ફાયર ટેક્નોલોજી

Fire technology
Fire technology
ફાયર ટેક્નોલોજી ક્ષેત્રમાં બે પ્રકારના અભ્યાસક્રમો પ્રાપ્ય છે.
(૧) સ્નાતક કક્ષાના (૨) આઈ . ટી. આઈ. કક્ષાના.
૧. B.Sc (FIRE)- ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના PCM, PCBM (A-AB) ગ્રૂપના વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે છે .
અભ્યાસનો સમયગાળો ત્રણ વર્ષનો છે.
ગુજરાતમાં ફાયર ટેકનૉલૉજીના સ્નાતક કક્ષાનો અભ્યાસ કરાવતી બહુપ્રતિષ્ઠિત કોલેજ સાણંદ, અમદાવાદમાં આવેલ છે.કોલેજ ઓફ ફાયર ટૅક્નૉલૉજી, ૮૬, ખોડાગામ, વિરમગામ હાઇવે, સાણંદ, અમદાવાદ.
Tel. No. ૦૨ ૧૭-૨૭૩૨૦૬ www.firecollege.co.in
પ્રવેશ માટે છ/પ જયમંગલ હાઉસ, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સામે, આશ્રમ રોડ, અમદાવાદ, ૩૮૦૦૦૬ (ph. No.૨૬૫૮૪૦૮૦) નો સંપર્ક કરવો. વિદ્યાર્થીએ પ્રવેશ કસોટી આપવાની રહે છે
પ્રવેશ મેળવ્યા બાદ ત્રણ વર્ષના અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થીએ અંગ્રેજી, ગણિત, અને શારીરિક યોગ્યતા ની કસોટી આપવાની રહે છે .
પ્રવેશ મેળવ્યા બાદ ત્રણ વર્ષના અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થીએ અંગ્રેજી, ગણિત, ફિઝિક્સ, એપ્લાઈડ મિકેનિક્સ, હાઇડ્રોલિકસ , હેવી વેહિકલ્સ એન્ડ ઓટોમોબાઇલ્સ, ફાયર સર્વિસ મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સાલ્વેજ એન્ડ ફાયર કોડસ (લો) તથા પ્રેક્ટિકલ કરવાના રહે છે .
આ અભ્યાસ પછી રોજગારની શક્યતાઓ નિશ્ચિતપણે વધી જાય છે . અગ્નિશમન ક્ષેત્રનો ઉદ્યોગ લગભગ રૂ. ૫૫,૦૦૦ કરોડનો થવા જઈ રહ્યો છે .
આ પ્રકારની તાલીમ પામેલ યુવાનોના રોજગારની શક્યતાઓ વિપુલ પ્રમાણમાં છે. સરકારી ક્ષેત્રના મોટા યુનિટો, ખાનગી કંપનીઓ, સંરક્ષણ, રેલવે, એરપોર્ટ, વિદ્યુતબોર્ડ, ઇલેક્ટ્રિસિટી કંપની, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, ખાણ-ખનીજ ક્ષેત્ર, રિફાઇનરી, ગેસ પ્લાન્ટ, પેટ્રોકેમિકલ સંકુલ, રિલાયન્સ, એસ્સાર, ડોમ્સ, અદાણી વગેરે જેવી વિરાટ ખાનગી કંપનીઓના અનેક યુનિટોમાં ફાયર ટૅકનૉલૉજી નિષ્ણાતોની જરૂર પડે છે .આમાં અભ્યાસ કરનારા યુવાનોને છેલ્લા વર્ષની પરીક્ષાના પરિણામ આવતા સુધીમાં તો રોજગાર મળી પણ જાય છે. તે પણ ઊંચા પગારધોરણ સાથે. વિવિધ પદ જેવા કે ફાયર કન્સલ્ટન્ટ, લાયઝન ઓફિસર વગેરે. જેમને નોકરીના બદલે સ્વતંત્ર વ્યવસાય કરવામાં રસ હોય તેઓ ઉત્પાદક કે વિક્રેતા તરીકે પણ રોજગારી મેળવી શકે છે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજનું અસરકારક શિક્ષણ, સુંદર વાતાવરણ કેમ્પસને આકર્ષક - પ્રભાવી બનાવે છે. અત્યાર સુધીના તમામ વિદ્યાર્થીઓને રોજગાર મળી ચૂક્યો છે જે તેની સફળતા

I.T.I (આઈ. ટી. આઈ.)
ધો. ૧૦ પાસ કર્યા પછી વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે. પેટર્નનો ફાયરમેન I.T.I. ના કોર્સ ઘણી જગ્યાએ ચાલે છે. ૧ વર્ષની મુદતનો આ કોર્સ છે.
I.T.I (સેફટી એન્ડ સિક્યુરિટી કોસ) ૧- વર્ષ કોલેજ ઓફ ફાયર ટૅક્નૉલૉજી, મુ. ખોડા,
સાણંદ - વિરમગામ હાઈવે, અમદાવાદ.

ફાયરમેન ટ્રેનિંગ કોર્સ.
એન્ટી ફાયર ડિઝાસ્ટર રિસ્પોન્સ કોર્સ. ઉમા ઇન્સ્ટિટયૂટ ઓફ ફાયર ટેકનૉલૉજી, બાવળા બગોદરા હાઇવે, રામનગર, જી. અમદાવાદ. ફોન નં (૦૨૧૭)૨૩૦૧૬૫
મવડી ફાયર ઇન્સ્ટિટયૂટ, નેશનલ ફાયર એ કેડમી, મેઈન રોડ, રાજકોટ.
નેશનલ ફાયર એકેડેમી, સરદાર પટેલ એસ્ટેટ, આજવા - વાઘોડિયા રિંગ રોડ, વડોદરા.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગોત્રી રોડ, વડોદરા.
ઇન્સ્ટિટયુટ ઓફ ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોર, વડોદરા.
ફાયર એકેડેમી, નંદેસરી, ગોધરા.

Post a Comment

વધુ નવું વધુ જૂનું