ધોરણ ૧૨ પછી ઈન્સ્ટિટ્યૂટ પ્રવેશ કસોટીઓ


        H.S.C. કર્યા બાદ કોઈ પ્રીમિયર ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે જુદી - જુદી પ્રીમિયર ઈન્સ્ટિટયૂટ્સ પૈકી કેટલીક પ્રીમિયર ઈન્સ્ટિટયૂટ્સની એડમિશન ટેસ્ટની માહિતી જોઈએ.

  • 1. IIM – ઈન્દોરની IPM - AT :

IIM (ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) છેલ્લા ઘણા વર્ષોથી હાઈએસ્ટ પેકેજનો રેકોર્ડ ધરાવે છે. એજ્યુએશન કર્યા બાદ, CATની કઠિન એકઝામમાં સારો સ્કૉર કરીને તો IIMના MBA માં પ્રવેશ મેળવી શકાય છે. પરંતુ ૧૯૯૬ માં સ્થપાયેલ IIM-I ના નામે ઓળખાતી IIM-ઈન્દોરમાં ધોરણ 12 (HSC) પછી IPM-A આપીને ૫ વર્ષીય ઈન્ટિગ્રેટેડ MBAમાં પ્રવેશ મેળવી શકાય છે.
પ્રવેશ પરીક્ષાનું નામ : IPM -AT- અભ્યાસક્રમમાં પ્રવેશ : M.B.A. (૫ વર્ષ)
લઘુત્તમ લાયકાત: કોઈ પણ વિદ્યાશાખામાંથી ધોરણ ૧૨ HSC લઘુત્તમ ૬૦% સાથે પાસ
IPM - ATની ટેસ્ટ પેટર્ન
ક્વોન્ટીટેટીવ એબીલીટી : ૬૦ પ્રશ્નો
વર્બલ એબિલીટી : ૪૦ પ્રશ્નો
કુલ : ૧00 પ્રશ્નો, કુલ માર્કસ : ૪00, સમય મર્યાદા: ૧૫૦ મિનિટ
માર્કિંગ: દરેક પ્રશ્નના સાચા જવાબના ૪ માર્કસ અને દરેક પ્રશ્નના ખોટા જવાબના ૧ નેગેટિવ માર્ક (ઉમેદવારનો સ્કોર - લઘુત્તમ કોર) (મહત્તમ સ્કોર - લધુતમ કોર)
ઓનલાઈન ફોર્મ બહાર પડવાનો સમય : માર્ચ માસનું બીજુ અઠવાડિયું
રજીસ્ટ્રેશન કરવાનો અંતિમ સમય: એપ્રિલ માસનું બીજુ અઠવાડિયું
એપ્ટીટયૂડ ટેસ્ટનો સમય: મે માસનું બીજું અઠવાડિયું
મહત્તમ વય મર્યાદા: ૨૦ વર્ષ
ઉપરોક્ત એટિટ્યૂડ ટેસ્ટના કટ ઓફ માર્કસને આધારે ઉમેદવારને પર્સનલ ઈન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવે છે. જેમાં નીચે મુજબની પેટર્નનો સમાવેશ થાય છે.
એપ્ટિટયૂડ ટેસ્ટના પ૦૦,
પર્સનલ ઈન્ટરવ્યુના ૩૫%
WAT (Written Ability Test) ૯૪ % કુલ ૧૦૦%
સંપર્ક : IIM - ઈન્દોર, રાઉ-પીથામપુર રોડ, ઈન્દોર-૪૫૩૫૫૬, મધ્ય પ્રદેશ.
વેબસાઈટ : www.iimidr.ac.in

  • ૨. પ્રીમિયર પ્રાઈવેટ મેનેજમેન્ટ કોલેજો માટે UGAT:

IIM-I જેવી પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા માટે IPM-ATની એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે છે. તેજ રીતે સમગ્ર દેશની મોટાભાગની પ્રીમિયર પ્રાઈવેટ મેનેજમેન્ટ કોલેજોમાં એમિશન માટે UGATની એન્ટ્રસ એક્ઝામ આપવી પડે છે.
પ્રવેશ પરીક્ષાનું નામ : UGAT
અભ્યાસક્રમમાં પ્રવેશ: B.B.A. (૩વર્ષ), M.B.A. (૫ વર્ષ)
લધુતમ લાયકાત : કોઈપણ વિદ્યાશાખામાંથી ધોરણ ૧૨ HSC પાસ
UGAT ની ટેસ્ટ પેટર્ન અંગેજી ભાષા: ૪૦
પ્રશ્નો જનરલ નોલેજ: 30 પ્રશ્નો
ન્યુમેરિકલ અને ડેટા એનાલિસીસ: ૩૦ પ્રશ્નો
રીઝોનીંગ અને ઈન્ટેલિજન્સ : ૩૦ પ્રશ્નો
કુલ : ૧૩૦ પ્રશ્નો
કુલ માર્કસ : ૧૩0 સમય મર્યાદા : ૧૨૦ મિનિટ
માર્કિંગ : દરેક પ્રશ્નના સાચા જવાબ માટે ૧ માર્કસ અને દરેક પ્રશ્નના ખોટા જવાબ માટે ૦.૨૫ નેગેટિવ માર્ક
ઓનલાઈન ફોર્મ બહાર પડવાની તારીખ : જાન્યુઆરી માસનું પ્રથમ અઠવાડિયું રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ : મે માસનું પ્રથમ અઠવાડિયું
એટીટ્યુડ ટેસ્ટની તારીખ : મે માસનું બીજું અઠવાડિયું
વધુ માહિતી માટે સંપર્ક : વેબસાઈટ : www.aima.in
નોંધ : ઉપરોક્ત એન્ટ્રન્સ ટેસ્ટ ઉપરાંત જિન્દાલ ગ્લોબલ બિઝનેસ સ્કૂલ પોતાના ૫ વર્ષના ઈન્ટીગ્રેટેડ M.B.A. કોર્સ માટે પોતાની અલગ એન્ટ્રન્સ ટેસ્ટ JSAT લે છે. (સંપર્ક : www.personvue.com/jsat) તે જ પ્રમાણે ૩ વર્ષના B.B.A. કોર્સીસ માટે પુનાની સીમ્બાયોસીસ યુનિવર્સિટી દ્વારા SET, મુંબઈની નરસી મોનજી યુનિવર્સિટી દ્વારા NPAT નામની એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે. જયારે બેંગલુરુની માઉન્ટ કાર્મેલ, નોઈડાની એમીટી ઈન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ, કોલકત્તાની જે .ડી. બીરલા ઈન્સ્ટિટ્યૂટ વગેરે પ્રીમિયર ઈન્સ્ટિટ્યૂટ હોવા છતાં ધોરણ ૧૨ HSCની ટકાવારીને આધારે પોતાના મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપે છે.

  • 3. નેશનલ યુનિવર્સિટી સંલગ્ન સ્ટેટ નેશનલ લો યુનિવર્સિટી માટે CLAT અને LSAT:

છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્રણ વર્ષના પરંપરાગત L.L.B. કરવાને બદલે ધોરણ ૧૨ | HSC (કોઈપણ સ્ટ્રીમ) બાદ ૫ કે ૬ વર્ષના ગ્રેજ્યુએશન + L.L.B. ના ઈન્ટિગ્રેટેડ કોર્સીસમાં પ્રવેશ લેવાનું ચલણ વધ્યું છે.
પ્રવેશ પરીક્ષાનું નામ: CLAT અને LSAT
અભ્યાસક્રમમાં પ્રવેશ: B.A. B.Com. / B.Sc. | B.BA. / BL.s. + L.L.B. (૫ વર્ષ) અને B.Tech. +LL.B. (૬ વર્ષ)
લઘુતમ લાયકાત : B.A. / B.Com. / B.Sc. B.B.A. / B.L.S. + LL.B. (૫ વર્ષ) માટે કોઈપણ વિદ્યાશાખામાંથી ધોરણ ૧૨ HSC પાસ જ્યારે B.Sc. + L.L.B., (૫ વર્ષ) માટે ધોરણ ૧૨ HSC વિજ્ઞાન પ્રવાહ (A B | AB ગ્રૂપ પૈકી કોઈપણ ગ્રૂપ) માંથી પાસ, જ્યારે B.Tech. + L.L.B. (૬ વર્ષ) માટે ધોરણ ૧૨ | HSC વિજ્ઞાન પ્રવાહ (A ગ્રૂપ) માંથી પાસ

CLATની ટેસ્ટ પેટર્ન
લિગલ : ૫૦ પ્રશ્નો
જનરલ નોલેજ : પ0 પ્રશ્નો
લોજિક તર્ક : ૪૦ પ્રશ્નો
અંગ્રેજી : ૪૦ પ્રશ્નો
ગણિત : ૨૦ પ્રશ્નો
કુલ : ૨00 પ્રશ્નો

LSATની ટેસ્ટ પેટર્ન
રીડિંગ કોમ્પ્રીહેનશન: ૨૫ પ્રશ્નો
લોજિકલ રીઝોનીંગ - ૧ : ૨૫ પ્રશ્નો
લોજિકલ રીઝોનીંગ - ર : ૨૫ પ્રશ્નો
એનાલિટીકલ રીઝોનીંગ : ૨૫ પ્રશ્નો
કુલ : ૧000 પ્રશ્નો

CLAT માટે અને LSAT માટે ઓનલાઈન ફોર્મ  ભરવા સંપર્ક : www.clat.ac.in www.pearsonvueindia.com
નોંધ : CLAT પાસ કરનારાઓને નેશનલ લો યુનિવર્સિટી સંલગ્ન રાજ્ય લો યુનિવર્સિટીઓમાં પ્રવેશ મળે છે. જ્યારે LSAT પાસ કરનારાઓને ખાનગી કોલેજોમાં પ્રવેશ મળે છે. જો કે નેશનલ લો યુનિવર્સિટી (NLU), દિલ્હીમાં પ્રવેશ મેળવવા માટે CLAT કે LSATને ૧OO માર્કસને બદલે ATLET  આપવાની રહે છે. સંપર્ક : www.nludelhi.ac.in

  • ૪. PDPUની SLS:

ગુજરાત રાજયની પ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી એવી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીએ પોતાના પ્રથમ પ્રયત્નમાં જ NAAC નો “A' ગ્રેડ મેળવેલો છે. જેમાં લિબરલ સ્ટડીઝનો અભ્યાસક્રમ તેના વિઘાર્થીઓને કોર્પોરેટજગતનું એકસ્પોઝર પૂરું પાડે છે. PDPUમાં ટૂડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ યુનિવર્સિટીના ૨૦ જેટલા વિદ્યાર્થીઓ વિદેશની કોન્ફરન્સિસમાં દર વર્ષે ભાગ લે છે. વળી વર્ષ દરમિયાન ૪૦ થી વધુ દેશોના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં આવે છે. થિયેટર, લિડરશીપ, મ્યુઝિક પેઈન્ટીંગ, કવિતા જેવા વિવિધ પ્રકારના અસંખ્ય વિષયો શીખવાની વિદ્યાર્થીને તક પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ક્રિએટિવ તેમજ મલ્ટી ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ કે જેઓ ઓફ - બીટ તેમજ ગ્લોબલ કરિયરમાં રસ ધરાવતા હોય, તેઓ PDPUમાં લિબરલ સ્ટડીઝનો અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે SLS નામની એમિશન ટેસ્ટ આપતા હોય છે.

લિબરલ સ્ટડીઝના અભ્યાસક્રમો:
B.A.(Hons.), B.Com (Hons.), B.Sc.(Hons.) અને B.B.A. પ્રવેશ માટે
લઘુતમ લાયકાત : HSC (કોઈપણ સ્ટ્રીમમાં)
SLSની ટેસ્ટ પેટર્ન:
જનરલ નોલેજ : ૪ પ્રશ્નો ૪૦ માર્કસ
વર્બલ બિલીટી : ૨૦ પ્રશ્નો ૨૦ માર્કસ
ક્વોન્ટિટેટિવ એબિલીટી : ૨૦ પ્રશ્નો ૨૦ માર્કસ
લોજિકલ રિઝોનીંગ : ૨૦ પ્રશ્નો ૨૦ માર્કસ
કુલ ૧૦૦૦ પ્રશ્નો ૧૦૦ માર્કસ
નોંધ : આ ટેસ્ટમાં નેગેટિવ મકિંગ નથી.
સમય મર્યાદા: ૯૦ મિનિટ (સમય : સવારે ૧૦ થી ૧૧:૩૦) ત્યારબાદ ઉપરોક્ત એપ્ટિટ્યુડ ટેસ્ટના પ૦%
ક્રિએટીવ નિબંધ રાઈટીંગના ૨૫%
પર્સનલ ઈન્ટરવ્યુના ૨૫ કુલ ૧00% ના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થાય છે.
ક્રિએટિવ નિબંધ રાઈટીંગની સમય મર્યાદા: ૩૦ મિનિટ (સમય: સવારે ૧૧:૩૦ થી ૧૨)
ઓનલાઈન ફોર્મ બહાર પડવાનો સમય: એપ્રિલ માસનું પ્રથમ અઠવાડિયું રજીસ્ટ્રેશન કરવાનો અંતિમ સમય: મે માસનું ચોથું અઠવાડિયું
એન્ટ્રન્સ ટેસ્ટનો સમય : મે માસનું ચોથું અઠવાડિયું
લિબરલ સ્ટડીઝમાં પ્રાપ્ય કુલ બેઠકો : ૪૮૦ કે જે માં B.Com.(Hons.) 120, B.Sc. (Hons.) 60 B.A. (Hons.) અને B.B.A. મળીને ૨૮0.
વધુ માહિતી માટે સંપર્ક : www.sls.pdpu.ac.in

  • ૫. ઘ તાજ ગૂપ ઓફ હોટેલ્સ ની IIM-A :

હોટલ મેનેજમેન્ટના વિવિધ ફિલ્ડમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકો જો તાજ ગ્રુપ ઓફ હોટેલ્સની ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય, તો તેમણે THM - Aની એન્ટ્રન્સ ટેસ્ટ આપવી જ રહી. અહીં B.A. (ઓનર્સ) હોટલ મેનેજમેન્ટના પ્રવેશની ચર્ચા કરી છે.
IHM -Aની ટેસ્ટ પેટર્ન:
પર્સનલ ઈન્ટરવ્યુ : ૫૦ માર્કસ
રૂપ ડિસ્કશન : ૩૦ માર્કસ
પ્રોફાઈલ ટેસ્ટ : ૨૦ માર્કસ
કુલ 100 માર્કસ

અભ્યાસક્રમના પ્રવેશના તબક્કાઓ:
૧. સૌ પ્રથમ ઉમેદવારે રૂ. ૧,૫૦૦ ભરીને ઓનલાઈન પ્રોફાઈલ ટેસ્ટ આપવાની રહે છે.
૨. બીજા તબક્કે ઉમેદવારે ૧,૫૦૦ શબ્દોમાં સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ લખવાનું રહે છે. અહીં IIM-A નું શિક્ષણ ઉમેદવારનું વ્યક્તિત્વ, હોસ્પિટાલિટીના વિશ્વમાં ભવિષ્યમાં કેવી ભૂમિકા ભજવી શકશે જેવા ટોપિક પર જણાવવાનું રહે છે.
૩. હવે ઉમેદવારને ચૂપ ડિકશન (GD) અને પર્સનલ ઈન્ટરવ્યું (PI) માટે તાજ ગ્રુપ ઓફ હોટેલ્સની કોલકત્તા, ચેન્નાઈ, નવી દિલ્હી કે મુંબઈ શાખામાં હાજર થવાનું રહે છે. જેમાં કમ્યુનિકેશન સ્કીલ્સ, એનાલિટીક્લ સકીલ્સ, જનરલ અવેરનેસ, સર્વિસ ઓરિએન્ટેશન, પર્સનાલિટી ફેક્ટર વગેરે પર ભાર મૂકવામાં આવે છે. GDPI માટે પુરુષ અને સ્ત્રી ઉમેદવારોના પ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવેલો છે.
૪. છેલ્લા તબક્કે IHM - A દ્વારા પરિણામની જાહેરાત કરવામાં આવે છે.
ઓનલાઈન ફોર્મ બહાર પડવાનો સમય: મે માસનું છેલ્લું અઠવાડિયું
રજીસ્ટ્રેશન કરવાનો અંતિમ સમય માસનું પહેલું અઠવાડિયું
એડમિશન ટેસ્ટનો સમય: જૂન માસનું ચોથું અઠવાડિયું
સંપર્ક : www.ihmaurangabad.ac.in

  • ૬. ઈન્ડિયન આર્મી, નેવી તેમજ એરફોર્સમાં NDA :

દેશ સેવા કરવા ઇચ્છુક રાષ્ટ્રપ્રેમી યુવા વર્ગ NDA-11 222 22-B.A., B.Sc, B.E.-11 અભ્યાસક્રમોમાં જોડાઈને ભવિષ્યમાં ઈન્ડિયન આ, ઈન્ડિયન નેવી કે ઈન્ડિયન એરફોર્સમાં પોતાની ગૌરવપૂર્ણ કારકિર્દી બનાવી શકે.
પ્રવેશ પરીક્ષાનું નામ: NDA ડિફેન્સ કોર્સીસ)
અભ્યાસક્રમમાં પ્રવેશ: B.A. / B.Sc. B.E.
લઘુતમ લાયકાત: B.A. માટે ધોરણ ૧૨ HSC (કોઈપણ સ્ટ્રીમ) પાસ
B.Sc. B.E. માટે ધોરણ ૧૨ HSC (ફિઝિક્સ તથા મેપ્સ. વિષયો સાથે) પાસ
મહત્તમ વયમર્યાદા: ૧૬.૫ વર્ષથી ૧૯ વર્ષ

NDAની ટેસ્ટ પેટર્ન: ૨ પ્રશ્નપત્રો
પ્રશ્નપત્ર ૧ મેથ્સ. ૧૨૦ પ્રશ્નો ૩૦૦ માર્કસ
પ્રશ્નપત્ર ર જનરલ એબિલીટી ૧૫૦ પ્રશ્નો ૬00 માર્કસ
(જનરલ નોલેજ અને અંગ્રેજી) કુલ ૨૭૦ પ્રશ્નો ૯૦૦ માર્કસ
સમય મર્યાદા : દરેક પ્રશ્નપત્ર માટે ૧૫૦ મિનિટ
માર્કિંગ : પ્રથમ પ્રશ્નપત્રમાં દરેક સાચા જવાબના ૨.૫ માર્કસ, તેમજ દરેક ખોટા જવાબના નેગેટીવ 0.૮૩ માર્કસ, બીજા પ્રશ્નપત્રમાં દરેક સાચા જવાબના ૪ માર્ક્સ, તેમજ દરે ક ખોટા જવાબના નેગેટીવ ૧.૩૩ માસ.
નોંધ : NDAની પ્રવેશ પરીક્ષા દર વર્ષમાં બે વાર લેવાતી હોય છે.
ઓનલાઈન ફોર્મ બહાર પડવાનો સમય: જાન્યુઆરી-ફેબ્રુ માસ અને જૂન-જુલાઈ માસ
રજીસ્ટ્રેશન કરવાનો અંતિમ સમય : ફેબ્રુઆરી અને જુલાઈ માસ
એડમિશન ટેસ્ટનો સમય : માર્ચ - એપ્રિલ માસ અને સપ્ટે.-ઓક્ટો. માસ
સંપર્ક : www.upsconline.nic.in

  • ૭. એન્જિનિયરિંગ માટેની BITSAT :

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ “A' ગૃપના મોટાભાગના વિદ્યાર્થીઓ JEE Main અને JEE Advancedના ૨ - ૨ પ્રશ્નપત્રોની તૈયારી કરીને IIT તેમજ NITમાં પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરતા જ હોય છે. તેજ રીતે બીટ્સ, પિલાની જેવી પ્રીમિયર ઈન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવવા માટે BITSATની તૈયારી પણ કરતા જ હોય છે. BITSAT ને આધારે બીટ્સ, પિલાનીના B.Pharm ના અભ્યાસક્રમમાં પણ એડમિશન મળી શકે છે.
BITSATની ટેસ્ટ પેટર્ન:
                              પ્રશ્નો           માર્કસ
મેસ. / બાયોલોજી            ૪૫            ૧૩૫
ફિઝિક્સ                       ૪૦            ૧૨૦        
કેમેસ્ટ્રી                        ૪૦            ૧૨૦
અંગ્રેજી                        ૧૫             ૪૫
લોજિકલ રિઝનીંગ            0              30
   કુલ                      ૧૫૦          ૪૫૦
સમય મર્યાદા : ૧૮૦ મિનિટ
માર્કિંગ : પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે ૩ માર્કસ અને પ્રત્યેક પ્રશ્નના ખોટા જવાબ માટે ૧ નેગેટિવ માર્ક
ઓનલાઈન ફોર્મ બહાર પડવાનો સમય : જાન્યુઆરી-ફેબ્રુ માસ
રજીસ્ટ્રેશન કરવાનો અંતિમ સમય : માર્ચ માસ
એન્ટ્રન્સ ટેસ્ટનો સમય : મે માસ
સંપર્ક : www.bitiadmission.com

  • ૮. મેડિકલ માટેની AIMS :

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ‘B' ગ્રૂપના મોટાભાગના વિદ્યાર્થીઓ NEET તૈયારી કરતા જ હોય છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ AIMSની એન્ટ્રન્સ ટેસ્ટની પણ તૈયારીઓ કરતા હોય છે.

AIMSની ટેસ્ટ પેટર્ન:
              પ્રશ્નો       માર્કસ
બાયોલોજી     ૬૦        ૬૦
ફિઝિક્સ            O        ૬૦
કેમેસ્ટ્રી         ૬૦        ૬૦
જનરલ નોલેજ  ૬૦       ૬૦
           કુલ ૨00       00
સમય મર્યાદા : ૧૨૦ મિનિટની કમ્યુટર બેઈઝુડ એક્ઝામ
માર્કિંગ : દરેક પ્રશ્નના સાચા જવાબ માટે ૧ માર્ક અને દરેક પ્રશ્નના ખોટા જવાબ માટે નુ ૦.૩૩ નેગેટિવ માર્ક
ઓનલાઈન ફોર્મ બહાર પડવાનો સમય : જાન્યુઆરી માસની મધ્યમાં
રજીસ્ટ્રેશન કરવાનો અંતિમ સમય : ફેબ્રુઆરી માસની મધ્યમાં
એડમિશન ટેસ્ટનો સમય : મે માસની મધ્યમાં

Post a Comment

વધુ નવું વધુ જૂનું