ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ
![]() |
| Std-12 Science stream |
૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ એબી સાથેના અભ્યાસક્રમો
(૧) ડિગ્રી એન્જિનિયરિંગ (૨) ફાર્મસી (૩)
મેડિકલ / પેરામેડિકલ (૪) આર્કિટેક્ટ (૫) નર્સિગ (૬)
કૃષિક્ષેત્ર (૭) શિક્ષણક્ષેત્ર (૮) પ્રકીર્ણ (અન્ય)
(૧) ડિગ્રી એન્જિનિયરિંગઃ
ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ
પછી - ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેગ્સ, અંગ્રેજી સાથે પાસ - ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં
પ્રવેશ મેળવી શકે છે.
એન્જિનિયરિંગમાં વિષયોઃ સિવિલ, મિકેનિકલ, ઈલેકિટ્રકલ, કેમિકલ, બાયોમેડિકલ, ફાયર ટેકનોલોજી, ઇલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇસ્યુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, ટેક્સટાઇલ
ટેકનોલોજી, એનવાયમેન્ટ, કોમ્યુટર મેટલર્જી ઈરિગેશન એન્ડ વોટર
મેનેજમેન્ટ, મેકાટ્રોનિક્સ, એરોનોટિક્સ, ૨બ્બર ટેકનોલોજી, પ્લાસ્ટિક ટેક્નોલોજી, ઇન્ફર્મેશન
ટેક્નોલોજી, ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, પ્રોડકશન, એન્જિનિયરિંગ
ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ,
પાવર ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઈલ એન્જિનિયરિંગ
ઉપરોક્ત વિદ્યાશાખા સાથે ચાર વર્ષની મુદતના આઠ
સેમેસ્ટરના અભ્યાસક્રમો પ્રાપ્ય છે.
રાજ્યની ઇજનેરી ફાર્મસી તથા SVIT સુરત,
ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ટેક્નોલોજી, ગાંધીનગર,
પંડિત દીનદયાલ યુનિવર્સિટીમાં ચાર વર્ષનો બી.ટેક. પ્રોગ્રામ ઈન
પેટ્રોલિયમ એન્જિનિયરિંગ તથા પાંચ વર્ષના ડબલ ડિગ્રી એમ.ટેક. પ્રોગ્રામ જેવા કે
પેટ્રોલિયમ એન્જિનિયરિગ, ન્યુકિલયર એન્જિનિયરિગ, સોલર
એન્જિનિયરિંગ તથા મોડલિંગ એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટીના અભ્યાસક્રમો, પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા લેવલની JEE(M) ના
જે તે વર્ષના સ્કોરને આધારે કોમન પ્રવેશ મળશે.
ડીએ – આઈઆઈસીટી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ
ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર ખાતે બી.ટેક (આઈસીટી) પ્રોગ્રામમાં
પ્રવેશ મેળવવા માટે અરજી કરવી તથા તેમાં પ્રવેશ માટે JEE(M)ની પ્રવેશ ક્સોટીના પરિણામના આધારે પ્રવેશ
આપવામાં આવે છે. આ અંગેની જાહેરાત ફેબ્રુઆરી માસમાં પ્રસિદ્ધ થાય છે. તેની વેબસાઈટ:
www.daiit.ac.in
નિરમા યુનિવર્સિટી ઇન્સિટટયૂટ ઓફ ટેકનોલોજીમાં
બી.ટેક. અભ્યાસક્રમ માટે JEE (M) તથા ગુજરાત સરકારે નક્કી કરેલ વિષયોના મેળવેલ
માર્કસના આધારે પ્રવેશ મળે છે. પ્રવેશ માટે અરજીપત્રક તથા માહિતીપત્રક એડમિશન ઓફિસર, યુ.જી. એમિશન કમિટી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, નિરમા યુનિ. ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, સરખેજ, ગાંધીનગર હાઈવે, અમદાવાદ-૩૮૨૪૮૧ ખાતેથી મેળવી શકાય: www.nirmauni.ac.in.
(૨) બી.ફાર્મસી / ડિપ્લોમા ફાર્મસીઃ
બી. ફાર્મમાં બે પ્રકારના અભ્યાસક્રમ છે.
(૧) ડીફાર્મડિપ્લોમા ઈન ફાર્મસી ધો.૧૨
વિજ્ઞાનપ્રવાહ, મુદત-બે
વર્ષ.
(૨) બી.ફાર્મ, - બેચલર ઈન ફાર્મસી – ચાર વર્ષની મુદત,
વિજ્ઞાન પ્રવાહના ટકાના આધારે. મેરિટ મુજબ ઉપરોક્ત
કેન્દ્રીય સમિતિ દ્વારા પ્રવેશ
(૩) મેડિકલ / પેરામેડિકલઃ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ધો.૧૨ બી તથા
એ.બી. ગ્રૂપ સાથે પાસ તથા GUJCETનો સ્કોર ધ્યાને લેવામાં આવે છે.
સંપર્ક: બી. જે. મેડિકલ કોલેજ, સિવિલ
હોસ્પિટલ, અસારવા,
અમદાવાદ.
તબીબીક્ષેત્રે નીચેના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકાય:
૧. એમબી.બી.એસ. : બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર
ઓફ સર્જરી, ૪ વર્ષ ૬ માસ (૧ વર્ષ ઇન્ટર્નશિપ).
૨. બી.ડી.એસ. : બેચલર ઓફ ડેન્ટલ સર્જરી ૪ વર્ષ
૬ માસ (ઇન્ટર્નશિપ).
૩. બી.ફિઝિયો : બેચલર ઓફ ફિઝિક્યોથેરપી ૪ વર્ષ ૬ માસ
(ઇન્ટર્નશિપ).
૪. બી.એ.એમ.એસ. : બેચલર ઓફ આયુર્વેદ મેડીસીન એન્ડ
સર્જરી-પ વર્ષ ૬ માસ (છ માસ ઇન્ટર્નશિપ)
પ. બી.એચ.એમ.એસ. : બેચલર ઓફ હોમિયોપથિક મેડિસિન
એન્ડ સર્જરી - પવર્ષ ૬. બી.પી.ઓ. : બેચલર ઓફ પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોડિક્સ.
૭. બી.ઓ. બેચલર ઓફ ઓપ્ટેમેટ્રી,
૮. બી.એસ.સી.એન. : બેચલર ઓફ સાયન્સ ઈન નર્સિંગ.
૯. બી.ઓ.ટી. : બેચલર ઓફ એક્યુપેશનલ થેરાપી
૧૦. બેચલર ઓફ નેચરોપથી ૪ વર્ષ
૧૧. બી.એસસી. એન્ડ ઓડિયોલોજી સ્પીચ થેરપી
(૪) આર્કિટેકટ : બી.આર્ક બેચલર ઓફ આર્કિટેકચર :
ધો.૧૨
વિજ્ઞાન તથા કોમર્સ (ગણિત ૪૦% સાથે) પ્રવાહ બાદ બેચલર ઓફ આર્કિટેક્ટનો સાડા પાંચ
વર્ષની મુદતનાં અભ્યાસક્રમમાં NATA પ્રવેશ ક્સોટીના આધારે પ્રવેશ આપવામાં આવે છે.
પ્રવેશ ક્સોટીના ડ્રોઇંગ એપ્ટિટ્યૂડ, જનરલ એબિલિટી, ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યુ વગેરેને આધારે પ્રવેશ મેરિટ લિસ્ટ
મુજબ નીચેની સંસ્થાઓમાં આપવામાં આવે છે.
૧. સેટયુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ.
૨. સ્કૂલ ઓફ આર્કિટેકચર્સ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ, વાસદ.
૩. ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેકચર્સ, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી, વડોદરા.
૪. ડી. સી. પટેલ સ્કૂલ ઓફ આર્કિટેકચર, - વલ્લભવિદ્યાનગર.
૫. સાર્વજનિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, સુરત.
૬. વિદ્યા પ્રતિષ્ઠાન સ્કૂલ ઓફ આર્કિટેક, વાજડી,
વીરડા ગામ, કાલાવડ
રોડ,
રાજકોટ. ૭.
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટી, પાટણ.
૮. વડોદરા આર્કિટેકચર કોલેજ - વડોદરા.
૯. ગ્રોમોર આર્ટ્સ કોલેજ , સાણંદ
૧૦. અનંત આર્ટ્સ કોલેજ , સાણંદ
૧૧. જી.સી.પટેલ આર્ટ કોલેજ, વડોદરા વગેરે ૧૮ કોલેજો ૧૨ ડિઝાઇન એકેડેમી, વડોદરા વગેરે વધુ વિગત માટે વેબસાઈટ : www.cept.ac.in નો
ઉપયોગ કરી શકાય. જયાંથી કેન્દ્રસ્થ એમિશન થાય છે. Cept યુનિ. કે.એલ.માર્ગ, નવરંગપુરા, અમદાવાદ-૯.
(પ) નર્સિગક્ષેત્રઃ
નર્સિંગ
ક્ષેત્રે બે પ્રકારના અભ્યાસક્રમો પ્રાપ્ય છે.
(૧) બીએસસી નર્સિગ
(૨) જનરલ નર્સિંગ.
૧. બી.એસસી નર્સિગનો અભ્યાસક્રમની સંસ્થાઓઃ
ગર્વમેન્ટ
નર્સિંગ કોલેજ, કોલેજ
ઓફ નર્સિંગ, સિવિલ
હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ. સાંદ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ, વાપી (સેલ્ફ ફાયનાન્સ) જે. જી. કોલેજ ઓફ નર્સિંગ, ડ્રાઇવ-ઈન
રોડ,
અમદાવાદ (સેલ્ફ
ફાયનાન્સ) વગેરે તમામ કોલેજનાં બી.એસસી.નસિંગમાં પ્રવેશ મેળવવા માટે મેડિકલ ડેન્ટલ
ફિઝિયોથેરાપીની સાથે કોમન ફોર્મ ભરવાનું રહે છે. પ્રવેશ કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ
દ્વારા થાય છે.
૨. જનરલનસિંગઃ-
ધો.૧૨ સાયન્સ, જનરલ પ્રવાહના ઉમેદવારો માટે જનરલ નર્સિગ અને મીડ વાઇફ રીના
ત્રણ વર્ષ છ માસની તાલીમ પ્રથમ અગ્રિમતા વિજ્ઞાનપ્રવાહમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, દ્વિતીય અગ્રિમતા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેપ્સ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે પાસ. આ કોર્સ
નર્સિંગ કોલેજોમાં પણ મળે છે. આ અંગેની જાહેરાત જૂન-જુલાઈ માસમાં પ્રસિદ્ધ થયેથી
નર્સિંગ સ્કૂલ ઓફિસમાંથી
ફોર્મ મેળવી શકાય છે.
(૬) કૃષિ પશુપાલન ક્ષેત્રે મળતા અભ્યાસક્રમોઃ
ધો.૧૨
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે (અંગ્રેજી વિષય સાથે) સ્નાતક કક્ષાના અભ્યાસક્રમઃ
• બી.એસસી કૃષિ-બીવીએસસી એન્ડ એ એચ
• બી.ટેક કૃષિ-બી.એસસી. હોર્ટિકલ્ચર.
• બી.એસસી ફિશરીઝ – બી.એસસી. હોમ સાયન્સ (ફક્ત
બહેનો માટે)
• બી.એસ.સી ફોરેસ્ટ્રી- બી.એસસી.
ડેરીટેકનોલોજી
• બીઆરએસ (બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ)
જેની
વધુ માહિતી માટે કૃષિક્ષેત્રની રાજ્યની ચાર તથા કામધેનુ યુનિવર્સિટી અલગથી એડમિશન
કાર્ય કરે છે. (નોડલ એડમિશન કૃષિ યુનિવર્સિટી, આણંદ)
(૭) શિક્ષણક્ષેત્રઃ
(૧) પીટીસી
(૨) સીપીએડ
(3) ATD
(૪) બી.એસ.સી., બી.એ.
(૧) પી.ટી.સી. પ્રાયમરી ટ્રેનિંગ કોર્સ - બે
વર્ષનો અભ્યાસક્રમ
(૨) સી.પી.એ.:
(૩) ATD:
આર્ટ વૈચર ડિપ્લોમા ધો.૧૨
કોઈ પણ પ્રવાહમાં ચિત્રની માધ્યમિક કક્ષાની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અથવા
ધો.૧૦ કે ધો.૧૨માં ચિત્ર વિષય સાથે પાસ. બે વર્ષની મુદત,
(૪) બી.એસ.સી., બી.એ.:
ધો.૧૨
વિજ્ઞાન પ્રવાહ પછી બી.એસ.સી., બી.એ. ની ડિગ્રીનો ચાર વર્ષનો અભ્યાસક્રમ છે.
તે ભોપાલ નવરચના ITE વિ. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આ અભ્યાસક્રમ થાય છે. અન્ય
યુનિવર્સિટીઓમાં પણ આ ઇન્ટિગ્રેટેડ કોર્સ મળે છે. અન્ય ટીચર્સ યુનિવર્સિટીઓમાં પણ
ઇન્ટિગ્રેટેડ કોર્સ મળે છે. જાહેરાત અલગ આવે છે.
(૫) બી.એસ.સી.:
ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેગ્સ, બોટની, જિઓલોજી, માઈક્રોબાયલોજી, બાયો ટેક્નોલોજી, બાયોકેમિસ્ટ્રી, આંકડાશાસ્ત્રો, કોમ્યુટર સાયન્સ, ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ, એન્વાયરમેન્ટલ સાયન્સ, એનાલિટિકલ કેમિસ્ટ્રી, વગેરેનો સમાવેશ સાથેના ખાસ B.SC કોર્ષથાય છે.
૮. અન્ય અભ્યાસક્રમો:
મોટા ભાગના ઉચ્ચ
શિક્ષણના અભ્યાસક્રમોમાં ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને અગ્રિમતા આપવામાં
આવે છે. સંરક્ષણક્ષેત્રે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી
અને ઇન્ડિયન એર ફોર્સના અભ્યાસક્રમ છે. એનડીએની પરીક્ષા દ્વારા પુનાની ખડક્વાસલા
ખાતે આવેલી કોલેજમાં પ્રવેશ મેળવી શકાય છે. આ ઉપરાંત એમ.બી.એ. તથા એમએસસી (સીએ
એન્ડ આઈટી)ના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં ધો.૧૨ વિ.પ્ર.ના વિદ્યાર્થીઓ માટેની
સવલતોનો ઉપયોગ કરી શકાય. ઉપરાંત ડિગ્રી ઈન હોટેલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટ, બી.એસસી હોસ્પિટાલિટી એન્ડ હોટેલ એડમિનિસ્ટ્રેશન, હોટલ મેનેજમેન્ટની પ્રવેશ ક્સોટી, નિફટ તથા એનઆઈડી, ૧+૨ ટેકનિકલ
એન્ટ્રી સ્કીમ હેઠળ
પ્રવેશ ક્સોટી દ્વારા પ્રવેશ મેળવી શકાય. કોમ્યુટરના અભ્યાસક્રમ (ડોએક) લેવલ
અભ્યાસક્રમ તેમજ મરિન એન્જિનિયરિંગના અભ્યાસક્રમ આઈટી ક્ષેત્રે ઇન્ફર્મેશન એન્ડ
કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ચાર વર્ષનો અભ્યાસક્રમ. ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી
કોમ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન, મલ્ટિમીડિયા ટેકનોલોજી વગેરે અભ્યાસક્રમ
ઉપલબ્ધ છે.

ટિપ્પણી પોસ્ટ કરો