વૈજ્ઞાનિક બનવા માટે કરો આવી રીતે તૈયારી
![]() |
| Indian scientist |
કારકિર્દી
માર્ગદર્શનની વાત સાવે ત્યારે આજકાલ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવાની ઇચ્છા થતી હોય
છે. એટલે આપણને સવાલ પૂછે કે વૈજ્ઞાનિક કેવી રીતે બનાય? કારણ કે એન્જિનિયર, ડૉકટર, ફાર્માસિસ્ટ તેમજ
અન્ય વ્યાવસાયિક કારકિર્દી બનાવવામાં વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય છે. પરંતુ
વૈજ્ઞાનિક બનવાનું વિચારતા નથી. આપણે શાળામાં ગતિના નિયમો ભણીએ ત્યારે ન્યૂટનની
યાદ આવે, આકાશ
સામે જોઇએ ત્યારે ગેલિલિયો યાદ આવે, વિજ્ઞાનદિન
આવે ત્યારે ડૉ. સી.વી. રામન યાદ આવે ત્યારે એમ થાય કે તેઓ કઇ રીતે વૈજ્ઞાનિક બન્યા
હશે? પરંતુ
આપણને તેની જાણકારી નહોતી, પરંતુ
હવે ઘણાને વૈજ્ઞાનિક બનવું હોય છે.
વિજ્ઞાન
એટલે નિરીક્ષણો અને પ્રયોગો દ્વારા મળેલા સત્યોનો સમન્વય સાધી, તેની ચકાસણી અને
વર્ગીકરણ કરી મેળવવામાં આવતું વ્યવસ્થિત જ્ઞાન,
વિજ્ઞાન હંમેશાં વિકસતું રહેલું જ્ઞાન છે. છેલ્લાં ૧૦૦ વર્ષમાં
વિજ્ઞાન ક્ષેત્રે થયેલા સંશોધનને કારણે માનવજીવનમાં ખૂબ સગવડતાઓ વધી તેને કારણે
સમગ્ર જીવનશૈલી બદલાઇ ગઇ. વિજ્ઞાન ટેક્નોલોજી ક્ષેત્રે અનેરી ક્રાંતિ થઇ છે.
વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રો, જેમ
કે, તબીબી, અવકાશ, સંદેશાવ્યવહાર, ઇન્ફાસ્ટ્રકચર, જીનેટીક, બાયોટેકનોલોજી
વગેરેમાં નવા નવા સંશોધનો વૈજ્ઞાનિક કરતા હોય છે. આથી વૈજ્ઞાનિક વિજ્ઞાન અને
ટેકનોલોજી ક્ષેત્રના વિદ્વાન ગણાય છે.
આજે આપણા દેશને નવા નવા ક્ષેત્રે સંશોધનો માટે
વૈજ્ઞાનિકોની જરૂર છે. આપણે જાણીએ છીએ કે પશ્ચિમના દેશોનો વિકાસ વિજ્ઞાન અને
ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોને કારણે થયો છે.
આપણા દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇ.આઇ.એસસી.) બેંગલુરુ ખાતે આવેલી છે. તે જાણીતી
સંશોધન કરતી સંસ્થા છે. આ સંસ્થાએ આપણા દેશને ઘણા વૈજ્ઞાનિકો આપ્યા છે. તેમજ હજુ
તે પ્રયત્નશીલ છે. આ સંસ્થા સરકારની એક યોજના ચલાવે છે “કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના (કે.વાય.પી.વાય.)” જેની દર વર્ષે જાહેરાત અખબારોમાં આપવામાં આવે છે.
તેના દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. બેઝિક સાયન્સમાં રસ ધરાવતા
ધો.૧૦, ધો. ૧૨ તેમજ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જેને
૮૦ ટકા ગુણ વિજ્ઞાન, ગણિતમાં હોય તો તે આ પરીક્ષા આપી શકે છે. તેમાં સફળ થનારને
વાર્ષિક પાંચ કે છ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સંશોધનક્ષેત્રે પોતાની કારકિર્દી
બનાવવાનો પ્રારંભ કરી શકે . (www.kupy.rog.in)
ભારત
સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ વધે
અને નવીનીકરણમાં રસ ધરાવતા હોય તે માટે બનાવેશન ઇન સાયન્સ પર્સ્યટ ફોર ઇન્સ્પાયર્ડ
રિસર્ચ એટલે ઇન્સ્પાયર શિષ્યવૃત્તિ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ઉચ્ચ ગુણ મેળવેલા
વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વધુમાં ઇન્સ્પાયર્ડ એવોર્ડ પણ આપવામાં આવે છે.
છેલ્લા બે વર્ષથી રાજકોટ ખાતે આવેલી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય ઈન્સ્પાયર સેમિનારનું
આયોજન કરે છે.
.સંશોધનક્ષેત્રે આપણા વિદ્યાર્થીઓ વધુ રસ લે તે માટે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુ.જી.સી.) નેટ કે SIRUGC નેટ નામની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ) પરીક્ષા વિવિધ વિષયો માટે લેવાય
છે. આ પરીક્ષા સફળતાપૂર્વક આપનારને કોલેજો કે વિશ્વ વિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે
નોકરી મળે છે. આ ઉપરાંત જુનિયર રિસર્ચ ફેલોશિપ (જે.આર.એફ.) પરીક્ષા લે છે. તે
દ્વારા પીએચ.ડી.ના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ/ સ્ટાઇપન્ડ દર વર્ષે આપે છે. આ પરીક્ષા
આપવા માટે અનુસ્નાતક કક્ષાએ પપ ટકા ગુણ હોવા જરૂરી છે. આ ઉપરાંત અનુસ્નાતકનો
અભ્યાસ કરવા માટે જે.એ.એમ.,
ગેઇટ વગેરે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે.
ગણિતશાસ્ત્રમાં
વધુ અભ્યાસ માટે “મેથેમેટિકલ
ટ્રેનિંગ એન્ડ ટેલેન્ટ રિસર્ચ(એમ.ટી.ટી.એસ.)”
ઉનાઇ અભ્યાસક્રમ છે, જે
સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આમાં સ્નાતક કક્ષાએ પ્રથમ અને દ્વિતીય વર્ષ
(લેવલ-૧) તથા અનુસ્નાતક કક્ષાએ પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે (લેવલ-૨) માં ભાગ લઇ
શકે છે. ગુજરાતમાં વલ્લભવિદ્યાનગર (આણંદ) ખાતે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગણિત
ભવનમાં આવી શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ માટેના આવેદનપત્રો મંગાવવામાં આવે
છે. (www.nbhn.nic.in)
ઇન્ડિયન
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ (કર્ણાટક) ખાતે બેઝિક સાયન્સ (PURE SCIENCE)ના ચાર
વર્ષનો બી.એસસી.નો અભ્યાસક્રમ ચાલે છે જેમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીની પરીક્ષા
આપી હોય તેના મેરિટ મુજબ આમાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ અહીં અનુસ્નાતક તથા
પીએચ.ડી.ની સવલતો છે. આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનાવવામાં
મદદરૂપ થાય છે. આ ઉપરાંત ભાભા એમિક રિસર્ચ સેન્ટર (BAHC) ડિફેન્સ રિસર્ચ ડેવલોપમેન્ટ
ઓર્ગેનાઇઝેશન (DRDO), ફિઝિકલ
રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદ, ઇસરો (ISRO) બેંગલુરુ તેમજ
અમદાવાદ, ભૂવનેશ્વર
વિશ્વવિદ્યાલય ખાતે
બેઝિક સાયન્સ માટે ધો.૧૨ કે બી.એસસી. પછીના
સંશોધન ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો પ્રાપ્ય છે. તેની જાહેરાત આપવામાં આવે છે.
આપણા દેશમાં કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ
રિસર્ચ (CSIR)
નીચે ઘણી સંસ્થાઓ છે જે સંશોધનક્ષેત્રે આગવું
સ્થાન ધરાવે છે. આ સંસ્થાઓ દ્વારા અવાર-નવાર જાહેરાત આપતી હોય છે. વધુમાં વય
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIER) મુંબઇ,
ટેરી સ્કૂલ ઓફ એડવાન્સ સ્ટડીઝ, નવી દિલ્હી, આઇ.આઇ.એસ.આર.
કોલકાતા, ચેન્નાઇ, મેથેમેટિકલ
ઇન્સ્ટિટયૂટ ચેન્નાઇ,
નોર્થ ઇસ્ટર્ન રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ
સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇટાનગર તેમજ દેશની તમામ આઇ.આઇ.ટી. સંસ્થાઓમાં સંશોધન કરવા
માટેની તકો છે. તેમની માહિતી વેબસાઇટ અને ગૂગલ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે.
આમ છતાં આપણા દેશમાંથી ઘણા વિદ્યાર્થીઓ અનુસ્નાતકનો
અભ્યાસ કરી પી.એચડી. અને શોધ સંશોધન કરવા પ્રથમ પસંદગી કરે છે. આને કારણે આપણા ઘણા
તજજ્ઞો આજે વૈજ્ઞાનિકો બની અમેરિકાની વિવિધ સંસ્થાના વિકાસમાં મદદરૂપ બને છે. બીજું
કારણ એ છે કે ત્યાં સવલતો અને વાતાવરણ છે. આ ઉપરાંત જર્મની અને યુ.કે.ની પસંદગી
કરે છે.
આપણા
તજજ્ઞો એટલે કે યુવાધન બહાર ન જાય તે માટે હવે દેશમાં ઘણી સંસ્થાઓ અને ઉદ્યોગો આગળ
આવ્યા છે. આ સંસ્થાઓ ફેલોશિપ શિષ્યવૃત્તિ તેમજ શિક્ષણ સહાય આપે છે જેથી સંશોધનને
વેગ મળે.
ભારત
સરકારકના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, નવી દિલ્હીમાં એક ''FAST TRACK SCHEME"ની
વ્યવસ્થા છે જેઓ પીએચ.ડી. , મેડિસિન, ફાર્મસીના સંશોધન માટે
પ્રોત્સાહન આપે છે. તે માટે ૩પ વર્ષની વયમર્યાદા છે. આ યોજનાનીચે ત્રણ વર્ષ સુધી
સહાય આપવામાં આવે છે. તેની જાહેરાત આવે ત્યારે અરજી કરવી.
સરનામું : SERC
Department of science and Technology, New Mehroli Road, New Delhi-110016, www.dst.gov.in.
આ
ઉપરાંત રામાનુજ ફેલોશિપ યોજના છે. દેશની માન્ય કોઇપણ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો
તેમજ ઇજનેરોને સહાય અપાય છે. ઉપરાંત વ્યાવસાયિક અનુભવ મેળવેલ હોય, વયમર્યાદા ૬૦ વર્ષ
સુધીની છે. પાંચ વર્ષ માટે ફ્લોશિપ આપવામાં આવે
છે. પ્રથમ ત્રણ વર્ષ માટે ૫000 તેમજ
બાકીના બે વર્ષ માટે છ હજાર આપવામાં આવે છે.
વિશેષ માહિતી : Scientist, Dept. of Science & Technology,
New Delhi Mehroli Road110016, www.dst.gov.in.
સંશોધનક્ષેત્રે
વધુ પ્રોત્સાહન મળે તે માટે ઉદ્યોગો ખુદ પોતાનો રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગ શરૂ
કરીને તે ક્ષેત્રને વધુ રકમ ફાળવે છે અથવા તો સંશોધન કરતી સંસ્થા તથા
વિશ્વવિદ્યાલયોના વિભાગોને રકમ ફાળવી બે વચ્ચે સંશોધન સેતુ ઊભો કરી જરૂરી સહાય
આપીને પોતાના ઉદ્યોગોનો વિકાસ કરે છે.
સંશોધન અને સર્જનાત્મક વિજ્ઞાનનું સર્જન થાય તે માટે
શાળાઓમાં વિજ્ઞાનમેળા ભરાય છે. તેમજ વેસ્ટર્ન ઇન્ડિયા અને આઇરીશ સંસ્થાના સહયોગથી વિજ્ઞાનતંત્ર
સંશોધનાત્મક પ્રોજેક્ટ માટે મેળાનું આયોજન થાય છે. તેમાંથી રાષ્ટ્રીય કક્ષાએ કૃતિઓ
પસંદ કરી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવામાં આવે છે. તે ઉપરાંત ચિલ્ડ્રન સાયન્સ
કોંગ્રેસ દ્વારા વિજ્ઞાનના વિવિધ વિષયો માટે સર્જનાત્મક પ્રોજેકટ રજૂ કરવા માટે
પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે. તેમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેકટ પસંદગી કરીને તેમાં
ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન આપે છે.
ગુજરાતના
ગુજરાત સાયન્સ ઓન ટેક્નોલોજી વિભાગ દ્વારા દરેક જિલ્લામાં વિજ્ઞાનકેન્દ્રો શરૂ
કરવામાં આવ્યા છે. આવા વિજ્ઞાન કેન્દ્રને દરેક રીતે સહાય આપી સક્ષમ બનાવવાની જરૂર
છે. આવા વિજ્ઞાનકેન્દ્રમાં નિવૃત્ત વૈજ્ઞાનિકો તેમજ વિવિધ વિષયના નિવૃત્ત
પ્રાધ્યાપકોની સેવા લેવાની જરૂર છે. જેથી વિદ્યાર્થીઓને સંશોધનક્ષેત્ર આગળ વધવાની
તક મળે. તેમજ સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય. આ માટે સૌ સાથે મળીને સહિયારા
પ્રયત્નો કરવાની જરૂર છે. જેથી સંશોધનક્ષેત્રે એક નવી કેડી કંડારી શકીએ.
કેન્દ્ર
સરકાર દ્વારા આપણા દેશના વિદ્યાર્થીઓ વધુ સંશોધનક્ષેત્ર આગળ વધીને વૈજ્ઞાનિક બની
શકે તે માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ શરૂ કરી છે. આ
સંસ્થાની શાખાઓ
(૧)
બહેરામપુર ઓરિસ્સા (૨૦૧૭),
(૨)
ભોપાલ-મધ્યપ્રદેશ (૨૦૦૮),
(૩)
હરિનન્ધાટ કોલકાતા (૨૦૦૬),
(૪)
પૂના મહારાષ્ટ્ર, ખાતે
નેશનલ કેમિકલ લેબોરેટરીના કેમ્પસ ખાતે આવેલ,
(૫)
મોહાલી (હરિયાણા) સેકટર-૮૧ ખાતે (૨૦૦૭) આવેલી છે,
(૬)
કેરલ રાજયમાં તિરૂવંતપુરમ (ત્રિવેન્દ્રમ) ખાતે (૨૦૦૮)માં આ સંસ્થા શરૂ કરવામાં આવી
છે,
(૭)
તમિલનાડુના તિરુપતિ (૨૦૧૫)માં આ સંસ્થા શરૂ કરવામાં આવી છે.
(૮) નાગાલેન્ડ ખાતે હવે શરૂ કરવામાં આવશે.
આ સંસ્થામાં બેઝિક સાયન્સમાં સંશોધન માટે
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આવી અનેક સંસ્થાઓ
શરૂ કરવામાં આવી છે.
પૂના-૨૦૦,બહેરામપુર- ૧૦૦,ભોપાલ-૨૬૦, કોલકતા-૨જી ત્રિવેન્દ્રમ-૨૦૦, મોહાલી (૨%), તિરુપતિમાં
૧૨૫ મળી કુલ ૧૨૮૫ બેઠકો ઉપલબ્ધ છે.
કોલકાતા
અને પૂનાની આઆઇ.આઇ.એસ.ઇ.આર. સંસ્થામાં ૮૦ વિદ્યાર્થીઓને દર વર્ષે દાખલ કરવામાં આવે
છે.
આ
સંસ્થામાં જોડાવા માટે આઇ.આઇ.ટી. માટે લેવામાં આવતી જે.ઇ.ઇ. પરીક્ષામાં ઉચ્ચ ગુણો
પ્રાપ્ત કર્યા હોય તેમજ રાજ્યના બોર્ડમાં અને સી.બી.એસ.ઇ. બોર્ડમાં સૌથી વધુ ગુણ
પ્રાપ્ત કરનાર (TOP - 1%)વિદ્યાર્થીઓને
પ્રવેશ આપવામાં આવે છે. વધુ WPY : કિશોર
વિજ્ઞાન પ્રોત્સાહન યોજના માટે પસંદ કરવામાં આવ્યા હોય તેમને પ્રવેશ આપવામાં આવે
છે.
ગુજરાતના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ આ વૈજ્ઞાનિક સંશોધન
ક્ષેત્રે આગળ વધે તે માટે આમાં પ્રવેશ મેળવી વૈજ્ઞાનિક બની શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો