેક બાયોટેકમાં પ્રવેશ મેળવી
શકાય છે. દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જે.એન.યુ.) આ પરીક્ષાનું આયોજન
કરે છે.
પરીક્ષા આપવા માટે પપ ઓછામાં ઓછા ટકા ગુણ હોવા
જોઇએ. દેશભરમાં ૬૮ સ્થળોએ પરીક્ષા લેવાય છે. એપ્લીકેશન ફોર્મ રજીસ્ટ્રર જે.એન.યુ.
નવી દિલ્હી-૧૧૪૦૬૭ થી મેળવી શકાય છે. પી.એચડી. કરવા માટે ફેલોશિપ આપવામાં આવે છે.
ગેટ પરીક્ષા (એન્જિનિયરિંગ ગ્રે જયુએટ), યુ.જી.સી., જુનિયર રિસર્ચ ફેલો, સી. એસ.આઇ.આર., આઇ.સી.એમ.આર. માંથી ફેલોશિપ
મળી શકે છે. ભારતમાં આઇ.આઇ.એસ.સી. જેવી સંસ્થામાં બી.એસ.સી. પછી ૬ વર્ષનો પી.એચડી.
અભ્યાસક્રમ રાખવામાં આવેલ છે.
વેબસાઇટ:
૨૧મી સદીમાં બાયોટેકનોલોજીનું મહત્વ ઘણું છે.
તેના દ્વારા ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કરી શકાય છે.
૨૧મી સદી કદાચ આશ્ચર્યસર્જક બને તેમ છે. તેમાં
મુખ્ય ફાળો નેનોટેકનોલોજીનો હશે. નેનો ટેકનોલોજી બહુવિધ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી
અત્યંત ઝડપી વિકસીત રહેલ ટેકનોલોજી છે.
નેનોટેકનોલોજી અને તેનો સાયન્સશું છે?
નેનો ટેકનોલોજી એટલે પરમાણિવક અથવા આશ્વિક માપદંડ ધરાવતી
ટેકનોલોજી. નેનોટેક્નોલોજી અંતર્ગત ”નેનોસ્ટ્રકચર” બનાવવાની ટેકનોલોજીનો વિકાસ અને ”નેનોસ્કલ
ડિવાઇસ''ની જેમ તેની ઉપયોગીતાનો સમાવેશ થાય છે. એક નેનોમીટર બરોબર એક
મીટરનો એક અબજમો ભાગ (૧૦૯ nm),
આ રીતે ગ્રામનો એક અજબનો ભાગ એટલે નેનો
ગ્રામ આવા એક અદેશ્ય એલમાં સમજવાં એક પડકારરૂપ બાબત છે.
એરિક ફેક્સલેરે ઇ.સ. ૧૯૮૬માં
નેનોટેકનોલોજી શબ્દ પ્રચલિત કર્યો તેણે તેમની નવલથા “Engines of Creatikon”માં આણ્વિક સ્તરે યંત્રો બનાવાની વાત કરી હતી. નેનોટેક્નોલોજી
વડે નવીનત્તમ રચનાઓ જેમ કે
"સેન્સર ડિવાઇસ” સૂક્ષ્મ સ્તરે નિયંત્રણ અને નિયમન થઇ શકે. નેનો ફેલ ઉપર કદ અને
વજનના ઘટાડા સાથે રચનાઓમાં અભુત કાર્યક્ષમતા, સંવેદના અને
સારી રીતે નિયંત્રણ પ્રાપ્ત થઈ શકે છે.
નેનો સાયન્સ એટલે નેનો રચનાઓનો પરમાણ્વિક કે
આવિક સ્તરે સિદ્ધાંતો અને ગુણધર્મોનો અભ્યાસ, આથી આવનારા સમયમાં નેનોટેક્નોલોજી થકી જનસમાજના કલ્યાણ અને વિકાસની અદભૂત તકો
રહેલી છે.
અત્યારે આ ટેકનોલોજીનો વિવિધ સ્તરે ઉપયોગમાં
લેવા માટેના સંશોધનો થઇ રહ્યા છે. જેમ કે ઓટોમોબાઇલ
ઉદ્યોગોમાં, વજન ઘટાડવા આમ છતા મજબૂતાઈ વધારવામાં, ડાઘ કે કોઇ સ્કેચનો પ્રતિકારક થઇ શકે, રંગોમાં, ટાયર, સેન્સરમાં, પડ ચડાવવામાં
(કોટીંગ), રસાયણ ઉદ્યોગોમાં-ઉદીપક તરીકે, રંગો
બનાવવામાં કમ્પોઝાઇટ મટિરિયલ, મેગ્નેટિક ફયુઇડ, તેમજ એડહેસિવની બનાવટમાં આવી રહ્યો છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે
મશીનોને રક્ષણ મળે તે માટે સૂક્ષ્મ પડ ચઢાવવામાં, નાના
સાધનો અને મશીન બનાવવામાં જગ્યા ઓછી રોકે, બેરીંગ, લ્યુબ્રિકન્ટ તૈયાર કરવામાં થઇ રહ્યો છે. ઇલેકટ્રોનિક ક્ષેત્રે
ડીસપ્લે, ડેટા મેમરી લેસર ડાયોડ, ફાઇલ ઓપ્ટિક, ઓપ્ટિકલ સ્વીચીઝ, ફિલ્ટર
કન્ડક્ટરમાં ઉપયોગ થાય છે. બાંધકામ ક્ષેત્રે ટાઇલ્સ બનાવવામાં, અગ્નિપ્રતિરોધક, છાપરાની
બનાવટમાં, સ્તરને પડ ચઢાવવામાં, તબીબી ક્ષેત્રે
ખાસ પ્રકારના ઔષધો બનાવવામાં જે રોગોનો નાસ કરે (ટાર્ગેટ ફૂગ) તથા દવાનો ફાયદો
ઝડપથી થાય, એન્ટિ માઇક્રો બાયલ, એજન્ટ, નિદાનમાં વપરાતા સાધનોમાં, કપડાં
ઉદ્યોગમાં, ડાઘ દૂર કરવામાં ઘડી ન પડે તેવા કપડાં બનાવવામાં, શરીરને અનુકૂળ હોય તેવા સ્માર્ટ કપડાં તૈયાર કરવામાં, ઉર્જાક્ષેત્રે બળતણ કોષ, સોલાર સેલ, બેટરી તથા કેપેસિટર બનાવવામાં આજ રીતે સૌંદર્ય પ્રસાધનમાં
સનસ્ક્રીમ લિપસ્ટિક, ટૂથપેસ્ટ ક્રીમ વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવામાં, ઉમરણ તરીકે તેમજ
પેકેજીસ તૈયાર કરવામાં તેમજ રમત-ગમત ક્ષેત્ર ટેનિશ રેકેટ તૈયાર કરવામાં, ગોલ્ફ,
ટેનિસ બોલમાં, બોટને કોટીંગ કરવામાં, તબીબી ક્ષેત્રે
કાર્બન નેનો ટયૂબ તૈયાર કરવામાં આવેલ છે. આ રીતે એમ કહી શકાય કે નેનોટેકનોલોજીનો
ઉપયોગ ક્યાં ક્ષેત્રમાં નથી? બધાં જ ક્ષેત્રોમાં
તેનો ઉપયોગ છે. સાધન નાના બનશે, જગ્યાઓ ઓછી રોકાશે, કાર્યક્ષમતા વધશે, ખર્ચ પણ ઓછો
આવશે. આવા બધા જ ફાયદાઓ જોઇ નેનો ટેકનોલોજી એક ઉમદા કારકિર્દીનું ક્ષેત્ર બની
રહ્યું છે.
ભારતમાં નોનો ટેકનોલોજીના અભ્યાસની તકોઃ
નેનો ટેકનોલોજી એક એવી
ટેક્નોલોજી છે જે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન, બાયોઇન્ફોમેટિક બાયોટેકનોલોજીને સાંકળી લે છે. ભારતમાં આ ક્ષેત્રે વિકાસ થવાની
શરૂઆત થઇ ગઇ છે. સમય જતાં એ ક્ષેત્રે સફળ થનારાઓને વિવિધ ઉદ્યોગોમાં તેમજ સંશોધનો
કરતી પ્રયોગશાળામાં તેમજ તબીબીક્ષેત્રો નોકરીની તકો મળી શકે છે. આ ટેકનોલોજીનો
અભ્યાસ નીચેની સંસ્થાઓમાં થાય છે.
(૧) સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટસ
ઓર્ગેનાઇઝેશન, ચંદીગઢ.
(૨) સોલિડ સ્ટેટ ફિઝિકસ, દિલ્હી
(૩) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટઓફ સાયન્સ બેંગ્લોર
(૪) જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ
સાયન્ટિફિક રિસર્ચ, બેંગ્લોર,
(૫) નેશનલ કેમિકલ લેબોરેટરી, પૂણે
(૬) આઇ.આઇ.ટી. કાનપુર, ચેન્નાઇ, ગુવાહટી, દિલ્હી, મુંબઇ, ખડગપુર
(૭) એમીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો ટેક્નોલોજી
નોઇડા
(૮) બનારસ હિન્દુ યુનિવર્સિટી અને દિલ્હી
યુનિવર્સિટિમાં સંશોધન કરવાની સવલતો ઉપલબ્ધ છે.
(૯) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેનો ટેકનોલોજી
અને નેનો સાયન્સ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બી.એસ.સી. ભૌતિક શાસ્ત્ર
બાદ પ્રવેશ મેળવી શકાય છે.
(૧૦) રાજકોટ ખાતે વી.વી.પી. એન્જિનિયરિંગ
કોલેજમાં નેનોટેકનોલોજીમાં બી.ઈ. થઇ શકાય છે. ૬૦ જગ્યાઓ છે. ફોન નં. ૦૨૮૧૨-૨૭૮૩૩૯૪.
(૧૧) આઇ.ટી.આઇ. રૂરકીમાં નેનો મેડિસિન
સેગમેન્ટ જેવા ક્ષેત્રોમાં સંશોધન કાર્યનું સંચાલન કરવામાં આવે છે.
ભારતમાં કેન્સ સોફટવેર ઇન્ટરનેશનલ મોનાડ
નેનોટેક, વેલ્થી ઓનેનોટેક, ઇનોવેશન્સ, યુનિફાઇડ ટેક્નોલોજી, ક્વેટ્સ નેનો સિસ્ટમ, નાગ નેનોટેક, નેનો ટેક જેવી કંપનીઓ છે. જે નેનોટેકનોલોજીમાં અભ્યાસ
કરનારાઓને તક આપે છે.
આ ઉપરાંત, નેનોટેકનોલોજીમાં અભ્યાસ ધરાવનારને અન્ય
ક્ષેત્રો જેવા કે અવકાશ વિજ્ઞાન, ફોરેન્સિક સાયન્સ, નેનો પાવર જનરેટિંગ સેકટર, સ્ટેમ સ્કેલ ડેવલપમેન્ટ, નેનોટોકિસકોલોજી, કૃષિ, ફૂડ એન્ડ બેવરેજીસ, જીનેટિકર્સ, નેનોલીથો ગ્રાફર.
આજે વિશ્વના દેશો જેવા કે યુ.એસ.એ, જપાન,
જર્મની, ચીન
અને ફ્રાંસે નેનોટેકનોલોજીના વિકાસ માટે અબજો રૂપિયાના ફંડો ફાળવ્યા છે. તેમને
તેના લગતા સંશોધન માટે ઘણી કંપનીઓ કાર્ય કરી રહી છે. તેથી જેમને પરદેશમાં રોજગારી
માટે જવું હોય તેમને ઘણી તકો રહેલી છે. નેનોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ટ્વિટર્ઝલેન્ડ, મેસેપ્યુટસ યુનિવર્સિટી, નેનોટેકનોલોજી
ઇન્સ્ટિટયૂટ ન્યૂયોર્ક, અમેરિકા, કેમ્બ્રિજ
યુનિવર્સિટી, બ્રિટન તેમજ જર્મની ખાતે ઘણી પ્રયોગશાળામાં આ અંગેના સંશોધનો
થઇ રહ્યા છે. તેથી આ ક્ષેત્રોમાં રોજગારીની તકો છે.

ટિપ્પણી પોસ્ટ કરો