ક્લાયમેટ ચેન્જ (પર્યાવરણ વિજ્ઞાન અને ટેક્નોલોજી) માં કારકિર્દી

Environmental Science and Technology
Environmental Science and Technology
વિશ્વની ઊઘડતી ક્ષિતિજમાં અનેક પ્રકારની સમસ્યા ઊભી થઈ ગઈ છે. દુનિયા અત્યારે ઠંડી પડી રહી છે. એવા સમયે પૃથ્વી પરથી જીવન માટે પણ અનેક પ્રશ્નો અને જોખમો વધ્યા છે જેના માટે ભારત સરકારે નેશનલ એકશન પ્લાન આઠ કોર મિશન સાથે શરૂ કર્યો છે. આવનાર સમયમાં આ વિષયમાં પ્રોફેશનલ અને કુશળ જ્ઞાન ધરાવનાર એક્સપર્ટની જરૂર પડશે. કારણ કે ગ્રીન હાઉસ ગેસીસ એ પૃથ્વીના વધતાં જતાં તાપમાન માટે જવાબદાર છે. સમુદ્રની વધતી જતી સપાટી પણ ચિંતાનો વિષય છે. કુદરતી અને માનવસર્જિત વિપદાઓ દ્વારા ક્રમશઃ પૃથ્વીનો નાશ થઈ રહ્યો છે. કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ, તેમજ પૃથ્વી પર ઘટી રહેલું પાણીનું પ્રમાણ, ખોરાકમાં અન્નનું ઘટતું પ્રમાણ, નવા ઉત્પન્ન થતા રોગો વગેરે પ્રશ્નો મુખ્ય છે. ગ્લોબલ વોર્મિંગના પ્રશ્ન કલાયમેટ ચેન્જ માટે ખતરો ઊભો ક્યું છે. જેના કારણે આવનાર સમયમાં કલાયમેટ ચેન્જ દ્વારા સમગ્ર જીવનના અસ્તિત્વના અનેક પ્રશ્નો ઊભા થશે. ૧૯મી સદીમાં વૈજ્ઞાનિકો દ્વારા વાતાવરણમાં વધતા કાર્બન ડાયોક્સાઈડ, મિથેનના કારણે પૃથ્વીનું તાપમાન વધે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. ઔદ્યોગિકીકરણ તેમજ ઊર્જાના વપરાશને લીધે કલાયમેટ ચેન્જની અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.
અભ્યાસક્રમોઃ
આ તમામ બાબતોનો વૈશ્વિક સ્તરે કોઈ ૨સ્તો નીકળે તે માટે ગુજરાત સરકારે સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ વખત કલાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીએ એમએસી (કલાયમેટ ચેન્જ એન્ડ મેનેજમેન્ટ)નો બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીએ બે વર્ષનો B.Sc. કક્ષાનો અભ્યાસક્રમ શરૂ કરીને સમગ્ર ભારતમાં નવો ચીલો પાડયો છે. જેની વિશેષતા એ છે કે આ કોર્સમાં બી.એ. વિથ ઇકોનોમિક્સ થયેલો વિદ્યાર્થી પણ પ્રવેશ મેળવી શકે છે.
ઉપરાંત, એન્જિનિયરિંગ, એગ્રિકલ્ચર, મેનેજમેન્ટ અને બી.એસસી. થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બને છે. જેના માટે પપ ટકા માર્કસ જરૂરી છે. આ કોર્સ માટે ૩૦ બેઠક રાખવામાં આવી છે. જેમાં પાંચ સ્પેશિયલ બેઠક છે.
આ કોર્સ કલાયમેટ ચેન્જ માટે અનોખો છે. જેના વડે યુનિવર્સિટીએ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ ઇન્સ્ટિટયૂટ સાથે એમ.ઓ.યુ. ર્ક્યા છે. આ કોર્સમાં ગ્લોબલ વોર્મિંગ, કલાયમેન્ટ તેના નિયમો, તેની વિશેષતાઓનો અભ્યાસ કરાવાશે. કલાયમેન્ટ ચેન્જની ફિઝિકલ બાયલોજીકલ, સોશિયલ ઇકોનોમિક્સ અને પર્યાવરણની શરતોનો વૈશ્વિક લેવલે અભ્યાસ થાય છે. જેમાં ચોથા સેમેસ્ટરમાં વિદ્યાર્થીએ ફિલ્ડવર્ક કરીને પ્રોજેક્ટ આપવાનો રહેશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓએ કલાઈમેટ ચેન્જના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમોનો અભ્યાસક્રમ કરવાનો રહેશે.
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કલાઈમેટ ચેન્જ માટે કેસ સ્ટડી કરશે. જેના કારણે એકસ્પોલર પોલિસી, મેથોડોલોજી, ઓશનોગ્રાફી (સમુદ્રી વિજ્ઞાન), ફોરેસ્ટ્રી, એનર્જી, મેનેજમેન્ટ તેમજ કાર્બન રેટિંગ, કાર્બન એનર્જી મેનેજમેન્ટ કાર્બન એમિશન, ફોશિલ ફયુઅલ્સ, વોટર મેનેજમેન્ટ જેવા વિવિધ પ્રકારના વિષયોની જાણકારી આપવામાં આવશે. ચાર સેમેસ્ટરના આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ કલાયમેટ ચેન્જ પરની અસરો, ઉપાયો અને મેનેજમેન્ટનો અભ્યાસ કરશે. કુલ મળીને વિદ્યાર્થીઓ તેની પ્રેકિટકલ, પ્રોજેક્ટ ટ્રેનિંગ, લર્નિગ ઇન્સ્ટમેન્ટ, ફિલ્ડ વિઝિટ, ડેઝર્ટેશન સેમિનાર વગેરે દ્વારા પોતાનું શિક્ષણ મેળવશે.
એમ.એસસી. કક્ષાના અભ્યાસક્રમમાં ગ્રેડિંગ પ્રમાણે માર્કસ અપાય છે. જેમાં ઈન્ટરનલ ટેસ્ટના ૩૦ ટકા અને એક્સટર્નલ એકઝામના ૭૦ ટકા માર્કસ આપવામાં આવે છે. પરીક્ષામાં ૮૦ માર્કસ વિષયના અને ૨૦ માર્કસ ઓબ્રેકિટવના હોય છે. મેરિટના આધારે વિદ્યાર્થીઓને પસંદગી અપાય છે.

રોજગારીની તકોઃ
એમ.એસસી. થયેલા વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાના પ્રશ્નના ઉકેલ માટે સરકાર, ઉદ્યોગો તેમજ પર્યાવરણ સંસ્થામાં કલાસ વન ઓફિસરની નોકરી મળી શકે છે. ઉપરાંત, વૈજ્ઞાનિક તરીકે વનવિભાગ કે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયમાં ડાયરેકટર બની શકે છે. આઈ.એ.એસ.ની પરીક્ષા આપીને વિદ્યાર્થી યુનો અને વિદેશની કમિટીઓમાં મેનેજર એમ્બેસેડર બની શકે છે. ઉપરાંત એન.જી.ઓ.માં જોડાઈને વૈશ્વિક સ્તરના પ્રશ્નો દૂર કરવામાં મદદ કરી શકે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીને સાતેક લાખ રૂપિયાનું પેકેજ મળી શકે છે. અમર્યાદિત અને ખાસ તકોનો ખજાનો છે. આ ક્ષેત્રગ્રીન જોબ્સનું કહેવાય છે. વિવિધ પ્રકારના વ્યવસાયોમાં આવતા વર્ષોમાં ૧૦ લાખ નવી નોકરીઓની તક ઊભી થવાની સંભાવના છે.

પર્યાવરણ વિજ્ઞાન અને ટેક્નોલોજી:
જોયું ગુજરાતમાં શિયાળામાં વરસાદ વરસ્યો. અમેરિકામાં અમુક જગ્યાએ તાપમાન ઘટીને (માઇનસ બાવન) ડિગ્રી જેટલું થઈ ગયું. અમેરિકાના અમુક પ્રદેશો તો જાણે એન્ટાર્કટિકા બની ગયાં છેલ્લા કેટલાંક વર્ષોથી ચકલી, ગીધ જેવા પક્ષીઓ જોવા મળતા નથી. આ બધાનું કારણ શું ? ગ્લોબલ વોર્મિંગ આ ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવા શું કરવું જરૂરી છે ? પર્યાવરણનું જતન. જો પર્યાવરણની જાળવણીનું કામ થાય અને તેમાંથી આપને રોજગારી પણ મળે, તો? જરૂરી છે તો મેળવી લઈએ જાણકારી આવા જ પ્રકારના અભ્યાસક્રમોની...

(અ) અભ્યાસક્રમનું નામ:
B.sc in E.s. (Environmental science) પર્યાવરણ વિજ્ઞાન)

લધુતમ લાયકાત:
H.S.C. (ધો. ૧૨)ની પરીક્ષા વિજ્ઞાનપ્રવાહ ગ્રુપ સાથે પાસ (બી.એસસી. પ્રથમ વર્ષમાં કોમન વિષયો ભણવાના હોઈ એફ.વાય.બી.એસ.સી. ગ્રૂપ સાથે પાસ કરનારાઓને આ અભ્યાસક્રમમાં સીધો બીજી વર્ષમાં પ્રવેશ મળી શકે છે.)
પ્રાપ્ય બેઠકો : ૬૦
પ્રવેશ પદ્ધતિ : ઓપન મેરિટ
પ્રવેશ પ્રક્રિયા : મે-જૂન માસ
અભ્યાસક્રમની ફી : ૩૯,0૦/- વાર્ષિક (બે સેમેસ્ટરની સંયુક્ત) (ફેરફાર પાત્ર)
અભ્યાસક્રમનો સમયગાળો:
૩ વર્ષ (૬ સેમેસ્ટર, છેલ્લા વર્ષમાં ૬ થિયરીના અને પ્રેક્ટિકલ વિષયોનો સમાવેશ)

અભ્યાસક્રમ ચલાવતી સંસ્થા:
ગુજરાત રાજ્યમાં એન્વાયરમેન્ટલ સાયન્સ વિષય તરીકે શીખવતી ઘણી સંસ્થાઓ છે. પણ આ વિષયમાં જ B.Sc.ની ડિગ્રી આપતી ઇન્સ્ટિટયૂટ ઘણી ઓછી છે,  

એન.વી.પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઈડ સાયન્સિસ (NVPAS), મોટા બજાર, વલ્લભવિદ્યાનગર, જિ.આણંદ, પીન૩૮૮૧૨૦. ફોન : ૦૨૬૯૨-૨૩પપ0 વેબસાઈટ : www.rnkumar.co.in  

બી.ઈ.(એન્વાયરમેન્ટલ ઈજનેરી) ધો.૧૨ વિજ્ઞાન પરીક્ષાનો સ્કોર
(૧) સરકારી ઇજનેરી કોલેજ, ભૂજ, સંપર્ક નંબર ૨૮૩૨-૨૩૧૧૬૪
(૨) એલ. ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ. સંપર્ક નંબર :૦૭૯-૨૬૩૦૬૭૫૨

રોજગારીની તક:
• સરકારી તેમજ અર્ધસરકારી સંસ્થાઓમાં પર્યાવરણ ઇજનેર અધિકારી સેફટી ઓફિસર, વૈજ્ઞાનિક તરીકે.

NGO (જેવા કે CEE) ઇન્ડસ્ટ્રીઝ, કોર્પોરેટ સેકટરમાં પર્યાવરણ એનાલિસ્ટ તરીકે.

• પર્યાવરણને લગતી કલ્ટન્સી ફર્મમાં પર્યાવરણ કન્સલ્ટન્ટ સલાહકાર તરીકે

• દેશ-વિદેશની પર્યાવરણ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં આસિસ્ટન્ટ કે લેબ નિરીક્ષક તરીકે.

• પર્યાવરણને લગતી શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપક તરીકે.

• પ્રદૂષણ નિયંત્રણનું કાર્ય કરતી પોતાની લેબોરેટરી કે કન્સલ્ટન્સી ફર્મ ખોલી ઉદ્યોગ સાહસિક તરીકે.

અભ્યાસની વિશેષતાઃ
આ અભ્યાસક્રમમાં ઈન્ડસ્ટ્રિયલ વિઝિટ, એજયુકેશન ટૂર, સેમિનાર, વર્કશોપ, પ્રોજેકટસ, ઇન્ડસ્ટ્રીયલ ટાઈઅપ રિસર્ચ ગાઇડન્સ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ અભ્યાસક્રમ કરનારાઓની માંગ તેના પુરવઠા કરતાં ઓછી હોવાથી અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ ૬ થી ૧૨ માસમાં જ તમામ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ જાય છે. ઘણીવાર કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા કોલેજમાંથી રોજગારીની તક પ્રાપ્ત થાય છે.

• રાજ્યમાં વિદ્યાર્થી જયારે પ્રાથમિક શાળાથી તેની કરિયરની શરૂઆત કરે છે, ત્યારે તેને ગણિત, વિજ્ઞાન ભાષાઓ જેવા વિષયો શીખવાડતા પહેલાં, ધો.૧ થી ૪ પર્યાવરણ નામનો વિષય શીખવવામાં આવે છે. જે પર્યાવરણ ક્ષેત્ર વિદ્યાર્થીઓની જાગૃતિ વિક્સાવવાનો સરકારનો પ્રશંસનીય પ્રયાસ સૂચવે છે.

પર્યાવરણનો અભ્યાસક્રમ શા માટે?
ગ્લોબલ વોર્મિંગને કારણે દેશના ઘણા વિસ્તારોમાં સરેરાશ ૨૩ટકા જેટલો વરસાદ અને સરેરાશ ૧૨ થી ૧૪ ટકા જેટલી ગરમી વધી છે. કેટલાક વિસ્તારોમાં નિયમિત માવઠા થવાથી બે ચોમાસાનો યોગ પેદા થયો છે. તો ક્યાંક જંગલોના અભાવને કારણે વરસાદમાં અનિયમિતતા સર્જાઈ છે. આવી અનિચ્છનીય અસરોને નિયંત્રિત કરવા માટે પર્યાવરણ અભ્યાસ જરૂરી છે.

આપણા ભારત દેશમાં કુલ ૪૩૧ જલપ્લાવિત (વેટલેન્ડ) વિસ્તારો આવેલા છે. જે પૈકી સૌથી મોટું ગુજરાત રાજયમાં આવેલું નળસરોવર છે, કે જેમાં પ્રદૂષણ હોવા છતાં હજુ આજે પણ ફેબ્રુઆરી-માર્ચ માસમાં આશરે ૨,૫૦,૦૦૦ વિદેશી પક્ષીઓ (કે જેમાં ૨૨,૦૦૦ ગુલાબી ફલેમિંગો હોય છે.) ઊતરી આવે છે. આવા પ૨દેશી મહેમાનોને ટકાવી રાખવા આવશ્યક છે

ધરતીકંપ, વાવાઝોડુ, સુનામી જેવી કુદરતી આફતોની જાણ મનુષ્ય કરતાં પહેલા પર્યાવરણને થાય છે. જેમ કે ગુજરાતમાં ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧માં આવેલા ભયાનક ભૂકંપની આગાહી વૈજ્ઞાનિકો કરી શક્યા નહોતા, પણ પર્યાવરણે કરી દીધી હતી. સામાન્ય રીતે કઈડા (કેર) નામની વનસ્પતિના ફૂલ માર્ચ માસમાં આવતા હોય છે. જે તે વખતે ૪ માસ વહેલા ઓકટોબર માસમાં આવી ગયેલા જોકે આપણે તે સમયે તેનું રહસ્ય શોધી શક્યા નહોતા અને વિનાશનો સામનો કરવો પડેલો. સાપ, ગરોળી, કાચિંડા, કાચબા જેવા સરિસૃપ પ્રાણીઓ તેમની જીભની નીચે આવેલા જેકોબ્સ નામના અવયવની મદદથી ૧0 કિમી દૂર જમીનની અંદર થતી હિલચાલને જાણી જાય છે. ટિંટોડી નામનું પક્ષી તેના ઈંડા વૃક્ષ પર જેટલા ઊંચા મૂકે તેના પરથી વરસાદ કેટલો આવશે તેની સચોટ આગાહી કરી શકાય છે.

પક્ષીઓના મગજમાં લોહતત્વ (આયર્નના કણ) આવેલું હોવાથી તેઓ જ્વાળામુખી ફાટવાનો સમય અગાઉથી જાણી શકે છે. કુદરતી હોનારતો આવતાં પહેલાં પક્ષીઓ મોટેથી અવાજ કરીને પોતાના સમૂહને ભેગો કરે છે, અને પછી સ્થળાંતર કરે છે. આથી પર્યાવરણવાદીઓને અનિચ્છનીય ઘટના બનવાનો અંદાજ આવી જાય છે. વિદેશોમાં તો પ્રાણીઓ અને પક્ષીઓની બોલી સમજવા ઉપર પણ સંશોધનો થાય છે.

અનુસ્નાતક અભ્યાસક્રમો:
હવે જો કોઈ વિદ્યાર્થીએ એન્વાયરમેન્ટલ સાયન્સ સિવાયના વિષયમાં B.Sc. ર્ક્યું હોય, પણ જો હવે તેને એન્વાયરમેન્ટલ સાયન્સમાં M.Sc.ક૨વું હોય, તો ગુજરાત રાજયની ઘણી ખરી યુનિવર્સિટીઓમાંથી M.Sc.(Environmental Science & Technology) કરી શકે છે. જેના ૨ વર્ષના ફૂલ ટાઈમ અભ્યાસક્રમમાં વર્ષ દરમિયાન ૮ અઠવાડિયાના ૨ પ્રેકિટકલ પ્રોજેકટનો પણ સમાવેશ થાય છે.
કુલ બે વર્ષના અભ્યાસક્રમમાં ૪ સેમેસ્ટરનો સમાવેશ થાય છે. જેમાં ચોથા સેમેસ્ટરમાં SICART-GC, ICPA, HPLC દ્વારા મોબાઈલ વાનના ઉપયોગથી હેન્ડ ઇસ્યુમેન્ટેશનની ટ્રેનિંગ આપતા સર્ટિફિકેટ કોર્સનો પણ સમાવેશ થઈ જાય છે.
કુલ ચાર સેમેસ્ટર પૈકી પ્રથમ ત્રણ સેમેસ્ટર થિયરીના અને ચોથું સેમેસ્ટર પ્રોજેકટ અને સંશોધનનું હોય છે. પ્રથમ બે સેમેસ્ટરમાં ત્રણ કોર અને ચાર ઇલેકટિવ વિષયો અને છેલ્લા બે સેમેસ્ટરમાં બે કોર અને છ સિલેકટિવ વિષયો ભણવાના રહે છે.
અભ્યાસક્રમ ચલાવતી એક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર એડવાન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, સરદાર પટેલ સેન્ટર ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦ છે.
અહીંના વિદ્યાર્થીઓ માટે સીનસીનાટી યુનિવર્સિટી, મિસુરી યુનિવર્સિટી, હ્યુસ્ટન યુનિવર્સિટી તેમજ રોલા યુનિવર્સિટી જેવી વિદેશી યુનિવર્સિટીઓ દ્વારા આ  સંસ્થામાંથી સ્ટુડન્ટ તેમજ ફેકલ્ટી એક્સચેન્જની સુવિધા પણ ઉપલબ્ધ છે. અન્યત્ર પણ આ પ્રકારના રીન્યુએબલ એર્નજીના અભ્યાસક્રમો મળે છે. જેના અનુસંધાને નોકરીની વિપુલ તકો મળશે.

Post a Comment

વધુ નવું વધુ જૂનું