ગ્રાફિક ડિઝાઈનમાં કારકિર્દી

graphic design
graphic design

ગુજરાતની પોલીસ માટેના વસ્ત્ર પરિધાન)ની ડિઝાઈન, રેલવેના ડબ્બાનીડિઝાઈન, રેલવે એન્જિનનું મોડલ અને એનિમેશન તેમજ ફિલ્મક્ષેત્રે જુદી જુદી પ્રવૃત્તિઓમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન મહત્વનું સ્થાન ધરાવે છે. ફેશન ટેક્નોલૉજીના ક્ષેત્રે ભારતમાં અતિ આધુનિક ગણી શકાય તેવા અભ્યાસક્રમોની સવલતો પ્રાપ્ત છે જેમાં મુખ્યત્વે NID. અને N.IFT. ગણાય છે.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે તેનાં અભ્યાસક્રમો વિશે માહિતી મેળવીએ આ સંસ્થાના બધા અભ્યાસક્રમો અંગ્રેજી માધ્યમમાં છે.
અમદાવાદ પાલડી પાસે સરદાર પુલ નજીક NID. આવેલી છે. ઇન્ડસ્ટ્રિયલ કોમ્યુનિકેશન ટેક્સટાઈલ અને આઈ.ટી. ડિઝાઈન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલ શૈક્ષણિક અને રિસર્ચ સંસ્થા છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા હેઠળ ચાલતી સ્વતંત્ર સંસ્થા છે.

ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમ :
ધો.૧૨ કોઈપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે પાસ કર્યા પછીનો છે. જેમાં ૬૦ સીટ છે. તે GD.PD. નામે જાણીતો છે. જયારે પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા પ્રોગ્રામિંગ ડિઝાઈન GDPD, સ્નાતક પછીનો છે. તેમાં ૧૭૫ સીટ છે.

A. ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામિંગ ડિઝાઈન:
આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ૧૦+રની હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરનાર કોઈપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે ચાલુ વર્ષે પરીક્ષામાં બેસનાર હોય, પરિણામ બાકી હોય તેઓ પણ અરજી કરી શકે છે. રર વર્ષની વયમર્યાદા ધરાવનારને પ્રવેશ મળે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૩ વર્ષની છૂટ મળે છે. અભ્યાસક્રમની મુદત ૪ વર્ષની છે. અભ્યાસક્રમનાં ક્ષેત્રો નીચે મુજબ છે.
૧) કોમ્યુનિકેશન ડિઝાઈન
    ગ્રાફિક ડિઝાઈન
    એનિમેશન ફિલ્મ ડિઝાઈન
    ફિલ્મ અને વીડિયો કોમ્યુનિકેશન
    એકિઝબિશન ડિઝાઈન
૨) ટેકસટાઈલ અને એપરલ ડિઝાઈન                                             
૩) ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઈન
   પ્રોડકટ ડિઝાઈન
   ફર્નિચર ડિઝાઈન
   સિરામિક અને ગ્લાસ ડિઝાઈન

B. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ ઈન ડિઝાઈન:
આ અભ્યાસક્રમમાં કોઈ પણ શાખામાં સ્નાતક પછી કે તેની સમકક્ષ લાયકાતવાળા વિદ્યાર્થીઓ કે જેમણે માગ્યા મુજબનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેને પ્રવેશ મળે છે. અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો સમયગાળો બે થી અઢી વર્ષનો હોય છે. આમાં નિપૂણતા મેળવવા માટે નીચે મુજબનાં ક્ષેત્ર છે.

ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈનઃ
ક્રમ
અભ્યાસક્રમનું નામ
લાયકાત
૧.
પ્રોડકટ ડિઝાઈન (અમદાવાદ)
બી.ટેક., બી.ઈ. (મિકેનિકલ), મીકાટ્રોનિક, બી.આર્ક
૨.
ફર્નિચર ડિઝાઈન (અમદાવાદ)
બી.ટેક., બી.ઈ. સિવિલ
૩.
સિરામિક અને ગ્લાસ ડિઝાઈન(અમદાવાદ)
બી.આર્ક, બી.એફ.એસ. સિરામિક એન્ડ ગ્લાસ ટૅકનૉલૉજી,
સિરામિક અને ગ્લાસ સંબંધિત ક્ષેત્રમાં
૪.
ટોય ડિઝાઈન એન્ડ ડેવલોપમેન્ટ (ગાંધીનગર)
બી.ટેક, બી.ઈ., બી.સી.એ. બી.આઈ.ટી., બી.આર્ક, ઈન્ટિરિઅર ડેવલોપમેન્ટી થેરપી અથવા ઉપરનાં ક્ષેત્રમાં
સ્નાતક સાથેનો અનુભવ.
૫.
ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઓટોમોબાઈલ ડિઝાઈન
બી.ટેક,બી.ઈ. (ઓટોમોબાઈલ) મિકેનિકલ, મીકાટ્રોનિક, બી.આઈ. (ડિઝાઈન સ્કૂલ ઈન ઈન્ડિયા)

આઈ.ટી.આઈ. ડિઝાઈન અન્ય ડિઝાઈનઃ
ક્રમ
અભ્યાસક્રમનું નામ
લાયકાત
૧.
ન્યુ મીડિયા ડિઝાઈન (ગાંધીનગર)
બી.એફ.એ. એપ્લાયડ આર્ટ્સ, બી.ટેક, બી.આઈ.ટી.,  .આર્ક, વિઝયુઅલ કોમ્યુનિકેશન, માસ મીડિયા, બી.એસ.સી. (કોમ્યુટર સાયન્સ), બી.સી.એ.
ર.
ઈન્ફર્મેશન ડિઝાઈન (બેંગ્લોર)

૩.
ઈન્ટરએકશન ડિઝાઈન (બેંગ્લોર)

૪.
યુનિવર્સલ ડિઝાઈન (બેંગ્લોર)

૫.
ડિજિટલ ગેઈમ ડિઝાઈન (બેંગ્લોર)

૬.
ઈન્ફર્મેશન એન્ડ (ડિજિટલ ડિઝાઈન (બેંગ્લોર)
બી.એફ એ એપ્લાઈડ આર્ટ્સ, બી.ટેક.,બી.આઈ.ટી., બીઆર્ક, વિઝયુઅલ કોમ્યુનિકેશન પેઈન્ટિંગ, માસ મીડિયા, બી.ઈ., બી.એસ.સી. (કોમ્યુટર સાયન્સ) , બી.આર્ક.

ટેકસટાઈલ એપરલ એન્ડ એસેસરીઝ ડિઝાઈન :
ક્રમ
અભ્યાસક્રમનું નામ
લાયકાત
૧.
ટેક્સટાઈલ ડિઝાઈન (અમદાવાદ)
બી.એફ.એ. એપ્લાયડ આર્ટ્સ ટેકસટાઈલ હેન્ડલૂમ ટૅક્નૉલૉજી, ટેકસટાઈલ નીટ વેર, ફેશન ડિઝાઈન, હોમ સાયન્સ ટેકસટાઈલ અને કલોથિંગ સાથે.
૨.
એપરલ ડિઝાઈન (ગાંધીનગર)
બી.એફ.એ. એપ્લાયડ આર્ટ્સટેકસટાઈલ હેન્ડલૂમટૅકનૉલૉજી, ટેકસટાઈલ નીટ વેર, ફેશન ડિઝાઈન, હોમ સાયન્સ ટેકસટાઈલ એ કલોથિંગ સાથે.
૩.
લાઈફ સ્ટાઈલ એસેસરીઝ ડિઝાઈનીંગ (ગાંધીનગર)
બી.એફ. એ. એપ્લાયડ આર્ટ્સ, ડિઝાઈન, બી.આર્ક,  ઈન્ટિરિઅર ડિઝાઈન, એસેસરિઝ ડિઝાઈન અને સંબંધિત શાખામાં ટેકસટાઈલ એન્જિનિયરીંગ


કોમ્યુનિકેશન ડિઝાઈન :
ક્રમ
અભ્યાસક્રમનું નામ
લાયકાત
૧.
ગ્રાફિક ડિઝાઈન (અમદાવાદ)
બી.એફ.એ. એપ્લાયડ આર્ટ્સ, બી.આર્ક., ઈન્ટિરિઅર ડિઝાઈનના અનુભવ સાથે સ્નાતક
૨.
એનિમેશન ફિલ્મ ડિઝાઈન(અમદાવાદ)
બી.એફ.એ.એપ્લાયડ આર્ટસ, ડિઝાઈન બી.આર્ક, કોમ્યુનિકેશન મિડિયા, ફિલ્મ એન્ડ ટી.વી. માસ મીડિયા એનિમેશન
૩.
ફિલ્મ એન્ડ વીડિયો કોમ્યુનિકેશન (અમદાવાદ)
હ્યુમિનિટીઝ આર્ટસ, વિઝયુઅલ કોમ્યુનિકેશન, માસ મિડીયા અથવા કોઈપણ શાખામાં સ્નાતક કામના અનુભવ સાથે
૪.
ફોટોગ્રાફી ડિઝાઈન (ગાંધીનગર)


વધુ માહિતી માટે સંસ્થાનો અને વેબસાઈટનો સંપર્ક કરવો (web : www.nid.edu.)
સંસ્થાનું સરનામું નીચે મુજબ છે.
(૧) National Institute of Design
પાલડી, અમદાવાદ- ૩૮૦૦૦૭. ફોન.(૯૧) ૭૯૨૬૬ ૨૯૫00/ (૦૭૯) ૨૬૬૨૯૬૦) ફેકસ. +૯૧ ૭૯૨૬૬૨૧૧૬૭
(૨) National Institute of Design ઘ-૦, એકસટેંશન રોડ, ઈન્ફોસિટી નજીક, ગાંધીનગર. ફોન. (૯૧) ૭૯૨૩૨૬૫૫૦૦ ફેકસ +૯૧ ૭૯૨૩૨૪૪૫૧૮
(૩) National Institute of Design 12, H.M.T. Link Road, Off Tumkur Road, Bengaluru Phone : +80-23373006 Fax : + 80-23373086.
કેમ્પસ ઈન્ટરવ્યુ મારફત તેમજ જુદાં જુદાં ઈલેકટ્રોનિક પ્રિન્ટ મીડિયાના માધ્યમથી N.I.D.ના તાલીમાર્થીઓને ઉચ્ચ પગારે નોકરીએ સ્થાન આપે છે.
આવી જ એક બીજી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા N.I.R.T. વિશે જાણકારી મેળવીએ ફેશન ડિઝાઈન અને ફેશન એજ્યુકેશનમાં વિશ્વ કક્ષાએ જાણીતી ટોપટેન ઇન્સ્ટિટયૂટમાં ભારતની N.I.R.T.નું નામ છે.
N.I.R.T. એક્ટ ૨૦૦૬ કાયદો પાર્લામેટમાં પસાર થઈ ગયો છે. એપ્રિલ ૨૦૦૭ થી N.I.F.T. વિશ્વની સૌથી પ્રથમ અને એકમાત્ર ફેશન એજયુકેશનની પ્રીમિયમ ઇન્સ્ટિટયૂટ બની ગઈ છે કે જે પોતે પોતાના વિદ્યાર્થીને બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી અને પીએચ.ડી.ની ડિગ્રી આપી શકે છે. કોઈપણ વિષય સાથે ધોરણ ૧૨ પાસને નિફટના બેચલર ડિગ્રી કોર્સમાં એડમિશન મળે છે. એવી જ રીતે કોઈપણ વિષય સાથે બેચલર ડિગ્રી ધરાવતા હોય તો તેમને N.I.R.T.ના માસ્ટર ડિગ્રી કોર્સમાં પ્રવેશ મળે છે. ફેશન ડિઝાઈન ક્ષેત્રમાં N.I.R.T.ની ડિગ્રીનું મહત્વ ઈન્ટરનેશનલ લેવલે ઘણું સારું છે.  

એડમિશન માટે પ્રવેશ પ્રક્રિયા
નિફ્ટના બેચલર ડિગ્રી કોર્સ તેમજ માસ્ટર ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. તે ૩ર શહેરમાં લેવાય છે. ઉમેદવાર કોઈપણ કેન્દ્ર પસંદ કરી શકે છે. પરીક્ષા પાસ કર્યા બાદ મેરિટના આધારે પ્રવેશ મળે છે. પ્રવેશ અંગેની જાહેરાત જાણીતા સમાચારપત્રોમાં લગભગ નવેમ્બર મહિનામાં આવે છે. ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે. વધુમાં વધુ ઉંમર ૨૩ વર્ષની છે. એસ.સી.,એસ.ટી. અને વિકલાંગને પ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. આ બધા જ કોર્સ અંગ્રેજી માધ્યમમાં હોય છે. આ અંગેની વધુ જાણકારી માટે વેબસાઈટ અને સંસ્થાઓની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી શકો છો.
વેબસાઈટ : www.nift.ac.in

NIFT ના ડિગ્રી અભ્યાસક્રમો
NIFTના ધોરણ ૧૨ પછીના
બેચલર ઓફ ડિઝાઈનના ચાર વર્ષનો કુલટાઈમ કોર્સઃ
બેચલર ડિગ્રી પછીના બે વર્ષનો ફુલટાઈમ માસ્ટર ઓફ ડિઝાઈન તેમજ માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ કોર્સ ચાલે છે.

બેચલર ઓફ ડિઝાઈનના કોર્સ: ધો.૧૨ કોઈપણ વિષય સાથે પ્રાપ્ત કર્યા પછી પ્રવેશ મળી શકે તેવા નિર્ટના બેચલર ઓફ ડિઝાઈનના કોર્સ નીચે પ્રમાણે

ફેશન ડિઝાઈન : કેમ્પસ : બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કન્નુર, કાંગરા, કોલકતા, મુંબઈ, નવી દિલ્લી, પટણા કોલકતા, મુંબઈ, નવી દિલ્હી, પટણા, રાયબરેલી, શિલોંગ, જોધપુર અને શ્રીનગર.
સીટ સંખ્યા : ૪પ૦

એસેસરીઝ ડિઝાઈન :
કેમ્પસ : બેંગલુર, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કાંગા, કોલકતા, મુંબઈ, નવીદિલ્હી, પટણા, રાયબરેલી, શિલોંગ અને જોધપુર.
સીટ સંખ્યા : ૪૨૦

ફેશન કોમ્યુનિકેશન:
કેમ્પસ : બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કન્નુર, કાંગરા, કોલકતા, મુંબઈ, નવી દિલ્હી, પટણા, રાયબરેલી, જોધપુર અને શ્રીનગર
સીટ સંખ્યા : ૪૨૦

નેટવેર ડિઝાઈન :
કેમ્પસ : બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કનુર, કોલકત્તા, મુંબઈ, નવી દિલ્હી.
સીટ સંખ્યા : ૨૧૦

લેધર ડિઝાઈન:
કેમ્પસ : ચેન્નાઈ, કોલકાતા, નવી દિલ્હી, રાયબરેલી
સીટ સંખ્યાઃ ૧૨૦

ટેકસટાઈલ ડિઝાઈન :
કેમ્પસઃ બેંગલુર, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કેન્નુર, કાંગારા, કોલકતા, મુંબઈ, નવી દિલ્હી, પટણા, જોધપુર
સીટ સંખ્યા: ૩૯૦

ફેશન ટેક્નોલૉજી:
કેમ્પસ : બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કન્નુર, કોલકત્તા, મુંબઈ, નવી દિલ્હી, પટણા, રાયબરેલી, શિલોંગ અને જોધપુર
સીટ સંખ્યા : ૩૬O

માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો (ડિઝાઈન સેકસ)
માસ્ટર ઓફ ડિઝાઈન કેમ્પસ : કન્નુર, મુંબઈ, નવી દિલ્હી, સીટ સંખ્યા : ૯૦

માસ્ટર ઓફ ફેશન ટૅકનૉલૉજી
કેમ્પસ : બેંગલુરુ, ચેન્નાઈ, ગાંધીનગર, નવી દિલ્હી, સીટ સંખ્યા : ૧OO

માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ
કેમ્પસ : બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કનુર, કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી, પટણા, રાયબરેલી, શિલોંગ, જોધપુર
સીટ સંખ્યા : ૪૨૦

ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ : ન્યુયોર્કની ફેશન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનૉલૉજી સાથે નીટના ડ્યુઅલ ડિગ્રી કોર્સ ચાલે છે. બેચલર ઓફ ડિઝાઈનના ધો.૧૨ પછીનાં ૪ વર્ષના કોર્સમાંથી પહેલા ૨ વર્ષ ભારતમાં, ત્રીજું વર્ષ ન્યુયોર્કમાં અને ફાઈનલ વર્ષ ફરી નિર્ટમાં કરવાનું રહે છે. આ કોર્સમાં નિફ્ટમાં કરવાનું રહે છે. આ કોર્સમાં નિફૂટ અને FIT બંનેની ડિગ્રી મળે છે.
ભારતમાં નિફ્ટના સેન્ટરો : બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગાંધીનગર, હૈદરાબાદ, કન્નુર, કાંગરા, કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી, પટણા, રાયબરેલી, શિલોંગ, જોધપુર અને શ્રીનગર
ગુજરાતમાં ગાંધીનગરમાં નિફ્ટ કેમ્પ્સ : ગાંધીનગરમાં એસ. જી. રોડ પરઘ-૦’, ચાર રસ્તા પાસે, ઈન્ફોસિટીની પાછળ આવેલ છે.
હોસ્ટેલ સુવિધા : ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ હોસ્ટેલ.

ફેશન બિઝનેસનું ફિલ્ડ:
ફેશન બિઝનેશનું ફિલ્ડ સેલિબ્રિટી બનવાના સપનાને સાકાર કરે છે. ફેશન ડિઝાઈન એ ફેશન બિઝનેસના ફિલ્ડ તરીકે ઓળખાય છે. વિશ્વ આખામાં આજે ફેશન બિઝનેસનું બહુ મોટું બજાર છે. ફેશન બિઝનેસનું ફિલ્ડ વિવિધતાથી ભરપૂર છે અને તેમાં વિકાસની શકયતાઓ ઘણી વધારે છે.
ફિલ્મના હીરો-હીરોઈનના વસ્ત્રોમાં ફેશન ડિઝાઈન
ટીવી સિરિયલ અને ટીવી કાર્યક્રમમાં ડિઝાઈન
• ફેશન શો વર્લ્ડ
• ફેશન મેગેઝિન અને ફેશન જર્નાલિઝમ
• મોડલિંગના ફિલ્ડમાં
• મીસ ઇન્ડિયા અને મીસ વર્લ્ડ જેવી સૌંદર્ય સ્પર્ધામાં
જવેલરી ઇન્ડસ્ટ્રીઝમાં
• ગારમેન્ટ અને કોમ્યુમ ડિઝાઈનમાં
• લફ્યુરિયસ બ્રાન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં
• ફેશન ડિઝાઈન સાથે સંબંધિત અનેક ફિલ્ડ
ઉપરોકત અનેક ફિલ્ડમાં આજે ફેશન બિઝનેસની હાજરી જોવા મળે છે. ફેશન ડિઝાઈનમાં રસ હોય કે સેલિબ્રિટીની દુનિયામાં જવું હોય તો નિફ્ટમાં પ્રવેશ મેળવવાનું સપનું રાખજો.
આ સિવાય અન્ય સંસ્થાઓમાં આવા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
• Amro Design Institute ADI
આ સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમો
ફેશન એન્ડ ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કોર્સિસ
બી.એસ.સી. (એપરલ એન્ડ ફેશન ટૅક્નૉલૉજી) – ૩ વર્ષ
ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઈન - ૧ વર્ષ
• ડિપ્લોમા ઈન ઈન્ટિરિયર ડિઝાઈન - ૧ વર્ષ
• જવેલરી ડિઝાઈનિંગ કોર્સિસ - ૧ વર્ષ
• ડિપ્લોમા ઈન જવેલરી ડિઝાઈનિંગ - ૧ વર્ષ
સરનામું : ૪૦૧, શુભમ્ કોપ્લેક્ષ, સંજીવની હોસ્પિટલ સામે, વસ્ત્રાપુર તળાવ, અમદાવાદ-૩૮૦૦૫૩. ફોન: (૦૭૯) ૨૬૮૫૬૭૦૨, ૨૬ ૮૫૪૨૯૧, ૪૦૦૦૯૪૨૯૧
આવી જ એક બીજી સંસ્થા : Edit Institute of Designing
Edit Institute of designingમાં ચાલતા કોર્સિસ:
ફેશન એન્ડ ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કોર્સિસ :
• ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઈન -૧ વર્ષ  
• ડિપ્લોમા ઈન ઈન્ટિરિયર ડિઝાઈન -૧ વર્ષ
• ડિપ્લોમા ઈન જવેલરી ડિઝાઈન -૧ વર્ષ
• ડિપ્લોમા ઈન ટેકસટાઈલ ડિઝાઈનિંગ -૧ વર્ષ
સરનામું : M-, જોલી સ્કવેર, શ્રીરામ મંદિરની સામે, શ્રી રામ ચોક , ઘોડદોડ રોડ, સુરત. ફોન નં. : ૦૨૬૧ ૩૦૧૫૪૧૮ Email : info@editindia.com
આ ઉપરાંત ઈગ્નુમાં પણ સર્ટિફિકેટ કોર્સ થઈ શકે છે. વધુ માહિતી માટે નિયામકશ્રી, ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, પ્રાદેશિક કેન્દ્ર , સરખેજ - ગાંધીનગર હાઈવે, નિરમા યુનિવર્સિટીની સામે, છારોડી, અમદાવાદ ફોન નં. ૦૨૭૧ ૨૪૨૯૭પ. Email: www.ignou.ac.in.
આ સિવાય પણ અન્ય ખાનગી સંસ્થાઓ ફેશન ડિઝાઈનના ડિપ્લોમા તેમજ ટૂંકાગાળાના અભ્યાસક્રમો ચલાવે છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ જાતે ચકાસણી કરી તેમાં અભ્યાસ કરી શકે છે. ઈન્ટરનેટ ઉપર સર્ચ કરી શકાય આ રીતે આધુનિક યુગ સાથે તાલ મેળવી કારકિર્દી પણ ફેશનેબલ બનાવી શકાય.

Post a Comment

વધુ નવું વધુ જૂનું