પ્રિન્ટિંગ ટેક્નોલોજી 

Printing technology
Printing technology

વસ્તુ અને રંગોની પરખ માટેની સારી દ્રષ્ટિ, કંઈક નવીન જોવાની સૂઝ, ચપળતાથી તેના ઊંડાણની અનુભૂતિ કરી ઝડપથી તેમાં એકાગ્રતા કેળવવાનો રસ ધરાવનારા વ્યક્તિ પ્રિન્ટિંગ ટેકનોલોજીના ક્ષેત્રમાં સફળ રહે છે.'

કલ્પના, કલા અને ટેક્નોલોજીનો સુભગ સમન્વય એટલે પ્રિન્ટિગ ટેકનોલોજી. આ ટેક્નોલોજી માનવસંસ્કૃતિના સફળ ઉત્થાન સાથે જોડાયેલ એક અભિન્ન અંગ છે.
યુવા-યુવતીઓ માટે સફળ કેરિયરની ઉત્તમ તકો ધરાવતા પ્રિન્ટિંગ ટેકનોલોજીના વિશાળ ક્ષેત્રમાં વિવિધ પેટા ક્ષેત્રો છે. (૧) પ્રિન્ટિગ (૨) પ્રિ-પ્રેસ (૩) પોસ્ટ પ્રેસ.

(૧) પ્રિન્ટિંગ ક્ષેત્રે:
શીટ-ફેડ તથા વેબ ઓસેટ પ્રિન્ટિંગ, ફ્લેક્સો ગ્રાફિક પ્રિન્ટિંગ, ગ્રેવ્યોર પ્રિન્ટિંગ, સ્કીન પ્રિન્ટિંગ, ડિજિટલ પ્રિન્ટિંગ, પેડ પ્રિન્ટિંગ, થ્રી-ડી પ્રિન્ટિંગ, હોલોગ્રાફિક પ્રિન્ટિંગ, થર્મલ પ્રિન્ટિંગ વગેરે શાખાઓ

(૨) પેકેજિંગ ક્ષેત્રેઃ
કાર્ટન પેકેજિંગ, બોક્સ પેકેજિંગ, ફ્લેક્સિબલપેકેજિંગ, ટીન પેકેજિંગ, વગેરે.

(૩) પ્રિ-પ્રેસ ક્ષેત્રે:
ગ્રાફિક ડિઝાઇનિંગ, ડેસ્ક-ટોપ પબ્લિસિંગ (DTP), કોપીરાઇટિંગ, વિવિધ પ્લેટ પ્રોસેસિંગ, કલર મેનેજમેન્ટ વગેરે શાખાઓ.

(૪) પોસ્ટ પ્રેસ ક્ષેત્રેઃ
બુક બાઈન્ડિંગ, વિવિધ ફિનીશિંગ પ્રક્રિયાઓ જેવી શાખાઓ

આમ પ્રિન્ટિંગ ટેક્નોલોજીનું વિશાળ ક્ષેત્ર, પેટા ક્ષેત્રો, કેરિયર માટે અનેક તકો પૂરી પાડે છે.

ન્યૂઝપેપર ઓર્ગેનાઈઝેશન, પબ્લિસિંગ હાઉસ, ઈપબ્લિશિંગ કંપનીઓ, પેકેજિંગ યુનિટ્સ, સરકારી પ્રેસો, સિક્યુરિટી પ્રિન્ટિગ યુનિટ્સ, પ્રિન્ટિગ-મશીન/મેન્યુફેક્ટરર્સ, એડવર્ટાઈઝિંગ એજન્સીઝ, ઇન્ક અને પ્રિન્ટિગ મટિરિયલ્સ મેન્યુફેક્ટરર્સ જેવાં વિશાળ અને સ્મોલ યુનિટ્સમાં જોબ મળી શકે છે.

પ્રિન્ટિંગ ટેકનોલોજીના અનેક પેટાક્ષેત્રોમાં સેલ્ફએમ્પ્લોયમેન્ટ દ્વારા ઉદ્યોગ સાહસિક બનવાની અનેક તકો છે. વિશાળ પ્રિન્ટિંગ-પેકેજિંગ હાઉસિસમાં સ્કીલ અને મેનેજરિયલ નોલેજના આધારે પેટ કોન્ટ્રાક્ટ લઈ ઉદ્યોગ સાહસિક બનવાની પણ તકો ઉપલબ્ધ છે.

આખેઆખો પ્રિન્ટિગ ઉદ્યોગ કોમ્પ્યુટર અને ઓટોમેશન સાથે જે ડાઈ રહ્યો હોવાથી સંપૂર્ણપણે ટેકનિકલ હોવા છતાં વ્હાઈટ કોલર જોબનો એહસાસ મળે છે. પ્રિન્ટિંગ ટેકનોલોજીનું ક્ષેત્ર પૂર્ણ ક્વૉલિટી બેઝડ છે. તેના દરેક ક્ષેત્ર પેટાક્ષેત્રમાં ક્વૉલિટી કંઢેલનું મહત્વ ઝડપથી વધી રહ્યું હોઈ તેમાં જોડાનાર દરેક વ્યક્તિ માટે પ્રિન્ટિગ ટેક્નોલોજીનું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અતિ આવશ્યક બનવા લાગ્યું છે.

ભારતમાં પ્રિન્ટીંગ ટેકનોલોજીના શિક્ષણ માટે વિવિધ અભ્યાસક્રમો ચાલે છે.

Courses Name
Duration
Admission Eligibility
Diploma in Printing Technology
3 Years
Std. 10 or 10+2 Pass
B.E./B.Tech (Printing Technology)
3 Years
Std. 10+2 Pass/Diploma Printing
M.E./M.Tech (Printing Technology)
2 Years
B.E./B.Tech. (Printing Technology) Pass  Ph.D. (Printing Technology)


ડિપ્લોમા ઈન પ્રિન્ટિંગ ટેકનોલોજીનું શિક્ષણ આપતી કેટલીક સંસ્થાઓ

૧. આર. સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ,અમદાવાદ, ગુજરાત-(AICTE)

૨. ગવર્નમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ પ્રિન્ટિંગ ટેકનોલોજી, મુંબઈ, મહારાષ્ટ્ર - (AICTE)
૩. પુને વિદ્યાર્થી ગ્રહ મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિન્ટિંગ ટેક્નોલોજી, પુના, મહારાષ્ટ્ર - પ. પુસા પોલીટેકનિક, દિલ્હી

૪. ડૉ. ટી.એમ.એ.પાઈ પોલીટેકનિક, મનીપાલ,ર્ણાટક

૫. ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ, જોધપુર, રાજસ્થાન

બેચલર ડિગ્રી (B.E./ B.Tech), માસ્ટર ડિગ્રી (M.E./M.Tech) ઈન પ્રિન્ટિંગ ટેકનોલોજીનું શિક્ષણ આપતી કેટલીક સંસ્થાઓ

૧. મનિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી - મનિપાલ, કર્ણાટક B.E. (Printing Technology), M.Tech. (Printing Technology) - AICTE

૨. અન્ના યુનિવર્સિટી - ચેન્નાઈ (તમિલનાડુ) B.E. (Printing Technology),
M.Tech. (Printing Technology)

૩. યુનિવર્સિટી ઓફ પુને- પુના, મહારાષ્ટ્ર B.E. (Printing Technology)

૪. ઇસ્ટિટ્યૂટ ઓફ પ્રિન્ટિંગ ટેકનોલોજી (IPT) - પુના, મહારાષ્ટ્ર (AICTE) B.E. (Printing Technology) Diploma in Printing Technology

૬. એસ.આઈ.ઈ.ટી. ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ટેકનોલોજી – મુંબઈ, મહારાષ્ટ્ર, B.E. (Printing Technology)

૭. સિંઘાનિયા યુનિવર્સિટી – પચેરી બારી, રાજસ્થાન B.Tech. (Printing Technology)

વિદેશમાં નામાંક્તિ યુનિવર્સિટીઓ દ્વારા માસ્ટર ઓફ સાયન્સ (M.S.) ઈન પ્રિન્ટિંગ ટેકનોલોજીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

M.S. in Printing Technology (USA અને UKમાં)

1. Rochester Institute of Technology (RIT) Rochester, New York, USA
14623

2. London College of Printing (LCP) Elephant and Castle, London SEI, 6SB, U.K.

પેપર, પ્લાસ્ટિક, ગ્લાસ, કાપડ, વૈન, એલ્યુમિનિયમ ફોઈલ જેવી વિવિધ સપાટી ઉપર મી કલર સુધીનું પ્રિન્ટિગ કરવા માટેની પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો અભ્યાસક્રમ ગ્રાફિક ડિઝાઈન, વિજ્ઞાન, ગણિત, મિકેનિકલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગ તથા કોમ્યુટર સાયન્સ, મેનેજમેન્ટ વગેરેના જ્ઞાનનો વિશિષ્ટ સમન્વય ધરાવે છે.

પ્રિન્ટિંગ ટેકનોલોજીના અભ્યાસક્રમમાં મેનેજરિયલ, એડમિનિસ્ટ્રેટિવ, ટેક્નોલોજીકલના પાસાઓને આવરી લેવામાં આવે છે.
ટેક્નોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહેલ પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ડિઝીટલ પ્રિન્ટિંગ ટેકનોલોજી અને 3D પ્રિન્ટિંગ ટેનિક વગેરે જેટસ્પીડથી વિકસી રહ્યા છે. એડવર્ટાઈઝિંગ પ્રેઝન્ટેશન માટે આ નવી ટેક્નોલોજીનું ભવિષ્ય ઉજજવળ છે. 3D પ્રિન્ટિંગ, પ્રિન્ટિંગ ટેકનોલોજી સિવાયની બાયોમેડિકલ જેવી ઘણી એન્જિનિયરિંગ ક્ષેત્રે અતિ સફળ પુરવાર થવા તરફ હરણફાળ ભરી રહી છે.

(નોંધ: પ્રિન્ટિંગ ટેકનોલોજી ક્ષેત્રે મશીન ઓપરેટર્સ, પ્રોસેસ ટેકનિશિયન તૈયાર કરવાના આઈ.ટી.આઈ. લેવલના ટૂંકા ગાળાના કોર્સ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઉપલબ્ધ છે. પ્રિન્ટિંગ ઉદ્યોગમાં તેમની પણ ઘણી ડિમાન્ડનું છે.)



Post a Comment

વધુ નવું વધુ જૂનું