કૃષિ ડિપ્લોમાં અભ્યાસક્રમ

Krushi
Krushi

અગાઉ કૃષિ અને પશુપાલન એ ગ્રામ્ય જીવનનું જીવનનિર્વાહનું મુખ્ય સાધન હતું,  હવે જયારે કૃષિક્ષેત્રે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ, સિંચાઈના વધતા વિકલ્પ તથા પશુપાલન ક્ષેત્રે સહકારી માળખાના વિકાસના કારણે ખેતી-પશુપાલનએ ફક્ત જીવન નિર્વાહનું સાધન ન બનતાં તેણે વ્યવસાયનું સ્વરૂપ ધારણ કર્યુ છે અને તેના કારણે ખેડૂત અથવા તો પશુપાલકનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. આ પરિવર્તનની ઝડપ થોડી ઓછી છે. આધુનિક ખેતી અને નફાકારક પશુપાલન વ્યાપ વધારવો હશે તો ભાવિ પેઢીને ખેતી પશુપાલન, બાગાયત સંલગ્ન અભ્યાસક્રમમાં જોડવા પડશે. ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ધોરણ ૧૦ પછીના વિવિધ કૃષિસંલગ્ન ડિપ્લોમા (પોલીટેકનીક)ના અભ્યાસક્રમ તથા સર્ટિફિકેટ અભ્યાસક્રમમાં જોડાઈ ખેડૂતપુત્ર તજજ્ઞ બની તેની ખેતીમાં આમૂલ પરિવર્તન લાવી શકશે અને રોજગારી પણ મેળવશે, જેથી રોજગારીના અભાવે ગામડાથી શહેરો તરફની આંધળી દોડ પણ અટકશે અને ગામડાઓ પણ ભાંગતા બચશે.

જુદા જુદા પોલિટેકનિક અને પ્રમાણપત્ર અભ્યાસક્રમો પોલીટેકનીક/ડિપ્લોમા અભ્યાસક્રમોમાં

• કૃષિ પોલિટેનિક

• બાગાયત પોલિટેકનિક

• પશુપાલન પોલિટેકનિક

• ગૃહવિજ્ઞાન પોલિટેકનિક

• કૃષિ ઇજનેરી પોલિટેકનિક મુખ્ય છે.


જયારે પ્રમાણપત્ર અથવા સર્ટિફિકેટ અભ્યાસક્રમોમાં

કૃત્રિમ બીજદાન

બીજ ઉત્પાદન

માળી તાલીમ

મરઘાપાલન

સૂક્ષ્મ પિયત પદ્ધતિ મુખ્ય છે.


કૃષિ ડિપ્લોમા (પોલીટેકનીક) અભ્યાસક્રમઃ

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કુલ નવ જગ્યાએ કૃષિ ડિપ્લોમા (પોલીટેકનીક)નો અભ્યાસક્રમ ચાલે છે. આ અભ્યાસક્રમનું માધ્યમ અંગ્રેજી છે અને તે છ સેમેસ્ટર એટલે કે ત્રણ વર્ષનો હોય છે.

આ અભ્યાસ ક્રમ બાદ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ, ખેતીવાડી ખાતું, એન.જી.ઓ તથા અન્ય ખેતી સંલગ્ન વિભાગોમાં ખેતીવાડી મદદનીશ તરીકેની નોકરી મળી શકે છે.
આ ઉપરાંત જતુનાશક દવા, બિયારણ, રાસાયણિક સેન્દ્રિય ખાતર વગેરે કૃષિસંલગ્ન વ્યવસાયમાં ફિલ્ડ આસિસ્ટન્ટ અથવા ફિલ્ડ ઓફિસરની નોકરીની પણ ઉજળી તક રહેલ છે. આ ઉપરાંત ડીપ અથવા સ્પ્રિન્કલર ઇરીગેશન કંપનીઓ ગુજરાત રાજય માં સારું એવું કામ કરી રહેલ છે, આ કંપનીઓમાં પણ કૃષિ ડિપ્લોમા અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ રોજગારી મેળવી સારું એવું નામ અને દામ મેળવી શકે છે.

કૃષિ ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ લેવામાં આવતી પ્રવેશ પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને સીધો B.Sc. (Agri) ના ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મળે છે.

બાગાયત ડિપ્લોમા (પોલીટેકનીક) અભ્યાસક્રમ

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કુલ પાંચ સ્થળોએ બાગાયત ડિપ્લોમાં (પોલીટેકનીક) નો અભ્યાસક્રમ ચાલે છે. આ અભ્યાસક્રમનું માધ્યમ પણ અંગ્રેજી છે, અને તે છ સેમેસ્ટર એટલે કે ત્રણ વર્ષનો હોય છે. ગુજરાત રાજય જ્યારે ફળ, શાકભાજી, મરીમસાલા જેવા બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર માં વૃદ્ધિ થઈ રહી છે, ત્યારે આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ રોજગારીની વિપૂલ તકો રહેલી છે. નેશનલ હોર્ટિકલ્ચર મિશન, બાગાયત ખાતું તથા કૃષિ યુનિવર્સિટીઓમાં બાગાયત મદદનીશની જગ્યાઓ પર નોકરીની વિશાળ તકો રહેલ છે.

અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ ડિપ્લોમાંથી ડિગ્રી પ્રવેશ પરીક્ષાના મેરિટને આધારે સીધો ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ મળે છે.

પશુપાલન ડિપ્લોમા (પોલીટેકનીક) અભ્યાસક્રમ

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કુલ ત્રણ તેમજ કામધેનુ યુનિવર્સિટી દ્વારા એક એમ કુલ ચાર જગ્યાએ ગુજરાત રાજ્યમાં આ અભ્યાસક્રમ ચાલે છે. આ અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં અને છ સેમેસ્ટર એટલે કે ત્રણ વર્ષનો હોય છે.
હાલ જ્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વેટરનરી ડોકટરની અછત પ્રવર્તી રહેલ છે ત્યારે આ અભ્યાસક્રમ કરેલ વિદ્યાર્થીઓ પશુઓની પ્રાથમિક સારવાર - સંભાળ કરી સારું એવું વળતર મેળવી રહ્યા છે. પશુપાલન વ્યવસાય દ્વારા ખેડૂતોને નિયમિત આવક મળતી હોવાથી તેમનો જીવનનિર્વાહ તો સારી રીતે થાય જ છે. ઉપરાંત તેના જીવનધોરણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. પશુપાલકોને નિયમિત આવક મળતી હોવાથી તેઓ પશુઓના સ્વાસ્થ્ય - સારસંભાળ બાબત વધારે જાગ્રત બન્યા છે. જેથી અંતરિયાળ ગામોમાં રહેલ આર્થિક રીતે સધ્ધર પશુપાલકોના પશુઓની પ્રાથમિક સારવારમાં પશુપાલન ડિપ્લોમા કરેલ વિદ્યાર્થીઓ પશુઓના સ્વાસ્થ્ય જાળવણીનું સારું એવું કાર્ય કરી પૈસો, પ્રતિષ્ઠા, માન, સન્માન અને સાથોસાથ અબોલ પશુઓની સેવાનો નિર્દોષ આનંદ પણ મેળવી શકે છે.

• શહેર નજીક મોટા-મોટા તબેલાં બનાવી ગાયો-ભેંસો રાખતા ઉદ્યોગસાહસિક તરીકે અથવા તો આ પ્રકારના ઉદ્યોગસાહસિકને ત્યા કન્સલ્ટન્ટ તરીકે રહી શકાય છે

• પાંજરાપોળમાં પશુઓની સારવાર-સ્વાસ્થ્ય સંભાળ અર્થે

• ખાનગી ડેરીમાં પશુપાલકોને પશુઓની લગતી સેવા પૂરી પાડવામાં

• મિલ્ક પ્રોસેસિંગ યુનિટમાં પ્રોક્યો૨મેન્ટ મેનેજર તરીકે

વેટરનરી ક્લિનિકમાં વેટરનરી ડોકટરના સહાયક તરીકે

આ રીતે ડિપ્લોમા પશુપાલન થયેલ વિદ્યાર્થી માટે ધણા બધાં અલગ-અલગ ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલ

ડિપ્લોમા ગૃહવિજ્ઞાન (હોમ સાયન્સ પોલીટેકનીક) અભ્યાસક્રમ

ગુજરાતમાં રાજય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ચાલતો આ અભ્યાસક્રમ અમરેલી ખાતે ફક્ત બહેનો માટે ચાલે છે. અંગ્રેજી માધ્યમમાં ચાલતો આ અભ્યાસક્રમ છ સેમેસ્ટર એટલે કે ત્રણ વર્ષની અવધિનો છે.

આ અભ્યાસક્રમમાં આહાર પોષણ શાસ્ત્ર, ગૃહસજાવટ, સિવણકામ, વિવિધ બેકરી બનાવટ જેવા વિષયો ઝીણવટ પૂર્વક ભણાવવામાં આવે છે, જે બહેનોને સ્વરોજગારી માટે બહુ જ ઉપયોગી થાય છે.

આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ પ્રવેશ પરીક્ષામાં આવેલ મેરિટના આધારે હોમ સાયન્સ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં સીધો પ્રવેશ આપવામાં આવે છે.

કૃષિ એન્જિનિયરિંગ ડિપ્લોમા અભ્યાસક્રમ

ખેતીમાં દરેક કાર્ય સમયસર કરવાં ખાસ જરૂરી છે. તેના માટે મજૂરો પર આધાર રાખવો પડે છે. વાવણી, નીંદામણ, કાપણી, જેવા ખેતીકાર્યો વખતે મજૂરો સહેલાઈથી મળતા નથી અથવા તો મોંઘા મળે છે. આવી પરિસ્થિતિને લીધે ખેતીમાં યાંત્રીકરણની ખાસ જરૂરીયાત ઊભી થઈ.

કૃષિમાં વપરાતા ઓજાર, ટ્રેકટર, પંપ, સબમર્સિબલ મોટ૨, સૂક્ષ્મ પિયત પદ્ધતિ વગેરે માટે કૃષિ એન્જિનિયરિંગની ખાસ જરૂર પડે છે, તેથી આ અભ્યાસક્રમ કરેલ વિદ્યાર્થીને આ ક્ષેત્રમાં સારી રોજગારી મળી રહે છે. ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા કુલ ત્રણ જગ્યાએ આ અભ્યાસક્રમ ચાલે છે. અંગ્રેજી માધ્યમમાં ચાલતો આ અભ્યાસક્રમ ત્રણ વર્ષ એટલે કે છ સેમેસ્ટરનો હોય છે.

આ ઉપરાંત જૂનાગઢ મુકામે એગ્રો પ્રોસેસિંગ અને આણંદ મુકામે ન્યુટ્રીશન અને ડાયેટિક્સનો પોલીટેનિક અભ્યાસક્રમ ચાલે છે.

વધારે માહિતીની જાણકારી માટે www.gsauca.in પર માહિતી મેળવી શકાશે.
વિપૂલ તકો રહેલી છે.

ગુજરાત રાજય કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતો ડિપ્લોમાં (પોલીટેકનીક) અભ્યાસક્રમો

ક્રમ
યુનિવર્સિટિનું નામ
કૃષિ પોલિટેનિક
બાગાયત પોલિટેકનિક
પશુપાલન પોલિટેનિક
ગૃહ વિજ્ઞાન પોલિટેકનિક
કૃષિ ઈજનેરી પોલિટેકનિક
૧.
સરદારકૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (www.suau.edu.in)
૧)ડીસા-જિ.બનાસકાંઠા ૨)ખેડબ્રહ્મા-જિ.સાબરકાંઠા ૩)અમીરગઢ જિ.બનાસકાંઠા
જગુદણ-જિ.મહેસાણા
સરદાર કૃષિનગર,
જિ.બનાસકાંઠા


૨.
આણંદ કૃષિ યુનિવર્સિટી, (www.aau.in)
૧). આણંદ
મોડેલ ફાર્મ


મુવાલીયા ફાર્મ દાહોદ
૩.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, (www.jau.in)
૧), ધારી – જી.અમરેલી
૧).જુનાગઢ
જુનાગઢ
અમરેલી,
તરધડીયા - જી, રાજકોટ
૪.
નવસારી કૃષિ યુનિવર્સિટી, (www.nau.in).
૧)મકતમપૂર – ભરૂચ    
૨).વ્યારા-.જી- તાપી
૩).વધઈ- જી. ડાંગ
૧).નવસારી ૨).પારિયા- જી. વલસાડ
નવસારી

ડેડીયાપાડા

5.
કામધેનું યુનિવર્સિટી



મહેતાપુર-હિંમતનગર જી.સાબરકાંઠા




આ ઉપરાંત જુનાગઢ મુકામે એગ્રો પ્રોસેસિંગનો પોલિટેકનિક અભ્યાસક્રમ જયારે આણંદ મુકામે ન્યુટ્રીશન અને ડાયેટિક્સનો પોલિટેકનિક અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું