કૃષિ

Krushi
Krushi



કેન્દ્ર અને ગુજરાત સરકારની ખેડૂત તરફી નીતિ, વૈશ્વિક ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કૃષિપેદાશોની માંગ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો સર્વાગી વિકાસ, રિન્યુએબલ એનર્જી માટે ઉભરતું ક્ષેત્ર, એગ્રો ટૂરિઝમ-ઓર્ગેનિક ખેતીના નવા આયામ, આ બધા નવા-નવા વિકલ્પોને કારણે કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોનું મહત્વ વધ્યું છે.
ગુજરાત રાજયમાં ચાર કૃષિ યુનિવર્સિટી અને એક પશુપાલન યુનિવર્સિટી અસ્તિત્વમાં હોવાથી તેના સીધા નિયંત્રણ અને સંચાલન હેઠળ જુદા-જુદા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમો ગુજરાત રાજ્યમાં જુદી-જુદી જગ્યાએ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.
આંતર રાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજય કક્ષાએ કૃષિ અને સંલગ્ન જુદા-જુદા વિષયો જેવા કે કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, વનીય, મત્સ્યપાલન (ફિશરીઝ), ફૂડ પ્રોસેસિંગ, ફૂડટેક્નોલોજી, કૃષિ ઇજનેરી (એગ્રી, એન્જિનિયરિંગ), એગ્રી બિઝનેસ, પેકેજિંગ વગેરેના નિષ્ણાતો) તજજ્ઞોની જોરદાર અને અવિરત માંગ રહેલ છે ત્યારે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાની ઉજ્જવળ કારર્કિદીનું ઘડતર કરી શકે છે.
ધોરણ ૧૨ (વિજ્ઞાનપ્રવાહ)ના પરિણામ બાદ સ્થાનિક સમાચારપત્રો અને યુનિવર્સિટીની સંબંધિત વેબસાઇટ ઉપરથી મળી શકે છે.

B ગ્રુપના વિદ્યાર્થી માટેના અભ્યાસક્રમ (પી.સી.બી-બાયોલોજી ગ્રૂપ)
(૧) કૃષિવિજ્ઞાન સ્નાતક:- ડિગ્રી બી.એસસી.એગ્રી (ઓનર્સ)
કૃષિવિજ્ઞાન સ્નાતકની ચાર વર્ષનો અભ્યાસક્રમ છે, ગુજરાત રાજ્યમાં કુલ ૧૦ જગ્યાએ કૃષિ મહાવિદ્યાલય આવેલ છે, જયાં કૃષિનીનાતક અનુસ્નાતક કક્ષાની પદવી મળે છે.
ખેતીવાડી ખાતું, કૃષિ યુનિવર્સિટીઓ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કૃષિવિજ્ઞાન કેન્દ્ર, એન.જી.ઓ., બેંક, કો-ઓપરેટિવ, સીડ કમ્પની, વગેરે અનેક જગ્યાએ આ અભ્યાસક્રમ કરેલ વિદ્યાર્થીઓની વિપુલ માગ છે.
આ ઉપરાંત કૃષિ ઉદ્યોગ સાહસિક (એગ્રી એન્ટરપ્રીનિયોર) તરીકે કામ કરી બીજ ઉત્પાદન, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ગ્રીનહાઉસમાં ખેતી વગેરે ક્ષેત્રે તજજ્ઞ તરીકે કામ કરી ગ્રામોદ્ધાર અને ગ્રામવિકાસનું ઉપયોગી કામ કરી સારી એવી રોજગારી મેળવી શકાય છે.

(૨) વેટરનરી સ્નાતક:  
ડિગ્રી બી.વી.એસસી.એન્ડ એ.એચ.
આ અભ્યાસક્રમ સાડા પાંચ વર્ષનો છે, ગુજરાત રાજ્યમાં કુલ ચાર પશુપાલન અને પશુવિજ્ઞાન મહાવિદ્યાલય આવેલી છે. જયાં આ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ ચાલે છે. ગુજરાત રાજ્યમાં કાંકરેજી, મહેસાણી, ગીર જેવી વૈશ્વિકસ્તરની પશુઓની ઓલાદ છે, ઉપરાંત સહકારી ક્ષેત્રે ડેરીઓનું મજબૂત માળખુ અમલમાં છે, ત્યારે આ અભ્યાસક્રમનું આગવું મહત્વ છે. દૂધ અને દૂધની બનાવટોની માંગ દિવસે દિવસે વધતી જાય છે, જેના લીધે ધણી બધી કંપની ઉદ્યોગ સાહસિકોએ પશુપાલન ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. આવી સાનુકૂળ પરિસ્થિતિમાં આ સ્નાતકોની માંગ ઉત્તરોત્તર વધતી જાય છે. પશુપાલન ખાતું, ડેરી, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, બી.એસ.એફ., પ્રાણી સંગ્રહાલય, કૃષિ યુનિવર્સિટી, કૃષિવિજ્ઞાન કેન્દ્ર, તથા અન્ય ક્ષેત્રોમાં વેટરનરી , ગ્રેજયુએટની માંગ સદાય રહે છે. આ ઉપરાંત ઉદ્યોગસાહસિક તરીકે ગ્રામ્ય કક્ષાએ વેટરનરી ક્લિનિક અને શહેરોમાં ડોગ ક્લિનિક શરૂ કરીને પણ વેટરનરી ગ્રેજ્યુએટ સારું એવું નામ અને દામ મેળવી શકે છે.

(૩) બાગાયત સ્નાતક :-
ડિગ્રી- બી.એસસી. હોર્ટિ (ઓનર્સ)
ગુજરાત રાજ્યમાં જગુદણ, આણંદ, જૂનાગઢ અને નવસારી એમ ચાર જગ્યાએ આ અભ્યાસક્રમ ચાલે છે. આ અભ્યાસક્રમ ચાર વર્ષ (સેમેસ્ટર)નો છે. ગુજરાત રાજયમાં બાગાયતીપાક હેઠળનો વિસ્તાર દર વરસે વધતો જાય છે તથા શહેરી વિસ્તારમાં લોકોની પર્યાવરણ જાળવણી અંગેની જાગૃતિ તથા બાગ-બગીચાનું મહત્વ સમજતા બાગાયત સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને લેન્ડ કેપિંગ, ટાઉન પ્લાનિંગ, નર્સરી ડેવલોપમેન્ટ, ગ્રીનહાઉસ વગેરે નવા ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી થઈ છે. આ ઉપરાંત જીરુ, વરિયાળી, અજમો જેવા મસાલા પાકોની વિદેશમાં માગ વધારે હોવાથી બાગાયત સ્નાતક અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓ કોન્ટ્રાકટ ફાર્મિગ દ્વારા આ પ્રકારના મસાલા પાકોનું ખેડૂતો પાસે વાવેતર કરાવી તેની વિદેશમાં નિકાસ કરી ખેડૂતને સારી આવક મેળવી આપી પોતે પણ સારું એવું વળતર મેળવી શકે છે. આ ઉપરાંત દેશને ઉપયોગી વિદેશી હૂંડિયામણ પણ કમાઈ આપે છે. આ ઉપરાંત બાગાયત સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થી વિવિધ કૃષિ યુનિવર્સિટી, બાગાયત ખાતું, નેશનલ હોર્ટિકલ્ચર મિશન, આત્મા, કૃષિવિજ્ઞાન કેન્દ્ર, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, એન.જી.ઓ. વગેરેમાં પણ સારી રોજગારી મેળવી શકે છે

(૪) વનીય સ્નાતક ડિગ્રી:-
(બી.એસસી.(ફોરેસ્ટ્રી)
સમગ્ર ગુજરાતમાં ફક્ત નવસારી ખાતે આસ્પી વનીય મહાવિદ્યાલયમાં આ ચાર વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ જયારે જંગલી વનનો વિસ્તાર ઘટી રહ્યો છે. ત્યારે તેની જાળવણી અને સંરક્ષણ અંગેના આ અભ્યાસક્રમ મહત્વ વિશેષ છે.

(૫) મત્સ્ય વિજ્ઞાન સ્નાતક:
બી.એસ.સી. ફિશરિઝ
ગુજરાતમાં વેરાવળ મુકામે મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય અંતર્ગત આ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે, જેની અવધિ ચાર વર્ષની છે. ગુજરાતમાં આશરે ૧૬૦૦ કિ.મી.નો વિશાળ દરીયાકિનારો હોવાથી મત્સ્ય વિજ્ઞાન અંગેના આ અભ્યાસક્રમની ઉપયોગિતા અનેરી છે. આ ઉપરાંત શહેરીજનોમાં એક્વેરિયમનો શોખ હોવાથી સ્નાતક/અનુસ્નાતકને સારી રોજગારી મળી શકે છે.

(૬) બી.એસ.સી.(માઈક્રો બાયોલોજી), બી.એસસી.(બાયો.ટેક) અને બી.એસસી. (બાયોકેમ):
ઉપરોક્ત ત્રણે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સરદારકૃષિનગર ખાતે કોલેજ ઓફ બેઝીક સાયન્સ અંતર્ગત ચાલે છે જેની અવધિ ત્રણ વર્ષ એટલે કે છ સેમેસ્ટર છે. આ ઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સુરત મુકામે બી.એસ.સી. એગ્રી બાયોટેકનો અભ્યાસક્રમ પણ શરુ કરવામાં આવ્યા છે. બાયોટેક્નોલોજી અને ટીસ્યુકલ્ચરના ઉપયોગથી વધારે ઉત્પાદન આપતી અને જરૂરી ગુણવતા ધરાવતી જુદા-જુદા પાકોની નવીન જાતોની જરૂરીયાતને ધ્યાનમાં લઈએ તો આ પ્રકારના અભ્યાસક્રમનું મહત્વ બહુ જ છે.

(૭) બી.એસ.સી. ફૂડ ક્વોલિટી એસ્યોરન્સઃ
સરદાર કૃષિનગર ખાતે ફૂડ ક્વોલિટી એસ્યોરન્સનો સ્નાતક કક્ષાનો ચાર વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. ગ્રાહક જયારે ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યે જાગૃત થયેલ છે અને સરકાર પણ ગુણવત્તાલક્ષી ઉત્પાદનો પ્રત્યે જાગૃત હોઈ આ પ્રકારના નવીનત્તમ અભ્યાસક્રમો રોજગારી માટેની એક અલગ જ દિશા સુચવે છે.

બઢ ગ્રૂપના વિદ્યાર્થી માટેના અભ્યાસક્રમ (પી.સી.એમમેક્સ ગ્રૂપ)

(૧) ડેરી વિજ્ઞાન અને ફૂડ ટેકનોલોજી અંગેના અભ્યાસક્રમઃ
ગુજરાત રાજ્યમાં ડેરી અને ફૂડ ટેકનોલોજીના અભ્યાસ અંગેની એક કોલેજ સરદાર કૃષિનગર ખાતે અસ્તિત્વમાં છે. જયારે ફક્ત ડેરી ટેક્નોલોજી અંગેની કોલેજો મહેસાણા અમરેલી અને આણંદ મુકામે છે. આ બન્ને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાર વર્ષ (આઠ સેમેસ્ટર)ના છે. ગુજરાતના સહકારી ડેરી માળખાએ વિશ્વમાં પ્રશંસા મેળવેલ છે, અને તેના પરિણામ સ્વરૂપે ડેરી ઉધોગ હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે દૂધ તથા દૂધની બનાવટો વગેરે ક્ષેત્રે આ અભ્યાસક્રમ કરેલ સ્નાતકોની જબરદસ્ત માંગ છે. આ ઉપરાંત શહેરીકરણ વધતાં એન્ટરપ્રિનિયર (ઉદ્યોગ સાહસિક) તરીકે પણ આઈસ્ક્રીમ પાર્લર, ફૂડ ઝોન, ઓર્ગેનિક પ્રોડકટ ઝોન તથા એગ્રી ટૂરિઝમ ક્ષેત્ર પણ નિષ્ણાંત થઈ નામ અને દામ બન્ને કમાઈ શકાય તેમ છે.

(૨) એગ્રી એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ, રીન્યુઅલ એનર્જી એન્વાર્નમેન્ટ એન્જિ. અને સંલગ્ન અભ્યાસક્રમોઃ-
ઉપરોક્ત ત્રણે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાર વર્ષ (આઠ સેમેસ્ટર)ની અવધિના છે. એગ્રી એન્જિનિયરિંગ (કૃષિ ઇજનેરી)નો અભ્યાસક્રમ ગુજરાતમાં જૂનાગઢ, ગોધરા અને ડેડિયાપાડા ખાતે છે, જયારે ફૂડ પ્રોસેસિંગ અને રીન્યુએબલ એનર્જીની એક-એક કોલેજ આણંદ અને સરદાર કૃષિનગર મુકામે આવેલ છે. કૃષિમાં મજુરોની અછત, ખેડૂતોનો ડ્રીપ સ્પ્રિન્કલર સિંચાઈ પદ્ધતિને વ્યાપક અપનાવવી, ઉપરાંત ખેતીમાં વ્યાપક પ્રમાણમાં યાંત્રિકરણને લીધે કૃષિમાં ઇજનેરી સંલગ્ન અભ્યાસક્રમનું મહત્વ વધ્યું છે. આ ઉપરાંત ફળ શાકભાજીના પ્રોસેસિંગ અને વેલ્યુએડિસન (મૂલ્યવર્ધન)ને લીધે ફૂડ પ્રોસેસિંગના અભ્યાસક્રમ બાદપણ ઘણી બધી રોજગારીની તકો રહેલી છે.
ભારત અને ગુજરાત જયારે સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા જેવા નવા ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે અને જયારે મોટી મોટી નામાંક્તિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ આ ક્ષેત્રે પદાપર્ણ કરી રહી છે ત્યારે રીન્યુએબલ એનર્જી અને એન્વા. એનર્જીના સ્નાતક વિદ્યાર્થીઓના નવીનત્તમ ક્ષેત્રોમાં સારું એવું કામ કરી શકે છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં પણ આ કોલેજના સ્નાતકોને રોજગારી મળે છે.

વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી / મેથેમેટિક્સ (એ ગ્રૂપ/બી ગ્રુપ):

(૧) બી.એસસી. (ઓનર્સ) હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનઃ
વિજ્ઞાન પ્રવાહના બાયોલોજી / મેથેમેટિક્સ (એ ગ્રુપ/બી ગ્રુપ)ના વિદ્યાર્થીઓ જો અંગ્રેજી વિષય સાથે ૧૨મું ધોરણપાસ કરેલ હોય તેમના માટે સરદાર કૃષિનગર ખાતે બી.એસ.સી. (ઓનર્સ) હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનનો ચાર વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. જુદી જુદી હોસ્પિટલોમાં ડાયેટિશિયન તરીકે તથા વિવિધ એન.જી.ઓ.માં અભ્યાસક્રમ કરેલ સ્નાતક માટે રોજગારીની વિપુલ તક છે.

(૨) એગ્રી ઇન્ફર્મેશન ટેકનોલોજી બી.ટેક. (એગ્રી.ઈન્ફો.ટેક.):
આ ઉપરાંત ઝડપી માહિતી આદાન-પ્રદાનના જમાનામાં એગ્રી ઇન્ફર્મેશનના સ્નાતકનું મહત્ત્વ સારું છે.
ઉપરોક્ત બધા અભ્યાસક્રમો સ્નાતક કક્ષાના છે. સ્નાતક કક્ષા બાદ અનુસ્નાતક કક્ષામાં પણ પ્રવેશ મેળવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી જુદી- જુદી વિદ્યાશાખામાં અધ્યાપક તરીકેની અથવા તો વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દી પણ બનાવી શકાય છે. આ રીતે કૃષિ અને સંલગ્ન વિવિધ અભ્યાસક્રમોનું મહત્ત્વ અનેરું છે. જેમાં સ્નાતક અનુસ્નાતક થયા બાદ તેને સંલગ્ન સરકારી અર્ધસરકારી ખાનગી ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલ છે.
આ ઉપરાંત ભારત સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલ છે. જેમાં જંતુનાશક દવા, બિયારણ અને રાસાયણિક ખાતરના વિક્તા અથવા તો વ્યવસાય માટે કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમ હશે, તેને જ તે વેચાણ અંગેનું લાઈસન્સ મળશે તેવું નક્કી કરેલ છે.
આ ઉપરાંત એગ્રી એન્ટર પ્રિનિયોર (કૃષિઉદ્યોગ સાહસિક) તરીકે જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેંકો અને ગ્રામીણ બેંકો પણ આ સ્નાતકોને વિવિધ વ્યવસાય માટે ઓછા વ્યાજે લોન આપે છે. આ પ્રકારે કૃષિસંલગ્ન અભ્યાસક્રમ ર્દાબાદ સ્નાતક ગામડામાં રહી ગ્રામ્ય સંસ્કૃતિનું જતન કરશે અને ગામડાને ભાંગતા અટકાવશે.

રાજય કૃષિ યુનિવર્સિટીઓની કોલેજોની વિગત
યુનિ.નું નામ
પી.સી.બી. બાયોલોજી ગ્રૂપ
પી.સી.એમ. - મેગ્સ ગ્રૂપ

કૃષિ બી.એસસી. (કૃષિ) ઓનર્સ
પશુપાલન બી.વી.એસસી. એન્ડ એ.એચ.
બાગાયત બી.એસસી. (હોર્ટિ ઓનર્સ)
અન્ય
ડેરી સાયન્સ એન્ડ કુડ ટેકનોલોજી બી.ટેક. ડેરી સાયન્સ
એગ્રી. એન્જિ. એન્ડ રીન્યુએબલ એનર્જી બી.ટેક.એગ્રી. એન્જિ.

સ.દાં. કૃષિ યુનિવર્સિટીલ સરદાર કૃષિનગર www.sdau.edu.in
૧.) સરદાર કૃષિનગર (૧૦૦+૨૦) ૨.) થરાદ (૩૫+૦૦)
સરદાર કૃષિનગર (૬૫+૧)
જગુદણ, જિ.મહેસાણા (પ૦+૦૦)
૧) બેઝીક સાયન્સ કોલેજ, બીએસસી. માઈક્રોબાયોલોજી(૩+00), બાયોટેકનોલોજી(૩+00), બાયો કેમીસ્ટ્રી(૩૦+૦૦), સરદાર કૃષિનગર
૨) ફુડ ક્વોલીટી એસ્યોરન્સ (બી.એસસી. ફુડ ક્વો
, એસ્યો.) (૧૫+00), સરદાર કૃષિનગર
સરદાર કૃષિનગર (૪૦+૦૦)
કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટલ એન્જીનીયર્સીગ, સરદાર કૃષિનગર (૪+00)

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, www.aau.in   
૧) આણંદ (૧૧૩+૨૦)  ૨) વસો (પપ+૦0)   ૩) જબુગામ (૪૦+૦૦)
આણંદ(૬૭+૧૫)
આણંદ (૫૫+૦૦)

આણંદ (૫૫+૧૫)
ગોધરા (૪૦+૦૦)
ગોધરા ફૂડ પ્રોસેસીંગ અને બાયો એનર્જી મહાવિદ્યાલય, આણંદ
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ, www.jau.in
૧) જુનાગઢ (૧૧૯+૨૦)
૨) અમરેલી (૫૧+૧૦૦)
જુનાગઢ (૬૦+૦૦)
જુનાગઢ (૬૦+૦૦)
૧) મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય, વેરાવળ (૬૭+૧૦)
૨) મતસ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયલ
, નવસારી (૨૦+૦૦)

જુનાગઢ (૭૭+૧૦)

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી,
www.nau.in
૧) નવસારી (૧૨૦+૧૨)
૨) ભરૂચ (પ૦-૦૫)
૩) વધઈ (પ૦+૦૫)
નવસારી (૭૦+૦૭)
નવસારી (૬૦+૬૦)
૧) આસ્પી વનિય મહાવિદ્યાલય, નવસારી (૬૦+૦૬)
૨) એગ્રી બાયો ટેકનોલોજી
, સુરત (૫૫+૦૦)

ડેડીયાપાડા (30+૦૦)

કામોધેનું યુનિવર્સિટી ગાંધીનગર





૧) ૧} ડેરી ટેકનોલોજી, અમરેલી(૪૬+00) ૨) ડેરી એન્ડ ફુડ ટેક, મહેસાણા(૨૬+૦૭)


આ ઉપરાંત અંગ્રેજી વિષય સાથે વિજ્ઞાન પ્રવાઝના (બાયોલોજી/ મેથેમેટીકસ)ના વિદ્યાર્થીઓ માટે સરદારકૃષિનગર ખાતે બી.એસસી. (ઓનર્સ) હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રીશનનો તથા બી.ટેક.. એમી ઈન્ફો.ટેક.નો અભ્યાસક્રમ આણંદ ખાતે ચાલે છે નોંધઃ- કોર્ષમાં પ્રવેશ ક્ષમતા દર્શાવેલ છે. (ફ્રી સીટ + પેમેન્ટ સીટ)

Post a Comment

વધુ નવું વધુ જૂનું