વિજ્ઞાનપ્રવાહ
– B ગ્રૂપ
![]() |
| B Group |
- પેરા મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી
વિજ્ઞાનપ્રવાહ (“B'ગ્રૂપ)માં અભ્યાસ કરતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ તેમજ
તેઓના માતા-પિતાનું મહદ્અંશે સ્વપ્ન ડૉકટર કે અન્ય મેડિકલ - પેરા મેડિકલ
ક્ષેત્રોમાં જવાનું હોય છે. વિદ્યાર્થી જગતમાં વર્ષોથી મેડિકલ તેમજ પેરા મેડિકલ
ફિલ્ડ પ્રત્યેકનું આકર્ષણ જોવા મળે છે. મેડિકલ તેમજ પેરા મેડિકલ ફિલ્ડમાં ઊંચી
ટકાવારીને આધારે પ્રવેશ ચોક્કસ મળી શકે, પરંતુ
તેમાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીમાં તે અંગેની સમજ, જરૂરી ગુણો, કૌશલ્યોરૂપી
એપ્ટિટયૂડ હોવો જરૂરી છે. આથી વિદ્યાર્થીમાં વિજ્ઞાન પ્રવાહ - “B' ગ્રુપની પસંદગી માટે જરૂરી ક્ષમતા - કૌશલ્યોથી શરૂ
કરીને મેડિકલ તેમજ પેરા મેડિકલના વિવિધ ફિલ્ડમાં પ્રવેશ મેળવવા માટે કયા પ્રકારની
ક્ષમતા હોવી જરૂરી છે,
તેની વિગતવાર ચર્ચા કરીશું. કારણ કે વિદ્યાર્થી
સારી શૈક્ષણિક ટકાવારીને આધારે આવા ક્ષેત્રોમાં પ્રવેશ તો મેળવી લે છે, પરંતુ રસ, આવડત, સમજ, કૌશલ્યના
અભાવે તે આવા ક્ષેત્રોમાં સારી કારકિર્દી બનાવી શકતો નથી.
- 'B' ગ્રૂપની પસંદગી:
સામાન્ય રીતે ગણિત કરતા વિજ્ઞાન વિષયમાં વધુ રસ ધરાવનારા વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં “B” ગ્રૂપની પસંદગી કરતા હોય છે. આમ છતાંયે આવા
વિદ્યાર્થીઓનું ગણિત સારું હોય તે જરૂરી છે.
આ લાયકાત ધરાવનાર વિદ્યાર્થી વિજ્ઞાનપ્રવાહ B' ગ્રૂપની પસંદગી કરી લે, ત્યારબાદ ધોરણ-૧૨ { HSC વિજ્ઞાનપ્રવાહ “B' ગ્રૂપ સાથે પાસ કર્યા બાદ તેઓની સમક્ષ ઘણા વિકલ્પો ઉદ્દભવે છે, તેમાંથી કેટલાંક મુખ્ય વિકલ્પો પૈકી ક્યા વિકલ્પની
પસંદગી કેવા વિદ્યાર્થીઓએ કરવી જોઈએ. તેની ચર્ચા નીચે કરી છે.
- ફાર્મસી:
જે વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી વિષય ગમતો હોય, તેમજ આ વિષય તેઓનો મજબૂત
હોય,
તેવા વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ “B' ગ્રુપ બાદ ‘ફાર્મસી'નો વિકલ્પ પસંદ કરી શકે. અહીં વિદ્યાર્થીને કેમિકલ
રિ-એકશનમાં રસ હોય,
તે ઇચ્છનીય છે. ફાર્મસીને કારકિર્દીના ફિલ્ડ
તરીકે પસંદ કરવું હોય,
તો ધોરણ-૧૨ સાયન્સ B ગ્રૂપ પાસ
કર્યા બાદ,
B.Pharm(૪ વર્ષ) + DPharm (૨
વર્ષ)ના અભ્યાસક્રમ પસંદ કરી શકાય. ફાર્મસીમાં ડિપ્લોમા કર્યા બાદ ડિગ્રી તેમજ
ડિગ્રી બાદ પોસ્ટ ગ્રેજયુએટ (M.Pharm) કરી
શકાય. ફાર્મસીના કરિયર ફિલ્ડમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ (M.R), ફાર્માસિસ્ટ, એનાલિસ્ટ, રિસર્ચર વગેરે જેવા રોજગારીના સ્રોતની ઉપલબ્ધિ છે.
- નર્સિંગ:
ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ “B' ગ્રૂપ
પાસ કર્યા બાદ નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા તરફ ઝોક વધી રહ્યો છે. જેઓ હ્યુમન
બોડીને પ્રાથમિક કક્ષાએ જ સમજવા ઇચ્છુક હોય, તેમજ
બીજાની આગેવાની હેઠળ કાર્ય કરવા તૈયાર હોય તેઓ નર્સિંગના કારકિર્દીના ક્ષેત્રને
પસંદ કરી શકે. આ માટે લોકોની સેવા કરવાનો સ્વભાવ હોય, તે જરૂરી છે. ખાસ કરીને ભવિષ્યમાં વિદેશમાં જવા
ઇચ્છુકો માટે નર્સિંગ ફિલ્ડની પસંદગીએ એક આદર્શ વિકલ્પ બની શકે છે. નર્સિંગની
કારકિર્દીમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ B.Sc.નસિંગ (૪ વર્ષ) કે GNN - General Nursing Midwifery (૩.૫ વર્ષ) કે ANM - Auxiliary Nurses Midwives (૨ વર્ષ)ની પસંદગી કરી શકે. છેલ્લાં કેટલાંક વર્ષોથી
મુખ્યત્વે સ્ત્રીઓનાં ગણાતાં આ ફિલ્ડમાં પુરૂષ સ્ટાફની માંગ અને કમાણી વધી રહી છે.
- વેટરનરી સાયન્સ:
પશુ-પંખીઓની સારવાર કરવા ઇચ્છુકો, પ્રકૃતિ
પ્રેમી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી બનાવવાનો આ એક આદર્શ વિકલ્પ છે. વર્તમાનયુગમાં
મોટા શહેરોના નામાંકિત વેટરનરી ડૉકટરોની કમાણી માણસોની સારવાર કરનાર ફિઝિશિયન તેમજ
સર્જનની કમાણી કરતાં વધુ હોય છે. ભવિષ્યમાં વિદેશ જઈને ત્યાં સ્થાયી થવા ઇચ્છુક
વિદ્યાર્થીઓએ આ ફિલ્ડની પસંદગી કરવી જોઈએ. આ માટે B.V.Sc. - Bachelor of Veterniary Science
(૫.૫ વર્ષ) ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી લેવો
જોઈએ.
- વિવિધ પેરામેડિકલઃ
સતત નવું જાણવાની ઇચ્છા ધરાવનારા નિયમિત રીતે કલાકો સુધી અભ્યાસ કરી શકે
તેવા, ઝડપી નિર્ણય શક્તિ ધરાવનાર વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી
માટે નીચે મુજબ મેડિકલ ફિલ્ડની પસંદગી કરી શકે છે.
મેડિકલ ફિલ્ડમાં પણ હોમિયોપેથી, નેચરોપેથી, આયુર્વેદ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, વેટરનરી
જેવી અનેક શાખાઓ હોવાથી,
તેમાં પણ પ્રવેશ માટે જરૂરી ટકાવારી ઉપરાંત
ખાસ પ્રકારે ક્ષમતા,
રસ, ગુણો
હોવા જોઈએ તેની પણ ચર્ચા કરી લઈએ.
• અન્ય પેરામેડિકલ અભ્યાસક્રમો પદવી પ્રમાણપત્ર:
|
ક્રમ
|
અભ્યાસક્રમનું નામ
|
મુદત
|
|
૧.
|
B.A.S.L.P. (બેચલર
ઓફ ઓડિઓલોજી એન્ડ સ્પીચ લેંગ્વજ પેથોલોજી)
|
૩ વર્ષ
|
|
૨.
|
B.E.M.S. (બેચલર ઓફ ઈલેકટ્રોહોમિઓપેથી મેડિસીન એન્ડ સર્જરી)
|
૪ વર્ષ
|
|
૩.
|
B.AP (બેચલર ઓફ આયુર્વેદિક ફાર્મસી)
|
૪ વર્ષ
|
|
૪.
|
B.U.M.S. (બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી)
|
પ.૫ વર્ષ
|
|
૫.
|
B.M LT. (બેચલર ઓફ મેડિકલ લેબ ટૅક્નૉલૉજી)
|
૩ વર્ષ
|
|
૬.
|
DMLT. (ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટૅક્નૉલૉજી)
|
૨ વર્ષ
|
|
૭.
|
B.Optom (બેચલર ઓફ ઓપ્ટોમેટી)
|
૨ વર્ષ
|
|
૮.
|
B.R.I.T. (બેચલર ઓફ રેડિયો-ડાયગ્નોસીસ એન્ડ ઈમેજિંગ ટૅક્નૉલૉજી)
|
૩ વર્ષ
|
|
૯.
|
B.O.T. (બેચલર ઓફ ઓકયુપેશનલ થેરાપી)
|
૪ વર્ષ
|
|
૧૦.
|
B.P. & O, (બેચલર ઓફ પ્રોસ્થેટીકસ એન્ડ ઓર્થોટીકસ)
|
૪ વર્ષ
|
|
૧૧.
|
B.M.R (બેચલર ઓફ મેન્ટલ રીહેબિલિટેશન)
|
૪ વર્ષ
|
|
૧૨.
|
B.S.C.H. (બેચલર ઓફ સ્પીચ, લેંગ્યે એજ એન્ડ હીઅરીંગ)
|
-
|
|
૧૩.
|
B.R.T. (બેચલર ઈન રિહેબિલિટેશન થેરાપી)
|
૪ વર્ષ
|
|
૧૪.
|
B.A.S.M. (બેચલર ઓફ ઓલ્ટરનેટિવ સીસ્ટમ ઓફ મેડિસિન)
|
૨ વર્ષ
|
|
૧૫.
|
R.A. (રેડિઓલોજી
ડાયગ્નોસિસ એન્ડ થેરાપી)
|
૧ વર્ષ
|
|
૧૬.
|
R.D. & T. (રેડિઓલોજી ડાયગ્નોસીસ એન્ડ થેરાપી)
|
૨ વર્ષ
|
પેરામેડિકલના આ વિવિધ અભ્યાસમાં પ્રવેશ માટેની ક્ષમતા હોવી જરૂરી છે. સાથોસાથ
તેમના માટે રોજગારી સ્રોત સરકાર, ખાનગી કે
ઉદ્યોગક્ષેત્રમાં વિવિધ જગ્યાઓ ઉપર પ્રાપ્ય થાય છે. અને સ્વરોજગારી અભિગમના
અભ્યાસક્રમો પણ છે. મેડિકલની સાથોસાથ પેરામેડિકલનો વિકાસ થતો હોય અને રોજગારી
વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય છે.
- હોમિયોપેથી:
જેઓ બીમાર વ્યકિતને ડોઝ આપીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઇચ્છુક હોય, તેવા વિદ્યાર્થીઓએ હોમિયોપેથીના ફિલ્ડને પસંદ કરવું
જોઈએ. વળી એલર્જી રોગોની સારવાર કરવામાં રસ ધરાવનારા વિદ્યાર્થીઓ માટે પણ
હોમિયોપેથીનું કારકિર્દીનું ક્ષેત્ર એક આદર્શ વિકલ્પ બની શકે છે.
હોમિયોપેથીએ મૂળ જર્મનીનું વિજ્ઞાન છે, જેને
કેટલાક નિષ્ણાતો એલોપેથી અને આયુર્વેદની વચ્ચેની થેરાપી તરીકે ઓળખે છે.
હોમિયોપેથીમાં કારકિર્દી બનાવવા માટે BHMS (બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી)નો ૫.૫ વર્ષનો અભ્યાસક્રમ પસંદ
કરી શકાય.
- નેચરોપેથી:
જેઓ બીમાર વ્યક્તિના શરીરની અંદરને બદલે બહારથી ટ્રીટમેન્ટ (કસરત, આહાર વગેરે) કરવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ
નેચરોપેથીનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેઓને ન્યુટ્રિશિન, બ્યુટીફિકેશનમાં રસ હોવો જરૂરી છે. નેચરોપેથીમાં
કારકિર્દી બનાવવા માટે BNHS
(બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ) નો ૪.૫
વર્ષ - ૧ વર્ષની ઈન્ટર્નશીપ ધરાવતો અભ્યાસક્રમ પસંદ કરી શકાય.
- આયુર્વેદ:
આયુર્વેદમાં રસ ધરાવનારા વિદ્યાર્થીઓ પાસે સંસ્કૃતનું બેઝિક જ્ઞાન હોવું
જરૂરી છે. દવાની સાઈડ ઈફેકટને ધ્યાનમાં રાખીને રોગની તાત્કાલીક નહીં, પરંતુ કાયમી સારવાર કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ
આયુર્વેદમાં કારકિર્દી બનાવી શકે. જો કે તેમાં વિદ્યાર્થીને નેચરલ સાયન્સ - વૃક્ષો, ફળ, ફૂલ વગેરેમાં રસ
હોવાની પૂર્વશરત પણ રહેલી છે. આયુર્વેદિક સારવારના પરિણામ માટે ધીરજનો ગુણ હોવો
જરૂરી છે. આયુર્વેદમાં કારકિર્દી બનાવવા માટે BAMS (બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી) નો ૪.૫ વર્ષ - ૧ વર્ષની
ઈન્ટર્નશીપ ધરાવતો અભ્યાસક્રમ પસંદ કરી શકાય.
- ડેન્ટલ:
જે વિદ્યાર્થીઓ મેડિકલના જનરલ વિષયો ભણવાને બદલે એક જ સિસ્ટમમાં કારકિર્દી
બનાવવા ઇચ્છુક હોય,
તેમણે ‘ડેન્ટલ' ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી જોઈએ. હાલના સમયમાં
થોડેન્ટિસ્ટ (વાંકાચૂંકા દાંતની સારવાર કરનાર ડૉકટર)ની ડિમાન્ડ વધેલી છે.
ડેન્ટલમાં કારકિર્દી બનાવવા માટે BDS (બેચલર ઓફ ડેન્ટલ સર્જરી)નો ૪ વર્ષ + ૧ વર્ષની ઈન્ટર્નશીપ ધરાવતો અભ્યાસક્રમ
પસંદ કરી શકાય.
- ફિઝિયોથેરાપી:
સ્પોર્ટસ,
એકસરસાઈઝ વગેરેમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ
ફિઝિયોથેરાપીને કારકિર્દીના ક્ષેત્ર તરીકે પસંદ કરી શકે છે. આવા વિદ્યાર્થીઓમાં
ફિટનેસ જાળવવામાં રસ તેમજ સેવા કરવાની ઇચ્છા હોવી જરૂરી છે. મહેનતુ વિદ્યાર્થી આ
પ્રકારનો અભ્યાસક્રમ પસંદ કરી શકે. ફિઝિયોથેરાપીમાં કારકિર્દી બનાવવા માટે BPT (બેચલર ઓફ ફિઝીયોથેરાપી)નો ૪.૫ વર્ષનો અભ્યાસક્રમ
પસંદ કરી શકાય. આ તમામ અભ્યાસ સુવિધા ગુજરાતમાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો