સદીઓથી જગતમાં વિવિધ પ્રકારના ગુનાઓ થતા આવે છે ચોરી, ખૂન, બળાત્કાર, આત્મહત્યા જેવા અપરાધ થયા ત્યારબાદ પોલીસ
કાર્યવાહીનો પ્રારંભ થાય છે. પોલીસમેન ગુનાવાળી જગ્યાનું બારીકાઈથી અવલોકન કરે છે.
આ ઓપરેશનમાં તેઓ ડોગ સ્કવોડની મદદ લે છે ને સાથે સાથે ફોરેન્સિક સાયન્સના
નિષ્ણાતોની ટીમની પણ મદદ લેવામાં આવે છે, ફોરેન્સિક
સાયન્સની અતિ આધુનિક ટેકનિક્સની મદદથી સાચા ગુનેગારો સુધી ઝડપથી પહોંચી શકાય છે.
ફોરેન્સિક સાયન્સ એટલે એવું કહી શકાય કે ગુનાશોધનનું અનોખું વિજ્ઞાન જે ન્યાયાલયને
સહાયરૂપ થાય છે. ટૂંકમાં એ
“ન્યાય સહાયક' છે.
ન્યાય સહાયક વિજ્ઞાન એટલે ગુનાની તપાસ અને ન્યાયિક
અનુશાસનમાં વૈજ્ઞાનિક રીતો અને સિદ્ધાંતોનો ઉપયોગ પણ કહી શકાય. ફોરેન્સિક સાયન્સ
લેબોરેટરી એટલે ન્યાય સહાયક વિજ્ઞાનની પ્રયોગશાળા.
ફોરેન્સિક સાયન્સ શબ્દથી ગુજરાતમાં ઘણા લોકો પરિચિત
છે. કારણ કે અમદાવાદ ખાતે ઉત્તમ કક્ષાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે તેમજ
ગાંધીનગર ખાતે પણ આવેલ છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીની શરૂઆત ૨૦૦૯થી
ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવેલ આ યુનિવર્સિટીને યુ.જી.સી.ની માન્યતા પ્રાપ્ત થયેલ
છે અને રાજયની યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં સ્નાતક પછીના અભ્યાસક્રમો તેમજ
પોસ્ટ ગ્રેજયુએશન અને પીએચ.ડી.ના અભ્યાસક્રમો ચાલે છે.
સામાન્ય રીતે ફોરેન્સિક પ્રયોગશાળામાં નીચે પ્રમાણે
પરીક્ષણ પૃથક્કરણ કરવામાં આવે છે.
(૧) પેટ્રોલિયમ પદાર્થો, ખાદ્યતેલ, ઔષધો, રંગો, જંતુનાશક
દવાઓ, ખાતર, સિમેન્ટ
વગેરેની ભેળસેળની ચકાસણી.
(૨) ચરસ,
ગાંજો, ભાંગ, અફીણ, હેરોઈન, મોસ્કીન તથા તેના ઉત્પાદનો અને અન્ય માદક પદાર્થોના
નમુનાઓમાં પદાર્થની ઓળખ અને પ્રમાણ શોધવાં.
(૩) આગના બનાવોમાં અવશિષ્ટ પદાથોંમાં સળગી
ઊઠે તેવા પદાર્થોની હાજરી શોધી આગ લાગવાનું કારણ શોધવું.
(૪) વિસ્ફોટક બનાવોમાં સ્થળપરીક્ષણ કરવું. તેનું કારણ
વિસ્ફોટક પદાર્થની જાણકારી મેળવી અને તેની શક્તિનું માપન કરવું.
(૫) આપધાતના,
અકસ્માત મૃત્યુને હત્યા કરવાના કિસ્સામાં
મરણોત્તર... તબીબે લીધેલા વિવિધ અંગો, અવયવોનું
પરીક્ષણ કરવું,
ઝેરની હાજરી અને માત્ર શોધવી.
(૬) દારૂબંધીના કેસોમાં વ્યક્તિના લોહીના નમૂનાઓ લઈ પરીક્ષણ કરવા લેવા જેવા
દારૂ પીવાની અસરો તેના લોહી પેશાબ દ્વારા પરીક્ષણ કરવા.
(૭) ઘર,
દુકાન, કારખાના
તથા મોટા ઔદ્યોગિક સંકુલોમાં વિસ્ફોટ અને આગના બનાવો, વિદ્યુત શોર્ટસર્કિટને કારણે થયેલ છે કે કેમ, યાંત્રિક ખામી કે અકસ્માત થયેલ છે તે નક્કી કરવું.
(૮) ગોળીબારના કિસ્સામાં મળતા હથિયારો દારૂગોળાનું પરીક્ષણ કરવું, ગોળીબાર ક્યારે અને કેટલા અંતરેથી થયેલ છે તે નક્કી
કરવું, ફિંગરપ્રિન્ટો લેવી તેનું પૃથક્કરણ કરવું.
(૯) ગુનાના સ્થળેથી પ્રાપ્ત થતી દરેક વસ્તુનું ભૌતિક પરીક્ષણ કરવું, ફિંગરપ્રિન્ટો લેવી તેનું પૃથક્કરણ કરવું.
(૧૦) ચોરેલા વાહનો,
કિંમતી દાગીના તેના પર ભૂંસી નાખેલા ઓળખના નામ
કે નંબરો ફરીથી ઉપસાવવા જેથી તેના મૂળ માલિકને શોધી શકાય લખાણ કે દસ્તાવેજમાં કરેલ
ફેરફાર, સુધારણાની ચકાસણી કરવી, બનાવટી ચલણી નોટો કે સિક્કાનું પરીક્ષણ કરવું.
(૧૧)
ખૂન, બળાત્કાર, આત્મહત્યા
કે અપમૃત્યુના બનાવમાં કપડાં કે હથિયાર વગેરે લોહી, લાળ,
વીર્ય કે અન્ય શરીર દ્રવ્યની ઓળખ અને વર્ગીકરણ
કરવું, હાડકાં કે ખોપરી વગેરેના પરીક્ષણોને આધારે વ્યક્તિની
ઉંમર, જાતિ, બાંધો
અને તેની ઓળખ શોધવી,
પિતૃત્ત્વની ચકાસણી કરવી.
(૧૨) ખોરાક કે પાણીમાં થતાં ઝેરીકરણના બનાવોમાં ખોરાક, હોજરીમાંનો પદાર્થ, પીણાં,
વાસણો વગેરે માં જીવાણુ સંક્રમણની ચકાસણી
કરવી.
(૧૩) બ્રેન મેપિંગ ટેસ્ટ તેને બનવેલ ફિંગર પ્રિન્ટિંગ પણ કહેવાય છે. જેની શોધ
૧૯૯૦માં હાર્વડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. લોરેન્સ ફેસ્વેલએ કરેલી. આ માટેનું
ખાસ યંત્ર છે જે સ્વય સંચાલિત અને કોમ્યુટરાઈઝડ છે. તેના મુખ્ય ચાર ભાગ છે. (૧)
ઈલેક્ટ્રો એન્સેલો ક્લોગ્રામ (૨) ઈવોક રિલેટેડ પોટેન્શિયલ (૩) મેટ્રોલિક કેપ અને
(૪) બે કોમ્યુટર જેનું માપ કરવાનું છે તે વ્યક્તિને ખાસ રૂમમાં લઈ જવામાં આવે છે.
(૧૪) લાઈ ડિટેક્ટર ટેસ્ટ તેને પોલીગ્રાફ પણ કહે છે. જેમાં વ્યક્તિની સાથે
વાત કરતી વખતે શ્વસન,
રૂધિરાભિસરણ, ચેતાતંત્રીય વગેરેનો અભ્યાસ એક સાથે થાય છે તેમની આંગળી પર ગેલ્વેનિક
વીજાગ્ર લગાડીને ગેલ્વેનિક વીજતરંગ તરફનો પ્રતિભાવ નોંધવામાં આવે છે. પ્રશ્નોના
જવાબ કેવા આપે છે તેના આધારે વ્યક્તિને જાણી શકાય છે.
(૧૫)
એન્થોપોમેટ્રિક પદ્ધતિ જેમાં માનવ મૃતદેહના અમુક અંગો મળે તો શરીરના જુદાં જુદાં અવયવો વચ્ચેના
અંતર માપીને એન્થ્રોપોમેટ્રિક પદ્ધતિ દ્વારા લાશની ઓળખ મેળવી શકાય.
(૧૬) નાર્કોએનાલિસિસ : ખોટું બોલતા આરોપીના મોઢે સાચું બોલાવવાની
ટેકનિક... માટે ખાસ પ્રકારના ઈંજેકશન આપીને સાચી હકીકત મેળવવામાં આવે છે.
(૧૭) ડી.એન.એ ટેસ્ટ : ફોરેન્સિક સાયન્સ ડી.એન. એ. (જીન) સાથે ખૂબ
સંકળાયેલું છે. માનવીના શરીરમાં કોઈક ઉત્સર્ગ જેમ કે પરસેવો, લીંટ, પેશાબ, ઘૂંક કે વીર્યના નમૂના દ્વારા વ્યક્તિની ઓળખ મેળવી
શકાય છે. જે કાનૂની દૃષ્ટિએ પણ માન્ય ગણવામાં આવે છે.
(૧૮) સુપર ઈમ્પોઝીશન ટેકનિક : આ પદ્ધતિમાં મૃતકના શરીરના જૂજ અને વેરણછેરણ
અંગો, ખોપરી, હાડપિંજર
મળે તો આ ટેકનિક વડે તેની જાણકારી ઝડપથી મેળવી શકાય છે.
(૧૯) ગેસક્રોમેટોગ્રાફી : આ યંત્ર દ્વારા કોઈપણ રાસાયણિક તત્ત્વોની જાણકારી
મળે છે તેને આધારે તે પદાર્થ નક્કી કરી શકાય છે.
(૨૦) એન્ટોમોલોજી પદ્ધતિ : તેના દ્વારા જીવજંતુની હાજરી ઉપરથી મૃત્યુની
તપાસ કરતી પદ્ધતિ છે. જેના દ્વારા મૃત્યુનું કારણ મૃત્યુનો સમય શોધવાની દિશામાં
આગળ વધી નિર્ણયો લઈ શકાય. આ ઉપરાંત ફોરેન્સિક સાયન્સમાં સાઈબર ક્રાઈમ વગેરેનો
સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરાંત અભ્યાસને આવરી લેવા માટે ગુજરાત સરકારે
ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની ગાંધીનગર ખાતે સ્થાપના કરવામાં આવી છે.
જેને યુ.જી.સી. એ માન્યતા આપી છે જે સ્ટેટ યુનિવર્સિટી છે ૨૦૦૯થી ફોરેન્સિક
સાયન્સીઝ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે. આ યુનિવર્સિટી ગાંધીનગર સેકટર - ૧૮માં
પોલીસભવન પાછળ આવેલી છે. (૧) ફોરેન્સિક સાયન્સીઝ (૨) બિહેવિયરલ સાયન્સીઝ (૩)
રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ. પ્રત્યેક ભવન ડાયરેક્ટર દ્વારા સંચાલિત છે.
નિયમિત અભ્યાસક્રમોમાં જોઈએ તો
(૧) એમ.એસસી. ઈન ફોરેન્સિક સાયન્સ (બે વર્ષ -૪ સેમેસ્ટર ફુલ ટાઈમ)
(૨) એમ.એસસી. ઈન ફોરેન્સિક સાયન્સ એન્ડ ઈન્ફર્મેશન એસ્યોરન્સ
(બે વર્ષ -૪ સેમેસ્ટર ફુલ ટાઈમ)
(૩) એમ ટેક સાઈબર સિક્યુરીટી એન્ડ ઈન્સિડન્ટ રિસ્પોન્સ (બે વર્ષ -૪
સેમેસ્ટર ફુલ ટાઈમ)
(૪) એમ.એસસી. ઈન હોમ લેન્ડ સિક્યુરીટી એન્ડ એન્ટિટેરરિઝમ (બે વર્ષ
– ૪ સેમેસ્ટર ફુલ ટાઈમ)
(૫) એમ.એસસી. ઈન ફોરેન્સિક ઓડોન્ટોલોજી (બે વર્ષ – ૪ સેમેસ્ટર ફુલ
ટાઈમ) (૬) પી.જી. ડિપ્લોમા ઈન ફિંગરપ્રિન્ટ સાયન્સ (એક વર્ષ - ૨ સેમેસ્ટર ફુલ ટાઈમ)
(૭) પી.જી. ડિપ્લોમા ઈન ફોરેન્સિક ડોક્યુમેન્ટ એન્ડ એક્ઝામિનેશન (એક વર્ષ - ૨
સેમેસ્ટર ફુલટાઈમ)
(૮) પી.જી. ડિપ્લોમા ઈન ફોરેન્સિક મેનેજમેન્ટ (એક વર્ષ – ૨ સેમેસ્ટર ફુલટાઈમ) (૯) પી.જી. ડિપ્લોમા
ઈન ફોરેન્સિક એકાઉન્ટિંગ (એક વર્ષ – ૨ સેમેસ્ટર ફુલટાઈમ) (૧૦) માસ્ટર ઓક
હોસ્પિટલ મેનેજમેન્ટ (બે વર્ષ- ૪ સેમેસ્ટર ફુલ ટાઈમ)
(૧૧) પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઈન ફોરેન્સિક નર્સિંગ (એક વર્ષ - ૨ સેમેન્સટર ફુલટાઈમ)
ઓનલાઈન કોર્સ:
કેટલાક ઓન લાઈન સર્ટીફિકેટ કોર્સ શરૂ કર્યા છે જેમાં
(૧) સાઈબર લો,
(૨) સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેટર (૩) કોયૂટર
ફોરેન્સિક એક્સપર્ટ (૪) સાઈબર સિક્યોરીટી એક્સપર્ટ (૫) ઈન્ટેલેકયુઅલ
પ્રોપર્ટીરાઈટસ આ બધા જ કોર્સ ઓન લાઈન છે. જેની મુદત ૬ માસની છે. વ્યવસાય સાથે રસ
ધરાવતી વ્યક્તિ સાઈબર ક્રાઈમના ક્ષેત્રમાં અભ્યાસ કરી શકે. આ યુનિવર્સિટીમાં પરદેશ
પણ જઈ શકાય છે.
જરૂરી લાયકાત
: સ્નાતક થયા પછીના અભ્યાસક્રમો છે.
વિવિધ અભ્યાસક્રમો માટે ખાસ વિષયો સાથેના સ્નાતકો જો ડાય શકે છે. એમ.બી.બી. એસ.
પછીના પણ અભ્યાસક્રમો છે.
કારકિર્દીની તકો : ફોરેન્સિક સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી કાયદાનું
અમલીકરણ કરતી સંસ્થાઓ જેવી પોલીસ ન્યાયતંત્ર અને સરકારી અથવા ખાનગી તપાસનીય
સંસ્થાઓમાં કારકિર્દીની તકો રહેલ છે. ઉપરાંત ફોરેન્સિક સાયન્સમાં પણ શૈક્ષણિક
કાર્ય માટે પણ જોડાઈ શકે છે. સરકારના અન્ય વિભાગો જેવા કે ઈન્ટેલિજન્સ બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલિજન્સ તેમજ રાજયોની
ગુનાશોધક શાખામાં તપાસનીશ અધિકારી તરીકે નોકરી મળી શકે. સેવા વર્ગ-૧ અને સેવા વર્ગ
-૨માં નિમણૂક મળી શકે.
સરનામું : વિશેષ જાણકારી માટે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સેકટર-૧૮, એ, પોલીસ ભવન પાછળ, ગાંધીનગર
ફોન ન. ૦૭૯ - ૨૩૨ ૫૬૨ ૬૫ ફેક્સ - ૦૭૯ - ૨૩૨ ૫૬ ૨૫૧ દ્વારા વિશેષ માહિતી મેળવી
શકાય.
FSL in INDIA
1. Directorate of FSL State Govt.Mumbai
(Maharastra) 022 26670755
2. FSL Szngolz (Maharastra) 020 65200864
3. Directorate of FSL Service state Govt.
Bhopal (MP) 075 52779657
4. Central FSL - Chandigadh 084 7290251
5. International FSL PUNE (Maharastra) 020
41264864
6. FSL Ahmedabad (Gujarat) 079 22681776
7. Forensic Hand Writing finger print expert
PUNE (Maharastra 090 11864864
8. State FSL Banglore (Karnataka) 080 22943763
9. State FSL Bhuvneswar Orissa
10. Regional FSL Guntur(AP)
11. Regional FSL VIJAYWADA (AP) 0866257753
12. Central FSL Guwahati
(Assam) 0361 2571143
ટિપ્પણી પોસ્ટ કરો