ફેશન 

Fashion
Fashion
આધુનિક યુગમાં નવી ચીજવસ્તુઓનાં ડિઝાઇનનું અનેરું મહત્વ છે. ચીજવસ્તુઓની ડિઝાઇનમાં નવીનતા શૈક્ષણિક અભ્યાસક્રમ સાથે જોડાય ત્યારે માનવીના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. તાજેતરમાં ગુજરાતની પોલીસ માટેનાં વસ્ત્રો (પરિધાન) ની ડિઝાઇન રેલવેના ડબ્બાની ડિઝાઇન,રેલ્વે એન્જિનું મોડલ અને એનિમેશન તેમજ ફિલ્મક્ષેત્રે જુદી જુદી પ્રવૃત્તિઓમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ફેશન ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતમાં અતિ આધુનિક ગણી શકાય તેવા અભ્યાસક્રમોની સવલતો પ્રાપ્ત છે જેમાં મુખ્યત્વે N.I.D અને N.I.E.T ગણાય છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે તેનાં અભ્યાસક્રમો વિશે માહિતી મેળવીએ. આ સંસ્થાના બધા અભ્યાસક્રમો અંગ્રેજી માધ્યમમાં છે.
અમદાવાદના પાલડી પાસે સરદારપુલ નજીક N.I.D આવેલી છે. ઇન્ડસ્ટ્રિયલ કોમ્યુનિકેશન ટેક્સટાઇલ અને આઇ.ટી ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલ શૈક્ષણિક અને રિસર્ચ સંસ્થા છે. મિનિસ્ટ્ર ઓફ કોમર્સ અને ઇંડસ્ટ્રિીઝ ગવર્નમેંટ ઓફ ઇન્ડિયા હેઠળ ચાલતી સ્વતંત્ર સંસ્થા છે. ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમ ધો.૧૨ કોઇપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે પાસ કર્યા પછીનો છે. જેમાં ૬૦ સીટ છે. તે G.D.P.D. નામે જાણિતો છે. જ્યારે પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા પ્રોગામિંગ ડિઝાઇન G.D.P.D. નાતક પછીનો છે. તેમાં ૧૭૫ સીટ છે.

A. ગ્રેજ્યુએટડિપ્લોમા પ્રોગ્રામિંગડિઝાઇન
આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ૧૦ + ૨ ની હાયર સેકંડરી પરીક્ષા પાસ કરનાર કોઇપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે ચાલુ વર્ષે પરીક્ષામાં બેસનાર હોય પરિણામ બાકી હોય તેઓ પણ અરજી કરી શકે છે. ૨૨ વર્ષની વયમર્યાદા ધરાવનારને પ્રવેશ મળે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૩ વર્ષની છૂટ મળે છે. અભ્યાસક્રમની મુદત ૪ વર્ષની છે. અભ્યાસક્રમનાં ક્ષેત્રોનીચે મુજબ છે.

૧) કોમ્યુનિકેશન ડિઝાઇન
ગ્રાફિક ડિઝાઇન
એનિમેશન ફિલ્મ ડિઝાઇન
ફિલ્મ અને વીડિયો કોમ્યુનિકેશન
એક્ઝિબિશન ડિઝાઇન

૨) ટેક્સટાઇલ અને એપરલ ડિઝાઇન

૩) ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન
પ્રોડક્ટ ડિઝાઇન
ફર્નિચર ડિઝાઇન
સિરામિક અને ગ્લાસ ડિઝાઇન

B.પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ ઇનડિઝાઇન
આ અભ્યાસક્રમમાં કોઇપણ શાખામાં સ્નાતક પછી કે તેની સમકક્ષ લાયકાતવાળા વિદ્યાર્થીઓ કે જેમણે માગ્યા મુજબનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેને પ્રવેશ મળે છે. અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો સમયગાળો ૨ થી ૨.૫ વર્ષનો હોય છે. આમાં નિપૂણતા મેળવવા માટે નીચે મુજબનાં ક્ષેત્ર છે

ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન
ક્રમ
અભ્યાસ ક્રમનું નામ
લાયકાત
પ્રોડક્ટ ડિઝાઇન (અમદાવાદ)
બી.ટેક, બી.ઈ. (મિકેનિકલ) મી કાટ્રોનિક, બી.આર્ક
ફર્નિચર ડિઝાઇન (અમદાવાદ)
બી ટેક બી, ઈ સિવિલ
સિરામિક અને ગ્લાસ ડિઝાઇન (અમદાવાદ)
બી.આર્ક, બી.એફ.એસ. સિરામિક એન્ડ ગ્લાસ ટેક્નોલોજી, સિરામિક અને ગ્લાસ સંબંધિત ક્ષેત્રમાં
ટોય ડિઝાઇન એનડેવલોપમેન્ટ (ગાંધીનગર)
બી.ટેક, બી.ઈ., બી.સી.એ., બી.આઈ.ટી. બી.આર્ક., ઇન્ટિરિઅર ડેવલોપમેન્ટ થેરપી અથવા ઉપરનાં ક્ષેત્રમાંના તક સાથેનો અનુભવ
ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઓટો મોબાઇલ ડિઝાઇન (ગાંધીનગર)
બી.ટેક, બી.ઈ. (ઓટો મોબાઈલ) મિકેનિકલ, મીકાટ્રોનિક, બી.આઈ. (ડિઝાઇનસ્કૂલ ઈન ઇન્ડિયા)

ટેક્સટાઇલ એપરલ એન્ડ એસેસરીઝ ડિઝાઇનઃ
ક્રમ
અભ્યાસ ક્રમનું નામ
લાયકાત
ટિક્સટાઈલ ડિઝાઇન(અમદાવાદ)
બી.એફે.એ. એપ્લાયડ આર્ટ્સ ટેક્સટાઈલ હેન્ડલૂમ ટેક્નોલોજી, ટેક્સટાઈલ નીટ વેર, ફેશન ડિઝાઇન, હોમ સાયન્સ ટેક્સટાઈલ અને ક્લોથિંગ સાથે.
એપરલ ડિઝાઇન (ગાંધીનગર)
બી.એફ.એ. એપ્લાયડ આર્ટ્સ ટેક્સટાઈલ હેન્ડલૂમ ટેક્નોલોજી, ટેક્સટાઈલ નીટ વેર, ફેશન ડિઝાઇન, હોમ સાયન્સ ટેક્સટાઈલ અને ક્લોથિંગ સાથે.
લાઇફ સ્ટાઈલ એસેસરીઝ ડિઝાઇન(ગાંધીનગર)

બી.એફ.એ. એપ્લાયડ આર્ટ્સ, ડિઝાઇન, બી.આર્ક ઇન્ટિરિઅર ડિઝાઇન, એસેસરિઝ ડિઝાઇન અને સંબંધિત શાખામાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગ.

કોમ્યુનિકેશન ડિઝાઇનર
ક્રમ
અભ્યાસ ક્રમનું નામ
લાયકાત
ગ્રાફિક ડિઝાઇન(અમદાવાદ)
બી.એફ.એ. એપ્લાયડ આર્ટ્સ,બી.આર્ક, ઇન્ટિરિઅર ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇનના અનુભવ સાથે નાતક
એનિમેશન ફિલ્મ ડિઝાઇન(અમદાવાદ)
બી.એફ .એ. એપ્લાયડ આર્ટ્સ, ડિઝાઇન બી.આર્ક., કોમ્યુનિકેશન મિડિયા, ફિલ્મ એન્ડ ટી.વી. માસ મીડિયા એનિમેશન
3
ફિલ્મ એન્ડવીડિયો કોમ્યુનિકેશન (અમદાવાદ)
હ્યુમિનિટીઝ આર્ટ્સ, વિજ્યુઅલ કોમ્યુનિકેશન, માસ મીડિયા અથવા કોઈ પણ  શાખામાં સ્નાતક કામનાં અનુભવ સાથે
ફોટોગ્રાફીડિઝાઇન(ગાંધીનગર)


આઈ.ટી.આઈ. ઈન્ટિગ્રેટેડ ડિઝાઇનઃ
ક્રમ
અભ્યાસક્રમનું નામ
લાયકાત
ન્યુ મીડિયા ડિઝાઇન (ગાંધીનગર)
બી.એફ.એ. એપ્લાયડ આર્ટ્સ, બી.ટેક, બી.આઈ.ટી., બી.આર્ક. વિઝયુઅલ કોમ્યુનિકેશન, માસ મીડિયા, બી.એસ.સી. (કોમ્યુટર સાયન્સ), બી.સી.એ.
ઇન્ફર્મેશનડિઝાઇન (બેંગ્લોર)
-
ઇન્ટરએક્શનડિઝાઇન (બેંગ્લોર)
-
યુનિવર્સલ ડિઝાઇન (બેંગ્લોર)
-
ડિજિટલ ગેઈમ ડિઝાઇન (બેંગ્લોર)
-
ઇન્ફર્મેશન એન્ડ ડિજિટલ ડિઝાઇન (બેંગ્લોર)
બી.એફ.એ. એપ્લાયડ આર્ટ્સ, બી.ટેક, બી.આઈ.ટી., બી.આર્ક. જિવઝ્યુઅલ કોમ્યુનિકેશન પેઇન્ટિંગ, માસ મીડિયા, બી.ઈ., બી.એસ.સી (કોમ્યુટર સાયન્સ), બી.આર્ક.

વધુ માહિતી માટે સંસ્થાનો અને વેબસાઈટનો સંપર્ક કરવો. (web:-www.nid.edu) સંસ્થાનું સરનામું નીચે મુજબ છે.
(૧) National Institute of Design,
પાલડી, અમદાવાદ. ૩૮૦૦0૭ ફોન. (૯૧) ૭૯૨૬૬૨૫૦૦) (૦૭૯)૨૬૬ ૨૯૬૦) ફેક્સ. +૯૧૭૯૨૬૬૨૧૧૬૭

(2) National Institute Of Design,
ઘ-૦એક્સર્ટેશન રોડ, ઇન્ફોસિટી નજીક, ગાંધીનગર
ફોન. (૯૧) ૭૯૨૩૨૬૫૫00 ફેક્સ. +૯૧૭૯૨૩૨૪૪૫૧૮

(૩) R & D campus
National Institute of Design, 12 H.M.T. Link Road, Off Tumkur Road, Bengaluru. Phone. ૯૧૮૦૨૩૩૭૩ OF Fax. ૯૧૮૦૨૩૩૭૩૦૮૬
કેમ્પસ ઈંટરવ્યુ મારફત તેમજ જુદાં જુદાં ઈલેક્ટ્રોનિક પ્રિટમિડિયાના માધ્યમથી N.I.D.નાતાલીમાર્થીઓને ઉચ્ચ પગારે નોકરીએ સ્થાન આપે છે.
આવી જ એક બીજી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા N.I.ET. વિશે જાણકારી મેળવીએ ફેશન ડિઝાઇન અને ફેશન એજ્યુકેશનમાં વિશ્વ કક્ષાએ જાણીતી ટોપટેન ઇન્સ્ટિટયૂટમાં ભારતની N.I.ET. નું નામ છે. N.I.ET. એક્ટ ૨૦૦૬ કાયદો પાલાર્મેટમાં પસાર થઈ ગયો છે. એપ્રિલ ૨૦૦૬ થી N.I.ET. વિશ્વની સૌથી પ્રથમ અને એકમાત્ર ફેશન એજ્યુકેશનની પ્રિમીયમ ઇસ્ટિયૂટ બની ગઈ છે કે જે પોતે પોતાના વિદ્યાર્થીન બેચલર ડિગ્રી માસ્ટર ડિગ્રી, અને પીએચ.ડી.ની ડિગ્રી આપી શકે છે. કોઇ પણ વિષય સાથે ધોરણ ૧૨ પાસને નિફ્ટના બેચરલ ડિગ્રી કોર્સમાં એડમિશન મળે છે. એવી જ રીતે કોઇ પણ વિષય સાથે બેચલર ડિગ્રી ધરાવતા હોય તો તેમને N.I.ET ના માસ્ટર ડિગ્રી કોર્સમાં પ્રવેશ મળે છે. ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં N.I.ET ની ડિગ્રીનું મહત્વ ઇન્ટરનેશનલ લેવલે ઘણું સારું છે.

એમિશન માટે પ્રવેશ પ્રક્રિયાઃ નિટ નાબેચલર ડિગ્રી કોર્સ તેમજ માસ્ટર ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. તે ૩ર શહેરમાં લેવાય છે. ઉમેદવાર કોઇપણ કેન્દ્ર પસંદ કરી શકે છે. પરીક્ષા પાસ કર્યા બાદ મેરિટના આધારે પ્રવેશ મળે છે. પ્રવેશ અંગેની જાહેરાત જાણિતા સમાચારપત્રોમાં લગભગ નવેમ્બર મહિનામાં આવે છે. ફોર્મ ઓનલાઇન ભરવાનું હોય છે. વધુમાં વધુ ઉંમર ૨૩ વર્ષની છે. એસ.સી.,એસ.ટી અને વિકલાંગને ૫ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. આ બધા જ કોર્સ અંગ્રેજી માધ્યમમાં હોય છે. આ અંગેની વધુ જાણકારી માટે વેબસાઇટ અને સંસ્થાની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી શકો છો.
વેબસાઈડ: www.nift.ac.in  

NIFTનાડિગ્રી અભ્યાસક્રમો

NIFT ના ધોરણ12 પછીના બેચલર ઓફ ડિઝાઇનના ચાર વર્ષનો ફુલટાઇમ કોર્સ:   
બેચલર ડિગ્રી પછીના બે વર્ષનો ફુલટાઇમ માસ્ટર ઓફ ડિઝાઇન તેમજ માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટનો કોર્સ ચાલે છે.
બેચલર ઓફ ડિઝાઇનના કોર્સ: ધો.૧૨ કોઇપણ વિષય સાથે પાસ કર્યા પછી પ્રવેશ મળી શકે તેવા નિર્ટના બેચલર. ઓફ ડિઝાઇનના કોર્સ નીચે પ્રમાણે છે.

ફેશન ડિઝાઇનઃ
કેમ્પસ: બેંગલુરુ, ભુવનેશ્વર,ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કન્નુર, કાંગરા કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી, પટણા, રાયબરેલી, શિલોંગ, જોધપુર અને શ્રીનગર.
સીટ સંખ્યાઃ૪૫o.

એસેસરી ડિઝાઇનઃ-
કેમ્પસ: બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઇ, ગાંધીનગર, હૈદરાબાદ, કાંગરા, કોલકાતા, મુંબઈ, નવીદિલ્હી, પટણા, રાયબરેલી, શિલોંગ અને જોધપુર
સીટ સંખ્યા:૪૨૦

ફેશન કોમ્યુનિકેશનઃ
કેમ્પસ: બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કન્નુર, કાંગરા, કોલકાતા, મુંબઈ, નવીદિલ્હી, પટણા, રાયબરેલી ,જોધપુર અને શ્રીનગર
સીટ સંખ્યા:૪૨૦

નેટવેર ડિઝાઇનઃ
કેમ્પસ: બેંગલુરુ,ચેન્નાઈ, હૈદરાબાદ, કનુર, કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી
સીટ સંખ્યા ૨૧૦

લેધર ડિઝાઇનઃ
કેમ્પસ: ચેન્નાઈ, કોલકાતા,નવીદિલ્હી, રાયબરેલી સીટ સંખ્યાઃ ૧૨૦

ટેક્સટાઇલ ડિઝાઇનઃ
કેમ્પસ: બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કન્નુર, કાંગરા, કોલકાતા, મુંબઈ, નવીદિલ્હી, પટણા, જોધપુર
સીટ સંખ્યાઃ ૩૯૦

ફેશન ટેક્નોલોજી:
કેમ્પસ: બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કાંગરા, કોલકાતા, મુંબઈ, નવીદિલ્હી, પટણા, રાયબરેલી, શિલોંગ અને જોધપુર
સીટ સંખ્યા:૩૬૦

માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો (ડિઝાઇનસ્પેસ)
માસ્ટર ઓફ ડિઝાઇનઃ
કેમ્પસઃ- કન્નુર, મુંબઈ, નવી દિલ્હી સીટ સંખ્યા: ૯૦

માસ્ટર ઓફ ફેશનટેકનોલોજીઃ
કેમ્પસઃ- બેંગલુરુ, ચેન્નાઈ, ગાંધીનગર, નવી દિલ્હી સીટ સંખ્યા: ૧૦૦

માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટઃ
કેમ્પસઃ- બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઇ, ગાંધીનગર, હૈદરાબાદ, કન્નુર, કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી , પટણા, રાયબરેલી,શિલોંગ ,જોધપુર સીટ સંખ્યા:૪૨૦

યુઅલ ડિગ્રી પ્રોગ્રામઃ ન્યુયોર્કની ફેશન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી સાથે નીટનાં ડ્યુઅલ ડિગ્રી કોર્સ ચાલે છે.

બેચલર ઓફ ડિઝાઇનનાં ધો. ૧૨ પછીનાં ૪ વર્ષના કોર્સમાંથી પહેલા ૨ વર્ષ ભારતમાં, ત્રીજું વર્ષ ન્યુયોર્કમાં અને ફાઈનલ વર્ષ ફરી નિફ્ટમાં કરવાનું રહે છે. આ કોર્સમાં નિફૂટ અને FITબન્નેની ડિગ્રી મળે છે.

ભારતમાં નિફ્ટના સેન્ટરોઃ-
બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કન્નુ૨, કાંગરા, કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી, પટણા, રાયબરેલી, શિલોંગ, જોધપુર અને શ્રીનગર

ગુજરાતમાં ગાંધીનગરમાં નિફટ કેમ્પસ:
ગાંધીનગરમાં એસ.જી. રોડ પર '' જીરો, ચાર રસ્તા પાસે, ઇન્ફોસિટીની પાછળ આવેલછે.
હોસ્ટેલ સુવિધાઃ ભાઇઓ અને બહેનો માટે અલગ અલગ હોસ્ટેલ

ફેશનબિઝનેસનું ફિલ્ડ:
ફેશન બિઝનેશનું ફિલ્ડ સેલિબ્રિટી બનવાના સપનાને સાકાર કરે છે. ફેશન ડિઝાઇન એ ફેશન બિઝનેસનાં ફિલ્ડ તરીકે ઓળખાય છે. વિશ્વ આખામાં આજે ફેશન બિઝનેસનું બહુ મોટું બજાર છે. ફેશન બિઝનેસનું ફિલ્ડ વિવિધતાથી ભરપૂર છે અને તેમાં વિકાસની શક્યતાઓ ઘણી વધારે છે.

ફિલ્મના હીરો-હિરોઇનના વસ્ત્રોમાં ફેશન ડિઝાઇન
• ટીવી સિરિયલ અને ટીવી કાર્યક્રમમાં ડિઝાઇન
• ફેશન શો વર્લ્ડ
• ફેશન મેગેઝિન અનેફેશન જર્નાલિઝમ
• મોડલિંગનાલ્ડિમાં
• મીસ ઇંડિયા અને મીસવર્ડજેવી સૌંદર્યસ્પર્ધામાં
• જવેલરી ઇંડસ્ટ્રિઝમાં
• ગાર્મેટ અને કોમ્યુમ ડિઝાઇનમાં
• લકઝરિયસ બ્રાંડ ઇંડસ્ટ્રિઝમાં
• ફેશન ડિઝાઇન સાથે સંબંધિત અનેક ફિલ્ડ
ઉપરોક્ત અનેક ફિલ્ડમાં આજે ફેશન બિઝનેસની હાજરી જોવા મળે છે. ફેશન ડિઝાઇનમાં રસ હોય કે સેલિબ્રિટીની દુનિયામાં જવું હોય તો નિફ્ટમાં પ્રવેશ મેળવવાનું સપનું રાખજો.
આ સિવાય અન્ય સંસ્થાઓમાં આવા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.

Amro Design Institute ADI

આ સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમોઃ
ફેશન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોર્સિસ
·        બી.એસ.સી. (એપરલ એન્ડ ફેશન ટેક્નોલોજી) – ૩વર્ષ
·        ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઇન - ૧વર્ષ
·        ડિપ્લોમા ઈન ઇન્ટિરિયર ડિઝાઇન - ૧વર્ષ
·        જ્વેલરી ડિઝાઇનિંગ કોર્સિસ - ૧વર્ષ
·        ડિપ્લોમા ઈન જ્વેલરી ડિઝાઇનિંગ - ૧વર્ષ

સરનામું:-
૪૦૧, શુભમ કોમ્લેક્સ, સંજીવની હોસ્પિટલ સામે, વસ્ત્રાપુર તળાવ, અમદાવાદ, ૩૮૦૦૫૩ ફોન. (૦૭૯) ૨૬૮૫૬૭૦૨, ૨૬૮૫૪૨૯૧, ૪૦૦૦૯૪૨૯૧ Email- info@amrodesign.org

આવી જ એકબીજી સંસ્થા:
Edit institute of designing
Edit institute of designing મા ચાલતા કોર્સિસઃ

ફેશન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોર્સિસ
• ડિપ્લોમા ઈનફેશન ડિઝાઇન - ૧વર્ષ
• ડિપ્લોમા ઈન ઈન્ટિરિયરડિઝાઇન - ૧વર્ષ
• ડિપ્લોમા ઈન જવેલરી ડિઝાઇનિંગ - ૧વર્ષ
• ડિપ્લોમા ઈનટેક્સટાઈલ ડિઝાઇનિંગ - ૧વર્ષ
સરનામુ:- M-, જોલીક્વેર, શ્રીરામ મંદિરની સામે શ્રી રામ ચોક, ઘોડ રોડ, સુરત. ફોનનં ૦૨૬૧0૧૫૪૧૮ Email:- info@editindia.com
આ ઉપરાંત ઇગ્નુમાં પણ સર્ટિફિકેટ કોર્સ થઈ શકે છે. વધુ માહિતી માટે નિયામકશ્રી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, પ્રાદેશિક કેન્દ્ર, સરખેજ-ગાંધીનગર હાઇવે, નિરમા યુનિવર્સિટીની સામે, છારોડી, અમદાવાદ ફોન નં: ૦૨૭૧૭૨૪૨૯૭૫ Email:- www.ignou.ac.in.
આ સિવાય પણ અન્ય ખાનગી સંસ્થાઓ દ્વારા ફેશન ડિઝાઇનના ડિપ્લોમા તેમજ ટૂંકાગાળાના અભ્યાસક્રમો ચલાવે છે. વિદ્યાર્થીઓ તથા વાલીએ જાતે ચકાસણી કરી તેમાં અભ્યાસ કરી શકે છે. ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી શકાય. આ રીતે આધુનિક યુગ સાથે તાલ મેળવી કારકિર્દી પણ ફેશનેબલ બનાવી શકાય.

Post a Comment

વધુ નવું વધુ જૂનું