રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ગ્રાkહકોને આકર્ષવા માટે
સર્વિસ કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ, ગ્રાઉન્ડ
હેન્ડલિંગ સ્ટાફ,
ટૂર ઓપરેટર, ઇવેન્ટ મેનેજર,
ટિકિટીંગ ઓફિસર, એડવેન્ચર ટૂરિઝમ એક્ઝિક્યુટીવ, ટ્રાન્સપોર્ટ
ઓફિસર, હોટલ કન્સલ્ટન્ટ, લોજિસ્ટીક, એરલાઈન્સ હોટલ અને ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ
અને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વિશાલ
તકો રહેલી છે. હોટલ ઉદ્યોગમાં ઓપરેશન, ફ્રન્ટ
ઓફિસ, હાઉસકીપિંગ, ફૂડ
એન્ડ બેવરેજ,
એકાઉન્ટન્ટ, મેન્ટેનન્સ,
સેલ્સ માર્કેટિંગ,પબ્લિક રિલેશન, અને
સિક્યુરીટી ક્ષેત્રો રોજગારના અવસરો ઉપલબ્ધ છે.
ટૂરિઝમ ડિપાર્ટમેન્ટમાં ટૂર પ્લાનર અને ટૂર ગાઈડની
જગ્યાઓ સારા પગારની હોય છે. રિઝર્વેશન અને કાઉન્ટર સ્ટાફ, સેલ્સ અને માર્કેટિંગનો સ્ટાફ તેમજ ઈન્ટરપ્રિટર એટલે
કે દુભાષિયાની આવશ્યકતા હોય છે. ઉપરોક્ત તમામ કામગીરી માટે ધોરણ ૧૨ પાસ, સોફ્ટ સ્કીલ જેમાં કોમ્યુટરનું જ્ઞાન, ભાષાઓનું સારું જ્ઞાન જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
હોવું જોઈએ ટૂરિઝમ ક્ષેત્રે વિદેશી ભાષાઓના જાણકાર યુવાનોની ખોટ વર્તાય છે. ટૂરિઝમ
અને ટ્રાવેલ ક્ષેત્રે ગ્રેજ્યુયેટ યુવાનો પોતાનું કૌવત વધુ સારી રીતે દર્શાવી શકે
છે. ઉદાહરણ સ્વરૂપે BCA
થયેલ યુવાનો ઇતિહાસ ભૂગોળ અને કળા તથા
આર્કિટેક ઓફ ઇન્ડિયાનું સારું જ્ઞાન ધરાવતા હોય તો ક્રિસ્ટોને આકર્ષી શકે છે. તેમજ
પોતાની કામગીરીને આનંદિત બનાવવા સાથે પોતાના કૌશલ્યની સારી કિંમત મેળવી શકે છે.
ડિપ્લોમા ઇન પબ્લિક રિલેશન અથવા ડિપ્લોમા ઇન
એડવર્ટાઈઝીંગ હોટલ અને ટૂરિઝમ ક્ષેત્રે કારકિર્દી ઘડવામાં ખૂબજ મહત્ત્વનું છે.
સારું બોલવાની કળા,
સારું લખવાની કળા, કારકિર્દી ઘડવામાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે.
પોસ્ટ ગ્રેજયુએટની ડિગ્રી એડમિનિસ્ટ્રેટર અથવા
મેનેજર બનવા માટે ખૂબજ મહત્ત્વની છે. કેટલાક શોર્ટ ટમ કોર્સ કે જેના એટિકેટ, પ્રેઝન્ટેશન તથા ગ્રાહકોને ગમતી બાબતો સમજવી અને
સંક્ષિપ્તમાં રજૂ કરતા આવડે તેવા કૌશલ્યની માંગ રહે છે.
ટૂર્સ એન્ડ ટ્રાવેલિંગમાં માસ્ટર ઓફ બિઝનેસ
મેનેજમેન્ટમાં મહત્ત્વનું યોગદાન આપે છે. વર્ષે પાંચ લાખથી વધુ શરૂઆતની સેલેરી
મળતી હોય છે. આ ક્ષેત્રમાં મહિલા અને પુરુષ બંને માટે સમાન તકો રહેલી છે. મોટી
હોટલો ફાઈવ સ્ટાર હોટલો,
સેવન સ્ટાર હોટલો તેમજ રિસોર્ટ અને નાના મોટા
રેસ્ટોરન્ટ તથા હોટેલ્સમાં સરળતાથી રોજગારી પ્રાપ્ત થાય છે. હોટલ ટુરિઝમ ક્ષેત્રે
રોજગારી મેળવનાર વ્યક્તિ ચૂસ્ત, દુરસ્ત, તંદુરસ્ત તેમજ પ્રફુલ્લિત રહે છે. કેમ કે રોજ નવા
નવા વ્યક્તિ સાથેના સંપર્કથી કૌશલ્યની કદર મેળવી શકે છે.
હોટલ મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ:
આપણે ધંધાકીય કારણોસર નોકરી અર્થે રજાઓ માણવા કે
બીજા કોઈ કારણોસર ઘરથી દૂર રહેવાનું થાય ત્યારે મોટાભાગે આપણે હોટલમાં રહેવું પડે.
હોટલને એક વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાયિક કારણોસર મિટિંગ્સ, કોન્ફરન્સનું આયોજન તથા હવે લગ્ન પ્રસંગ, રિસેપ્શન સમારંભ પણ હોટલમાં થાય છે. મનોરંજન ને
ખાણી-પીણી માટે પણ આપણે હોટલમાં જ જઈએ છીએ.
હોટલ મેનેજમેન્ટ એ બહુ વિશાળ શબ્દ છે. હોટલમાં
ફ્રન્ટ ઓફિસમાં બધી જ પ્રવૃત્તિઓનું કેન્દ્ર કહી શકાય. અહી બુકિંગનો રેકોર્ડસ
રાખવામાં આવે છે. સામાન્ય માહિતી પૂરી પાડવામાં આવે છે. મુલાકાતીઓના આગમનથી લઈને
ફૂડ અને બેવરેજ ડિપાર્ટમેન્ટમાં નામ પ્રમાણે રસોડાની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળે છે.
હાઉસકીપીંગ એ હોટલના રૂમોની વ્યવસ્થા, ચોખ્ખાઈ,દેખાવ સુવિધા ઈત્યાદિની સંભાળ રાખે છે. રૂમ સર્વિસની
કાળજી પણ લે છે. આ ઉપરાંત હોટલમાં એકાઉન્ટસ, સિક્યોરીટી, મેઈન્ટેનન્સ ઈત્યાદિ વિભાગો પણ કાર્યરત હોય છે.
• રોજગારની તકો :
ભારતમાં ટૂરિઝમ ક્ષેત્રે અઢળક રોજગારીની તકોનું
નિર્માણ થયું છે. જે નીચે મુજબ મેળવી શકાય. એરલાઇન્સ, રેલવે, કાર
રેન્ટલસ એન્ડ કોચીસ,
રેલવે રિઝર્વેશન, પેકેજર્સ, કુરિયર
સર્વિસીસ, પાસપોર્ટ વિઝા અને અન્ય આનુષંગિક સેવાઓ, ટ્રાવેલ એજન્ટ, ટૂર
ઓપરેટર, ટૂરિસ્ટ ઓફિસર તરીકે રોજગારીની તકો રહેલી છે.
ધો.૧૨ પાસ પછીના વિદ્યાર્થીઓ માટે ટૂરિઝમ
એડમિનિસ્ટ્રેશન આશીર્વાદરૂપ નીવડી શકે છે. વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ તથા એક-એકથી
ચઢિયાતા પ્રવાસન કેન્દ્રો હોવાથી હાલમાં પ્રવાસન ક્ષેત્રે ભારત તરફ પ્રવાસીઓની
અવર-જવરમાં વૃદ્ધિ થઇ રહી છે. સ્નાતક થયેલ ઉમેદવારો “માસ્ટર ઓફ ટૂરિઝમ એડમિનિસ્ટ્રેશન” (M.T.A.) કોર્સ કરી શકે છે.
પ્રવાસન ક્ષેત્રનું મહત્ત્વ હવે સર્વસ્વીકૃત બન્યું
હોવાથી અર્થતંત્રમાં તેનું યોગદાન વધવા લાગ્યું છે. આજે વિશ્વના દરેક દેશ પ્રવાસના
ઉદ્યોગને મહત્ત્વ આપવા લાગ્યો છે. જેને કારણે પ્રવાસન ક્ષેત્રે માનવ શ્રમનું આયોજન
કરી તેમને શિક્ષણ તાલીમ દ્વારા સુસજજ બનાવવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે.
ભારતભરમાં વિવિધ યુનિ.માં ટુરિઝમને લગતા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ
છે.
|
ક્રમ
|
યુનિ.નું નામ
|
કોર્સ
|
વેબસાઈટ
|
|
૧
|
દિલ્હી યુનિ.
|
B.A.
(ટૂરિઝમ)
|
www.du.ac.in
|
|
૨
|
I.I.T.T.M વાલિયર
|
PG.
ડિપ્લોમા
|
www.iittm.rog
|
|
૩
|
બનારસ હિન્દી
યુનિ. વારાણસી,
યુ.પી.
|
M.
A ટુરિઝમ (૨ વર્ષ)
|
www.bhu.ac.in
|
|
૪
|
બેંગ્લોર
યુનિ., કર્નાટક
|
MTA
(ર વર્ષ) MTA (પવર્ષ)
|
www.bub.ernet.in
|
|
૫
|
મંગલોર યુનિ., કર્નાટક
|
M.B.A (ટૂરિઝમ)
|
www.mangalroeuniversity.ac.in
|
|
૬
|
લખનૌ યુનિ.
લખનૌ
|
MTA, PG. ડિપ્લોમા
|
www.lkouniv.ac.in
|
|
૭
|
મરાઠવાડા
યુનિ., ઔરંગાબાદ મહારાષ્ટ્ર,
|
MTA
(૨ વર્ષ) PG ડિપ્લોમા
|
www.bamu.net
|
ડિગ્રી ઇન હોટલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટ (BHTM)
સંસ્થાનું નામ : ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ
સરનામું : ભાઈજીપુરા, કુડાસણ (અડાલજ)
ગાંધીનગર
ફોન નંબર : (૦૭૯) ૨૩૨ ૭૬૬૫૭
વેબસાઈટ : www.nchmctrog
ફેક્સ નંબર : (૦૭૯) ૨૩૨૭૬૬૫૬
શૈક્ષણિક લાયકાત : અંગ્રેજી વિષય સાથે ધો. ૧૨ પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ
હોવી જોઈએ .
સંસ્થાનું નામ : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ
સરનામું : આઈ. આઈ. એચ.એમ., પ્લોટ નંબર ૪૪, વાત્રક પોલિટેકનિક કોલેજ પછી, ગણપતિ મંદિર, શાસ્ત્રી
નગર, રેલવે સ્ટેશન પાસે વસઈ, (વેસ્ટ) જિલ્લો- પાલઘર (મહારાષ્ટ્ર)
વેબસાઈટ : www.nihm.co.in
ઈ-મેઈલ : info
alihm.co.in / bci.2007@rediffmail.com
ફોન નંબર : ૦૨ ૫૦ ૨૩૩૦૭૭ / ૨૩૪૭૮૩3 / ૮૫૫૪૦૨૨૫૫૫ / ૯૦૧ ૧૪૧૩૪૪૭
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ સંસ્થામાં નીચે મુજબ
કોર્સ ઉપલબ્ધ છે.
ડિગ્રી કોર્સ :
•B.Sc in Hospitality & Tourism Studies
• B.Sc in Hospitality Studies
ડિપ્લોમા એન્ડ સર્ટિફિકેટ કોર્સ:
• Hotel Operations (2 year)
• Hotel Management & Tourism Studies
• Cookery, Bakery & Confectionary
• Food & Beverage Production / Service
• Front Office Management
• House Keeping Management
ઉપરોક્ત સંસ્થામાં હોસ્ટેલની પણ સગવડ છે. ગમે તે
પ્રવાહના વિદ્યાર્થીઓ ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરી શકે છે. ત્રણ કલાકની પ્રવેશ
પરીક્ષા એપ્રિલ અંતમાં લેવાય છે. સેમેસ્ટર સિસ્ટમ છે. પ્રેક્ટિકલ પણ લેવાય છે.
અન્ય સંસ્થાઓ પણ છે જે આ પ્રમાણેના કોર્સ ચલાવે છે. જે નીચે મુજબ છે.
- એશિયા
પેસિફિક ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટ
- એશિયા પેસિફિક હાઉસ ઉસ્માનપુરા પાણીની ટાંકી પાસે, ઉસ્માનપુરા અમદાવાદ.
- એલ
ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ કેમ્પસનવરંગપુરા અમદાવાદ
- કોલેજ
ઓફ હોસ્પિટાલિટી એન્ડ ટૂરિઝમ (CHNT)
– રાય
યુનિવર્સિટી સરોડા,
તા.ધોળકા, અમદાવાદ,
- વિવેકાનંદ
ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટ
– બોધીગ્રામ ને. હા. નં. ૮-બી કુવાડવા રોડ કુચીયાદળ રાજકોટ.
- એડમિશન
કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ
વેબસાઈટ www.jacpcidce.ac.in
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નેશનલ
કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેક્નોલૉજી (NCHMCT)ની સ્થાપના આ વ્યવસાય માટે વ્યવસાયિકોને તાલીમ આપવા
કરવામાં આવી છે. આ (NCHMCT)
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ. સાથે મળીને એક
સંયુક્ત પ્રવેશ પરીક્ષા લે છે. આ JEE દ્વારા
ત્રણ વર્ષના બેચલર ઓફ સાયન્સ ઇન હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશનના કોર્સમાં
પ્રવેશ મળે છે. આ અભ્યાસક્રમ અમદાવાદ, બેંગ્લોર, મુંબઈ, દિલ્હી, ગોવા, જયપુર, સહિત ચોવીસ જેટલા સ્થળોએ ગવર્મેન્ટ સ્પોન્સર્ડ હોટલ
મેનેજમેન્ટ સંસ્થાઓમાં ચાલે છે.
ટૂરિઝમ એટલે જનમાનસમાં પ્રવર્તતી સામાન્ય છાપ મુજબ પ્રવાસન, પર્યટન, રોમાંચક
મુસાફરી, ખાણી-પીણી, રાત્રી
રોકાણ, સાઈટ - સીઈંગ વગેરે વગેરે. પરંતુ હકીકતમાં ટૂરિઝમ
ઇન્ડસ્ટ્રિઝમાં અનેકવિધ ફિલ્ડમાં કારકિર્દીની એક-એકથી ચઢિયાતી તકો છે. ટૂરિઝમનું
ફલક આજે ખૂબજ વિસ્તૃત બની ચૂકયું છે. આ ક્ષેત્રમાં તાલીમ પામેલા કુશળ વ્યવસાયિકો
માટે અગણિત તકો છે.
ટિપ્પણી પોસ્ટ કરો