વિદેશી ભાષાનો અભ્યાસ

study of a foreign language
study of a foreign language


શું તમે આકર્ષક વ્યક્તિત્વના માલિક છો?”

શું તમારી પાસે અંગ્રેજી ભાષાનું પાયાનું સમજ - પૂર્વકનું જ્ઞાન છે?”

શું તમારી નવું શીખવાની માનસીક તૈયાર છે?”

જો ઉપરોક્ત તમામ પ્રશ્નનોના તમારા જવાબહામાં હોય, તો તમારી પાસે ફોરેન લેંગ્વજ શીખીને ગ્લોબલ કરિયર અપનાવવાનો એક આદર્શ વિકલ્પ ઉપલબ્ધ છે !!!

વિદેશી ભાષાનું સામાન્ય ગણિતઃ

વિદેશી ભાષા શીખવાના કુલ ૬ લેવલો A1, A2, B1, B2, C1 તેમજ C2 છે. C2 લેવલ એ M.Phil/Ph.D કક્ષાનું ગણી શકાય. B2 લેવલ સુધીનો અભ્યાસક્રમ સારી રોજગારી મેળવવા માટે પૂરતો ગણી શકાય. દરેક લેવલ પાસ કરવા માટે આશરે ૩ માસની શરૂ કરીને ૬ માસ સુધીનો સમય લાગી શકે. જર્મન ભાષાન C1 લેવલ માટે ૬ માસનો સમય લાગે છે. જયારે ફાસ્ટટ્રેક કોર્સનો સમયગાળો અલગ હોય છે. જેમાં અઠવાડિયામાં માત્ર શનિ, રવિવાર તેમજ બિઝનેશમેન માટે માત્ર રવિવારના અમુક કલાકોનો સમય આપવામાં આવે છે. પ્રત્યેક લેવલની કોચીંગ ફી આશરે ૧૨,00૦ થી ૨૦,૦૦૦ સુધીની ગણી શકાય. જે તે વિદેશી ભાષા શીખવવાની ફીનો આધાર જે તે ભાષા અને શીખનારાઓની સંખ્યા પર આધારીત છે. જેમ કે ચાઈનીઝ તેમજ કોરિયન ભાષા શીખવાના કેન્દ્રો સમગ્ર ભારતમાં મર્યાદિત હોઈ, તેની ફી પ્રમાણમાં વધુ રહે છે. યુરોપિયન હાઉસ પોતાના ભાષાના પ્રચાર-પ્રસાર અંગે પ્રોત્સાહક નીતિ ઘડે છે, ઓલિઓંસ ફ્રોંસેઝ તેનું એક ઉદાહરણ છે. કેટલીક યુનિર્વસિટીઓ તેમના વિદ્યાર્થીઓને તેમના પરફોર્મન્સને આધારે સ્કોલરશીપ પણ આપે છે. વળી કેટલીક યુનિર્વસિટીઓ બેસ્ટ ટુડન્ટ એલેચેન્જ પ્રોગ્રામને આઘારે તેઓને ચોક્કસ સમય માટે વિદેશી યુનિર્વસિટીઓમાં અભ્યાસ કરવાની તક પણ પૂરી પાડે છે.

આજ ના યુગમાં કોર્પોરેટ સેક્ટર પોતાની જરૂરીયાત મુજબ પોતાના કર્મચારીઓ માટે કસ્ટમાઈઝડ બેંચ બનાવીને ફોરેન લેંગ્વજ શીખવાડે છે. અહીં આવી બૅચના ટાઈમીંગ્સ, ફી, શિક્ષણ પદ્ધતિ વગેરે અલગ જોવા મળે છે.

વિદેશી ભાષા શીખ્યા બાદ પ્રાપ્ય કારકિર્દીની તકો?

કોઈપણ વિદેશી ભાષાનું C2 લેવલનું સર્ટિફીકેટ હોય, તો મલ્ટીનેશનલ કંપનીમાં હાઈટ કોલર જોબ મળવાની ૧૦૦% ગેરંટી કમ વોરંટી. વિદેશી ભાષાનું અંગ્રેજી કે ભારતીય ભાષામાં ભાષાંતર (અનુવાદ) કે ભાવાનુવાદ કરવાની ફી શબ્દદીઠ ૨ થી ૫. આમતો વિદેશી ભાષાનું ભારતીય ભાષામાં ભાષાંતર કરવાની ફી વધુ હોવી જોઈએ.

જો કે વિદેશી ભાષાની અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરવાની ફી આથી પણ વધુ જોવા મળે છે. દુભાશિયા (ઈન્ટરમીટર) તરીકે ચારેક કલાકની કામગીરીની ફી આશરે ૩,૦00 જો કે તેમાં સ્પીડ જાળવવાની ટર્મ્સ એન્ડ કંડીશન એપ્લાય. વિદેશી ટૂરિસ્ટો ડિલિગેટ્સના સરકારી કે ખાનગી ટૂર ગાઈડ તરીકે દૈનિક ૨,00૦ થી ૫,00૦ સુધીનું વેતન. B.P.0. (બિઝનેસ પ્રોસેસ આઉટ્સોર્સિંગ), K.P.D. (નોલેજ પ્રોસેસ આઉટસોસિંગ), L.P.O. (લીગલ પ્રોસેસ આઉટસોસિંગ), વિદેશમાં ભણવા જવા ઈચ્છુકો માટે વીઝા મળવાની તકો વધી જાય, ઉપરાંત વિદેશમાં સ્થાયી થવા ઈચ્છુકો માટે જે તે દેશના PR. (પરમેનેન્ટ રેસીડન્ટશીપ) મળવાની શકયતા વધી જાય. વિદેશી ભાષા શીખ્યા બાદ રાજદ્વારી સેવા, વિદેશી દૂતાવાસો, પ્રવાસન, મનોરંજન, આંતરરાષ્ટ્રીય સંગઠનો, જનસંપર્ક વિભાગો, પ્રકાશન, ભારતીય રિઝર્વ બેંક, યુનાઈટેડ નેશન્સ (UNO) વગેરેમાં ચેપ કે પ્રીમિયમ જોબ મેળવવાના યોગ વધી શકે છે.

વર્તમાન આધુનિક યુગમાં ઓનલાઈન લેખકો, ટેક્નકલ અનુવાદકો તેમજ ડિકોડરોની માગ વધુ જોવા મળે છે. તઉપરાંત ભારતના વિદેશ મંત્રાલય તેમજ જાસૂસ એજન્સીઓમાં પણ સારી તકો રહેલી છે. વિદેશી ફૂડની રેસ્ટોરેન્ટ હોટલ ચલાવનારાઓ માટે વિદેશી ભાષા શીખવી આવશ્યક છે. વિદેશી સંગીત, સાહિત્યમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકો માટે વિદેશી ભાષા શીખવી અનિવાર્ય ફાર્મા કંપનીઓમાં તેના ડૉકયુમેસને ફોરેન લેંગ્વજમાંથી અંગ્રેજીમાં તૈયાર કરવાના હોય છે, જયારે માસિક સર્વે રિપોર્ટ સરકારી જોગવાઈ મુજબ પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવાનો હોય છે. એવા સમયે પણ ભાષાંતરકારોને સારી તક મળી શકે છે.

વિદેશી ભાષા શીખવાનું મુહૂર્ત કયારે કરવું?

વિદેશી ભાષા શીખવાનું કાર્ય એ કોઈ કલા શીખવા જેવું છે. આથી વિદેશી ભાષા શીખવા ઇચ્છુકોએ શકય તેટલું વહેલું-નાની ઉંમરથી જ શીખવાનું શરૂ કરી દેવું જોઈએ. જોકે વિદેશી ભાષા શીખતા અગાઉ જે - તે વિદેશી ભાષા અંગેની ગંભીરતા કેળવાય તે જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્કૂલ બોર્ડની માન્યતા પ્રાપ્ત શાળાઓ તેના પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ એકાદ વિદેશી ભાષાનું શિક્ષણ આપવાનું શરૂ કરી દે છે. સામાન્ય રીતે SSC / HSC બાદના ઉનાળાના લાંબા વેકેશનનો સમય એ વિદેશી ભાષા શીખવાનું આદર્શ મુહૂર્ત બની શકે છે. જોકે ધ્યાન રહે, વિદેશી ભાષા પ્રત્યે પ્રેમ વધારવો એ અઘરું કાર્ય છે.

વિદેશી ભાષા શીખવાના ઉદ્દેશને આધારે કઈ વિદેશી ભાષા શીખવી તે નક્કી થઈ શકે. જો વિદ્યાર્થી પાસે વિદેશી ભાષા શીખવા માટે એ કાદ – બે વર્ષ જેટલો જ સમય ઈનવેસ્ટ કરી શકાય તેમ હોય તો ફ્રેંચ – જર્મન જેવી ભાષા શીખવી જોઈએ. જ્યારે ૩ થી ૫ વર્ષ જેટલો સમય ફાળવી શકાય તેમ હોય તો ચાઇનીઝ, જાપાનીઝ કે કોરિયન જેવી ભાષા શીખી શકાય. આ ભાષાઓ હાલ 'ઈન ડિમાન્ડ' છે. જયારે રશિયન, એરેબિક જેવી ભાષાઓ જાણનારાઓની ડિમાન્ડ હાલમાં ઓછી છે. હવે કેટલીક વિદેશી ભાષાઓની ગ્રાઉન્ડ રિયાલિટીચકાસીને તેના ઈન-આઉટ જોઈએ..

૧. અંગ્રેજી ભાષાઃ

અંગ્રેજી ભાષાનું મહત્વ- અંગ્રેજી ભાષા પ્રથમ કે બીજી ભાષા તરીકે બોલનારાઓની કુલ સંખ્યા વિશ્વમાં ૧૫૦ કરોડની છે. જોકે અંગ્રેજી ભાષા બોલનારાઓની સંખ્યા અમેરિકા કરતાં ચીનમાં વધુ છે. કોમ્પ્યૂટરમાં થતા કુલ D.T.P વર્કમાં ૮૫% કામ અંગ્રેજી ભાષામાં થાય છે.

અંગ્રેજી ભાષાના શિક્ષણની હાઈલાઇટ્સ સારું અંગ્રેજી શીખવા ઇચ્છુકોએ બ્રિટિશ અંગ્રેજી અને અમેરિકન અંગ્રેજીના શબ્દોની વોકેબલરી હાથવગી રાખવી. ખાસ કરીને બંને પ્રકારના અંગ્રેજીનાં ઉચ્ચારો તેમજ સ્પેલિંગ અંગે વધુ ગંભીરતા દાખવવી. અંગ્રેજી ભાષાના વિદ્યાર્થીઓ લોજિંગ” “બોર્ડિંગ”, જેવા શબ્દોનો સાચો અર્થ, શૅક્સપિયરજેવા શબ્દોનો સાચો ઉચ્ચાર કરે તે જરૂરી છે.

અંગ્રેજી ભાષાના કરિયર ઓપ્શન્સ ઊડતી નજરે: ગૂગલના ઉપયોગથી અંગ્રેજી ભાષામાંથી અને અંગ્રેજી ભાષામાં ભાષાંતર શકી હોવા છતાં સારું અને સાચું અંગ્રેજી ભાષાંતર કરવાવાળાઓની માગ ઘણી છે. A4 સાઈઝના પેઈજનું ભાષાંતર કરવાનો દર ૧૦૦ થી શરૂ થાય છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન IT, આઉટ સોસિંગ તેમજ કોમ્પિટીટિવ એક્ઝામમાં અનિવાર્ય છે. સારા અંગ્રેજી માં ઉચ્ચાર કરનારાઓને રેકોર્ડિંગ તેમજ ડબિંગ સુડિયોમાં 'વોઈઝ ઓવર' તરીકે કામ મળી શકે છે. દુભાષિયા તરીકે પણ સારા પેકેજથી જોબ કે સ્વતંત્ર કામ મળી શકે છે. સારું અંગ્રેજી જાણનારાઓ GRE-GMAT, ટોફેલ, IITSના કોચિંગ સેન્ટરોમાં ફેકલ્થ બનીને સારી કમાણી કરી શકે છે.

૨. ફ્રેંચ ભાષા:

ફ્રેંચ ભાષાનું મહત્વ:-વિશ્વના ૩૫થી વધુ દેશોમા ફ્રેંચ ભાષા બોલાય છે. જેમાં કેટલાંક દેશોની તો રાષ્ટ્રભાષા અથવા બીજા નંબરની ભાષા છે. તો વળી કેટલાંક દેશોમાં તેને વહીવટની ભાષા કે શિક્ષણની ભાષા તરીકે સ્વીકારવામાં આવી છે. ફ્રેંચ ભાષાના સંગઠન રૅકોફોનીના સભ્યદેશોની સંખ્યા ૮૦ થી વધુ છે. જેમાંના કેટલાંક દેશો યુરોપિયન ઉપરાંત આફ્રિકન તેમજ એશિયન પણ છે.

ફ્રેંચ ભાષાના શિક્ષણની હાઈલાઈટ્સ: કુલ ૬ લેવલો પૈકી પ્રથમ ૪ લેવલ DELFના જેમાં પ્રથમ ત્રણ લેવલ દરેક ૧૫૦ કલાકના અને ૪થું લેવલ ૨જી કલાકનું હોય છે. એડવાન્સ લેવલો અનુક્રમે૫ અને ૬ DELના જેને C1અને C2 તરીકે ઓળખી શકાય. C1 લેવલ બાદ ફ્રેંચ ભાષાના સારા સ્પીકર બની શકાય. અને C2 લેવલમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગની પ્રેક્ટિસ કરવાની રહે છે. ફ્રેંચ ભાષાની લીપી રોમન આલ્ફાબેટ એટલે કે અંગ્રેજીની જ હોવાથી લખવામાં સરળતા રહે છે, પરંતુ બોલવામાં તેનો પહોળો ઉચ્ચાર કરવામાં ઘણી તકલીફ પડે છે. ઉપરાંત ફ્રેંચ ભાષામાં સ્વરની ઉપર અલગ ચિહ્ન મૂકવામાં આવે છે.

ફ્રેંચ ભાષાના કરિયર ઓપ્શન્સ ઊડતી નજરે : ફ્રેંચ ભાષા શીખ્યા બાદ ટૂર્સ એન્ડ ટ્રાવેલિંગનો ડિપ્લોમા કોર્સ કર્યો હોય તો ટૂરિસ્ટ ગાઈડ તરીકે દૈનિક ૨,૭૫૦નું સરકારી વળતર મળી શકે. તદુ ઉપરાંત ફોરેન ડેલિગેટ્સથી માંડીને સામાન્ય પ્રવાસી સુધી સૌના માટે ૪ કલાકના ૩,૫૦૦ લેખે ફ્રેંચમાં માંથી અંગ્રેજી ઈન્ટરપ્રીટર 'ઈન ડિમાન્ડ' છે. સમગ્ર વિશ્વમાં ફેંચ ભાષા પ્રેમની ભાષા તરીકે જાણીતી છે. ફ્રેંચ ભાષાએ યુરોપીયન રાજવી કુટુંબોમાં બોલાતી હતી. આથી તે રૉયલ ભાષા છે. ઇંગ્લેન્ડના રાજકીય ચિનની નીચે બ્રિટીશ અંગ્રેજીમાં નહીં પરંતુ ફ્રેંચ ભાષામાં ઉક્તિ લખાયેલી છે -મારો ભગવાન મારો હક્ક''

ઈન્ટરનેશનલ બોર્ડ ધરાવતી સ્કૂલો તેમજ ઇન્સ્ટિટ્યૂટ્સમાં શિક્ષક / અધ્યાપક તરીકે સારામાં સારા સ્કૉપ રહેલા છે. ઇન્ડિયન એમ્બેસીથી શરૂ કરીને કેટલીક અર્ધસરકારી ઓફિસો, ટ્રાવેલિંગ એજન્સીઓ, ઈમ્પોર્ટ – એક્સપોર્ટ કરતી કંપનીઓમાંફ્રેંચજાણનારાઓની તાતી જરૂર છે. માર્કેટ રિસર્ચ/કોલ સેન્ટર (BPO જેવી કંપનીઓને તેમની ગુજરાતની બ્રાંચમાં ફ્રેંચ ભાષા જાણનારાઓનો પO% જેટલો સ્ટાફ મુંબઈ, દિલ્હી, પુના વગેરેથી મોટા પેકેજ સાથે હાયર કરવો પડે છે. આપણા ગુજજુ ભાઈઓ અને બહેનો જો ફ્રેંચ જેવી વિદેશી ભાષા બોલતા થઈ જાય તો આવા ફિલ્ડમાં પણ રોજગારીની તકો રહેલી છે.

૩.જર્મન ભાષાઃ

જર્મન ભાષાનું મહત્વઃ- યુરોપિયન યુનિયનની સૌથી વધુ કૉમન બોલાતી ભાષાઓમાં જર્મની બીજા નંબરે છે. યુરોપમાં જર્મનને સત્તાવાર વાણિજય ભાષા (ઓફિસિયલ ટ્રેડીંગ લેન્ગવેજ) ગણવામાં આવે છે. કારણ કે લગભગ ૧૨૦ મિલિયન લોકો તેને વેપાર - વાણિજયના કારણોસર બોલે છે. ઈટાલી, સ્વિટર્ઝલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, તેમજ લકઝમબર્ગ જેવા દેશો પોતાના દેશમાં જર્મન ભાષાને એક સત્તાવાર ભાષા તરીકેનો દરજ્જો આપેલો છે. જર્મન એ ઈન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટોપ-૫ ભાષાઓમાંની એક છે. પુસ્તકો, વેબસાઇટ અને મીડિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટોપ -૧૦ ભાષાઓમાં જર્મન ભાષાનો સમાવેશ થાય છે.

જર્મન એરલાઇન્સલુફતે—મૂળ સંસ્કૃત ભાષાનાં શબ્દ લુક્તહંસ પરથી ઉતરી આવ્યું છે. અને હા સંસ્કૃત એ કમ્પ્યૂટર ફ્રેન્ડલી લેંગ્વજ હોવાથી આપણા દેશ કરતાં પણ જર્મનીમાં સંસ્કૃતનો પ્રચાર પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે. ભાષામાં ઇન્ડો-જર્મન ઓર્ગેનાઇઝેશનોમાંમેક્સમૂલર ભવનતેમજગોએથેઇન્સ્ટિટ્યૂસ છે.

જર્મન ભાષાના શિક્ષણની હાઈલાઈટ્રસ ફ્રેંચની જેમ જ જર્મન ભાષાના ઉચ્ચારો સ્પષ્ટ રીતે કરવા અઘરા પડે છે. કેટલીક યુનિવર્સિટીઓ તો પ્રાઈવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ તેમજ કેટલીક ઇન્ટરનેશનલ બોર્ડની માન્યતા પ્રાપ્ત સ્ફૂલો જર્મન ભાષા શીખવતી હોય છે.

જર્મન ભાષાના કરિયર ઓપ્શન્સ ઊડતી નજરે : જર્મન ભાષા જાણનારાઓ માટે ડિપ્લોમેટિક સર્વિસીસ, ઇમ્પોર્ટએક્સપોર્ટ માર્કેટ, ફેકલ્ટી, કાઉન્સેલર, ઇન્ડસ્ટ્રીઝના ટ્રાન્સલેટ્સ, ઇન્ટરપ્રીટર, ગર્વમેન્ટ રિસર્ચર, ઇન્ટરનેશનલ ટ્રેડિંગ માર્કેટ, ટૂરિસ્ટ ગાઈડ, ઇન્ટરનેશનલ પ્રોજેક્ટસમાં કૉ-ઓર્ડિનેટર, એરહોસ્ટેસ, ફાઈવ સ્ટાર હોટલોમાં, મલ્ટીનેશનલ કંપનીઓમાં તેમજ ફ્રિલાન્સર તરીકેના કરિયર. ઓપ્શન્સ રહેલા છે. જર્મન ર્સ - ટ્રાવેલ્સમાં ખૂબ ખર્ચ કરે છે. (એક સર્વે મુજબ વાર્ષિક ૯૧ બિલિયન યુરો ડૉલરનો ખર્ચ) તેમના પસંદગીના દેશો છે. સેન, ઇટાલી, ગ્રીસ, તુર્કી અને ભારત. ખાસ કરીને તેઓને ઐતિહાસિક સ્થળો વધુ ગમે છે, અને ભારતમાં ઐતિહાસિક સ્થળોની તંગી નથી. તેવા સમયે જર્મન જાણનાર ટૂર ગાઇડની કમાણી સરેરાશ MBA કરતાં વધી જાય ! વિશ્વની મહાસત્તા એવા દેશ અમેરિકામાં મલ્ટીપલ જૉબ્સમાં જર્મન જાણનારાઓની જરૂરિયાત દર ૩ વર્ષે ૭,૦૦,૦૦૦ લોકોની છે. વિશ્વનું બીજા નંબરનું શક્તિશાળી અર્થતંત્ર જાપાન છે, કે જેમાં ટોપ ૧૦૦ જાપાનીઝ બિઝનેસમેન/વુમન પૈકી ૬૮% જર્મન ભાષા જાણે છે!

૪. ઇટાલિયન ભાષાઃ

ઇટાલિયન ભાષાનું મહત્વ:- વિશ્વમાં ૬૩ મિલિયન લોકો ઇટાલિયન ભાષા બોલે છે. વિશ્વમાં ૧૧૦ થી ૧૨૦ મિલિયન લોકો માટે ઇટાલિયન બીજી ભાષા છે. ઇટાલિયન એ ઇટાલીની સત્તાવાર ભાષા હોવા ઉપરાંત વિશ્વના સૌથી નાના છતાં અગત્યના દેશ ધ વેટીકન સિટી, વિશ્વના સુંદર દેશો સ્વિટર્ઝલેન્ડ તેમજ સનમેરીનો અને ક્રીઆટીઆ જેવા દેશમાં ઇટાલિયન ભાષા મહત્વની છે. ઇજિપ્ત, સોમાલિયા, ટ્યુનેશિયા, ઈથોપીયાના કેટલાંક વિસ્તારોમાં પણ ઇટાલિયન ભાષા બોલાય છે. અમેરિકા અને ઈંગ્લેન્ડમાં ઇટાલિયન કોલોનીનો પણ સમાવેશ થાય છે.

ઇટાલિયન ભાષાના શિક્ષણની હાઇલાઇટ્સ : ઇટાલિયન ભાષા શીખવા માટે લાગતો સમય એ ટુડન્ટ તેમજ ફેકલ્ટી દ્વારા ફાળવાતા સમય ઉપર આધારિત છે. આ ઉપરાંત ટુડન્ટનાં અંગત રસ, મહેનત, ફેકલ્ટની ટીચીંગ ટેકનિક તેમજ પર્યાવરણ જેવા પરિબળો પણ ઇટાલિયન ભાષા શીખતા લાગતો સમય નક્કી કરે છે. ફ્રેન્ચ – જર્મન ભાષા શીખવનારાઓનાં પ્રમાણમાં ઇટાલિયન શીખવનાર ફેકલ્ટીઝની સંખ્યા ઓછી છે.

ઇટાલિયન ભાષાનાં તમામ લેવલ પૂર્ણ કરનાર ફેકલ્ટીના મતે ઇટાલિયન ભાષા શીખવી શરૂઆતમાં અધરી છે, પણ સમગ્ર વિશ્વમાં રોમેન્ટિક લેંગ્વજ તરીકે ઓળખાતી આ ભાષા ધીમે ધીમે મ્યુઝિકલ બની જાય છે અને ત્યારબાદ તે ઈન્ટરેસ્ટીંગ બની જાય છે. ૧૯૭૭માં ઇટાલિયન કવિ ફ્રાન્સીસ કોમોનીએ ૨૬ અક્ષરોનો ઇટાલિયન ભાષાનો સૌથી લાંબો શબ્દ "Precipitevolissimevolmente" પ્રયોજ્યો હતો. જેનો અર્થ થાય છે અતિ ઉતાવળમાં.

          ઇટાલિયન ભાષાના કરિયર ઓપ્શન્સ ઊડતી નજરે: ઇટાલીને ફેશન અને આર્કિટેક્ટર ફિલ્ડનું હબ ગણવામાં આવે છે. ગોગલ્સથી માંડીને ફેશનેબલ એપરલ્સ તમામની લેટેસ્ટ ફેશન અને પેટર્ન જાણવા માટે ઇલિયન શીખેલું ઉપયોગી બને છે. બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિગ (BPO) ઈન્ડસ્ટ્રીઝમાં ઇટાલિયન જાણનારાઓની ડિમાન્ડ જોવા મળે છે. ઇટાલિયન કંપનીઓ તેમના મેન્યુફેક્યરિંગનાં એસેમ્બલી યુનિટમાં રોબોટનો ઉપયોગ કરતા હોવાથી સ્પીડ તેમજ ગુણવત્તા જળવાય છે. પીઝા જેવાં ઇટાલિયન ફાસ્ટફૂડનો બિઝનેસ કરવા માટે પણ ઇટાલિયન રેસીપી જણવાતે ભાષામાં શીખવી પડે છે. આ ઉપરાંત અનુવાદક, દુભાષિયા, ટૂર ગાઇડ જેવાં વિકલ્પો પણ ખરાં.

૫. સ્પેનિશ ભાષાઃ

સ્પેનીશ ભાષાનું મહત્વ:- અમેરિકાની એક NGO દર ૫ વર્ષે વિશ્વની જુદી-જુદી ભાષાઓ અંગેના સર્વે રિપોર્ટ બહાર પાડે છે. જેમાં છેલ્લે ૨૦૧૦માં પ્રકાશિત થયેલ સર્વે મુજબ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ચાઈનીઝ પ્રથમ ક્રમાંકે, અંગ્રેજી બીજા ક્રમાકે તેમજ સ્પેનીશ ત્રીજી ક્રમાંકે છે ! વિશ્વમાં ૩૫૦ મિલિયન લોકો સ્પેનીશને 'નેટિવ લેંગ્વજ' તરીકે બોલે છે ! સ્પેનીશ ભાષાએ ઇન્ટરનેટ પર ઉપયોગમાં લેવાતી ત્રીજા નંબરની કૉમન લેંગ્વજ છે. માનો યા ના માનો પણ આંતરરાષ્ટ્રીય સંગઠન UNOની ૬ સત્તાવાર ભાષાઓ પૈકીની એક "સ્પેનીશછે. વિશ્વના જુદા જુદા ૪ ખંડોએ સ્પેનીશ ભાષાનો સત્તાવાર ભાષા તરીકે સ્વીકાર ક્યોં છે!

સ્પેનીશ ભાષાના શિક્ષણની હાઇલાઇટ્સ: સ્પેનીશ ભાષા શીખવી પ્રમાણમાં સરળ છે. જેમાં વપરાતા મૂળાક્ષરો અંગ્રેજી આલ્ફાબેટના જ એટલે કે ૨૬ છે. હા આ ૨૬ આલ્ફાબેટ ઉપરાંત ૬ વધારાના અક્ષર શીખવા પડે છે. સ્પેનીશને ફોનેટિક લેંગ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સ્પેનીશ ભાષાના કરિયર ઓપ્શન્સ ઊડતી નજરે : આર્જેન્ટિના, બરુઆ, બોલિવિયા વગેરે દેશોમાં આઉટ સોર્સિંગ કરાવવા પર પ્રતિબંધ હતો. જ્યારે હવે આ દેશોમાં પરવાનગી મળી જતા B.P.O. ખૂલી ગયા છે, અને જેના દ્વારા આપણા ભારત દેશને આઉટ સોસિંગનું પુષ્કળ કામ મળી રહે છે. પવનચક્કી દ્વારા વિદ્યુત પેદા કરનારી તેમજ સોલર પ્લાન્ટની બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્પેનથી ભારતમાં આવવાથી સ્પેનીશ જાણનારાઓની માગ વધી છે. ઉપરાંત BPO, KPO તેમજ LPOમાં પણ સ્પેનીશ જાણનારાઓ ઈન ડિમાન્ડ છે.

વિદેશીભાષાનાં કરિયર કાઉન્ટ-ડાઉનઃ વિદેશી ભાષાનાં કરિયર કાઉન્ટડાઉનને બે પ્રકારે વિભાજિત કરી શકાય.

૧) વિદેશી ભાષા શીખ્યા બાદ દેશમાં રહીને કારકિર્દી અને

.૨) વિદેશી ભાષા શીખ્યા બાદ વિદેશમાં જઈને કારકિર્દી.

બીજી પ્રકારમાં જે તે દેશની પ્રથમ તેમજ દ્રિતીય સત્તાવાર ભાષાને આધારે કારકિર્દી બની શકે. જ્યારે પહેલા પ્રકારમાં જોવા જઈએ તો વિદેશી ભાષાઓમાં જર્મન, ફ્રેંચ અને સ્પેનીશ મોખરાનું સ્થાન ધરાવે છે. જો કે પ્રથમ નંબરે શીખવામાં કઠિન એવી ચાઈનીઝ લેંગ્વજ આવે છે. તે જ પ્રમાણે ડચ અને નોર્વેજિયન લેંગ્વજ પણ ઝડપથી વિકસી રહી છે. ડચ ભાષામાંથી એક શબ્દનું ભાષાંતર કરવાનાં ૯ અને નોર્વેજિયન ભાષામાંથી એક શબ્દનું ભાષાંતર કરવાનાં ૧૦ મળે છે. જોકે વિદેશી ભાષા નિષ્ણાતોના મતે જાપાનના ભારત સાથેના કેટલાંક કરાર તેમજ પ્રોજેક્ટને કારણે જાપાનીઝ ભાષા પણ ખૂબ ઝડપથી કારકિર્દીનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે.

વિદેશી ભાષા ક્યાંથી શીખવી?:

વિદેશી ભાષા શીખવતી જુદી જુદી સંસ્થાઓમાં ફીનું ધોરણ જે-તે ભાષા મુજબ અલગ-અલગ જોવા મળે છે તેમજ તેમાં બેઠકોની સંખ્યા પણ અલગ હોય છે. આથી વિદેશી ભાષામાં કારકિર્દી બનાવવા ઇચ્છુકોને નીચેની સંસ્થાઓનો પ્રત્યક્ષ સંપર્ક કરવા વિનંતી છે.

૧. દિલ્હી યુનિવર્સિટી (DU) : યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી- ૧૧૦0૭ ફોન નં. (૦૧૧) ૨૭૬૬૭૦૧૧, ૨૭૬૬૭૧૯૦, ૨૭૬૬૭૮૫૩ સામાન્ય જાણકારી માટે (૦૧૧) ૨૭૦૦૬૯૦૦ -mail ID: directro@ducc.du.ac.in  Website: www.du.ac.in

૨. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) : JNU ન્યુ કેમ્પસ, JNU રીંગરોડ, ન્યુ દિલ્હી-૧૧૦૬૭ ફોન નં. (૦૧૧) ૨૬૭૦૪૦૯૦, ૨૬૭૪૨૫૭૫, ૨૬૭૪ ૨૬૭૬, ૨૬૭૪૧૫૫૭ ઈ-mail ID: dr_acad@mail.jnu.ac.in  Website: www.jnu.ac.in

૩. મેક્સમૂલર ભવન / ગોથે ઇન્સ્ટિટ્યૂટઃ૩, મેક્સ મૂલર ભવન, કસ્તુરબા ગાંધી માર્ગ, ન્યુ દિલ્હી– ૧૧૦૦૦૧ ફોનનં.: (૦૧૧) ૨૩૩૨૯૫૦૬
Website: www.goethe.de  

મેક્સમૂલર ભવનઃ૮, બેલીગંજ સર્ક્યુલરરોડ, રો-લેન્ડરો, બેલીગંજ, કોલકાતા- 000૧૯ ફોન નં. : (૦૩૩) ૨૪૮૬૬૪૨૪

મેક્સમૂલર ભવન: કે દુબાશ માર્ગ, કાલા ઘોડા, મુંબઈ ૪૦૦૦૧ ફોન નં.: (૦૨૨) ૨૨૦૨૭૭૧૦

મેક્સ મૂલર ભવન: ૧૪ / ૩-B, બોટ ક્લબ રોડ, પૂણે-૪૧૧૧ ફોન નં.: (૦૨૦) ૨૬૧૬૧૩૪૦

૪. ઇંગ્લિશ એન્ડ ફોરેન લેંગ્વજ યુનિવર્સિટી (EFL - હૈદરાબાદ): રવીન્દ્રનગર, ઓમાનિયા યુનિવર્સિટી, સિંકદરાબાદ, તેલગાંણા-૫0009 ફોન નં. (૦૪૦) ૨૭૯૮૧૩૧ Website: www.eflunivrsity.ac.in

૫. જામિયા - મીલિયા યુનિવર્સિટી : જામિયા - મીલિયા યુનિવર્સિટી, મોહમંદઅલી જોહર માર્ગ, જામિયાનગર, દિલ્હી-૧૧૨૫ ફોન નં. : ૦૧૧) ૨૬૯૮૪૬૧૭, ૨૯૮૧૭૧૭ Website: www.jmi.ac.in

૬. ગુજરાત યુનિવર્સિટી : ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન નં.: (૦૭૯) ૨૬૩૦૧૩૪૧

૭. ગૂજરાત વિદ્યાપીઠ : રામલાલ પરીખ ભારતીય ભાષા સંસ્થાન, ગૂજરાત વિદ્યાપીઠ, ઈન્કમટેક્સ નજીક, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૧૪ ફોન નં. : (૦૭૯) ૪૦૦૧૬૨૦૦, ૨૭૫૪૧૧૪૮, ૨૭૫૪૦૩૪૬

. AMA -અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન: કોરએએમએ મેનેજમેન્ટ હાઉસ, ટોરેન્ટ- એએમએ મેનેજમેન્ટ સેન્ટર, અટીરા કેમ્પસ, ડૉ. વિક્રમ સારાભાઈ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં.: (૦૭૯) ૨૬૩૦૮૬૦૧
-mail ID: ama@amaindia.rog 

૯. ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીઃ અજ્ઞાલિકા એવન્યુ, નોલેજ કોરીડોર, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ ફોન નં. : (૦૭૯) ૨૩૨૭૬૬૧૧/૧૨
-mail ID: contact@gnlu.ac.in

૧૦. Alliance Franchise: આલિઓંસ ફ્રોંસેઝ, હીમાલી ટાવર લેન, માણેકબાગ- શ્યામલ રોડ, ફૂડ કોપોરેશન ઓફ ઇન્ડિયાની બાજુમાં, અમદાવાદ- ૩૮૦૦૧૫ ફોન નં.: (૦૭૯) ૨૬૭૩૩૮૦૦, ૨૬૭૩૩૯૦૦ ઈ-mail ID : Ahmedabad@afindia.rog

૧૧. Intrawrod - The School of Foreign Language, વડોદરા. ફોન નં: ૯૭૨૩૮૧૫૨૩૮ ઈ-mail ID: info@intrawrod.com

૧૨ કેન્દ્રીય વિદ્યાલયોમાં જર્મન ભાષા શીખવવામાં આવે

૧૩. આંતરરાષ્ટ્રીય બોર્ડનો અભ્યાસક્રમ ચલાવતી શાળાઓમાં ફ્રેંચ, જર્મન, ઇટાલિયન જેવી એક કે બે વિદેશી ભાષા શીખવવામાં આવે છે.

૧૪. શહેરો તેમજ નગરોમાં ખાનગી રાહે ચાલતાં કોચિંગ ક્લાસીસ રોજગાર T20

"જે વ્યક્તિ જે ભાષા સમજતો હશે, તેમાં વાત કરશે, તો તેના દિમાગમાં ઊતરશે, પણ જો તમે તેની ભાષામાં વાત કરશો, તો તે તેના દિલમાં ઉતરશે.
- નેલ્સન મંડેલા

Post a Comment

વધુ નવું વધુ જૂનું