સંસ્થાઓની પ્રવેશ પરીક્ષા 

Entrance Examination of Institutions
Entrance Examination of Institutions
આજે દરેક યુવાન પોતાની કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી તે અંગે મૂંઝવણ અનુભવતો હોય છે. આને કારણે કોઇવાર મળતી સલાહો કે બીજાની દોરવણીથી દોરવાઇ કોઇ ખોટી કારકિર્દી પસંદ કરે છે જે ને લીધે આખી જિંદગી અફ્સોસ કરે છે. તેને બદલે કોઇ પણ ક્ષેત્રમાં કારકિર્દીના નિર્માણ અંગેની સમજ હોવી જરૂરી છે. કારણ કે આ અંગેનો નિર્ણય લેવાનો હોય તેની અસર સમગ્ર જીવન પર પડવાની પૂરી સંભાવના છે. આથી કારકિર્દી એવી પસંદ કરો કે તમને મજા પડે.

ધોરણ ૧૨ પછી પણ વિવિધ શહેરોમાં ઘણી એવી સંસ્થાઓ છે જે પ્રવેશ પરીક્ષા લઇને દાખલ કરે છે. તેમજ આ સંસ્થા રાષ્ટ્રીયક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી હોય છે. તો આવી સંસ્થાઓની માહિતી અહીં આપેલી છે.

(૧) ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIM), ન્યુ દિલ્હી
લાયકાત : ધોરણ ૧૦ + ૨ વિજ્ઞાન પ્રવાહ, ભૌતિક, રસાયણ, જીવવિજ્ઞાન અને અંગ્રેજી સાથે ૬૦ ટકા ગુણ (SC/ST માટે ૫૦ ટકા)
જાહેરાતઃ ડિસેમ્બરમાં, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ફોર્મ ભરવાનું. પરીક્ષા જૂનમાં, પરીક્ષા કેન્દ્ર અમદાવાદ
ફોનનં. (૦૧૧) ૨૬૫૮૮૫૦૦, ૨૬૫૮૯૯ Web: www.alims.ac.in  

(૨) આર્મ્ડફોર્સ મેડિકલ કોલેજ (APMC) પૂના
લાયકાત : ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક, રસાયણ, જીવવિજ્ઞાનતેમજ અંગ્રેજીમાં ૫૦ ટકા ગુણ જરૂરી છે. ૧૭ થી ૨૨ વર્ષની ઉંમર જરૂરી ભાઇઓ માટે ૧૫ અને બહેનો માટે ૨૫ બેઠક. જાહેરાત જાન્યુઆરીમાં, પરીક્ષા મે માસમાં, શહેર પોસ્ટ ઓફિસમાંથી ફોર્મ મળે છે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કેન્દ્રો છે.

(૩) બનારસ હિન્દુ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, વારાણસી
લાયકાત : ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ ભૌતિક રસાયણ, જીવવિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે (SC/ST માટે ૫૦ ટકા) હોવા જરૂરી છે.

જાહેરાત ડિસેમ્બરમાં, અરજીફોર્મ ફેબ્રુઆરીમાર્ચમાં ભરવાનું અને પરીક્ષા જૂનમાં આપવાની હોય છે.

સરનામું : ડાયરેકટ (PMT-CELL) ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, BHMS, વારાણસી-૨૨૧૦૦૫
web: www.bhu.ac.in.  

(૪) ધ કિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલોર
લાયકાત : ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, ભૌતિક રસાયણ, જીવવિજ્ઞાન અને અંગ્રેજી સાથે ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ હોવા જરૂરી છે.
જાહેરાત માર્ચ માસમાં, પરીક્ષા જૂન માસના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવે છે.
સરનામું : ઘ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલોર-તમિલનાડુ ૬૩ર૦૦૦૨

(૫) ધ જવાહર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IPMER) પોંડિચેરી
લાયકાત: આ ઇન્સ્ટિટયૂટમાં બી.એસસી., એમ.એસ.સી. બેચલર ઓફ મેડિકલ રેકોર્ડ સાયન્સ (બી.એમ.આર.સી.)
જાહેરાત: જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં આવે છે.
અરજીપત્રક માર્ચ સુધીમાં ભરી શકાય, પરીક્ષા જૂનમાં લેવામાં આવે છે.
Web: www.jipmer.edu.  

(૬) ડૉ. ડી. વાય.પાટીલ મેડિકલ કોલેજ, પૂના.
અરજીપત્રક માર્ચ માસમાં – પરીક્ષા મેમાં લેવામાં આવે છે.
પરીક્ષા કેન્દ્રો-અમદાવાદ , મુંબઇ, પુના Web: www.dypatilvidhyapith.rog  
Email: dypv@vsnl.net  

(૭) કર્ણાટકમાં મનિપાલ ખાતે આવેલ મનિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE), અન્ડર ગ્રેજયુએટ એન્ટ્રન્સટેસ્ટ (UGET).
લાયકાત : ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ, ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલ હોવા જરૂરી
પરીક્ષા કેન્દ્ર : અમદાવાદ
સરનામું : ડેપ્યુટી રજિસ્ટ્રાર, એમિશન ઓફિસ MAHE મનિપાલ-પ૭૬ ૧૦૪

(૮) વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી
સ્નાતક અભ્યાસક્રમ, પાંચ વર્ષનો ઇન્ટર્નશિપ સાથેનો
લાયકાણ : ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ – બી ગ્રુપમાં પાસ થયેલ હોવા જરૂરી.
જાહેરાત નવેમ્બરમાં પ્રસિદ્ધ થાય છે. અરજીફોર્મ જાન્યુઆરીમાં ભરવાનું હોય છે. પરીક્ષા મે માસમાં લેવામાં આવે છે.

ગુજરાતમાં કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, આણંદ
સરનામું : વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એવિંગ, બીજો માળ, ઓગસ્ટ ક્રાંતિ ભવન, ભીખાજી કામા પેલેસ, ન્યુ દિલ્હી-૧૧૦0૯૬

(૯) ધ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, (BITS). પિલાની, રાજસ્થાન
એન્જિનિયરિંગની ૮૦૦ બેઠકો પિલાની ખાતે, ૬૦૦ બેઠકો ગોવા ખાતે.
જાહેરાત ડિસેમ્બરમાં પ્રસિદ્ધ થાય છે. પરીક્ષા મે-જૂનમાં લેવામાં આવે છે.
સરનામું : એમિશન ઓફિસર-બીઆઇટી પિલાની - ૩૩૩0૩૯

(૧૦) એસ.આર.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી
સરનામું : એસ.આર.એમ. નગર મહાન્કુલાપુર, જિલ્લો કાંચીપુરમ, તમિલનાડુ- ૬૦૩૨૦૭

જાહેરાત: જાન્યુઆરીમાં પ્રસિદ્ધ થાય છે. અરજીપત્રક માર્ચમાં ભરવાનું હોય છે. પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવે છે.

એન્જિનિયરિંગ અને મેડિક્લના ફોર્મ ભરી પ્રવેશ કરી શકાય છે.

(૧૧) વેલોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (VT) વેલોર.
લાયકાત : ભૌતિક, રસાયણ, ગણિત અને અંગ્રેજી વિષયો, એન્જિનિયરિંગ માટે, ભૌતિક, રસાયણ, જીવવિજ્ઞાન અને અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓ બાયોટેકનોલોજી અને બાયોઇન્ફોર્મેટિકમાં પ્રવેશ મેળવી શકે છે.

જાહેરાત ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થાય છે. પરીક્ષા એપ્રિલ માસ અને પરીક્ષા કેન્દ્ર, અમદાવાદમાં લેવાય છે.
Web : www.ac.in,  Email : admission@vit.ac

(૧૨) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)
૪ વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ, પ્રથમ વર્ષ ફાઉન્ડેશન અભ્યાસક્રમ, ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન, ટેક્સટાઇલ ડિઝાઇન એન્ડ અપેરલ ડિઝાઇન, કોમ્યુનિકેશન ડિઝાઇન.

લાયકાત : ધોરણ-૧૨, સામાન્ય પ્રવાહ, વિજ્ઞાનપ્રવાહ જાહેરાત ઓક્ટોબરમાં, નવેમ્બર સુધીમાં ફોર્મ ભરાય છે. પરીક્ષા જાન્યુઆરીમાં,
પરીક્ષા કેન્દ્ર - અમદાવાદ

સરનામું: નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, પાલડી, અમદાવાદ-૩૮૦0૭ ફોનનં. (૦૭૯) ૨૬૬૩૯૬૯૨
Web: www.nid.edu,  Email : academic@nic.edu.

(૧૩) ધ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)
કેન્દ્રો : ચેન્નાઇ, ન્યુ દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ, કોલકાતા, મુંબઇ, ગાંધીનગર (ગુજરાત)

લાયકાત : ધોરણ-૧૨ કોઇપણ પ્રવાહ પાસ અમુક પ્રકારના અભ્યાસક્રમમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત વિષયો જરૂરી.

અરજીપત્રક યુ.ટી.આઇ. બેંક દ્વારા મળે છે. જાહેરાત નવેમ્બર પ્રસિદ્ધ થાય છે. લેખિત પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાય છે. મૌખિક ઇન્ટરવ્યુ : એપ્રિલ- મે માસમાં લેવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રો : અમદાવાદ-વડોદરા

(૧૪) નેશનલ અકાદમી ઓફ લિગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) હૈદ્રાબાદ
લાયકાત : ધોરણ-૧૨ કોઇપણ પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ(SC/ST ૪૫ ટકા)
ઉંમરઃ- ૨૦ વર્ષથી નાની (SC/ST માટે ૨૨ વર્ષ)

અરજીપત્રક જાન્યુઆરીથી એપ્રિલ, પરીક્ષા મે માસના ત્રીજા સપ્તાહમાં, કેન્દ્ર- અમદાવાદ ખાતે લેવાય છે.
હૈદ્રાબાદ ફોન (૦૪૦) ૨૭પપ૬૭૯૫૫ Web: www.nalsarawni.rog

(૧૫) નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી (NLSUI) બેંગલુરુ
વિવિધ કાયદાના અભ્યાસક્રમો

સરનામું : રજીસ્ટ્રાર નેશનલ સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીનગર ખાવી બેંગલુરુ-પ૬૦૦૭ર

જાહેરાત ડિસેમ્બર માસમાં, અરજી ફોર્મ માર્ચમાં મળે છે. કેન્દ્રો મુંબઇ, બેંગલુરુ, ભોપાલ Web: www.nis.ac.in. Email: registar@ac.in  

(૧૬) નેશનલ યુનિવર્સિટી, જોધપુર
લાયકાત : ધોરણ-૧૨ કોઇ પણ પ્રવાહ માં ઓછામાં ઓછા ૫૦ ટકા કુલ ગુણ સાથે પાસ (SC/ST ૪૫ ટકા) ઉંમર ૨૦ વર્ષથી નીચે

જાહેરાત : ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં, પરીક્ષા મે માસમાં ગુજરાતમાં કેન્દ્ર અમદાવાદ ખાતે લેવામાં આવેછે.
Web: www.nlujodhpur.ac.in  Email: nlujod@raj.nic.in ઉંમર ૨૦ વર્ષથી નાની (SC/ST માટે રર વર્ષ)

(૧૭) ઓલ ઇન્ડિયા હોટેલ મેનેજમેન્ટ
નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી ઓફ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવે છે.

લાયકાત : ધોરણ-૧૨ સાયન્સ પ્રવાહ, વિજ્ઞાનપ્રવાહ અંગ્રેજી વિષય સાથે પાસ
અરજી પત્રક : જાન્યુઆરીથી માર્ચ માસમાં, પરીક્ષા મે માસમાં લેવાય છે.

રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવતી JEE, JEE (MAIN), JEE (Advance) તેમજ NEET જેવી પરીક્ષાઆપીને ગુજરાતની વિવિધ કોલે છે ઉપરાંત રાષ્ટ્રીયસ્તરની સારી કોલેજમાં પ્રવેશ મેળવી શકાય છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું