એસ.એસ.સી. 


SSC
SSC

ધોરણ-૧૦ (S.S.C) બાદ વિદ્યાર્થી પોતાની કારકિર્દીના ઉપલબ્ધ વિવિધ વિકલ્પો પૈકી કોઈ એક યોગ્ય વિકલ્પ પસંદગી કરે છે, કે જેનાથી તેનું કાર્યક્ષેત્ર (Field) નક્કી થાય છે. જેને તેની કારકિર્દીનો પ્રથમ તબક્કો ગણી શકાય.

નીચેના ચાર્ટ દ્વારા ધોરણ-૧૦ (s.s.c.) બાદ ઉપલબ્ધ જાણીતા અને લોકપ્રિય વિકલ્પોની યાદી જોઈએ..

ધોરણ-૧૦ (S.s.c.) પછી પ્રાપ્ય કારકિર્દી વિષયક વિકલ્પોઃ

ધોરણ ૧૧-૧૨

ડિપ્લોમા એન્જિનિયરિંગ
આઈ.ટી.આઈ.નાં અભ્યાસક્રમો
અન્ય અભ્યાસક્રમો
સ્પર્ધાત્મક પરીક્ષા
(A,B,A-B ગ્રુપ) - સામાન્ય પ્રવાહ (વાણિજય, વિનયન - વ્યવસાયલક્ષી પ્રવાહ બુનિયાદી પ્રવાહ - ગૃહ વિજ્ઞાનપ્રવાહ
જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમો
1. NVT પેટર્નના વ્યવસાયો અંગેના અભ્યાસક્રમો ઉપરાંત સેન્ટર ઓફ એક્સેલન્સના વ્યવસાય અંગેના
2. GCVT પેટર્નના વ્યવસાયો અંગેના અભ્યાસક્રમો
૧. ડો ઈંગ એન્ડ પેઈન્ટિંગ
૨. એપ્લાઈડ કોમર્શિયલ આર્ટ
૩. ક્લપચર એન્ડ મોડેલિંગ
૪. ISTRના અભ્યાસક્રમો
૫. G.K.S.ના અભ્યાસક્રમો
૬. કૃષિ પોલેટેનિકના અભ્યાસક્રમો - ડિપ્લોમાં કોર્સિસ - સર્ટિફિકેટ કોર્સિસ
૭- IGNOUના અભ્યાસક્રમો
૮-BAOUના અભ્યાસક્રમો
૯. ડિ.ફાર્મ (આયુર્વેદ)
૧૦. હેલ્થ વર્કર (માત્ર બહેનો)
૧૧. આયુર્વેદ કમ્પાઉન્ડર
૧. બાદ મર્ચન્ટે નવી
૨. સ્ટાફ સિલેકશન કમિશન
૩. I.A.F.
૪. ઇન્ડિયન નેવી
૫. ઇન્ડિયન આર્મી
૬. B.S.F.
૭.C.R.P.E.

ધોરણ-૧૧ અને ૧૨

સામાન્ય રીતે કોઈપણ ક્ષેત્રમાં ડિગ્રી મેળવવા ઈચ્છુકો માટે s.s.c બાદ ધોરણ-૧૧-૧૨ એટલે કે હાયર સેકન્ડરી કરવાનો એક આદર્શ વિકલ્પ બને છે. તેમાં પણ પાંચ પેટા વિકલ્પો શક્ય બને છે.

૧. વિજ્ઞાનપ્રવાહ:

જેમાં 'A' ગ્રૂપ (ગણિત) “B' ગ્રૂપ (બાયોલોજી) તેમજ A.B' ગ્રુપ (સંયુક્ત)ના પેટા વિકલ્પો પ્રાપ્ય છે. મહદ્અંશે મેડિકલ, પેરામેડિક્લ, ફાર્મસી, ફિઝિયોથેરપી જેવા ક્ષેત્રોમાં જવા ઇચ્છુકો બાયોલોજી વિષય ધરાવતું. PCB ગ્રૂપ એટલે કે ‘B' ગ્રૂપ પસંદ કરે છે. જયારે વિવિધ પ્રકારના એન્જિનિયરિંગ, આર્કિટેક ક્ષેત્રોમાં જવા ઈચ્છુકો ગણિત વિષય ધરાવતું PCM ગૃપા એટલે કે “B” ગ્રૂપ પસંદ કરે છે. તે જ પ્રમાણે ગણિત અને બાયોલોજી એમ બંને વિષયો ધરાવતું ગ્રુપ PCMB હોય કે મિશ્ર ગ્રુપ એટલે કે “A+B ગ્રૂપ (સંયુક્ત) પસંદ કરનારાઓ માટે તમામ વિકલ્પો ખુલ્લા રહે છે. પણ તેનો અભ્યાસક્રમ વધી જતો હોવાથી, તેને પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત્ હોય છે.

૨. સામાન્ય પ્રવાહ:

જેમાં મુખ્યત્વે બે પેટા વિકલ્પો (૧) વાણિજય પ્રવાહ (કોમર્સ) અને (૨) વિનયન પ્રવાહ (આ) રહેલાં છે. મહદ્અંશે CA, C.S., M.B.A. કે પોતાનો અંગત ધંધો-વ્યવસાય કરવા ઈચ્છુકો કોમર્સ સ્ટ્રીમ પસંદ કરે છે. કે જેમાં વિજ્ઞાન પ્રવાહ ગૃપ-A માટે ઉપલબ્ધ M.Sc.(ICT), M.C.A. જેવા ઘણાં અભ્યાસક્રમો પણ શક્ય છે. જયારે ભાષા, ફિલોસોફી, મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકો આર્ટ્સ સ્ટ્રીમ પસંદ કરે છે.

૩. વ્યવસાયલક્ષી પ્રવાહઃ

જેમાં મુખ્યત્વે રોજગારલક્ષી વ્યવસાયોને અગ્રિમતા આપી, વિદ્યાર્થીઓમાં વ્યાવસાયિક ક્ષમતા ઊભી કરવા માટે તે પ્રકારના વિષયો શીખવતી શાળાઓનો સમાવેશ થાય છે.

૪. ઉત્તર બુનિયાદી પ્રવાહ:

આપણો કૃષિપ્રધાન ભારત દેશ મુખ્યત્વે ગામડાઓનો બનેલો છે. એવા સમયે ગ્રામીણ અર્થતંત્ર, સામાજિક વ્યવસ્થા, કૃષિ, ખાદી જેવા વિષયોનો અભ્યાસ કરી તેમાં કારકિર્દી બનાવવા ઈચ્છુકો માટે આ એક આદર્શ અભ્યાસક્રમ સૂચવતો પ્રવાહ છે. આવા વિદ્યાર્થીઓ H.S.C. બાદ બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ B.R.S.નો અભ્યાસક્રમ કરતા હોય છે. જોકે ઉત્તર બુનિયાદી પ્રવાહ સિવાય ધોરણ-૧૨ પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ B.R.S.નો વિકલ્પ ખુલ્લો હોય છે.

૫. ગૃહવિજ્ઞાન પ્રવાહ:

મોટે ભાગે આદર્શ ગૃહિણી બનવા ઇચ્છુક વિદ્યાર્થીનિઓ આ પ્રકારનો અભ્યાસક્રમ પસંદ કરતી હોય છે. જેમાં કલા તેમજ વિજ્ઞાનનું સમન્વય કરી ઘર અને સમાજનું યોગ્ય રીતે સંચાલન કઈ રીતે કરવું તે શીખવવામાં આવે છે.

ડિપ્લોમા એન્જિનિયરિંગઃ

અભ્યાસક્રમની મુદત:

૬ સેમેસ્ટર (૩ વર્ષનો પૂર્ણ સમયનો અભ્યાસક્રમ- જો કે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને ફેબ્રિકેશન ટેકનોલોજીનો અભ્યાસક્રમ ૮ સેમેસ્ટરનો છે, જેમાં ૨ સેમેસ્ટર ટ્રેનિંગનો સમાવેશ થાય છે. તે જ પ્રમાણે આર્કિટેક્ટર આસિસ્ટન્ટશીપનો અભ્યાસક્રમ ૭ સેમેસ્ટરનો છે, કે જેમાં ૧ સેમેસ્ટરની ટ્રેનિંગનો સમાવેશ થાય છે.

પ્રવેશ લાયકાત: ધોરણ-૧૦ s.s.c.ની પરીક્ષા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયો સાથે પાસ.

પ્રવેશ પાત્રતા: s.s.c. બોર્ડની પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ભાષા અને સમાજવિજ્ઞાન વિષયોના કુલ પ00 માર્કસમાંથી મેળવેલ માર્કસને આધારે બનેલા મેરિટ લિસ્ટ મુજબ પ્રવેશ. જો એકથી વધુ ઉમેદવારોના મેરિટ સરખા થતા હોય, તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં મેળવેલ ગુણ ક્રમશઃ સરખાવવામાં આવશે અને જો તે પણ સરખા હોય, તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

ઉપરોક્ત માહિતી દર વર્ષે ફેરફારને પાત્ર હોઈ માહિતી પુસ્તિકા મેળવી લેવી.

વધુ માહિતી માટે સંપર્કઃ

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, એડમિશન બિલ્ડીંગ, સર કરી પોલિટેકનિક, પાંજરાપોળ પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫ અથવા

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી - GTU, ગાંધીનગર હાઈવે, અમદાવાદ, વેબસાઇટ: www.cdacgujarat.org / www.gujacpc.nic.in  અથવા acpdc.in.

અભ્યાસક્રમનું મહત્વ:

આ પ્રકારનો ડિપ્લોમા અભ્યાસક્રમ કર્યા બાદ ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મળે છે, પરંતુ તે માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ સારી ટકાવારી સાથે પાસ થયેલા હોવું જરૂરી છે. આ અભ્યાસક્રમમાં સેલ્ફ ફાઈનાન્સ ખાનગી કોલેજો ખૂલી ગઈ હોવાથી નીચી ટકાવારી ધરાવનારાઓને પણ પ્રવેશ મળવાની શક્યતા રહે છે.

ધોરણ ૧૧-૧૨માં પોતાની સારી ટકાવારી આવે કે કેમ તેવી શંકા ધરાવનારાઓ માટે આ પ્રકારનો અભ્યાસક્રમ એક આદર્શ વિકલ્પ બની શકે છે. ભારત સરકારના માનવસંસાધન વિભાગ દ્વારા રાજ્યના ઉમેદવારોને તેમના સિવાયના રાજ્યોની પોલિટ્રેકનિકમાં ૧૦ પ્રકારના અભ્યાસક્રમોમાં અમુક બેઠકો અનામત રાખવામાં આવે છે. વધુ માહિતી માટે સંપર્કઃ-  www.gtu.ac.in

અભ્યાસક્રમ અંગે સાવચેતી:

જયારે એકથી વધુ પ્રકારના ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મળી શકે તેમ હોય, ત્યારે પસંદગીનો ક્રમ અગાઉથી બનાવીને રાખવો. તે જ પ્રમાણે કોલેજોની પસંદગીનો ક્રમ પણ પહેલેથી જ તૈયાર રાખવો. અભ્યાસક્રમ તેમજ કોલેજની પસંદગીમાં મીઠી મૂંઝવણ થાય, ત્યારે અનુભવીઓ, નિષ્ણાતો તેમજ સિનિયર વિદ્યાર્થીઓની મદદ લેવી. ધોરણ: ૧૧-૧૨ના ગણિત અને વિજ્ઞાનથી છૂટવા માટે ડિપ્લોમા કોર્સ પસંદ કરનારાઓ જાણી લે કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં પણ ધોરણ: ૧૧-૧૨ની કક્ષાનું ગણિત અને વિજ્ઞાન ભણવાનું આવશે. સેલ્ફ ફાયનાન્સ પોલિટેકનિક કોલેજો પૈકી પસંદગી કરવાની થાય, તો ત્યાંનું શૈક્ષણિક વાતાવરણ જાણીને પછી જ જે તે કોલેજોને પસંદગીનો ક્રમાંક આપવો. એડમિશનમાં અનામત પ્રથાનો તેમજ ફીમાં સ્કોલરશિપનો લાભ લેવા માટે જરૂરી તમામ પ્રકારના સર્ટિફિકેટની નકલો તૈયાર રાખવી. મોબાઈલ એન્જિનિયરિંગમાં કમાણી ખરી, પણ કપડા કાળા કરવાની તૈયારી હોવી જરૂરી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ડિપ્લોમા હોલરનું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોવાથી ભવિષ્યમાં ડિગ્રી (D to D) એન્જિનિયરિંગ કરવાની માનસિક તૈયારી રાખવી. અદ્યતન માહિતી માટે ધોરણઃ ૧૦ s.s.c. બોર્ડના પરિણામ બાદ જાણીતા વર્તમાનપત્રોમાં આવતી આ અભ્યાસક્રમ અંગેની જાહેરાત જોતાં રહેવું.

I.T.I. કક્ષાના અભ્યાસક્રમો:

આજના વૈજ્ઞાનિક તેમજ ટેકનિકલ યુગમાં તાલીમ પામેલા ટેક્નિશિયનોની ડિમાન્ડ હોય, તે સ્વાભાવિક છે. આ પ્રકારની કારકિર્દી ઘડવા માટે I.T.I.ના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમોને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય.

૧. N.CV.T. પેટર્ન (નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ)ના રાષ્ટ્રીય કક્ષાના અભ્યાસક્રમો.

૨.G.C.V.T. પેટર્ન (ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ)ના રાજયકક્ષાના અભ્યાસક્રમો ઉપરોક્ત અભ્યાસક્રમો પૈકી N.C.V.T. પેટર્નનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પાસ કરનારને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને G.C.V.T. પેટર્નનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પાસ કરનારને સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
ઉપરોક્ત અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓને મુખ્યત્વે ચાર પ્રકારમાં વહેંચી શકાય.

૧. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ગવર્નમેન્ટ I.T.I. સેન્ટ્સ):

ગુજરાત રાજયમાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અભ્યાસક્રમ ચાલે છે.

૨. ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રીય (ગવર્નમેન્ટ ગ્રાંટ ધરાવતા I.T.I. સેન્ટર્સ):

ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં અભ્યાસક્રમ ચાલે છે. અહીં ફીનું ધોરણ સરકારી I.T.I. જેટલું જ હોય છે.

૩. સેલ્ફ ફાઈનાન્સ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો (ગવર્નમેન્ટ ગ્રાન્ટ ન ધરાવતા પ્રાઈવેટ I.T.I. સેન્ટર્સ): ગ્રાન્ટન ધરાવતા પ્રાઈવેટ I.T.I. સેન્ટર્સ:

ગુજરાત રાજયમાં સેલ્ફ ફાઈનાન્સ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં અભ્યાસક્રમ ચાલે છે. આ સંસ્થાઓ સરકારી ગ્રાન્ટ લેતી ન હોવાથી અહીં ફીનું ધોરણ ઉપરોક્ત બંને સંસ્થાઓ કરતાં વધુ હોય છે, આમ છતાં નીતિ-નિયમો અને બંધારણ સરખું જ જોવા મળે છે.

૪. સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ:

ગુજરાત રાજયના મોટાભાગના શહેરો અને નગરોમાં આવેલી ટેકનિક્લ હાઈસ્કૂલમાં પણ I.T.I. કક્ષાના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં

૧. N.C.VT. પેટર્નના વ્યવસાયો અંગેના અભ્યાસક્રમો તેમજ સેન્ટર ઓફ એક્સલન્સના

૨. N.C.V.T. પેટર્નના અભ્યાસક્રમો.

અભ્યાસક્રમો માટે જરૂરી લાયકાત:

૧. મોટાભાગના વ્યવસાયો માટે લઘુત્તમ લાયકાત ધોરણ-૧૦ પાસની છે.

૨. કોમ્યુટરને લગતા વ્યવસાયો માટે લઘુતમ લાયકાત ધોરણ-૧૨ પાસની છે.

૩. કેટલાક વ્યવસાયો માટે લઘુતમ લાયકાત ધોરણ – ૮ પાસની છે.

વધુ માહિતી માટે સંપર્કઃ રોજગાર તાલીમ નિયામકની કચેરી, ૧/૩, ડો. જીવરાજ મહેતા ભવન, સેકટર-૧૦, ૧/૩, ડો.જીવરાજ મહેતા ભવન, સેકટર-૧૦, ગાંધીનગ૨ - ૩૮૨૦૧૦


અન્ય અભ્યાસક્રમોઃ

૧. ડિપ્લોમા ઈનડ્રોઇંગ એન્ડપેઇન્ટિંગ

૨. ડિપ્લોમા ઈનએપ્લાઇડ/ કોમર્શિયલ આર્ટ

૩. ડિપ્લોમા ઈનસ્કલ્પચર એન્ડ મોડલિંગ

ઉપરોક્ત ત્રણેય અભ્યાસક્રમ માટે લઘુતમ લાયકાત: s.s.c. ની પરીક્ષાચિત્ર વિષય સાથે પાસ.

અભ્યાસક્રમની મુદતઃ ૫ વર્ષ

અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓ:

૧. શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, આંબાવાડી, અમદાવાદ.
વેબસાઈટઃ- www.cmvidyalaya.org  

૨. કલા કેન્દ્ર કો લે જ ઓફ ફાઈન આર્ટ્સ, વલ્લભવિદ્યાનગર, જિ.આણંદ.

૩. શ્રીજી કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, રાજપીપળા, જિ.નર્મદા

૪. વિકાસ કલાનિકેતન કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, ભરૂચ.

પ. બી. એ. મેહતા કલા મહાવિદ્યાલય, અમલસાડ, જિ.વલસાડ.

૬. આર. ટી. ફાઈન આર્ટ ઈન્સ્ટિટયૂટ, નાગરોલ, જિ.વલસાડ.

૭. પ્રિયદર્શિની કલામહાવિદ્યાલય, માંડવી, જિ.સુરત.

૮. ધીન્યૂ પ્રોગ્રેસિવ આર્ટટીચર્સ ટ્રેનિંગ કોલેજ, મહેસાણા

૯. શ્રીમતી એન. એમ. શાહ આર્ટ ટીચર્સ ટ્રેનિંગ લેજ, વઢવાણ, જિ.સુરેન્નગર.

૧૦. શ્રીમતી આર.વી.શાહ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ, ધોળકા, જિ.અમદાવાદ.

I.G.T.R. (ઈન્ડો-જર્મનટૂલ રૂમ) ના ૭ અભ્યાસક્રમોઃ

અભ્યાસક્રમ : CAD/CAM/CNC ડાઈમેકિંગ / ટુલ ડિઝાઈન

મુદત : ૩ માસ ર થી ૪ વર્ષ - કોર્ષ મુજબ ફૂલ ટાઈમ

લાયકાત: ધો. ૧૦ - ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે

સંપર્ક:- ઈન્ડોજર્મન ટૂલ રૂમ, પ૦૦૩, ફેઝ-૪, જીઆઈડીસી વટવા, અમદાવાદ- ૩૮૨૪૪૫

કૃષિ પોલિટેકનિકના અભ્યાસક્રમોઃ

૧. અભ્યાસક્રમનું નામ :

ડિપ્લોમા ઈન એગ્રિકલ્ચર (વિવિધ શાખા)

પ્રવેશ લાયકાત:
ધોરણ ૧૦ પાસ, ખેતીવાડીના વિષય ધરાવનારને પ્રથમ પસંદગી.

અભ્યાસક્રમની મુદત : ૨ વર્ષ (ત્યારબાદ ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મળે છે.)

૨. અભ્યાસક્રમનું નામ: લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર પશુ નિરીક્ષક

લઘુતમ લાયકાત ધોરણઃ ૧૦ S.S.C. અંગ્રેજી વિષય સાથે પાસ પ્રવેશ

પાત્રતા: ખેડૂત પુત્રના પ ટકાવધુ ગણવામાં આવે છે.
અભ્યાસક્રમની મુદતઃ ૧ વર્ષ

૩. અભ્યાસક્રમનું નામ:

ડિપ્લોમા ઈન હોમ સાયન્સ ટ્રેનિંગ

પ્રવેશ લાયકાત: ધોરણ-૧૦ (s.s.c.) પાસ

અભ્યાસક્રમની મુદત : ૨ વર્ષ

૪. અભ્યાસક્રમનું નામ: બાગાયત ડિપ્લોમા

પ્રવેશ લાયકાત: ધોરણ ૧૦ (s.s.c.) પાસ

અભ્યાસક્રમની મુદત ૨ વર્ષ

સર્ટિફિકેટ અભ્યાસક્રમોઃ

૧. બેકરી તાલીમ : ૨૦ અઠવાડિયાનો, વર્ષમાં બે વાર ચાલતોઅભ્યાસક્રમ

૨. સેન્દ્રિય ખેતી, બિયારણનું ઉત્પાદન, ઘાસચારો, કૃત્રિમ બીજદાનઃ ૧૦ અઠવાડિયાનો અભ્યાસક્રમ

૩. મરઘા ઉછેર: ૧૦ અઠવાડિયાનો અભ્યાસક્રમ

૪. ગ્રામીણ કારીગર તાલીમઃ ૯ માસનો અભ્યાસક્રમ

પ. બેકિંગ ટેક્નોલોજી : ૨૦ અઠવાડિયાનો અભ્યાસક્રમ

૬. માળીતાલીમ: ૬ માસનો અભ્યાસક્રમ

અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓઃ

૧. કામધેનુ યુનિવર્સિટી, કૃષિભવન, સેકટર-૧૦/એ, ગાંધીનગર.

૨. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા

૩. આણંદ કૃષિ યુનિવર્સિટી

૪. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

૫. નવસારી કૃષિ યુનિવર્સિટી - વેબસાઇટ- www.gsauca.in  

૬. IGNOU (ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી) ના અભ્યાસક્રમો:

અભ્યાસક્રમો માટેની માહિતી માટે સંપર્ક: IGNOU કઈ S.G. હાઈ-વે, છારોડી, અમદાવાદ-૩૮૨૪૮૧
વેબસાઈટ: www.ignou.gujarat.org અથવા www.ignou.ac.in  

૭. BAOU (બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી) ના અભ્યાસક્રમો:
અભ્યાસક્રમોની માહિતી માટે સંપર્ક: ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, નિરમા યુનિ.ની બાજુમાં, છારોડી, એસ.જી.હાઈવે, અમદાવાદ-૩૮૨૪૮૧
વેબસાઈટ: www.baou.org અથવા સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ.

૮. ડિ.ફાર્મસી (આયુર્વેદ) અભ્યાસક્રમનું નામ:
ડિપ્લોમા ઈન આયુર્વેદ ફાર્મસી
અભ્યાસક્રમની મુદતઃ- ૨ વર્ષ
અભ્યાસક્રમ ચલાવતી સંસ્થા: IPS (ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ, સી/ઓ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, એ.કે.જમાલ બિલ્ડિંગ, ગુરુનાનક રોડ, જામનગ૨ –
વેબસાઇટઃ- www.ayurved.university.com

હેલ્થ વર્કર (માત્ર બહેનો): અભ્યાસક્રમનું નામ :
ફિમેલ હેલ્થ વર્કર (ANM કક્ષાનો અભ્યાસક્રમ)
અભ્યાસક્રમની મુદતઃ ૧૮ માસ (દોઢ વર્ષ)
પ્રવેશપાત્રતા : ૨૫ થી ૩પ વર્ષની બહેનો માટે જ અનામત

વધુ માહિતી માટે સંપર્ક :

૧. રાજયની આરોગ્ય સંસ્થાન, સિવિલ હોસ્પિટલ, સેકટર ૧૨, ગાંધીનગર

૨. દરેક જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત.

૧૦. આયુર્વેદ કમ્પાઉન્ડર:
લઘુતમ લાયકાત: ધો.૧૦ S.S.C સંસ્કૃત વિષય સાથે પાસ.
પ્રવેશ પાત્રતા: ૧૬ થી ૨૩ વર્ષ અભ્યાસક્રમની મુદત ૧વર્ષ

અભ્યાસક્રમ ચલાવતી સંસ્થા:
સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય, આજવારોડ, વડોદરા.

સ્પર્ધાત્મક પરીક્ષાઓઃ
૧. મર્ચન્ટ નેવી માટે C.E.T:

શું આપ દરિયામાં સતત ફરતા કાર્ગોશીપ કે પેસેન્જરશીપમાં ફરવા સાથે કારકિર્દી બનાવવા ઇચ્છુક છો? તો મર્ચન્ટ નેવીના ૬ માસના જન૨લ પર્પઝ રેટિંગ અભ્યાસક્રમમાં આપને તક છે. પણ તે માટે આપે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ C.E.T. પાસ કરવાની રહેશે.

લઘુતમ લાયકાત: ધોરણ-૧૦ s.s.c. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના વિષયો સાથે લઘુતમ ૪૦ ટકા સાથે પાસ. (જેમાં અંગ્રેજી વિષયમાં લઘુતમ ૪૦ ગુણ હોવા જરૂરી છે.) ઉપરાંત એન્જિનિયરિંગ ટ્રેડનો બે વર્ષનો I.T.I. કોર્સ પ૦ ટકા સાથે પાસ કરેલ હોય તો તે ઇચ્છનીય છે.

અભ્યાસક્રમની મુદત : ૬ માસ અભ્યાસક્રમની શરૂઆત દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ માસમાં.

શારીરિક ક્ષમતા: ચશ્મા વિના ૬/૬ની દૃષ્ટિ, સામાન્ય રંગપરખદૃષ્ટિ, મજબૂત બાંધો, બોલવામાં સ્પષ્ટતા

વયમર્યાદા : ૧ લી જાન્યુઆરીના રોજ ૧૭ વર્ષ ૬ માસથી ૨૫ વર્ષ (જાન્યુઆરીના અભ્યાસક્રમ માટે)

૧લી જુલાઈના રોજ ૧૭ વર્ષ ૬ માસથી ૨૫ વર્ષ (જુલાઈના અભ્યાસક્રમ માટે)

સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્વરૂપ લેખિત પરીક્ષા: ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એમ ત્રણ ભાગમાં. દરેક વિભાગ ૫૦ ગુણનો જેમાં 25 ગુણનું પાસિંગ ધોરણ રહેશે.

ભાગ: ૧ અંગ્રેજી માં વ્યાકરણ, શબ્દભંડોળ, ગદ્ય-પદ્ય સમીક્ષા ધોરણ : ૧૦ ની ક્ષમતાને આધારે, સમયમર્યાદા: ૧.0 કલાકે

ભાગ: ૨ વિજ્ઞાન (ભૌતિક અને રસાયણ વિજ્ઞાનના બહુવિકલ્પ પ્રશ્નો) સમયમર્યાદા: ૧.૩૦કલાક

ભાગઃ ૩ ગણિત (ભૂમિતિ, બીજગણિત, અંકગણિત, સાદી ત્રિકોણમિતી) સમયમર્યાદા: ૧.૩૦ કલાક

મૌખિક પરીક્ષા: અંગ્રેજી ફકરાઓના વાંચન દ્વારા ઉચ્ચારોની સ્પષ્ટતાની ચકાસણી.

શારીરિક પરીક્ષા : શારીરિક ક્ષમતાની ચકાસણી

વધુ માહિતી માટે સંપર્ક:
C.E.T. ૪૦૩૪૦૪, ગ્રેટ ઇસ્ટર્ન ગેલેરિયા, પ્લોટ નં. ૨૦, સેકટર-૪, નેલ, નવી મુંબઈ-૪૦૦૭૦૬.

વેબસાઇટ: www.seafarers.edu.in
અભ્યાસક્રમની વિશેષતા : આ અભ્યાસક્રમ સમગ્ર ભારતમાં ૩૦થી વધુ સંસ્થાઓમાં ૨,૫૦૦થી વધુ બેઠકો ધરાવે છે.

અભ્યાસક્રમની મર્યાદા: અભ્યાસક્રમની ફી રૂ.૮૦,૦૦ થી શરૂ કરીને રૂ.૨,૫૦,૦૦૦/- જેટલી વધુ હોવાથી , આ અભ્યાસક્રમ પ્રમાણમાં ખર્ચાળ છે.

સ્ટાફ સિલેકશન કમિશનની મલ્ટિ ટાસ્ક કમ્બાઈન્ડ એક્ઝામ (મેટ્રિક લેવલ).

શું આપ કેન્દ્ર સરકારના વર્ગ-૩ કક્ષાના કર્મચારી બનવા માંગો છો ?
શું આપ કેન્દ્ર સરકારની ઓફિસોમાં કલાર્ક કે સ્ટેનોગ્રાફર બનવા ઇચ્છુક છો ?
તો ધોરણ ૧૦ s.s.c.નાં પરિણામ બાદ જાણીતા વર્તમાનપત્રોમાં આવતી સ્ટાફ સિલેકશન કમિશનની મલ્ટિ ટાસ્ક એક્ઝામની જાહેરાત જોતાં રહો. જે માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની વિગતો નીચે જણાવેલ છે.

લધુતમ લાયકાત: ધોરણ ૧૦ (s.s.c.) પાસ

વયમર્યાદા: ૧૮થી ૨૫ વર્ષ sc/ST ઉમેદવારોને પ વર્ષની અને D.B.C. ઉમેદવારોને ૩વર્ષ નીટ)

સ્પર્ધાત્મક પરિણામની રૂપરેખા: મુખ્ય બે લેખિત પરીક્ષાઓ

૧. પ્રિલિમિનરી અને ૨. ફાઈનલ

પ્રિલિમિનરી પરીક્ષા બે ભાગમાં
, જનરલ ઇન્ટેલિજન્સ અને
૨. જનરલ અવેરનેસ.
કુલ ગુણ : ૨૦૦ (બંને ભાગના ૧0-૧૦૦ ગુણ),
સમયમર્યાદા: ૨ કલાક

વધુ માહિતી માટે સંપર્ક :
સ્ટાફ સિલેકશન કમિશન, પ્રતિષ્ઠા ભવન, જૂનું C.G.O., બિડિંગ, M.K. માર્ગ, મુંબઈ- ૪000૨0. વેબસાઈટ www.sss.nic.in  

એરમેન ઇન ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ M.T.D.

લઘુતમ લાયકાત: ધોરણ ૧૦ (S.S.C.) અંગ્રેજી વિષય સાથે લઘુતમ ૪૫% સાથે પાસ.

વયમર્યાદા: ૧૬ થી ૧૯ વર્ષના અપરિણીત ભારતીય પુરૂષો

શારીરિક ક્ષમતા : લઘુતમ ઊંચાઈ: ૧૬પ સેમી.

છાતીની પહોળાઈ : લઘુતમ ૭૫ સેમી, વજન - ઉચાઈનાપ્રમાણમાં યોગ્ય હોવું આવશ્યક છે.

સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્વરૂપ:
અંગ્રેજી અને ઇન્ટેલિજન્સ જનરલ અવેરનેસ એમ ૨ વિષયોની લેખિત પરીક્ષા બન્ને વિષયોના પ્રશ્નપત્રો બહુવિકલ્પ પ્રકારના હેતુલક્ષી રહેશે. લેખિત પરીક્ષાના દિવસે જ તેનું પરિણામ અને બન્ને વિષયોમાં પાસ થવું જરૂરી. લેખિત પરીક્ષામાં પાસ થનારાઓની બીજે દિવસે મેડિકલ અનેફિઝિકલ ફિટનેસની ચકાસણી કરાશે.

વધુ માહિતી માટે સંપર્ક:
એરમેન ભ૨તી કાર્યાલય, એરફોર્સ સ્ટેશન, શાંતાક્રૂઝ, મુંબઈ.
વેબસાઈટ: www.careerindianairforce.nic.in

ઇન્ડિયન નેવીની સ્પર્ધાત્મક પરીક્ષાઓઃ

૧. સેઇલ૨ નાવિક

લઘુતમ લાયકાત: ધોરણ: ૧૦ (s.s.c.) ગણિત, વિજ્ઞાનના વિષયો સાથે લઘુતમ પપ% સાથે પાસ.

વયમર્યાદા: ૧૬ થી ૧૯ વર્ષના અપરિણીત ભારતીય પુરૂષો

શારીરિક ક્ષમતાઃ- લઘુતમ ઊંચાઈ ૧૫૦ સેમી. વજન ઉંચાઈના પ્રમાણમાં જરૂરી.

સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્વરૂપ: ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તેમજ સામાન્ય જ્ઞાન એમ ૪ લેખિત પરીક્ષા. ૭ મિનિટમાં ૧ માઈલની દોડ, ૨૦ બેઠક-ઉઠક તેમજ ૧૦ પુલઅપ્સની શારીરિક તંદુરસ્તી પરીક્ષા P.F.T. (ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ) લેખિત પરીક્ષાના દિવસે જ તેનું પરિણામ અને પાસ થનારાઓની P. F.T. લેવાશે. P.F.T. પાસ કરનારાઓની મેરિટ લિસ્ટને આધારે પસંદગી. પસંદગી પામનારાઓને ૨૪ અઠવાડિયાની બેઝિક ટ્રેનિંગ અને ત્યાર બાદ નિમણૂક.

૨. ડોક્યોર્ડ એપ્રેન્ટિસીસઃ

લઘુતમ લાયકાત : ધોરણ : ૧૦ (s.s.c.) વિજ્ઞાન વિષય સાથે પાસ.

વયમર્યાદા: ૧૪ થી ૧૯ વર્ષના અપરિણીત ભારતીય પુરુષો

સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્વરૂપ ગણિત અને સામાન્ય જ્ઞાન એમ બે વિષયોની લેખિત પરીક્ષા. બન્ને વિષયોના ૧00-૧૦૦ ગુણ એમ કુલ ૨૦0 ગુણ. મેરિટ લિસ્ટને આધારે પસંદ થયેલાઓને ત્રણ વર્ષની ટ્રેનિંગ. –

વધુ માહિતી માટે:
(૧) DDMPR (RR) નેવલ હેડક્વાર્ટસ, સેના ભવન, ન્યૂ દિલ્હી-૧૧૦૦૧૧.
(૨) Indian Navy, C/O. INS, VALSURA. %144012 - - ૩૬૧૦૦૧.
વેબસાઇટ: www.navisenabharati.mil.in

ઈન્ડિયન આર્મી:

(૧) સોલ્જર ટેકનિકલ
(૨) નર્સિગ આસિસ્ટન્ટ

લઘુતમ લાયકાત: ધોરણ : ૧૦ (s.s.c.) ગણિત, - વિજ્ઞાન અને અંગ્રેજી વિષયો સાથે પાસ.

વયમર્યાદા: ૧૭ થી ૨૩ વર્ષના અપરિણીત પુરૂષોઃ

શારીરિક ક્ષમતા: લઘુતમ ઊંચાઈ ૧૬૭ સેમી. છાતી ૭૭ થી ૮૨ સેમી. (પ સેમી. ફૂલવી જરૂરી) - લધુતમ વજન ૫૦ કિ.ગ્રા., લાલ અને લીલા રંગની ભેદ પરખ કરતી દષ્ટિ.

સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્વરૂપ
લેખિત પરીક્ષાના બે પ્રશ્નપત્રો (૧) ગણિત (૨) વિજ્ઞાન

- પ્રથમ પ્રશ્નપત્રમાં અંકગણિત, બીજગણિત તેમજ સામાન્ય જ્ઞાનનાપ્રશ્નો હોય છે.
- બીજા પ્રશ્નપત્રમાં ધોરણ :૧૦ની કક્ષાના વિજ્ઞાનના પ્રશ્નો હોય છે.
- ૧૦૦ માર્કસનાં પ્રશ્નપત્રમાં પાસિંગ ધોરણ લઘુતમ ૪૦ % હોય છે.
- શારીરિક પરીક્ષામાં

(૧) ૧ માઈલ દોડ ૫ મિનિટ અને ૪૦ સેકન્ડથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવે તો ૬૦ માર્કસ અને ૬ મિનિટ અને ૧૦ સેકન્ડમાં પૂર્ણ થાય તો ૨૪ માર્કસ મળે છે.

(૨) લઘુતમ પુલઅપ્સ અને ૧૦થી વધુના ૧૬ માર્કસ મળે છે.

(૩) ૧૨ ફૂટ સમતુલા

(૪) ૯ ફૂટ ઊંડી ખાઈ કૂદ,

(૩) અને (૪) પરીક્ષાઓમાં માત્ર પાસ થવું જરૂરી છે, કોઈ માર્કસ મળતા નથી.

વધુ માહિતી માટે સંપર્કઃ

(૧) આર્મી રિક્રુટમેન્ટ કચેરી, કેમ્પના હનુમાન મંદિરની સામે, કેન્ટોન્મેન્ટ, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ.

(૨) આર્મી રિક્રુટમેન્ટ કાર્યાલય, સેનેટોરિયમ પાસે, જી.જી.સિવિલ હોસ્પિટલ રોડ, જામનગ૨. વેબસાઇટ: www.joinindianarmy.nic.in


B.S.F (બોર્ડર સિક્યોરિટી ફોર્સ):

કોન્ટેબલ (જનરલ ડયૂટી) :

લઘુતમ લાયકાત: ધોરણ: ૧૦ (S.S.C.)પાસ. વયમર્યાદા: ૧૮ થી ૨૩ વર્ષ
સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્વરૂપ: સૌ પ્રથમ ઊંચાઈ, વજન, છાતીનું માપ વગેરેની શારીરિક તપાસ

ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં

(૧) પ કિ.મી.ની દોડ ૨૩ મિનિટમાં પૂર્ણ કરનારને ૧૨ માર્કસ.

(૨) ઊંચી કૂદમાં ૪ ફૂટ ૬ ઇંચ કૂદકા માટે ૭ માર્કસ.

(૩) લાંબી કૂદમાં ૧૫ફૂટ લાંબા કૂદકા માટે ૬ માર્કસ,

શારીરિક ક્ષમતા ક્સોટીબાદ હેતુલક્ષી અને વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોની લેખિત પરીક્ષા.
લેખિત પરીક્ષામાં સામાન્ય ગણિત, ભાષા (અંગ્રેજી/હિન્દી), સામાન્ય જ્ઞાન તેમજ અદ્યતન માહિતીને લગતા પ્રશ્નોનો સમાવેશ.
લેખિત પરીક્ષાના કુલ પ્રાપ્ત માર્કસમાંથી મેળવેલ માર્કસને આધારે મેરિટલિસ્ટને આધારે પસંદગી.

(સેન્ટ્રલરિઝર્વ પોલીસ ફોર્સ):
કોસ્ટેબલ (જન૨લડયૂટી)
લઘુત્તમ લાયકાત ધોરણઃ ૧૦(s.s.c.) પાસ વયમર્યાદા: ૧૮ થી ૨૩વર્ષ

શારીરિક ક્ષમતા : લઘુતમ ઉંચાઈ ૧૭૦ સે.મી. છાતી ફુલાવ્યા વિના ૮૦ સે.મી. અને ફુલાવીને ૮૫ સે.મી. વજન ઉંચાઈ પ્રમાણમાં યોગ્ય હોવું જોઈએ.

સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્વરૂપઃ સૌ પ્રથમ શારીરિક ક્ષમતા ક્સોટી કે જેમાં

(૧) ૧ માઈલ દોડ ૬ મિનિટમાં પૂર્ણ કરવી.

(૨) લાંબી કૂદમાં ૧૧ ફૂટની કૂદ તેમજ

(૪) ઊંચી કૂદમાં ૩.૫ ફૂટ જેમાં ક્સોટી

(૧). માટે એક જ તક મળશે જયારે

(૨) અને (૩) ક્સોટી માટે ત્રણ ત્રણતક મળશે.

શારીરિક કસોટી પાસ કરનારની ૫૦ માર્કસની ૧.૩૦ કલાકની લેખિત ક્સોટી લેવાશે.
લેખિત ક્સોટીના

ભાગ: ૧માં વિજ્ઞાન, સાંખ્યિક અભિયોગ્યતા, સામાન્ય જ્ઞાનના હેતુલક્ષી પ્રશ્નોની રપ માર્કસની ૩૦ મિનિટની ટેસ્ટ, જયારે

ભાગ : ૨માં પર્યાવરણ, સામાન્ય જાગૃતિ, નિબંધ (૧૦૦ શબ્દોમાં) જેવા વર્ણનાત્મક પ્રશ્નોની ૨૫ માર્કસની ૬૦ મિનિટની ટેસ્ટ.

લેખિત ક્સોટીમાં પાસ થનારાઓનું મેડિકલ કર્યા બાદ ઈન્ટરવ્યુ લેવાશે અને તેને આધારે મેરિટલિસ્ટ બનાવીને તે મુજબ પસંદગી કરીને નિમણૂંક અપાશે.

આ સંભાવનાઓ મૂર્તિમંત કરવા વિદ્યાર્થીએ ખૂબ જ મહેનત કરવી પડશે.

અમીઝ૨, , કૈલાસવાડી, જંકશન પ્લોટ, રાજકોટ બન્ને વિષયોના પ્રશ્નપત્રો બહુવિલ્પ પ્રકારના હેતુલક્ષી રહેશે. લેખિત પરીક્ષાના દિવસે જ તેનું પરિણામ અને બંને વિષયોમાં પાસ થવું જરૂરી. લેખિત પરીક્ષામાં પાસ થનારાઓની બીજે દિવસે મેડિકલ અનેફિઝિકલ ફિટનેસની ચકાસણી કરાશે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું