ઈન્ડીયન આર્મી 

Indian Army
Indian Army



ભારતીય સંરક્ષણ દળોની ત્રણ પાંખ
(૧) ભૂમિદળ (ARMY)
(૨) હવાઈદળ (AIR FORCE) તથા
(૩) નૌકાદળ (NAVY) છે.
આ ત્રણેય વિભાગ ઉપરાંત આર્મીની ફેકટરીઓ/ સંશોધન સંસ્થાઓ પણ છે. આ સમગ્ર ક્ષેત્રોમાં દર વર્ષે વિવિધ વર્ગો માટે સતત ભરતી થાય છે. તે માટે અવારનવાર ભરતી મેળા થાય છે. પરીક્ષાઓ થાય છે. જેની જાહેરાતો પણ પ્રગટ થાય છે. ગુજરાત રાજય માટેની ભરતી પ્રક્રિયા અર્થે દરેક વિંગની ભરતી કચેરીઓ કાર્યરત છે.
(૧) લશ્કરી ભરતી કચેરી, શાહીબાગ કેમ્પ હનુમાન પાસે, અમદાવાદ-૪, ફોન નં. (૦૭૯) ૨૭૮૬૬૯૫૨
(૨) લશ્કરી ભરતી કચેરી, જી. જી. હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસે, જામનગર ફોન નં. (૦૨૮૮) ૨૯૧૧૩૧૦
(૩) એરમેન સિલેકશન સેન્ટર, એરફોર્સ સ્ટેશન, અમદાવાદ તથા વડોદરા (નવી કચેરીઓ)
(૪) INS વાત્સુરા જામનગર, ફોન નં. :- ૦૨૮૮-૩૯૮૭૩૯૨ આર્મી ભરતી હેલ્પલાઈનનં. (૦૭૯) ૨૨૮૬૯૯૭૧.

(૧) આર્મી દળમાં ભરતી: - ધો.૧૨ પાસ માટેની ભરતીનું કાર્ય ઉપર્યુક્ત અમદાવાદ તથા જામનગરની કચેરી દ્વારા ત્યાં સ્થળ ઉપર અને જિલ્લા/તાલુકા કક્ષાએ ભરતી મેળા દ્વારા થાય છે. તેમાં જગ્યાઓના પ્રકાર આ મુજબ છે:
સોલ્જર જનરલ ડ્યુટી,
સોલ્જર ક્લાર્ક,
સોલ્જર સ્ટોર કીપર.
તે જગ્યાઓની વયમર્યાદા ૧૭થી ૨૧ અને ૧૭થી ૨૩ વર્ષની હોય છે. શારીરિક લાયકાત નિયત થયેલી હોય તે દરેક ઉમેદવાર ધરાવતાં હોવા જોઈએ. લાયક ઇચ્છુક ઉમેદવારોની
(૧) શારીરિક ક્ષમતા કસોટી
(૨) તબીબી પરીક્ષણ તથા
(૩) લેખિત પરીક્ષા થાય છે. તેમાં ઉતિર્ણ થયેલા ઉમેદવારને દેશમાં ગમે ત્યાં તાલીમ તથા જોબ મળે

(૨) હવાઈ દળમાં ભરતી: - અમદાવાદ, વડોદરા ખાતેની ભરતી કચેરી દ્વારા ગુજરાત રાજયમાં ભરતીમેળાનું આયોજન કરીને થાય છે. ધો.૧૨ પાસને એરમેન 'Y” ગ્રુપની જગ્યા મળી શકે છે. આ જગ્યા નોન- ટેકનિકલ છે.
લાયકાતઃ ધો.૧૨ પાસ ૫૦% સાથે તથા નિયત શારીરિક યોગ્યતા જરૂરી છે. ભરતી મેળામાં સૌ પ્રથમ કસોટી થાય છે જે હેતુલક્ષી પ્રકારની હોય છે. જેમાં અંગ્રેજી ભાષા, તર્કશક્તિ પરીક્ષણ, જનરલ નોલેજ વિભાગોનું ૧ પ્રશ્નપત્ર હોય છે. આ કસોટીમાં સફળ થનારનો મેડિકલ ટેસ્ટ થાય છે. ટ્રેડ એલોકેશન ટેસ્ટ થાય છે. તે બાદ ફાઈનલ ઇન્ટરવ્યૂ થાય છે.
વયમર્યાદાઃ ૧૭-૨૧ વર્ષની હોય છે. આ દરેક કસોટીમાં સફળતા મેળવનાર ઉમેદવારની ભરતી દેશમાં ગમે ત્યાં એ ૨મે ન તરીકે થાય છે.
વેબ સાઇટ: www.careerairfroce.nic.in  
સંપર્ક નંબર ટોલ ફ્રી નંબર :-૧૮૦૦-૧૧-૨૪૪૮ ફોન નં. ૦૧૧૨૩૧૩૬૯૦

(૩) નૌકાદળમાં ભરતી: - ધોરણ ૧૦-૧૨ પાસની ભરતી નાવિક (Sailro) તરીકે થાય છે. તેની વય ૧૭-૨૦ વર્ષની તથા શારીરિક ક્ષમતા નિયત હોય છે. તે ભરતી અંગેની જાહેરાત આવે છે. લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ થાય છે. ત્યારબાદ ચિલ્કા (ઓરિસ્સા) અને અન્યત્ર તાલીમ અપાય છે.
લાયકાતઃ- ધોરણ ૧૨ પાસ વિજ્ઞાનની ખાસ ભરતી થતી હોય છે. ગુજરાતમાં પરીક્ષા તથા ભરતી કેન્દ્ર જામનગરના નૌકાદળ કેમ્પમાં આ સરનામે હોય છે ઓફિસર ઇન્ચાર્જ -IN-વાસુરા, જામનગર, દર વર્ષે એકાદ- બે ભરતી થાય છે.
સંરક્ષણ દળોની માહિતી માટે આ વેબસાઇટ પણ ઉપયોગી થશે.

ભારતીય સેના
ગુજરાતના દેશપ્રેમી સશક્ત યુવાનો કે જેની ઉંમર, ૧૭/૨ થી ૨૩વર્ષ સુધીની છે તેઓને ભારતીય સેનામાં એક બેજોડ અને માન-મોભાદાર કારકિર્દી માટે જુદી-જુદી કક્ષામાં ભરતી થઈ શકે છે.

(૧) ઓનલાઈન અરજી કરેલ હોવી ફરજિયાત છે.

(૨) ફક્ત માન્ય એડમિટ કાર્ડ ધરાવતા ઉમેદવારો રેલીમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન અરજી કરેલ હોય તેવા ઉમેદવારોનું એડમિટ કાર્ડ તેમના ઈ-મેલ આઈ.ડી. ઉપર જોવા મળી શકશે. ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારોએ પોતાનું ઈ-મેલ આઈ.ડી.ચેક કરવું.

(૩)રેલીના મેદાન પર પ્રવેશ મેળવવા માટે એડમિટ કાર્ડનું પ્રિન્ટ આઉટ અવશ્ય સાથે લાવવાનું રહેશે. ઉમેદવારે પોતાના એડમિટ કાર્ડમાં દર્શાવેલ તારીખ અને સમયે અને દર્શાવેલ સ્થળે રિપોર્ટિંગ કરવાનું રહશે. (દર્શાવેલ તારીખ સિવાયની અન્ય તારીખ માન્ય ગણાશે નહીં)

(૪) ઉમેદવારે ભરતીના નિયત કરેલ સ્થળે, તારીખે અને સમયે જરૂરી પ્રમાણપત્રો દરેકની પ્રમાણિત ઝેરોક્ષ નકલ અને તાજેતરમાં પડાવેલ સોળ નંગ એક સરખા પાસપોર્ટ ફોટોગ્રાફ્સ સાથે લઈ રૂબરૂ હાજર થવું. ડોમિસાઈલ પ્રમાણપત્રફરજિયાત છે.

લશ્કરી ભરતી મેળામાં જુદી-જુદી જગ્યાઓ માટે નિયત થયેલ ઉમર, શૈક્ષણિક તથા શારીરિક લાયકાત

ક્રમ
જગ્યાનું નામ અને કેટેગરી
શૈક્ષણિક લાયકાત
ઉંમર
ઉંચાઈ સે.મિ.
વજન કિ.ગ્રા.
છાતી સે.મિ.
૧.
સોજર જનરલ ડ્યુટી
એસ.એસ.સી.૪૫% થી વધારે માર્ક્સ હોવા જરૂરી છે. દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩ માર્ક્સ મેળવેલ હોવા જરૂરી. ઉમેદવાર ધો ૧૨ પાસ અને તેથી આગળ અભ્યાસ ધરાવતા હશે તો ન્યૂનતમ ટકાવારી જરૂરી નથી.
૧૭ ૧/૨ થી ૨૧વર્ષ
૧૬૮
૫૦
૭૭/૮૨
૨.
સોલ્જર જનરલ ડ્યુટી(આદિવાસી)
ઓછામાં ઓછું ધોરણ-૮ પાસ અને તેથી આગળ
૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ
૧૬૨
૪૮
૭૭/૮૨
૩.
સોલ્જર ટેકનિકલ

૨૧ વર્ષ ધો. (૧૦+૨)માં વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી ,ગણિત અને અંગ્રેજીમાં ૪૫% માકર્સ જરૂરી છે. ડિપ્લોમામાં ત્રણવર્ષ પૂર્ણ હોવા જોઈએ. AICTE માન્ય હોવું જોઈએ. ડિપ્લોમા માટે ધો.૧૦માં પO% માકર્સ હોવા જરૂરી છે.
૧૭ ૧/૨  થી ૨૧ વર્ષ
૧૬૭
૫૦
૭૬/૮૧

૪.
સોજર કલાર્ક સ્ટોરકીપર ટેકનિકલ
ધો. ૧૨ માં બધા વિષયમાં ૪૦ માકર્સ  અને ૫૦%પાસ હોવા જરૂરી છે. ધો. ૧૦+ર માં અંગ્રેજી, મેથ્સ/એકાઉન્ટ અને બુક કીપિંગ વિષય હેવાફરજિયાત છે આ બધા વિષયમાં ૪૦% માર્ક્સ હોવા જોઈએ. ગ્રેજયુએટ કક્ષામાં જે ઉમેદવાર કોઈ પણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ થયેલ હોય તો તેમણે મેથ્સ/એકાઉન્ટ બુક કીપિંગ અને અંગ્રેજી વિષય હોય તો ટકાવારી જરૂરી નથી. જે ઉમેદવાર ગ્રેજયુએટ હોય અને અંગ્રેજી, મેથ્સ, એકાઉન્ટ અને બુક કીપિંગ વિષય ના હોય તો તેને એસ.એસ.સી. અથવા એચ.એસ.સી. માં અંગ્રેજી, મેથ્સ, એકાઉન્ટ અને બુક કીપિંગમાં ૪૦% હોવા જરૂરી છે.
૧૭ ૧/૨ થી ૨૩વર્ષ
૧૬૨
૫૦
૭૭/૮૨
પ.
સોજ૨ ટ્રેડસમેન - શેફ/વોશરમેન/ઇક્વિપમેન્ટ રિપેરર/હેરડ્રેસર
ધોરણ-૧૦( એસ. એસ.સી.) પાસ અને આગળ
૧૭ ૧/૨ થી ૨૩વર્ષ
૧૬૮
૪૮
૭૬/૮૧
૬.
હાઉસકિપર સફાઈવાળા
ધોરણ-૮પાસઅને આગળ
૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ
૧૬૮
૪૮
૭૬/૮૧

ડોમિસાઈલ (પરપ્રાંતના અધિનિવાસી) ઉમેદવારો માટે ઊંચાઈ મૂળ વસવાટ ધરાવતા વિસ્તાર મુજબ રહશે.
ભરતીમેળાના નિયત દિવસે લાયક ઉમેદવારોએ સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો તથા તેની ચાર પ્રમાણિત નક્લો લઈને ભરતીમેળાના સ્થળે હાજર થવાનું રહશે.

(૧) એડમિટ કાર્ડ- ઓરિજિનલ

(૨) એસ.એસ.સી. એચ.એસ.સી. પાસ ઉમેદવારો માટે બોર્ડની માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ

(૩) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચાલુ અભ્યાસ હોય તો બોનાફાઈડ પ્રમાણપત્ર

(૪) ચારિત્ર્ય અંગેનું પ્રમાણપત્ર (શાળાના આચાર્યશ્રી, ગ્રામપંચાયત સરપંચી મ્યુ. કાઉન્સિલરશ્રીએ આપેલ દાખલો રજૂ કરવો.)

(૫) હાલના રહેઠાણનો દાખલો (ગ્રામપંચાયત મ્યુ. કાઉન્સિલર દ્વારા અપાયેલ.)

(૬) N.C. C રાજ્ય અથવા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય અને પ્રથમ- દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ રમત-ગમતના પ્રમાણપત્રો.

(૭) SC/ST અને OBC અંગેની જાતિનો દાખલો મામલતદાર, સમાજકલ્યાણ અધિકારી દ્વારા અપાયેલ અન્ય જાતિના ઉમેદવારોએ ગ્રામપંચાયત સરપંચ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીએ આપેલ દાખલો રજૂ કરવો.

(૮) ગુજરાતી તથા બિનગુજરાતી ઉમેદવારો જેઓને માન્ય અધિકારી દ્વારા અપાયેલ ડોમિસાઈલ પ્રમાણપત્ર અને આ પ્રમાણપત્ર ઉપર ઉમેદવારોનો પાસપોર્ટ ફોટોગ્રાફ્સ ચોંટાડીને, પ્રમાણપત્ર આપનાર અધિકારીએ ફોટોગ્રાફ્સ પણ પ્રમાણિત કરેલા હોવા જરૂરી છે.

(૯) તાજેતરમાં પડાવેલ (૧૬) સોળ નંગ પાસપોર્ટ સાઇઝના ફોટો તથા આધારકાર્ડ

નોંધ :- ઉમેદવારોને ભરતીના સ્થળે મોબાઈલ ફોન સાથે ન રાખવા અને તેનો ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવે છે. આ અંગેની વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી.

(૧) આર્મી રિકુટિંગ ઓફિસ, હનુમાન કેમ્પ પાસે, અમદાવાદ-૩૮૦૦૦૪

(૨) આર્મી રિકુટિંગ હેલ્પ લાઈન નંબર ૦૭૯-૨૨૮૬૮૦૮૨ કચેરીના કામકાજના - દિવસ દરમ્યાન.

(૩) ગુજરાત રાજયની તમામ રોજગાર કચેરીઓ.

ઇન્ડિયન આર્મીમાં એન્જિનિયરઃ
રાષ્ટ્રપ્રેમ ધરાવતી કોઈ પણ વ્યક્તિ માટે પોતાના દેશની સુરક્ષા સર્વોપરી હોય છે. દેશની સુરક્ષા માટે નવી નવી ટેકનોલોજીનું સંશોધન કરવું અને તેનું આર્મીમાં ઈમ્પલીમેન્ટેશન કરવું એ સાયન્સ લાઇનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી આર્મીની અપેક્ષા હોય છે તેથી એન્જિનિયરિંગની ખાસ કોલેજો આર્મી વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ કોલેજોમાં એડમિશન મેળવવું એટલે દેશની સેવા કરવાનો ઉત્તમ અવસર પામવો, સાથો સાથ એન્જિનિયર બનવાનું સ્વપ્ન સાકાર કરવું અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી મેળવવા માટે કોઈ જગ્યાએ ફાંફાં મારવાની ઝંઝટમાંથી ૧૦૦% મુક્તિ. કારણ કે અહી એન્જિનિયરિંગ પૂર્ણ થતાંની સાથે જ નોકરીનો ઓર્ડર તૈયાર હોય છે.

નેશનલ ડિફેન્સ એકેડેમી NDA માં પ્રવેશઃ- લશ્કરની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સમાં ઓફિસર બનવા માટે તમારે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)ની પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષા UPSC દ્વારા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. રોમાંચક, સાહસપૂર્ણ અને ગૌરવપ્રદ કારકિર્દી બનાવવા માગતા તેજસ્વી વિદ્યાર્થીએ NDAમાં જોડાવાનો વિચાર કરવો જ જોઈએ.

આર્મી, નેવી અને એરફોર્સ ત્રણ વિંગ પૈકી નેવી અને એરફોર્સ માટે સાયન્સ લાઈન હોવી જોઈએ, કારણ કે આજના સમયમાં એરફોર્સ અને નૌકાદળને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવેલ છે. અદ્યતન ટેકનોલોજી ધરાવતાં શસ્ત્રો, રડાર, કોમ્પ્યૂટરાઈઝડ પ્લેન, જહાજો વગેરેનું ટેકનિકલ નોલેજ ધરાવતા કુશળ એન્જિનિયરો તૈયાર કરવાનું અને ત્યારબાદ તેમને ઓફિસર બનાવવાનું કાર્ય NDA દ્વારા થાય છે. આથી આ ક્ષેત્રમાં સાયન્સના ટેલેન્ટેડ યુવાનોની તીવ્ર માગ રહે છે.
NDAની પરીક્ષામાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીને પૂણે નજીક ખડકવાસલા ખાતે NDA દ્વારા ઊભા કરાયેલા વિશાળ અને અતિ રમણીય કેમ્પસમાં રહીને તાલીમ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તાલીમ દરમ્યાન એન્જિનિયરિંગનું હાઈફાઈ એજ્યુકેશન ઉપરાંત ઓફિસર ટ્રેનિંગ પૂર્ણ થતાંની સાથે જે શાખામાં પ્રવેશ મેળવ્યો હોય તે શાખાના સ્નાતકની ડિગ્રી મળે છે, સાથો-સાથ એક ઉચ્ચ કક્ષાના ઓફિસરની કાબેલિયત પણ પ્રાપ્ત થાય છે. તાલીમ દરમ્યાન રહેવા, જમવા, પુસ્તકો, અભ્યાસ વગેરેનો તમામ ખર્ચ સરકાર તરફથી આપવામાં આવે છે. આવી તક પ્રારબ્ધ અને પુરુષાર્થનો સમન્વય થાય ત્યારે જ મળે છે.

પ્રવેશ લાયકાતઃ-
(૧) એરફોર્સ અને નેવી આ બે વિંગ માટે ધોરણ ૧૨ પાસ (સાયન્સ)નાવિદ્યાર્થીઓ જ પ્રવેશપાત્ર છે.

(૨) ધોરણ ૧૨ (સાયન્સ) મેથ્સ અને ફિઝિક્સ વિષયો સાથે પાસ કરેલું હોવું જોઈએ. (ગુજરાતના વિદ્યાર્થીઓ માટે A અથવા AB ગ્રૂપ હોવું જોઈએ.)

(૩) ધોરણ ૧૨ (સાયન્સ)માં ભણતા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે.

(૪) ૧૬૧/૨ થી ૧૯ વર્ષની વચ્ચેની ઉંમર હોવી જોઈએ.

પ્રવેશ ફોર્મની વિગત :-
(૧) નેશનલ ડિફેન્સ એકેડમીની જાહેરાત UPSC દ્વારા સામાન્ય રીતે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં પ્રસિદ્ધ થતી હોય છે. NDAની જાહેરાત સામાન્ય રીતે ઓકટોબર-નવેમ્બર માસમાં આવે છે.

(૨) પ્રવેશ ફોર્મ દરેક શહેરની હેડ પોસ્ટ ઓફિસમાંથી રૂ.૨૦ ચૂકવવાથી મળે છે. જાહેરાત તથા ફોર્મની સાથેના માહિતીપત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ફોર્મ ભરવું.

૩) ભરેલું ફોર્મ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલવું:
The Secretary, Union Public Service Commission (UPSC), Dholpur House, Shajhan Road, New Delhi - 110069 4042492 www.nda.nic.in

પરીક્ષાપદ્ધતિ :- નેશનલ ડિફેન્સ એકેડેમી એક્ઝામ (NDA)માં કુલ બે પેપર આપવાનાં હોય છે.

પેપર -૧ :- મેથેમેટિક્સ-૩૦૦ ગુણ-સમય : અઢી કલાક

પેપર - ૨ :- જનરલ એબિલિટી-૬૦૦ ગુણ- સમય :અઢી કલાક

બંને પેપર અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં આપવામાં આવે છે. બંને પ્રશ્નોપત્રો Objective પ્રકારનાં જ હોય છે. દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરીને દર્શાવવાનો હોય છે.

ભારતીય હવાઈ દળ:
એરમેન સિલેકશન સેન્ટર, મુંબઈ, ગ્રુપ 'X' (ટેકનિકલ) ટ્રેડસમાં એરમેનની ભરતી (ભારતીય હવાઈ દળ) ગુજરાત રાજ્યના નીચે જણાવેલ જિલ્લાઓના અને કેન્દ્રશાસિત વિસ્તારો- દીવ, દમણ, અને દાદરા નગર હવેલીના પુરુષ અપરિણીત (UN-MARRIED) ઉમેદવારો રેલીમાં ભાગ લઈ શકશે.
ગ્રૂપઃ-ગ્રૂમએક્સ (ટેકનિકલ) ટ્રેડ GROUP 'X'

શૈક્ષણિક લાયકાત:-
રાજય પરીક્ષા ધો.૧૨ (૧૦+૨) ગણિત, ફિઝિક્સ અને અંગ્રેજી સાથે ૫૦% માર્ક્સ સાથે પાસ અથવા માન્ય સંસ્થામાંથી ત્રણ વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ (મિકેનિકલ સાયન્સ/ઇસ્યુમેન્ટેશન ટેકનોલોજી/ઇન્ફર્મેશન ટેકનોલોજી) ૫૦% એગ્રીગેટમાર્ક્સ સાથે પાસ.
વયમર્યાદા તથા ઊંચાઈ:- મિનિમમ ઊંચાઈ ૧૫૨.૫ સે.મિ.
લેખિત પરીક્ષા - અંગ્રેજી, ફિઝિક્સ અને ગણિત ટેસ્ટ સી.બી.એસ.સી. સિલેબસ મુજબ પરીક્ષાનો અભ્યાસક્રમ વેબસાઈટ www.indianairfroce.nic.in

ગ્રૂપઃ-ગ્રૂપ એક્સ (ટેકનિકલ) ટ્રેડ Group 'X'
પરીક્ષાનો પ્રકાર :- પ્રથમ દિવસે લેખિત, શારીરિક યોગ્યતા (PPFT) બીજા દિવસે લેખિત, શારીરિક પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ તથા તબીબી પરીક્ષા ત્રીજા દિવસે ડોકયુમેન્ટ અને સમરી ચેક.

શારીરિક કસોટી:- શારીરિક કસોટીમાં પાસ થવું ફરજિયાત છે. ઉમેદવારે ૧.૬ કિ.મી. (૧૬૦૦ મીટર) ની દોડ ૦૮ મિનિટમાં પૂરી કરવાની રહેશે અને ૩૦ સેકન્ડમાં દોડ પૂરી કરનાર ઉમેદવારોને બોનસ ગુણ આપવામાં આવશે. ઉમેદવારે પી.ટી.શૂઝ અને મોજાં સાથે લાવવા જરૂરી છે. ઉમેદવારે શારીરિક કસોટી પહેલાં હળવો નાસ્તો લેવો જરૂરી છે.

ઇન્ટરવ્યે તબીબી પરીક્ષણ:- જે ઉમેદવારો લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીમાં ઉતિર્ણ થશે તે ઉમેદવારોનો ઈન્ટરવ્યુ લેવામાં આવશે. ઈન્ટરવ્યુમાં પાસ થનારને તબીબી પરીક્ષણ માટેની તબીબી ટીમ પાસે મોકલવામાં આવશે. જે ઉમેદવારો ઇન્ટરવ્યુ અને તબીબી પરીક્ષણમાં ઉત્તીર્ણ થશે તેને જ આખરી પસંદગી માટે ભલામણ કરવામાં આવશે.

લેખિત પરીક્ષા :- ભરતીના સ્થળે નિયત સમયે પહોંચનાર ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. લેખિત પરીક્ષા માટે ઉમેદવારે પેન્સિલ, રબ્બર, શાર્પનર અને રાઈટિંગ પેડ સાથે લાવવું જરૂરી છે.
ઉમેદવારોએ નીચે મુજબના પ્રમાણપત્રો સાથે આવવાનું રહશે.

(૧) ૦૭ (સાત) પાસપોર્ટ સાઈઝના કલર ફોટોગ્રાફ્સ (૦૩ (ત્રણ) માસની અંદર પડાવેલા ટોપી અને ગોગલ્સ વગરના)

(૨) ૦૨ (બે) (૨૬ સે.મી. ના સફેદ સ્ટેમ્પ વગરના પોતાનું સરનામું લખેલ કવરો.
(૩) તમામ ઓરિજિનલ માર્કશીટ, પાસિંગ સર્ટિફિકેટ, એન.સી.સી. સર્ટિફિકેટ (જો હોય તો) અને દરેકની ૦૩ (ત્રણ) ઝેરોક્ષ નકલ.
(૪) બીજાં રાજ્યોના અને બહારથી ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી હોય તેવા જ ઉમેદવારોએ જન્મ અધિવાસ (ડોમિસાઈલ) પ્રમાણપત્ર લાવવું જરૂરી છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો-૧૨ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ ડોમિસાઈલ લાવવું જરૂરી નથી.

(૫) ૧૮ વર્ષથી ઓછી વયના ઉમેદવારોએ તેમના વાલીનું કન્સેન્ટ પ્રમાણપત્ર (સંમતિ પ્રમાણપત્ર) તેમની સહીવાળું લાવવું જરૂરી છે.

(૬) ઉમેદવારોએ ભરતી રેલીમાં આવતાં પહેલાં વાળ, નખ, તથા કાન-દાંતની ચોખાઈ કરીને આવવું જરૂરી સલાહ છે. ચશ્માં પહેરતા ઉમેદવારોએ ચશ્માંના નંબરનું પ્રિસ્ક્રિપ્શન કઢાવીને લાવવું જરૂરી છે.

ભારતીય નૌકાદળ
ભારતીય નૌકાદળમાં વિવિધ ભરતી :- ભારતીય સંરક્ષણ દળની ત્રણ પાંખ પૈકીની અગત્યની પાંખ છે અને દેશની દરિયાકાંઠાની સીમા સુરક્ષા કામગીરી કરે છે. અનેક મોટા જહાજો તેનાં તાલીમ શોપ અને સુસજજ સાધન - સરંજામથી બાહોશ નેવલ અધિકારીઓ અને નૌસેના સતત સક્ષમ - કાર્યરત હોય છે. ઇન્ડિયન નેવી અપરિણીત યુવકો અને યુવતીઓને વિવિધ શાખાઓમાં અનેક કારકિર્દીની તક આપે છે.

જરૂરીયોગ્યતા:
, અપરિણીત ભારતીય પુરુષ નાગરિક ઉમેદવાર અરજી કરી શકે છે.

૨. શૈક્ષણિક યોગ્યતા : ૧૦+૨ /સમકક્ષ પરીક્ષા ગણિત તથા ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) વિષય સાથે ઉત્તીર્ણ (પાસ) અને નીચેનામાંથી કોઈ એક વિષય – રસાયણ વિજ્ઞાન (કેમિસ્ટ્રી) જીવવિજ્ઞાન (બાયોલોજી)/ કોમ્પ્યુટર વિજ્ઞાન

૩. ઉંમર : ૧૭ થી ૨૧ વર્ષ

૪. પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક અને તબીબી પરીક્ષણના આધાર પર બનેલી યોગ્યતા ક્રમાંક (મેરિટ લિસ્ટ)માં પ્રાપ્ત કરેલ સ્થાન પર આધારિત રહેશે.

૬. લેખિતપરીક્ષા
(ક) પ્રશ્નપત્ર દ્વિભાષી (હિંદી અને અંગ્રેજી બંને ભાષાઓમાં) તથા (ઓબ્જેક્ટિવ ટાઇપ) પ્રકારના રહેશે.

(ખ) પ્રશ્નપત્રના ચાર ભાગ રહેશે – અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાન્ય જ્ઞાન.

(ગ) પ્રશ્નપત્રની પરીક્ષાનો સમય ૧ કલાકનો રહેશે.

(ઘ) ઉમેદવારોએ બધા જ ભાગો સાથે સાથે કુલ મેળવેલ ગુણમાં પણ ઉત્તીર્ણથવું જરૂરી છે.

૭. શારીરિક ક્ષમતાનું પરીક્ષણ (પી.એફ.ટી.):
પી.એફ.ટી.માં ૭ મિનિટમાં ૧.૬ કિ.મી. દોડવાનું, ૨૦ ઉઠક-બેઠક તથા ૧૦ પુશ-અપ કરવાનારહેશે.


૮. તબીબી પરીક્ષણના આધારો:
(ક) તબીબી પરીક્ષણ અધિકૃત કરેલી સૈનિક હોસ્પિટલો (મિલિટ્રી હોસ્પિટલ) દ્વારા ભારતીય નૌસેના દ્વારા નિર્ધારિત કરેલ માનાંકોના આધાર પર કરવામાં આવશે.
(ખ) ઓછામાં ઓછી ઉંચાઈ ૧૫૭ સે.મી. વજન તથા છાતીની પહોળાઈ સમપ્રમાણમાં હોવી જોઈએ. છાતીની પહોળાઈ ઓછામાં ઓછી ૫ સે.મી. ફુલવી હોવી જોઈએ.

(ગ) સારું માનસિક સંતુલન તથા શારીરિક સ્વાસ્થ્ય, કર્તવ્ય અને દક્ષતાનું પાલન કરવામાં મુશ્કેલી ઊભી કરે તેવી કોઈ પણ પ્રકારની બીમારીથી મુક્ત અપંગતાથી મુક્ત, રંગઅંધતાની મુક્તિ હોવી જોઈએ.

(ઘ) હૃદયને લગતી કોઈ બીમારી, સર્જિકલ ખામી જેવી કે વળેલા ઘૂંટણ, ફુલેટ ફીટ, કાનોમાં બહેરાશ હોવી જોઈએ નહીં. મિર્ગી અથવા કોઈ માનસિક બીમારી, વેરીકોસ વેન તથા આંખોની તકલીફ ન હોવી જોઈએ.

(ચ) તબીબી પરીક્ષણનું માન્ય સ્તર, એકીકૃત મુખ્યાલય, રક્ષા મંત્રાલયના નૌસેનાના આદેશ (વિશેષ) ૦૧/૨૦૦૮ દ્વારા માન્ય કરવામાં આવેલ માર્ગદર્શક નિયમો અનુસાર હોવું જોઈએ.

૯. આંખોના પરીક્ષણ બાબતનું માન્ય સ્તરઃ
(ક) ચશ્મા વગર સારી આંખ ૬/૬ ખરાબ આંખ ૬/૯

(ખ) ચશ્માં સાથે સારી આંખ ૬/૬ ખરાબ આંખ ૬/૯

૧૦. તબીબી પરીક્ષણનું અંતિમ માન્ય સ્તર :-
ચયન સૂચિ (મેરિટ લિસ્ટ)માં સંમિલિત બધા જ ઉમેદવારો જેમને અંતિમ તબીબી પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા છે, તેમને નામાંકન પહેલાં ભારતીય નૌસેના ખાતે ચિલ્લામાં પોતાનું અંતિમ તબીબી પરીક્ષણ કરાવવું પડશે. આ તબીબી પરીક્ષણમાંઅમાન્યઘોષિત કરવામાં આવેલ ઉમેદવારોને પ્રશિક્ષણમાં નામાંક્તિ કરવામાં આવશે નહિ. ભારતીય નૌસેના ખાતે ચિલ્કામાં અંતિમ તબીબી પરીક્ષણના નામાંકન માટેની તપાસ કર્યા બાદ, આ તપાસની બીજી વાર તપાસ કરવા માટેની કોઈ પણઅપીલસ્વીકાર કરવામાં આવશે નહીં.

૧૧. ભરતી માટે નીચે મુજબનાં પ્રમાણપત્રો લખવા માટેની સામગ્રી લઈને આવવી. ભરતી પ્રક્રિયાના નામાંકન સમયે નીચે મુજબનાં પ્રમાણપત્રો દેખાડવાનાં રહેશે

(૧) મેટ્રિક પ્રમાણપત્રની મૂળ (ઓરિજિનલ) તથા (એટેસ્ટેડ) નકલ. (જન્મ તારીખની ખરાઈ કરવા માટે)

(૨) ૧૦+૨ સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર (એટેસ્ટેડ) નકલ.

(૩) જો એન.સી.સી. પ્રમાણપત્રની મૂળ (ઓરિજિનલ) તથા પ્રમાણિત (એટેસ્ટેડ) નકલ.

(૪) નિવાસી પ્રમાણપત્રની મૂળ (ઓરિજિનલ) તથા પ્રમાણિત (એટેસ્ટેડ) નકલ.

(૫) મૂળ-નિવાસી પ્રમાણપત્ર (ડોમિસાઈલ સર્ટિફિકેટ).

(૬) ચારિત્ર્યનું પ્રમાણપત્ર (કેરેકટર સર્ટિફિકેટ).

(૭) તાજેતરમાં જ પડાવેલ ૧૦ પાસપોર્ટ સાઈઝના રંગીન ફોટો (બ્લ્યુ અને વ્હાઇટકલર).

(૮) રૂ.૧૦/- ની ટપાલ ટિકિટ ચોંયડેલું પોતાના સરનામાવાળું ૨૨×૧૦ સે.મી. ની સાઈઝનું કવર.

(૯) બે કાળી બોલપેન.

(૧૦) શારીરિક પ્રશિક્ષણ (પી.ટી.) માટેના બૂટ.

ભારતીય નૌસેનાની વેબસાઈટ www.joinindiannavy.gov.in  

કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે એકીકૃત મુખ્યાલય, અને નૌસેના ભરતી સંગઠન, ભારતીય નૌસેના INS વાલસુરા ફોન નંબર ૦૨૮૮-૩૯૮૭૩૫૪/૪૪૮ પર સંપર્ક કરી શકો છો.
આર્ટિફિશર એપ્રેન્ટિસ ડાયરેક્ટ એન્ટ્રી ડિપ્લોમા હોલ્ડર્સ:- લશ્કરી દળોમાં જોડાવાથી મળતા પગાર, ભથ્થાં અને સગવડો ઉપરાંત દેશ માટે કંઈક કરી છૂટવાની જે તક મળે છે તે વધુ મહત્વની છે. ભારતીય નૌકાદળમાં જોડાવાની ત્રણ અલગ-અલગ પ્રકારની તકો આપની પાસે છે. આપણા નૌકાદળમાં નાવિક (SAILOR)નું સ્થાન મહત્વનું છે. આપણા નૌકાદળની મશીનરી, શસ્ત્રો, વીજાણું સેન્સર્સઅને જહાજ પરનાં સાધનોને કાર્યાન્વિત કરવાની અને યોગ્ય રીતે જાળવણી રાખવાનું કાર્ય નાવિકો દ્વારા થાય છે. આ નાવિકને નૌકાદળ દ્વારા જ તાલીમ આપવામાં આવે છે. શરૂઆતની પાયાની તાલીમ INS ચિલ્કા, જિલ્લો ખુર્દા, ઓરિસ્સા ખાતે આપવામાં આવે છે. ગુજરાતમાં જામનગર ખાતે INS વાલસુરા નામે આ પ્રકારનું કેન્દ્ર છે. જરૂર પડે પસંદગીના નાવિકોને તાલીમાર્થે વિદેશ પણ મોકલવામાં આવે છે. વળી, નાવિકોને નૌકાદળમાંથી છુટા કરતાં પહેલાં તેમને ' પ્રિરિલીઝઅભ્યાસક્રમો દ્વારા નાગરિક જીવનમાં ગોઠવાઈ શકાય તેની તાલીમ પણ આપવામાં આવે છે.
કોણ જોડાઈ શકે? :- ફક્ત ભારતીય પુરુષ નાગરિક જ અરજી કરી શકે છે.

ડાયરેકટ એન્ટીડિપ્લોમા હોલ્ડર્સ(DEDH):-
વય :- ૧૮ થી ૨૨ વર્ષની વચ્ચે હોય તથા ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશન / એરોનોટિકલ શિપ બિલ્ડિંગ ઇસ્યુમેન્ટેશન એન્જિનિયરિંગ / મેટલર્જીમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા (સરકાર માન્ય પોલિટેકનિક ડિપ્લોમા).

આર્ટિફિશર એપ્રેન્ટિસીસ(AA):
વય :- ૧૫.૧/૨- ૧૮ વર્ષની વચ્ચે હોય તથા સાયન્સ અને મેથ્સ વિષયો સાથે, ઓછામાં ઓછા ૬૦% માર્ક્સ સાથે મેટ્રિક્યુલેશન કે સમક્ષ પરીક્ષા પાસ હોય કે ૬૦% માર્ક્સ સાથે ફિઝિક્સ અને મેથ્સ સાથે HSC પરીક્ષા પાસ હોય. ૧૮ થી નાની વય ધરાવનારને અત્રે તક છે. વેબસાઇટ – www.joinindiannavy.gov.in  

મેટ્રિક એન્ટ્રી રિક્રુટસ(MER):
વય :- ૧૬ થી ૧૯ વર્ષની વચ્ચે હોય તથા સાયન્સ મસ વિષયો સાથે, ઓછામાં ઓછા ૫૫% માર્ક્સ સાથે મેટ્રિક્યુલેશન કે સમકક્ષ પરીક્ષા પાસ હોય કે ઓછામાં ઓછા ૬૦% માર્ક્સ સાથે ફિઝિક્સ અને મેથ્સના વિષયો સાથે HSC પરીક્ષા પાસ હોય.

પસંદગીની પ્રક્રિયા:
લેખિત પરીક્ષા, શારીરિક સક્ષમતા પરીક્ષા (ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ-PET) અને તબીબી પરીક્ષણ બાદ થનાર 'મેરિટ લિસ્ટ આધારે નાવિકોની પસંદગી થશે. ડાયરેક્ટ એન્ટીડિપ્લોમા હોલ્ડર્સનો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે.

લેખિત પરીક્ષા:
પ્રશ્નપત્ર દ્વિભાષી હશે, હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં 'ઓજેકિટવ ટાઈપ' નું હશે. તેનું ધોરણ મેટ્રિક સ્તરનું હશે. ડાયરેક્ટ એન્ટ્રી ડિપ્લોમા હોલર્સ માટે આ ઉપરાંત એપ્લાઈડ મિકેનિકસ, થમોડાયનેમિક્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, અને કોમ્પ્યુટર્સની ટેક્નોલોજીને લગતા પ્રશ્નો પણ હશે. આ અંગેની બુક્સ અંગ્રેજી/હિન્દીમાં મળે છે.

ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PET) :-
PET માં પાસ થવું ફરજિયાત છે, તે અંતર્ગત ૧.૬ કિ.મી. ની દોડ ૭ મિનિટમાં, ૨૦ ઉઠક-બેઠક તથા ૧૦ પુલઅપ્સનો સમાવેશ થાય છે.

મેડિકલ સ્ટાન્ડર્ડે :-
ઓછામાં ઓછી ૧૫૭ સે.મી. ઊંચાઈ (આર્ટિફિશર એપ્રેન્ટિસીસ માટે ૧૫૨ સે.મી.), તેના સપ્રમાણ વજન અને છાતી, સારું શારીરિક અને તબીબી સ્વાસ્થ્ય, કોઈ પણ પ્રકારના રોગ/ખોડ ખાંપણ ન હોય આ બધું જ આવશ્યક છે.
આ પસંદગીની પ્રક્રિયા અંતર્ગત લાયકાત ધરાવતા કેટલાક પસંદગીના ઉમેદવારોને લેખિત પરીક્ષાનું પરિણામ તે જ દિવસે જાહેર થશે અને આ પરીક્ષા પસાર કરનારની તે જ દિવસે અથવા તે પછીના દિવસે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને તબીબી પરીક્ષણ પરીક્ષા લેવામાં આવશે. જેઓ 'તબીબી રીતે સક્ષમપુરવાર(ફીટ) થશે તેવા ઉમેદવારોનું ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટ નેવલ હેડ ક્વાટર્સ, નવી દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટ પરથી કેન્દ્ર, પસંદ થયેલા ઉમેદવારોની યાદી જે-તે રિક્રુટમેન્ટ કેન્દ્ર પર મુકાશે. જો કે બધા DEDH પસંદ થયેલા ઉમેદવારોએ INS, ચિલ્કા ખાતે ઇન્ટરવ્યુ ટેસ્ટ પસાર કરવાની રહશે.

કઈ રીતે અરજી કરશો?:
ઓનલાઇન અરજી કરવાની છે તે હિન્દી અથવા અંગ્રેજી માં કરી શકશે. પરીક્ષા કેન્દ્ર ગુજરાતમાંથી ફક્ત જામનગર કેન્દ્ર પસંદ કરી શકાશે. C/o. INS VALSURA, JAMNAGAR-૩૬૧૦૦૧ ફોન નંબર(૦૨૮૮) ૩૯૮૭૩૯૨. આ સરનામેથી પણ માહિતી પ્રાપ્ત થશે. જાહેરાતની વિગતો ખાસ જોવી.

ઇન્ડિયન નેવીમાં ડોકયાર્ડ એપ્રેન્ટિસીસ એકઝામ:
ભારતીય નૌકાદળમાં જોડાવાની એક વધુ તક મેટ્રિક પાસ પુરુષ ઉમેદવારોને આ પરીક્ષા પૂરી પાડે છે. જે વિજ્ઞાન વિષય સાથે મેટ્રિક પાસ હોય તેમને અગ્રિમતા આપવામાં આવે છે. વયમર્યાદા ૧૪ થી ૧૯ વર્ષની છે. અત્રે ૧૪ વર્ષ ની વયથી જ તક મળે છે. પસંદગી માટેની લેખિત પરીક્ષામાં બે પ્રશ્નપત્રો (૧) મેથેમેટિક્સ તથા (૨) જનરલ નોલેજનાં હોય છે. બંનેના મહત્તમ ગુણ ૧૦૦-૧૦૦ છે. આ લેખિત પરીક્ષાના આધારે ગુણવત્તા યાદી તૈયાર કરવામાં આવે છે અને દિલ્હી, મુંબઈ ખાતે તાલીમ માટે મોકલવામાં આવે છે. આખરી પસંદગી પામેલા ઉમેદવારોને સામાન્ય રીતે ૩ વર્ષ માટે નેવલ ડોક્યાર્ડ સ્કૂલ, મુંબઈ ખાતે તાલીમ માટે મોકલવામાં આવે છે.

ઇન્ડિયન નેવીમાં સેઈલર (નાવિક) :-
અપરિણિત ભારતીય પુરુષો જ અરજી કરી શકે . ઓછામાં ઓછા ૫૫% માર્ક્સ (મેથ્સ અને સાયન્સ વિષયોમાં) સાથે ધોરણ-૧૦ અથવા ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ (મેથ્સ અને ફિઝિક્સ વિષયોમાં) સાથે ધોરણ-૧૨ પાસ તથા ૧૬ થી ૧૯ વર્ષની વય ધરાવનાર અરજી કરી શકે છે. ઓછામાં ઓછી શારીરિક ઊંચાઈ ૧૫૭ સે.મી. જરૂરી છે.

પસંદગી:-
જાહેરાતના સંદર્ભમાં અરજી કરનાર ઉમેદવારોમાંથી પસંદગીના ઉમેદવારોને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે કોલ લેટર મોકલવામાં આવે છે. ફિઝિકલ ફિટનેસ (PFT) પાસ કરવી અનિવાર્ય છે. તે અંતર્ગત ૧ માઈલની દોડ ૭ મિનિટમાં, ૨૦ ઉઠક-બેઠક તથા ૧૦ પુલ-અપ્સ કરવાના હોય છે. લેખિત પરીક્ષા ગુજરાતમાંથી જામનગર કેન્દ્ર ખાતે આપી શકાય છે. લેખિત પરીક્ષાનું પરિણામ તે જ દિવસે જાહેર કરવામાં આવે છે અને ક્વોલિફાઇ થનારે PFT આપવાની રહે છે. PFT માંથી સફળતાપૂર્વક પસાર થનારનું તબીબી પરીક્ષણ થાય છે.
તબીબી પરીક્ષણમાંથી પસાર થયેલ ઉમેદવારોનું લેખિત પરીક્ષામાં તેમણે પ્રાપ્ત કરેલ ગુણોને આધારે ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટ બનાવામાં આવે છે અને તેના આધારે નિમણૂક અપાય છે. શરૂઆતમાં ૨૪ અઠવાડિયાની બેઝિક ટ્રેનિંગ INS, ચિલ્કા ખાતે આપવામાં આવે છે.

ઈન્ડિયન નેવી દ્વારા સંચાલિત કોમર્શિયલડ્રાયવિંગ કોર્સ
ઈન્ટરનેશનલ મરિન કોન્ઝર્સ દ્વારા માન્ય કોર્સ પ્રાપ્ય છે. વય ૧૮ થી ૨૮ વર્ષ, ધો. ૧૦ પાસ ૫૦%, બેઠકો ૨૦% સ્થળ કોચી નેવી ડ્રાયવિંગ સ્કૂલ, કોચી, કેરલા, નૌસેના ભરતી કાર્યાલયનું સરનામું છે :- DDMPR (RR) નેવલ હેડ ક્વાર્ટર્સ, સેના ભવન, ન્યુ દિલ્હી -૧૧૦૦૧૧, WWW.NAVISENABHARTI.MIL.IN

નેવલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રવેશઃ
નેવલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એ ભારતીય નૌકાદળ દ્વારા સંચાલિત લોનાવાલા ખાતે આવેલી સંસ્થા છે. આ કોલેજ સમગ્ર એશિયા ખંડની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ ગણાય છે. આ કોલેજમાં ભારતીય નૌકાદળની મરિન, એરોનોટિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ તથા નેવેલ આર્કિટેક્ટરની બ્રાંચ માટે ઓફિસરોને તૈયાર કરવામાં આવે છે. શ્રેષ્ઠ શિક્ષણની સાથો સાથ શિસ્ત, રમતગમત, ઈતરપ્રવૃત્તિઓ તેમજ વ્યાવસાયિકતાઆ બધાં જ ક્ષેત્રોમાં આ કોલેજ આગવું સ્થાન ધરાવે છે. સ્વિમિંગ, રાઈડિંગ, ગોલ્ફ જેવી રમત રમવાની તમામ સુવિધાઓ તેમજ સાહસવીરો માટે પર્વતારોહણ,  હોટ એરબલુનિંગ, રીવર રાફટિંત્ર, વિન્ડસર્ફિંગ વગેરે જેવી સાહસિક રમતો શીખવાની તક પણ નૌકાદળના ખર્ચે તેમને મળી શકે છે. આ કોલેજમાં એડમિશન મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સમગ્ર કોર્સ દરમ્યાન પુસ્તકો, રહેવા-જમવા, કપડાં સહિતનો બધો ખર્ચ ભારતીય નૌકાદળ દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત કોર્સ પૂર્ણ થયા બાદ જોબ ગેરંટી પણ ખરી. તો આ કોલેજની પ્રવેશ લાયકાત અને પ્રવેશ પદ્ધતિ વિશે જાણકારી મેળવી લઈએ.

પ્રવેશ લાયકાત:
(૧) ધો.૧૨માં મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયો હોવા જરૂરી છે. ( A અથવા AB ગ્રૂપ)

(૨) ધો.૧૨માં આ ત્રણ વિષયોની ટકાવારી ૭૫% તેથી વધુ હોવી જરૂરી છે.

(૩) ધો.૧૦ કે ધો.૧૨માં અંગ્રેજીમાં ઓછામાં ઓછા ૫૦ ગુણ હોવા જરૂરી છે.

(૪) ૧૬.૫ થી ૧૯.૫ વર્ષની વચ્ચેની ઉંમર હોવી જરૂરી છે.

પરીક્ષા પદ્ધતિ –
નેવેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગની વર્તમાનપત્રોમાં જાહેરાત આવે છે. અરજી કર્યા બાદ ઉમેદવારોને ભોપાલ અથવા બેંગ્લોર ખાતે સર્વિસ સિલેકશન બોર્ડ સમક્ષ રૂબરૂ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. સતત પાંચ દિવસ સુધી અલગ-અલગ પ્રકારની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂરી કરનાર વિદ્યાર્થીઓને મેરિટ મુજબ ટ્રેનિંગ માટેનો ઓર્ડર આપવામાં આવે છે. આમ, પ્રવેશ કામગીરી પ્રમાણમાં અઘરી છે પરંતુ પસંદગી પામનાર વિદ્યાર્થીની લાઈફ સ્ટાઇલ બદલાઈ જાય છે એ પણ હકીક્ત છે.

પ્રવેશ મેળવ્યા બાદ :-
ટ્રેનિંગ માટે સિલેક્ટ થનાર વિદ્યાર્થીઓને પ્રારંભમાં છ માસ નેવેલ એકેડમી, ગોવા ખાતે નેવલ ઓરિએન્ટેશન કોર્સ એટેન્ડ કરવાનો રહેશે. અને ત્યારબાદ નેવેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, લોનાવાલા ખાતે જ ૪ વર્ષનો ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો રહેશે. અહીં વિદ્યાર્થીઓને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની B.Tech ની ડિગ્રી મળે છે અને ભારતીય નૌકાદળમાં ટેકનિકલ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવે છે.

આ અભ્યાસક્રમની કેટલીક વિશેષ વાતઃ
(૧) અહીં શિસ્ત અને અભ્યાસની નિયમિતતા અનિવાર્ય હોવાથી ચાર વર્ષના અભ્યાસગાળા દરમ્યાન દર. છ માસે વિદ્યાર્થીને ત્રણ અઠવાડિયાની ફિક્સ એક સાથે જ રજા આપવામાં આવે છે. તે રજાઓમાં વિદ્યાર્થી પોતાના ઘરે જઈ શકે છે.

(૨) અભ્યાસક્રમના સાડા ત્રણ વર્ષ બાદ અભ્યાસની સાથોસાથ દર મહિને રૂ.૮૦૦૦/- જેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

(૩) ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીને રૂ.૧૧,૫૦૦/-ના પ્રારંભિક પગારથી સર્વિસ આપવામાં આવે છે અને ત્યાર બાદ નિયમો અનુસાર પગાર વધતો જ રહે છે.

(૪) પગાર ઉપરાંત સમગ્ર દેશમાં લિવ ટ્રાવેલ કન્સેશનનો લાભ, પોતાના સર્વિસ, પ્રતિ વર્ષે ૬૦ દિવસની રજાઓ ઉપરાંત ૨૦ પરચૂરણ રજાઓ એટલે કે વાર્ષિક પોણા ત્રણ માસની રજાઓ જેવા સંખ્યાબંધ લાભો મળે છે.
       આ ઉપરાંત મહિલાઓ માટે મિલિટરૂ નર્સિંગ સેવામાં બી.એસ.સી. (નર્સિંગ) અને મીડવાઈટ કોર્સમાં જોડાવાની તક છે. એ.એફ.એમ.સી. પુણે ખાતે ચાલતા ચાર વર્ષની સમય અવધિવાળા ટ્રેનિંગ કોર્સ (પ્રારંભ જુલાઈ/ઓગસ્ટ) તથા સંરક્ષણ દળોની જુદાં જુદાં સ્થળોએ આવેલી સ્કૂલ ઓફ નિર્સિગમાં ચાલતા ત્રણ વર્ષની અવધિવાળા ટિપ્લોમાં ઈન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈફરી કોર્સ (પુ્પરંભ સપ્ટેમ્બર)માં પ્રવેશ માટે પાત્ર મહિલા ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવે છે. અપરણિત અથવા સંતાન ના હોય તેવી છુટા છેડા લીધેલ કાદેસર પતિથી અલગ રહેતી અથવા વિધવા મહિલા અરજી કરી શકે છે. માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી સિનિયર સેકન્ડરી(૧૦+૨) પરિક્ષા પ્રથમ પ્રયાસે પાસ અથવા તેને સમકક્ષ પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સાથે ઓછામાં ઓછા ૫૦ % એકંદર ગુણ સાથે નિયમિત વિદ્યાર્થી તરિકે પાસ કરેલ હોવી જોઈએ ઊંચાઈ ઓછામાં ઓછી ૧૪૮ સે.મી. હોવી જોઈએ. ઉમેદવારોએ આર્મીની વેબસાઈડ – www.joinindianarmy.nic.in ઉપર ઓનલાઈન અરજી કરવાની રહે છે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું